






મેઘરાજા મહારાષ્ટ્ર પર મહેરબાન થઈને વરસી પડ્યા છે. મુંબઈને અનરાધાર વર્ષાએ ભીંજવી દીધું છે. મુંબઈનો વરસાદ ગાંડો કહેવાય છે. વરસે ત્યારે સાંબેલાધાર તૂટી પડે છે અને મહાનગર પાણી પાણી થઈ જાય છે. દેશનું આર્થિક પાટનગર થંભી જાય છતાં ખુશાલી હોય એવું માત્ર વરસાદ વખતે જ બને છે.
લોકલ ટ્રેનોના પાટા ઉપર ગોઠણડૂબ પાણી ભરાઈ જાય છે. મહાનગરના સર્પાકાર રસ્તાઓ પર ગાડીઓના થપ્પા લાગી જાય છે....

મોહમ્મદ અલી ઝીણા પર પુસ્તક લખવા બદલ નવ મહિના પહેલાં ભાજપમાંથી હાંકી કાઢવામાં આવેલા ભાજપી નેતા જસવંતસિંહને ફરીથી પક્ષમાં લેવાની તૈયારી થઈ રહી છે. ગડકરીની ફોર્મ્યુલા મુજબ ભાજપ છોડીને ગયેલા કોઈ પણ નેતા જો દિલગીરી વ્યક્ત કરે તો તેને ફરીથી પક્ષની સોડમાં લઈ લેવામાં આવશે.
જસવંતસિંહે જોકે પોતે પક્ષ છોડ્યો નહોતો. ઝીણા પર તેમણે લખેલું પુસ્તક ‘ઝીણા, ઇન્ડિયા, પાર્ટિઝન,...




એકબીજા સાથે રહી શકે તેમ ન હોય તેવા દંપતી હવે છુટાં થઈ શકશે
છુટાછેડા આ શબ્દ એક સંબંધને ઉતરડી ફેંકવાનો પર્યાય છે તે જ રીતે છુટકારાનો પણ પર્યાય છે. લગ્ન પવિત્ર સંસ્થા છે અને તેનો વિકલ્પ પાંચ હજાર વર્ષની સંસ્કૃતિ વિશ્વમાં શોધી શકી નથી. છતાં, જ્યારે લગ્ન ચાલી શકે તેમ જ ન હોય ત્યારે તેનો અંત સરળતાથી લાવી શકાય એવી વ્યવસ્થા પણ હોવી જોઈએ એવો મત વર્ષોથી વ્યક્ત થતો રહ્યો છે. હિન્દુ લગ્ન...









શ્રી શ્રી રવિશંકર પર કોઈએ ગોળીબાર કર્યો. આર્ટ ઓફ લિવિંગના પ્રણેતા બચી ગયા પણ આ ઘટનાના પડઘા દેશભરમાં પડ્યા છે. હુમલો થવા પાછળનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી પણ આજુબાજુના ગામડાંની જમીનના મુદ્દાથી માંડીને બે અનુયાયીઓ વચ્ચેના ઝઘડા સુધીના મુદ્દા ચર્ચાઈ રહ્યા છે. કારણ ગમે તે હોય, ધર્મોપદેશક પર હિચકારો હુમલો થાય તે બાબત પોતે જ ગંભીર છે. ભારતમાં સંતો, સાધુઓ, બાવાઓ અને પિંઢારાઓનો તોટો...


નક્સલવાદગ્રસ્ત રાજ્યોમાં રાત્રે ટ્રેનો રદ કરવા વિચારાય પણ હવાઈ હુમલા માટે મૂરત જોવાનું?
લાલ આતંકના સ્વરૂપે દેશનાં ડઝનબંધ રાજ્યોમાં ફેલાયેલો માઓવાદ બ્રાન્ડ ત્રાસવાદ રોજેરોજ લાશોના ઢગલા ખડકી રહ્યો છે ને આ રાજ્યોની સરકારો સહિત (હવે તો રિટાયર થવાનો ધરાર ઇનકાર કરતી) મનમોહનસિંહની સરકાર મોઢાં વકાસીને બેસી રહી છે. દંતેવાડાની લોહીની હુતાશણી હજુ તો તાજી છે.
જ્ઞાનેશ્વરી...


