Set as Home Page E-paper | Archive  | Subscribe to RSS feeds Follow us on facebook Follow us on Twitter Follow us on
Divya Bhaskar

જેનો વર્તમાન સારો, એનું ભવિષ્ય સારુંThursday, June 24, 2010 00:03 [IST]

જે વર્તમાનમાં હોય છે તેના મનમાં અભૂતપૂર્વ શાંતિ અને આનંદ રહેલો હોય છે. આ વાતને ફકીરોએ જુદા જુદા અંદાજમાં વર્ણવી છે. જે લોકો શાંતિની શોધ કરી રહ્યા હોય તેઓ મનને વર્તમાનમાં ટકાવવા માટે ખંતપૂર્વક અભ્યાસ કરે. પ્રબળથી પ્રબળ ઇચ્છાશક્તિ ધરાવતા લોકો પણ માનસિક તણાવમાં જોવા મળ્યા છે. કારણ એટલું જ કે તેમનું મન ક્યાં તો ભૂતકાળ સાથે જોડાયેલું હોય છે કે ભવિષ્યમાં ખોવાયેલું હોય છે. જે લોકો...
 
 
Divya Bhaskar

સાહસ અને સંગઠન સફળતા અપાવે છેThursday, June 24, 2010 00:02 [IST]

ગુજરાતના બારડોલી જિલ્લાના એક ગામમાં સરદાર પટેલ પહોંચ્યા. સ્વાગત બાદ ગામના વિકાસની વિવિધ યોજનાઓ અંગે અગ્રણીઓ સાથેની ચર્ચામાં ઘણીબધી સમસ્યાઓ જાણવા મળી. લુટારા દ્વારા કરાતી લૂંટફાટ અને હત્યાને તેમની મુખ્ય સમસ્યા જણાવી. તેમણે જણાવ્યું કે પોલીસને ફરિયાદ કરી કરીને અમે થાકી ગયા છીએ, પરંતુ પોલીસ ધ્યાન આપતી નથી. પોલીસના આવા વલણના કારણે લુટારાને છુટો દોર મળેલો છે. હવે અમે કોની પાસે...
 
 
danik bhaskar

માનવીનું જીવન એટલે ગણિતનો દાખલોWednesday, June 23, 2010 00:02 [IST]

જીવન એટલે આપણી સારી- નઠારી વાસનાઓ અને આનંદનો સરવાળો. તેથી જ કોઈકે સરસ લખ્યું છે, ‘માનવીનું જીવન એટલે ગણિતનો દાખલો.’ ગણિતના દાખલામાં મોટી ભૂલ થાય તો જ દાખલો ખોટો પડે એવું હોતું નથી. પણ નાની ભૂલથી પણ દાખલો ખોટો પડે. રૂપિયાની લેવડદેવડમાં પણ એવું જ છે ને! આપણે કેટલી કાળજી રાખી નોટોની થપ્પી ગણીએ છીએ. રખેને એકાદ નોટ વધારે અપાઈ જાય! એકાદ નોટનો ફરક પણ વ્યવહારમાં નથી ચાલતો. માનવીનું જીવન પણ...
 
 
danik bhaskar

મન, કર્મ, વચનથી જીવન સુંદર હોવું જોઈએWednesday, June 23, 2010 00:00 [IST]

સુવ્યવસ્થિત અને શૃંગારિત રહેવાનો સંબંધ માત્ર શરીર સાથે નથી, તેની અસર મન પર પણ પડે છે. શૃંગારબોધ પરમાત્મા સુધી પહોંચવાનો માર્ગ બને છે. મેનેજમેન્ટના આ યુગમાં બોડી લેંગ્વેજનું ઘણું મહત્વ છે. તન-મનની આ સાજ-સજજાનો બોડી લેંગ્વેજ પર પણ અનુકૂળ પ્રભાવ પડે છે. કેટલાક લોકો વિચારે છે કે હનુમાનજી બ્રહ્નચારી હતા, તેમને શૃંગાર સાથે શું લેવા-દેવા. હનુમાનચાલીસાની પાંચમી ચોપાઈમાં તુલસીદાસજીએ...
 
 
danik bhaskar

ગમે તેવી ખરાબ પરિસ્થિતિમાં પણ હિંમત ન હારવીTuesday, June 22, 2010 00:11 [IST]

ખરાબ સમય બધાની સાથે આવે છે, પરંતુ કેટલાક સમજદાર લોકો તેમાંથી પણ સારી બાબત શોધી કાઢે છે. જ્યારે આપણો સમય સારો નથી હોતો ત્યારે આપણે દોષનો ટોપલો ઓઢાડવા માટે કોઈ બીજાને શોધીએ છીએ. સંકટ સમયે તો બધું જ ભૂલી જઈને બધાને સ્વીકારવા લાભદાયક હોય છે. તેને માટે એક આધ્યાત્મિક અભ્યાસ કરતા રહેવું જોઈએ. હકીકતમાં આપણે તમામ અભ્યાસ ત્યારે જ ચાલુ કરીએ છીએ જ્યારે ખરાબ સમય આવે છે. જો સતત અભ્યાસ કરતા રહીએ...
 
 
danik bhaskar

ગુસ્સો હંમેશાં જીવનમાં સર્વનાશ જ લાવે છેTuesday, June 22, 2010 00:11 [IST]

ભગવાન બુદ્ધ એક દિવસ વૈશાલીમાં પ્રવચન આપી રહ્યા હતા. વિશાળ જનસમૂહ તેમને એકદમ શાંતિ અને એકાગ્રતાથી સાંભળી રહ્યો હતો. કોઈ જ બીજો અવાજ ન હતો, માત્ર બુદ્ધની વાણી જ ગુંજી રહી હતી. બુદ્ધના શિષ્યોની સાથે હાજર તમામ લોકો બુદ્ધની અમૃતવાણીનું પાન કરી રહ્યા હતા. ત્યાં એક વ્યક્તિનો જોરદાર અવાજ આવ્યો, આજે મને સભામાં બેસવા માટે શા માટે મંજૂરી આપવામાં નથી આવી? બુદ્ધ તે વ્યક્તિના બરાડા સાંભળીને...
 
 
danik bhaskar

પ્રબળ ઇચ્છા રાખ્યા વિના લક્ષ્ય ન મળેMonday, June 21, 2010 00:07 [IST]

ધર્મના ક્ષેત્રમાં મોટા ભાગના સાહિત્યને કાનથી વધુ સાંભળવામાં આવ્યું છે, આંખોથી ઓછું વંચાયું છે. સંતો કહે છે કે સત્યનો પ્રવેશ આંખોથી વધુ થાય છે, કાનથી ઓછો. સત્ય એક દર્શન છે, જેને બહારની અને અંદરની બંને આંખો વડે જોવાનું હોય છે. ભગવાન મહાવીરે એક સૂત્રમાં કહ્યું છે કે મુનિ જેમ જેમ અતશિય રસના અતિરેકથી ભરેલા સ્રોતોનું ઉચ્ચારણ કરે છે, તે અવનવી વૈરાગ્યથી ભરેલી શ્રદ્ધાથી આહ્લાદિત થાય છે....
 
 
danik bhaskar

જીવનનો સાચો આનંદ આત્મસંતોષમાં છેMonday, June 21, 2010 00:05 [IST]

એક વખત ઇન્દ્ર પોતાના દરબારમાં બધા દેવતાઓ સાથે બેસીને પૃથ્વીની સ્થિતિ પર ચર્ચા કરતા હતા. પૃથ્વીના જીવન, ત્યાંની સમસ્યાઓ અને માગણીઓ અંગે બધા પોતપોતાના વિચારો રજુ કરી રહ્યા હતા. ઇન્દ્રનો આગ્રહ હતો કે પૃથ્વીના જીવનના વિષયમાં તેમને સાચી વસ્તુસ્થિતિનું જ્ઞાન થઈ જાય તો તેઓ સુધારાની દિશામાં કેટલાક સકારાત્મક પગલાં લઈ શકે. દેવતાઓએ તેમને ઘણીબધી માહિતી પૂરી પાડી. જેમાંથી એક મહત્વની...
 
 
danik bhaskar

જિંદગીમાં શાંતિ જોઈતી હોય તો ઇચ્છાઓ છોડોSaturday, June 19, 2010 00:19 [IST]

ભગવાન બુદ્ધ તેમનું પ્રવચન પૂરું કર્યા બાદ આસન જમાવીને બેસતા. અનેક લોકો તેમની જિજ્ઞાસાઓનું સમાધાન મેળવતા. એક દિવસ એક ગામડિયો બુદ્ધ પાસે આવ્યો અને બોલ્યો, ભગવાન, તમે વર્ષોથી શાંતિ, સત્ય અને મોક્ષની વાતો લોકોને સમજાવી રહ્યા છો, પરંતુ અત્યાર સુધી કેટલા લોકોને મોક્ષ મળ્યો છે? બુદ્ધ બોલ્યા, તું કાલે આવજે, ત્યારે હું તારી વાતનો જવાબ આપીશ. બુદ્ધે તેને જણાવ્યું કે આવતા પહેલાં એક કામ...
 
 
danik bhaskar

સુખ-દુ:ખને મનના અરીસામાં નિહાળોSaturday, June 19, 2010 00:17 [IST]

જેમને સુખ અને દુ:ખની ચિંતા વધુ સતાવતી હોય તેમને એક વાત યાદ રાખવી જોઈએ કે આ દુનિયા જડ પદાર્થોની બનેલી છે. તેમાં સદ્દગુણ અને દુર્ગુણ જુદા-જુદા નથી. દરેક વ્યક્તિ પોતાના અનુભવને આધારે સુખ-દુ:ખ, સારું-ખરાબને પોતાના જીવનમાં ઉતારે છે. પરમશક્તિ કોઈને કોઈ સ્વરૂપે આ દુનિયામાં આવતી રહી છે. હિન્દુઓએ તેને અવતાર જણાવ્યો છે, કોઈએ તેને ઈસુ ખ્રિસ્ત કહ્યા છે તો ક્યાંક તે નાનક સ્વરૂપે જન્મી છે. આ...
 
 
danik bhaskar

ગુણ, કર્મ અને સ્વભાવથી શ્રેષ્ઠ બનીએFriday, June 18, 2010 00:35 [IST]

જીવન તો રસથી ભરપૂર છે. એ વાત જુદી છે કે આપણે આપણાં કર્મોથી તેને નિરસ બનાવી દઈએ છીએ. આજનું જીવન દરેક પળે બદલાતું રહે છે. આવા સંજોગોમાં રસ જાળવી રાખવો થોડું કપરું બની જાય છે. આપણે એ બાબતનું ધ્યાન રાખવું જોઈએ કે આજે જે વ્યક્તિને મળી રહ્યા છીએ તે કદાચ થોડા દિવસો બાદ બદલાયેલો જોવા મળે. વ્યક્તિની પ્રકૃતિ બદલાતાં વાર નથી લાગતી. આવામાં જેમને સાધના કરવી હોય તેમને પોતાની વૃત્તિ પર નિયંત્રણ...
 
 
danik bhaskar

પ્રજાપ્રેમી અને દયાળુ વ્યક્તિ જ શાસનની હકદારFriday, June 18, 2010 00:23 [IST]