![Terrorist_183[1]1 Terrorist_183[1]1](/2010/05/26/images/Terrorist_183[1]1_b.jpg)

![ambani_brothers[1]1 ambani_brothers[1]1](/2010/05/24/images/ambani_brothers[1]1_b.jpg)




બાળવાર્તા આળસુ કાબરબાઈ જેમ ચાંચુડી ઘડાવું છું એવા બહાનાં બતાવતા હતા તેમ નક્સલવાદીઓ સામે વાયુસેનાના ઉપયોગ બાબતે કેન્દ્ર સરકાર બહાનાં કાઢી રહી છે. એવું નથી કે નક્સલવાદની સમસ્યાને કેન્દ્ર સરકાર ઓછી આંકી રહી છે અને તેની ગંભીરતા સમજતી નથી.
મૂળ મુદ્દો રાજકીય છે અને ત્રિપાંખિયો રાજકીય છે. પહેલું પાસું એ છે કે કેન્દ્ર સરકારને પણ આદિવાસીઓના મતની જરૂર છે. બીજું પાસું એ છે કે...

કેન્દ્રમાં યુપીએ સરકારની બીજી ઇનિંગ્સનું પ્રથમ વર્ષ પૂરું થયું. પહેલી ઇનિંગ્સ ડાબેરીઓના બ્લેક મેઇલિંગની રહી હતી પણ બીજી ઇનિંગ્સમાં ડાબેરીઓ હાંસિયામાં ધકેલાઈ ગયા છે અને નક્સલવાદીઓ સેન્ટર સ્ટેજ પર છે.
સરકારે એક વર્ષ પૂરું કર્યું તેના બીજા જ દિવસે, સોમવારે નક્સલવાદીઓએ ૪૦ વ્યક્તિઓને મોતને ઘાટ ઉતાર્યા. સામાન્ય રીતે નક્સલવાદીઓ પોલીસ અને સશસ્ત્ર્ દળો પર જ હુમલા કરે છે એવી...

![dhoni[1]1 dhoni[1]1](/2010/05/15/images/dhoni[1]1_b.jpg)

![dhoni[1]211 dhoni[1]211](/2010/05/13/images/dhoni[1]211_b.jpg)
ધોની ઉપર માછલાં નહીં, મગરમચ્છ ધોવાઈ રહ્યા છે. ક્રિકેટચાહકો આખી ટીમ પર થૂં થૂં કરી રહ્યા છે અને મીડિયા ધોનીના છોતરાં ફાડી રહ્યું છે. દગાબાજથી માંડીને બેશરમ સુધીના જેટલા શિષ્ટ છતાં આકરા શબ્દો વાપરી શકાય એટલા વપરાઈ રહ્યા છે. જે ધોનીની લીડરશિપની એક સમયે દુહાઈ દેવામાં આવતી હતી તેના નિર્ણયો કેટલા ખોટા હતા તેનું વિશ્લેષણ થઈ રહ્યું છે. આ દુનિયામાં તો નિવડ્યો વખણાય.
પરાજિતે અગાઉ...




ઓસ્ટ્રેલિયા સામેની ટી-૨૦ વર્લ્ડકપની સુપર એઇટ મેચમાં ભારત જે રીતે રમ્યું તે કોઈ પણ ક્રિકેટ ચાહકને નિરાશ કરનાર હતું. ઓસ્ટ્રેલિયાએ પહેલા તો ભારતના બોલર્સને આડેધડ ધોયા. છેલ્લી ચાર ઓવર અને હરભજનની ઓવરોને બાદ કરતાં ઓસ્ટ્રેલિયન બેટ્સમેન ક્યારેય દબાયા નહોતા. ભારતની બીજી જ ઓવરમાં પહેલી વિકેટ પડી ગઈ. ટાર્ગેટ સાવ અશક્ય નહોતો. પણ ૯૭ રનમાં આઠ વિકેટ ફેંકી દીધા પછી કોઈ શક્યતા બચતી નહોતી....