એક વખત કાશીના રાજાએ કૌશલ રાજ્ય પર આક્રમણ કરીને ત્યાંના રાજાને હરાવી દીધો. કૌશલના રાજા પોતાનો જીવ બચાવવા ગાઢ જંગલમાં જઈને છુપાઈ ગયા. તેમને પકડીને લાવનારને કાશીના રાજાએ ઇનામમાં સુવર્ણમુદ્રાઓ આપવાની જાહેરાત કરી. થોડા દિવસ બાદ જે જંગલમાં કૌશલના રાજા છુપાયેલા હતા તેની નજીકના ગામમાં પૂર આવ્યું. ગામડાના લોકોનું સર્વસ્વ બરબાદ થઈ ગયું. તેમના ઘર-બાર, અનાજ, સામાન બધું જ પાણીમાં તણાઈ...
 
 
danik bhaskar

કર્મ વગર ફળની અપેક્ષા રાખવી વ્યર્થ છેThursday, June 17, 2010 00:02 [IST]

ઇંગ્લેન્ડના રાજા જેમ્સ પદવી આપવા માટે જાણીતા હતા. તેમના શાસનકાળમાં તેમણે અનેક લોકોને વિવિધ પદવીથી સન્માનિત કર્યા હતા. જોકે જેમ્સ તેવી વ્યક્તિને જ પદવી આપતા હતા જે તેના માટે યોગ્ય હોય. રાજા જેમ્સે કોઈને લોર્ડની ઉપાધિ આપી હતી તો કોઈને ડ્યૂકની. તેમના સમયની તેવી દરેક વ્યક્તિને રાજા જેમ્સે પદવી આપી જેણે કોઈ પણ ક્ષેત્રમાં ઉલ્લેખનીય કામ કર્યું હોય. એક દિવસ રાજા જેમ્સ પાસે એક વ્યક્તિ...
 
 
danik bhaskar

સમયથી ડરો નહીં, તેનો સદુપયોગ કરોThursday, June 17, 2010 00:02 [IST]

ભવિષ્યમાં એક અનોખી વાત છુપાયેલી હોય છે અને તે છે અજ્ઞાત ભય. ભવિષ્યનું આયોજન કરનારા સારા સારા લોકો પણ આ અજ્ઞાત ભયથી વિચલિત થઈ જતા હોય છે. સામાન્ય રીતે ભય બે કારણોથી પેદા થાય છે. પ્રથમ તો જે આપણી પાસે છે તે ક્યાંય જતું ના રહે અને બીજું, આપણે જે ઇચ્છીએ છીએ તે જરૂર મળી જાય. જો ના મળે તો અહીંથી જ ભય ચાલુ થઈ જાય છે. મનુષ્યએ જે જે વસ્તુઓથી ટક્કર લીધી છે, તેમાં એક સમય પણ છે. માણસ સમય સાથે હંમેશાં...
 
 
danik bhaskar

ફરજપાલનમાં કાયમ માટે ઈમાનદારી રાખવીTuesday, June 15, 2010 23:46 [IST]

સમ્રાટ અજાતશત્રુએ રાજ્યનું સંચાલન વ્યવસ્થિત રીતે ચાલતું રહે તેના માટે કેટલાક નિયમો બનાવી રાખ્યા હતા, જેનું પાલન દરેક માટે અનિવાર્ય હતું. નિયમના ઉલ્લંઘનની સ્થિતિમાં દંડની વ્યવસ્થા પણ કરાઈ હતી. સમ્રાટ પોતે પણ આ નિયમોનું સખતાઈથી પાલન કરતા હતા. તેનાથી રાજ્યની વ્યવસ્થા સંગિઠત રીતે ચાલતી હતી. આ નિયમોમાં જ એક નિયમ એવો પણ હતો કે સૂર્યાસ્ત બાદ રાજધાની-રાજગૃહનો દરવાજો કોઈના પણ માટે...
 
 
danik bhaskar

સફળતા માટે શરીર સ્વસ્થ હોવું જરૂરી છેTuesday, June 15, 2010 23:44 [IST]

માનવના સમગ્ર વિકાસ અને ઉપયોગિતામાં શરીરની મુખ્ય ભૂમિકા રહે છે. વ્યવહારિક દ્રષ્ટિકોણથી જોઈએ તો આજકાલ મોટી-મોટી કંપનીઓમાં ફાઇનાન્શિયલ ઇન્વેસ્ટમેન્ટ, ફિઝિકલ ઇન્વેસ્ટમેન્ટની સાથે સાથે હ્યુમન ઇન્વેસ્ટમેન્ટ પર પણ ભાર મૂકવામાં આવે છે. આ બાબતે હનુમાનજી એક શ્રેષ્ઠ ઉદાહરણ છે. માનવના સ્વરૂપે તેમણે પોતાનો ખૂબ સદુપયોગ પણ થવા દીધો અને બીજાને પ્રેરિત કરવાની તેમણે તક પણ આપી....
 
 
danik bhaskar

પવિત્ર હૃદય આચરણથી ઓળખાય છેTuesday, June 15, 2010 03:25 [IST]

ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર દયા અને ઉદારતાની મૂર્તિ હતા. સમાજની દ્રષ્ટિએ નિમ્ન કક્ષાના ગણાતા અને કહેવાતા લોકો પ્રત્યે પણ તેમનો વ્યવહાર અત્યંત મધુર રહેતો હતો. તેમના ઘરમાં એક નોકર હતો. વિદ્યાસાગર તેના પ્રત્યે ઘણો પ્રેમભાવ રાખતા અને તેની સાથે પોતાના પરિવારના એક સભ્ય જેવો વ્યવહાર રાખતા હતા. એક દિવસ તેઓ તેમના મકાનની સીડીઓ ઊતરી રહ્યા હતા, તો જોયું કે તેમનો નોકર સીડીમાં જ ઊંઘી ગયો છે અને...
 
 
danik bhaskar

જૂની પેઢી નવી પેઢીને શું આપી શકે એમ છે?Tuesday, June 15, 2010 03:23 [IST]

પરિવારમાં કરવામાં આવેલું આચરણ સૌથી વધુ મહત્વનું હોય છે, કેમ કે તેમાં સમગ્ર પરિવારનું જીવન અને બાળકોનું ભવિષ્ય છુપાયેલું હોય છે. એવું કહેવાય છે કે મનુષ્યની ટેવો તેના પરિવારમાં નિર્વ±ા રહેતી હોય છે. ઘરની બહાર તો ઈમાનદારીનો ચોળો ઓઢીને, ઢોંગ, દેખાડો વગેરે કરીને વ્યક્તિ પોતાના આચરણને બચાવી લે છે, પરંતુ ઘરની અંદર વ્યક્તિ પોતાના દુર્ગુણો સાથે જ ખેલતો હોય છે. ઘરમાં રહેલો દુર્ગુણી સભ્ય...
 
 
danik bhaskar

અસત્ય પણ સત્ય જેટલું નૈતિક હોય ખરું?Monday, June 14, 2010 01:29 [IST]

અહમદ શાહ અબ્દાલીનું મહાદજી સિંધિયા સાથે યુદ્ધ ચાલી રહ્યું હતું. બંને તરફના સૈનિકો વીરતા સાથે લડી રહ્યા હતા. લડતા-લડતા એવો સમય આવ્યો કે સિંધિયા અતશિય ઘાયલ થઈ ગયા. તેમના શરીરના લગભગ દરેક અંગમાંથી લોહી વહી રહ્યું હતું અને તેઓ લગભગ બેભાન થઈ ગયા હતા. આવી સ્થિતિમાં રાણે નામનો એક હબશી તેમને પોતાના બળદ પર લાદીને યુદ્ધમેદાનથી દૂર એક જંગલમાં લઈ ગયો. ત્યાં ગાઢ ઝાડીના પાછળ તેમણે મહાદજીને...
 
 
danik bhaskar

મોતને પણ ડરાવે એનું નામ નિર્ભયતાMonday, June 14, 2010 01:06 [IST]

મોટાં મોટાં સાધનો, સુરક્ષાવ્યવસ્થા, પૂરતુ ધન, બાહુબળ અને અનેક લોકો હોવા છતાં પણ આજે માણસ ભયભીત છે. આપણને દુનિયામાં કોઈ પણ નિર્ભય કરી શકતો નથી. ભાગવતકથામાં એક પ્રસંગ છે, પરીક્ષિતને શુકદેવજી કથા સંભળાવી રહ્યા હતા. કથામાં ભાગવતના શ્લોકોનું ઉચ્ચારણ સાંભળીને દેવતાઓ વિચારવા લાગ્યા કે અરે, આ તો અદ્ભુત શ્લોક છે. આવા શ્લોક તો અમારી મૂડી હોવા જોઈતા હતા. દેવતાગણ દોડીને નીચે આવી ગયો. તેમણે...
 
 
danik bhaskar

બીજાને ખુશ કરવામાં સાચું સ્વર્ગ છેSunday, June 13, 2010 04:04 [IST]

heavan_288

એક રાજા દરબારીઓ પાસેથી પૌરાણિક આખ્યાન સાંભળતો રહેતો હતો. એક મંત્રીએ રાજાને ઇન્દ્ર અને તેમના સ્વર્ગની કથા સંભળાવી. રાજાએ કહ્યું કે મંત્રીજી, સ્વર્ગની વાત મને ગપગોળા જેવી લાગે છે. મંત્રી બોલ્યા, મહારાજ, સ્વર્ગ તો હકીકતમાં હોય છે.



રાજા બોલ્યો, જો આમ હોય તો તમે અમને બધાને ઇન્દ્રની સવારીનાં દર્શન કરાવો. રાજાના આ આગ્રહથી મંત્રી ચિંતામાં પડી ગયા. દિવસો પસાર થવા લાગ્યા. આ દરમિયાન...

 
 
danik bhaskar

ખુદના અંત:કરણ સાથે જોડાઈને શ્રેષ્ઠ બનોSaturday, June 12, 2010 00:01 [IST]

જીવન જોડાણનું નામ છે. આપણે કેટલીય ચીજોને જીવન સાથે જોડીને ચાલતા હોઈએ છીએ. બહારનું સાંસારિક જોડાણ તો આપણને નરી આંખે દેખાય છે, પરંતુ અહીં આંતરિક જોડાણની વાત કરીએ. સામાન્ય રીતે અંદર ઉતરવાની સાથે જ આપણી મુલાકાત મન સાથે થાય છે. ચાલો મનથી પણ થોડા આગળ જઈએ. વિચારોનું ભોજન આપવાનું બંધ કરીને આપણે મનને શાંત પાડી શકીએ છીએ, પરંતુ એક અંત:કરણ પણ હોય છે, જે મન-મિસ્તષ્કનું સંચાલન કરે છે. મનને...
 
 
danik bhaskar

જનહિતના કાર્યને જલદી અગ્રતા આપોFriday, June 11, 2010 01:10 [IST]

resque1
આ ઘટના તે સમયની છે જ્યારે ‘બૌદ્ધસૂત્ર’ ગ્રંથ ફકત ચીની ભાષામાં જ ઉપલબ્ધ હતો. જાપાની સંત તેપ્યુજેનની તીવ્ર ઇચ્છા હતી કે જાપાની ભાષામાં પણ આ ગ્રંથનું પ્રકાશન કરવામાં આવે જેથી કરીને ચીની ભાષા ન જાણતા જાપાનીઓ પણ તેને વાંચી શકે. જાપાની ભાષાના બ્લોક બનાવવા માટે અઢળક નાણાંની જરૂર હતી. તેના માટે તેપ્યુજેને ફંડ એકઠું કરવાનું ચાલુ કર્યું. તે દરરોજ પોતાના પરિવાર,જાહેર સ્થળો અને સંસ્થાઓ...
 