ગુજરાતની પ્રજાના મુખે આવેલો કોળિયો દિલ્હી દરબારમાં ઝૂંટવાઈ ગયો
અલગ ગુજરાત રાજ્ય માટેની લોકચળવળ વખતે પોલીસની ગોળીનો શિકાર બનેલા ૨૪ શહીદ યુવાનોને શ્રદ્ધાંજલિ
આપવાનો પ્રસંગ એકપણ ગુજરાતી ભૂલી શકે તેમ નથી.....!!!
ગુજરાત તેની સુવર્ણજયંતીનાં ૫૦ વર્ષની ઉજવણી કરી રહ્યું છે ત્યારે ગુજરાતની લડત માટે જે લોકોએ પોતાના જીવનનાં બલિદાનો આપ્યાં છે તેમને સાચા હ્રદયથી અંજલિ...







લલિત મોદીએ તમામ મોટાં માથાંના સંબંધીઓને ફાયદો કરાવી હાથમાં રાખ્યા છેધાર્યા કરતાં ઘણા વધુ હાડપિંજરો આઈપીએલના કબાટમાંથી બહાર આવી રહ્યાં છે. રોજ નવા નવા નામ આવે છે, રોજ નવાં નવાં કૌભાંડ બહાર આવે છે. મીડિયા રોજેરોજ કોઈ નવો રહસ્યસ્ફોટ કરે છે. લેટેસ્ટ છે પ્રફુલ્લ પટેલની પુત્રી પૂર્ણા પટેલની સંડોવણી.
પ્રફુલ્લ પટેલની આ સુપુત્રી આઇપીએલની હોસ્પિટાલિટી મેનેજર છે અને તેણે શશી...
![ipl-logos[1]1 ipl-logos[1]1](/2010/04/22/images/ipl-logos[1]1_b.jpg)

આઈપીએલનું બખડજંતર શશી થરુરનો ભોગ લીધા પછી સમગ્ર સરકસના લાલ બાદશાહ એવા લલિત મોદીને પછાડવા ભણી ફંટાયું છે. ટૂંકા ગાળામાં અતિશય સંપત્તિ અને વૈભવ ધરાવતા થઈ ગયેલા લલિત મોદી કંઈકની આંખમાં કણાની માફક ખૂંચે છે.
ગયા વર્ષે સલામતીના કારણોસર કેન્દ્ર સરકારે આઈપીએલ યોજવા માટે મંજૂરી ન આપી ત્યારે આ જ લલિત મોદીએ ધરાર ઉપરવટ જઈને દ. આફ્રિકામાં આઈપીએલ ખેલાવી હતી. એ વાત બીજા ભલે ભૂલી જાય...

એડિફરન્ટ બોલ ગેમ- રમી રહેલા શશી થરુરનું માથું વડાપ્રધાન ડો.મનમોહનસિંહે તાસકમાં માગી લીધું. વિવાદથી પીછો છોડાવવા માટેનો આ સૌથી સહેલો રસ્તો વડાપ્રધાન માટે હતો. વાત અહીં પૂરી નથી થતી શરૂ થાય છે.
થરૂરનું રાજીનામું શરૂઆત છે, એક મોટા કિલન્સિંગ ઓપરેશનની. આઈપીએલની સામે એકડેએકથી તપાસ કરવાનો નિર્ણય પ્રણવ મુખરજીએ જાહેર કરી દીધો છે. પહેલા રાઉન્ડમાં લલિત મોદીનો વિજય થયો છે, તેની...

આખા યુરોપને માથે જામેલાં રાખનાં કાળાં ડિબાંગ વાદળોની માફક બહુચર્ચિત બનેલી ઇન્ડિયન પ્રીમિયર લીગની ફરતે વિવાદોનાં વાદળો ધેરાયાં છે. એમાં કેન્દ્રીય વિદેશ રાજયમંત્રી શશી થરુરે સામે ચાલીને છાણે વીંછી ચડાવતાં તેઓ બરાબરના ફસાયા અને છેવટે કેન્દ્રીય પ્રધાનપદું ખોવું પડે એવી પૂરી સંભાવના છે.
સરકાર અને કોંગ્રેસ માટે તેઓ બોજારૂપ બનતાં વિપક્ષની માગણીને વશ થયાની છાપ ભલે ઊભી થાય...
Sitemap | Investor | Advertise With Us | Contact Us | Feedback | Calender-2010 | Newsletter
Group Sites: IndiaInfo.com | Bhaskar.com | Corporate Intranet | DNA | Business Bhaskar | 3d Syndication | MyFM | Saurashtrasamachar
Copyright © 2010-11 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.