 
danik bhaskar

સત્યના પાયા પર સફળતાની ઇમારત ચણોFriday, June 11, 2010 00:58 [IST]

success1
પત્તાંની રમતમાં જે વ્યક્તિ પત્તાં છુપાવવાનું જાણતો હોય તેને સારો ખેલાડી ગણવામાં આવે છે. પરંતુ જિંદગીના મામલામાં આનાથી તદ્દન વપિરીત છે. ગુપ્ત રાખવું દોષ બને છે, જ્યારે ઉઘાડાપણું શાંતિનું કારણ બનશે. આ બાબતને અધ્યાત્મએ વ્યક્તિત્વની પારદર્શકતા જણાવી છે. આપણું જીવન લાઇબ્રેરીના ટેબલ પર પડેલું અખબાર જેવું હોવું જોઈએ, જે ઇચ્છે તે વાંચી લે. ઇર્ષ્યા કરવાથી, કેટલીક વાતો છુપાવવાથી...
 
 
danik bhaskar

મહેનતથી કરેલું કર્મ લાભદાયક હોય છેThursday, June 10, 2010 00:10 [IST]

એક વખત ભગવાન બુદ્ધ રાજગૃહમાં હતા. લોકોને પોતાના પ્રવચનનો લાભ આપ્યા બાદ સંધ્યાકાળે બુદ્ધ તેમના શિષ્યો સાથે બેસીને વિવિધ વિષયો પર ચર્ચા કરતા રહેતા હતા. આમ કરવાથી શિષ્યોના જ્ઞાનમાં અભિવૃદ્ધિ થતી અને બુદ્ધ પણ તેમના શિષ્યોનું બૌદ્ધિક સ્તર જાણી શકતા હતા. એક દિવસ અચાનક તેમણે એક સવાલ કર્યો કે સૌથી ઉત્તમ જળ કર્યું છે? એક શિષ્યએ તુરંત જ જવાબ આપ્યો કે ગંગાજળ. બીજો શિષ્ય બોલ્યો, જમીન પર...
 
 
danik bhaskar

શ્રદ્ધાનો બીજો અર્થ થાય છે સુખી રહેવુંThursday, June 10, 2010 00:10 [IST]

કેટલાક ફિલોસોફરોએ શ્રદ્ધાને મૌલિક ગરિમા જણાવી છે. ગાઢ ચિંતન અને આપણા વિચારોમાં જો શ્રદ્ધાનો ઉમેરો થાય તો અંતર્મનના મેલને દૂર કરવો સરળ બની જાય છે. ઈસુ ખ્રિસ્તે એક જગ્યાએ જણાવ્યું છે કે પોતાના દુશ્મન અને વિરોધીને પણ પ્રેમ કરો. આ કથનમાં દૂરોગામી દ્રષ્ટિકોણ છુપાયેલો છે. પોતાના સગાંવહાલાંઓને પ્રેમ કરવો એ તો સરળ વાત છે, જે ફક્ત સદ્દભાવનાથી જ આવી શકે છે, પરંતુ જ્યારે દુશ્મનને પ્રેમ...
 
 
danik bhaskar

ભગવાન સાથે જોડાતાં સુમિત ભક્તિ બને છેWednesday, June 09, 2010 00:51 [IST]

yoga1
બળવાન અને પરાક્રમી વ્યક્તિની સાંસારિક વ્યાખ્યા કંઈક જુદી છે અને તેનો આધ્યાત્મિક અર્થ અલગ છે. કેટલાક લોકો બળવાન હોય છે, પરંતુ પરાક્રમી નથી હોતા. સાંસારિક વસ્તુઓની પ્રાપ્તિમાં બળ અને પરાક્રમ યુદ્ધ જેવું કામ છે, પરંતુ અધ્યાત્મ કહે છે કે આ બંને ત્યારે જ માન્ય છે જ્યારે તેમાંથી કુમતિને દૂર કરી દેવામાં આવે અને સુમિતને પ્રાપ્ત કરી લેવામાં આવે. હનુમાનચાલીસાની ત્રીજી ચોપાઈમાં...
 
 
danik bhaskar

જ્ઞાન તો સતત મેળવતા રહેવું જોઈએWednesday, June 09, 2010 00:40 [IST]

સ્વામી રામતીર્થ વિવિધ ઉદ્દેશ્યો સાથે અનેક દેશોનું ભ્રમણ કરતા રહેતા હતા. તેમની યાત્રા દરમિયાન તેઓ સંબંધિત રાષ્ટ્રની સંસ્કૃતિનો પણ પરિચય મેળવતા હતા અને જીવનના વિવિધ અનુભવો મેળવીને પોતાની વિચારશક્તિનો દાયરો વધારતા હતા. એક વખત તેઓ જાપાન ગયા. જાપાનના વિવિધ સ્થળોની મુલાકાત બાદ તેઓ પોતાના કેટલાક શિષ્યો સાથે બેસીને ચર્ચા કરી રહ્યા હતા ત્યાં જ એક જાપાની બુદ્ધિજીવી વૃદ્ધ આવ્યા....
 
 
danik bhaskar

બુદ્ધિ સ્થિર હશે તો જ જીવનનાં ચિત્રો દેખાશેTuesday, June 08, 2010 01:07 [IST]

shrimad_bhagwad_geeta1
ગૂઢ વાતો સમજવા માટે સ્પષ્ટ ચિંતન, વધુપડતું જ્ઞાન જ નહીં, પરંતુ શ્રદ્ધા પણ તેટલું જ મહત્વનું કામ કરે છે. ગીતાનું એક સરસ ઉદાહરણ છે. શ્રીમદ્ ભગવદ્ગીતા વાંચતી વખતે આજે પણ સારા-સારા વિદ્વાનો ભ્રમમાં પડી જતા હોય છે, ગીતામાં કેટલીક જગ્યાએ કૃષ્ણ પોતાની જ વાતનું સમર્થન કરવા દલીલ કરતા અને કેટલીક જગ્યાએ પોતાની જ વાતને કાપતા જોવા મળે છે. નવી પેઢી ગીતા વાંચવા તો માગે છે, પરંતુ બે ડગલાં ચાલીને...
 
 
danik bhaskar

શાસનને વધુ પ્રભાવશાળી કેવી રીતે બનાવી શકાય?Tuesday, June 08, 2010 00:52 [IST]

ચીનના ફિલોસોફર કન્ફ્યુશિયસ જ્યારે તમામ કાર્યોમાંથી મુક્ત થઈને બેસતા તો શિષ્યોનો એક સમૂહ તેમની આજુબાજુ ઉત્સુકતા સાથે આવીને બેસી જતો. તમામ શિષ્યો કન્ફ્યુશિયસ પાસેથી વિવિધ વિષયો પર જ્ઞાન મેળવવા માટે આતુર રહેતા અને કન્ફ્યુશિયસ કોઈને પણ નિરાશ કરતા નહીં. એક દિવસ સાંજે કન્ફ્યુશિયસ પોતાના આસન પર બેઠા હતા અને શિષ્યો પોતાની જિજ્ઞાસાઓનું સમાધાન મેળવી રહ્યા હતા ત્યાં જ એક શિષ્યે...
 
 
danik bhaskar

ખોટો ઘમંડ સર્વનાશનું કારણ બને છેMonday, June 07, 2010 00:07 [IST]

એક જંગલમાં એક નાગ રહેતો હતો. તે દરરોજ ચકલીનાં ઇંડાં, ગરોળી, ઊંદર, દેડકાં, સસલાં અને અન્ય નાનાં જીવ ખાઈ જતો હતો. થોડા દિવસોમાં જ તે જાડો થઈ ગયો. જંગલના બધા જ નાના જીવ તેનાથી ડરતા હતા. આ જોઈને તેનામાં અહંકાર આવી ગયો હતો. એક દિવસ આ અભિમાનમાં જ તેણે વિચાર્યું કે હું જંગલમાં સૌથી શક્તિશાળી છું, આથી હું અહીંનો રાજા છું. હવે મારે મારી પ્રતિષ્ઠા અને આકારના હિસાબે કોઈ મોટી જગ્યાએ રહેવું જોઈએ....
 
 
danik bhaskar

નાણાં ભોગની નહીં ભક્તિની વૃત્તિથી કમાવા જોઈએMonday, June 07, 2010 00:05 [IST]

માછલીઓ જો મોઢું ના ખોલે તો તે ક્યારેય પણ પકડાય નહીં. માછલી લોટ ખાવા જાય છે અને તેમને કાંટો મળી જાય છે. જો માછલી એ જાણી જાય કે લોટની પાછળ કાંટો છે તો તે ક્યારેય તેની પાછળ દોડે નહીં અને સાવધાનીપૂર્વક લોટ ખાઈ જાય. માછીમાર જાણે છે કે લોટની પાછળ છુપાયેલો કાંટો કેવી રીતે તેનું કામ કરે છે. આવું જ આપણી સાથે પણ થતું હોય છે. વૈભવના લોટમાં વિલાસતાનો કાંટો છે. આપણા શરીર-મગજનો ઉપયોગ કરીને જે સફળતા...
 
 
danik bhaskar

નિયમોના પાલનમાં વિશેષાધિકાર બાજુ પર મૂકવો જોઈએSaturday, June 05, 2010 00:04 [IST]

ભારતરત્ન ડો.. વિશ્વૈશ્વરૈયા અતિ વિદ્વાન હોવાની સાથે સાથે નિયમપાલનના પણ આગ્રહી હતા. તેઓ જ્યારે પણ કોઈ સંસ્થાના કાર્યક્રમમાં ભાગ લેવા જતા ત્યારે જો તે સંસ્થા તેમની વિશેષતા જોઈને નિયમોમાં છુટછાટ આપવાનો આગ્રહ કરે તો તેઓ તે લેવાનો ઇનકાર કરી દેતા. તેમની નજરે નાનાથી માંડીને મોટા તમામ માટે નિયમોનું એક સરખું પાલન કરવું અનિવાર્ય હતું. તેમનું નામ જ્યારે ભારતરત્ન માટે પસંદ કરવામાં...
 
 
danik bhaskar

કોઈ પણ ધર્મ ભેદભાવ શીખવતો નથીSaturday, June 05, 2010 00:03 [IST]

ઉપરવાળા અંગે બધા જ ધર્મોમાં એક્સરખી જ વાત કહેવામાં આવી છે કે ભેદભાવ નીચેવાળાઓથી જ ચાલુ થાય છે. પ્રથમ ભેદ ધર્માચાર્યોથી ચાલુ થાય છે, ત્યાર બાદ ધર્મને માનનારા લોકો તેમાં પોતાનો ભાવ જોડી દે છે. દરેક ધર્મમાંથી જે શ્રેષ્ઠ છે તેના પર અમલ કરવામાં જ સમજદારી છે. વધુ ભેદ કરવા બેસીએ તો ધર્મને ધર્મનો દુશ્મન બનાવવામાં વધુ સમય લાગતો નથી. ઇસ્લામમાં કહેવાયું છે કે પરવરદિગાર એક છે, અલ્લાહ એક છે....
 
 
danik bhaskar

ક્રોધનું રૂપાંતરણ કરી દુર્ગુણો પર જીત મેળવોFriday, June 04, 2010 00:56 [IST]

anger1
કેટલીક વખત આપણા વ્યક્તિત્વમાં એવું પરિવર્તન આવી જતું હોય છે કે આપણને દરેક જણ સાથે ઝઘડો કરવાની ઇચ્છા થવા લાગે છે. ધીમે ધીમે આ એક ટેવ બની જાય છે. જ્યારે આપણે ઝઘડીએ છીએ ત્યારે આપણી ઊર્જા ખોટી જગ્યાએ વપરાય છે. ઊર્જાનો દુરુપયોગ અને આપણી ગતિમાં અડચણ બંને જીવનયાત્રા માટે અત્યંત નુકસાનકારક છે. જેમની પાસે મોટા લક્ષ્ય અને લાંબી મજલ કાપવાની હોય તેમણે નાની-નાની બાબતો પર અટકવું જોઈએ નહીં....
 
 
danik bhaskar

પ્રાણીમાત્રની સેવા અને સહાય જ સાચી ભક્તિ છેFriday, June 04, 2010 00:36 [IST]

ganga-river1
ગંગા નદીના તટ પર ભગવાનનો એક પરમભકત દરરોજ પૂજાપાઠ અને ધ્યાન ધરતો હતો. તે વહેલી સવારે આવી જતો, સ્નાન કરતો અને આસન લગાવીને બેસી જતો. ભગવાનની ભક્તિમાં જો ઊતરી જતો તો કલાકો પસાર કરી દેતો. પૂજા કે ધ્યાનના સમયે ગમે તેવાં વિઘ્નો આવે, પરંતુ તે પોતાના આસનથી ટસનો મસ થતો ન હતો. તે ભગવાન પ્રત્યેની તેની ભક્તિના પ્રદર્શનમાં કોઈ અવરોધ ઇચ્છતો ન હતો. તે એવું માનતો હતો કે આમ કરીને તે પોતાને ભગવાનનો...
 
 
danik bhaskar

વિરોધીઓના વિચારોનું પણ સન્માન કરોThursday, June 03, 2010 00:16 [IST]

સારા લોકો અને પોતાના હિતેચ્છુઓને આપણે ઓળખી શકતા નથી અને આપણા વિરોધીઓ પ્રત્યે શત્રુભાવ રાખી લઈએ છીએ. કોઈ પણ વ્યક્તિ સર્વગુણ સંપન્ન હોતો નથી કે તેમાં તમામ બૂરાઈઓ પણ હોતી નથી. માનવીમાં ગુણ-દુર્ગુણ બંને હોય છે. આપણા વિરોધીઓના વિચાર જાણતા રહેવું જોઈએ, ખાસ તો ત્યારે જ્યારે તેઓ તમારા પર વ્યક્તિગત ટિપ્પણી કરતા હોય. જો તેનું નિષ્પક્ષ વિશ્લેષણ કરીએ તો ઘણીબધી સારી વાતો આપણને જાણવા મળી...
 
 
danik bhaskar

ધર્માચરણથી આત્મતૃપ્તિનો ઓડકાર મળે છેThursday, June 03, 2010 00:13 [IST]

બીજાને માટે ઘસાવું, જીવવું, માનસિક યાતનાઓ સહેવી એ બધાની યથાર્થતા કેટલી એ સંદર્ભમાં મહાભારતમાં એક પ્રસંગ છે. પાંડવો વનવાસ ગાળી રહ્યા હતા ત્યારે દ્રૌપદીએ યુધિષ્ઠિરને સવાલ કર્યો, ‘તમને ધર્મનું ઘેલું લાગ્યું છે. દરેક જણ પોતાના સાંસારિક વ્યવહારમાં ધર્મનું થોડું ઘણું આચરણ કરતા જ હોય છે, પણ કોણ જાણે તમે ધર્મને શું યે સમજી બેઠા છો. તેથી જ તો આપણે આટલા ખુવાર થઈએ છીએ અને છતાંયે તમારું...
 
 
danik bhaskar

તન-મનનો સાચો ઉપયોગ સફળતા અપાવે છેWednesday, June 02, 2010 00:19 [IST]

આપણે સૌ કોઈ ને કોઈના પ્રતિનિધિ છીએ. આધ્યાત્મિક દ્રષ્ટિએ જોઈએ તો આપણે પરમાત્માના પ્રતિનિધિ છીએ. ભૌતિક જગતમાં વેપાર કરતા હો, નોકરીમાં હો કે કોઈ પરિવારના સભ્યો હો, આપણે ત્યાં પણ એક પ્રતિનિધિની ભૂમિકામાં હોઈએ છીએ.જ્યારે તમે કોઈ પરિવાર કે સંસ્થામાં પ્રતિનિધિની ભૂમિકામાં હોવ છો ત્યારે તમારી જવાબદારી અનેકગણી વધી જાય છે. પ્રતિનિધિમાં કઈ વિશેષતાઓ હોવી જોઈએ તે રામદૂતના સ્વરૂપમાં...
 
 
danik bhaskar

ધર્મભાવનામાં મારા-તારાનો ભાવ હોતો નથીTuesday, June 01, 2010 00:06 [IST]

સ્વામી દયાનંદ સરસ્વતીના શિષ્ય તથા આર્યસમાજના તપોનિષ્ઠ સ્વામી શ્રદ્ધાનંદે ગુરુકુલ કાંગડી યુનિવર્સિટીની સ્થાપના કરી, જેમાં અનેક વિષયો સહિત વેદાંતનું શિક્ષણ પણ આપવામાં આવતું હતું. સ્વામી શ્રદ્ધાનંદ વિવિધ વિષયોના જાણકાર હતા અને પોતાના વિદ્યાર્થીઓને પૂરી લગન સાથે શિક્ષણ આપતા હતા. સ્વામીજી ઉદાર વિચારધારા ધરાવતા હતા. તેમની સંસ્થાના દરવાજા દરેકના માટે ખુલ્લા હતા. એક વખત...
 
 
danik bhaskar

ગમે તેવો સત્સંગ છેવટે તો લાભ જ કરાવેTuesday, June 01, 2010 00:05 [IST]

આજકાલ કથા-સત્સંગ વગેરેનું આયોજન કરવાનું પ્રચલન વધી ગયું છે. પ્રદર્શન અને પ્રતિષ્ઠા માટે અધ્યાત્મનો પણ ફાયદો લેવાઈ રહ્યો છે, પરંતુ એ વાત તો નક્કી છે કે સત્સંગ ગમે તેવો હોય, તે કંઈ ને કંઈ લાભ તો આપીને જ જાય છે. જોકે સામાન્ય રીતે એ જોવા મળ્યું છે કે આ પ્રકારના આયોજનોમાં મોટા ભાગે વયસ્કો જ જોવા મળતા હોય છે. જેમની પાસે કંઈ કામ નથી તેઓ કલાકો સુધી મંડપ નીચે બેસી રહે છે અને દેશ-દુનિયા જેમના...
 
 
danik bhaskar

પવિત્રતાનું ધોરણ વ્યવસાયથી નક્કી થતું નથીMonday, May 31, 2010 00:58 [IST]

ramakrishna1
રામકૃષ્ણ પરમહંસનાં પત્ની શારદામણિ એક જ્ઞાની મહિલા હતાં. મહિલાઓનો વિશાળ વર્ગ તેમની પાસે જ્ઞાન મેળવવા આવતો હતો. તેમની ચર્ચાઓનું સ્તર પણ ઘણું ઊંચું રહેતું હતું. તેઓ હોશિયાર હોવાની સાથે ઉદાર વ્યક્તિત્વવાળા, સરળ હૃદય અને ખુલ્લા વિચાર ધરાવતા મહિલા હતાં. તેઓ મહિલાઓ માટે જ એક અલગ સત્સંગનું આયોજન કરતાં હતાં, જેમાં મોટી સંખ્યામાં ભકત મહિલાઓ હાજર રહેતી હતી. તેમના સત્સંગમાં આવવા માટે...
 
 
danik bhaskar

જીવનના મૂળ રંગમાં શાંતિ સમાયેલી છેMonday, May 31, 2010 00:56 [IST]

જીવનનો પોતાનો એક રંગ છે જે સફેદ છે. જોકે આપણે જે સપનાં જોઈએ છીએ તે રંગબેરંગી હોય છે. હિન્દુ ધર્મમાં સૂર્યને પાણી આપવાની ક્રિયા અદભૂત છે. જળ આપીને આહ્વાન અને આભાર બંને વ્યક્ત કરવામાં આવે છે. સૂર્ય પાસે જીવનનો રંગ ચમકદાર અને સફેદ માગવામાં આવે છે. તેમાં જીવન અને ગરમી બંનેનો સમાવેશ કરેલો છે, પરંતુ વર્તમાન ભૌતિક યુગમાં જીવનને ઇન્દ્રધનુષી માનવામાં આવે છે. ઇન્દ્રધનુષી જીવનશૈલીમાં...
 
 
danik bhaskar

ધર્મના ખાટા મીઠા સ્વાદને ઝેર ન બનાવીએSaturday, May 29, 2010 20:21 [IST]

જીવનમાં વિરુદ્ધ વસ્તુઓનો પણ આગવો સ્વાદ હોય છે. મીઠું અને ખાંડને જ લઈ લો. બંને વસ્તુઓ તદ્દન જુદી છે અને સ્વાદ પણ જુદો છે. ફકત સારા લોકોના સદ્ગુણોમાંથી જ શીખવા મળે છે એવું નથી, ખરાબ લોકોનાં ખોટાં કામોમાંથી પણ ઘણુંબધું શીખવાનું મળે છે. સમગ્ર મામલો સંતુલન અને સમજદારીનો હોય છે. ઇસ્લામના કટ્ટર સમર્થકો પણ એ વાત સાથે સહમત છે કે જ્યારે જ્યારે આપણે અતિ પર અટક્યા અને સંતુલન ગુમાવી દીધું...
 
 
danik bhaskar

સાચી વાતને પુરવાર કરવાની યોગ્યતા હોવી જરૂરીSaturday, May 29, 2010 20:11 [IST]

અકબરે એક વાર દરબારીઓને પૂછ્યું કે દુનિયામાં સૌથી ઊજળી વસ્તુ કઈ છે? એકે જવાબ આપ્યો, જહાંપનાહ, દુનિયામાં સૌથી ઊજળી વસ્તુ રૂ છે તો બીજો બોલ્યો કે દૂધ. દરબારીઓમાં ચર્ચા જામી. આ બધું જોઈને બિરબલને હસવું આવી ગયું. બિરબલને હસતો જોઈને અકબરે તેની પાસે જવાબ માંગ્યો તો બિરબલ બોલ્યા, મારી દ્રષ્ટિએ પ્રકાશ સૌથી વધુ ઊજળી વસ્તુ છે. અકબરે આ બાબત પુરવાર કરવા જણાવ્યું. થોડા દિવસ બાદ અકબરને મળવા...
 
 
danik bhaskar

સ્વાર્થ સાથે થતી ભક્તિથી પુણ્ય મળતું નથીFriday, May 28, 2010 00:12 [IST]

એક ધનવાન વ્યક્તિ જુદા જુદા મંદિરોમાં જનહિતના કાર્યોમાં દાન આપતો રહેતો હતો. ઉત્સવો -તહેવારો પર દિલ ખોલીને ખર્ચ કરતો. દરરોજ મંદિરમાં શુદ્ધ ઘીનો દીવો સળગાવવાનો તેણે એક નિયમ બનાવી રાખ્યો હતો. સામે પક્ષે એક નિર્ધન વ્યક્તિ દરરોજ તેલનો દીવો સળગાવીને એક અંધારી ગલીમાં મૂકી દેતો હતો, જેથી લોકોને આવવા-જવામાં કોઈ મુશ્કેલી પડતી ન હતી. સંયોગવશાત્ બંનેનું મૃત્યુ એક જ દિવસે થયું. બંને એક સાથે...
 
 
danik bhaskar

મનની નબળાઈઓ પર કાબૂ આત્મબળ વધારે છેFriday, May 28, 2010 00:11 [IST]

પોતાના શરીરથી સુખ ભોગવાની તીવ્ર ઇચ્છા અને બીજા પ્રત્યેનો પ્રેમ, આ બે નબળાઈઓ મનુષ્યને શાંત અને તંદુરસ્ત રાખવામાં વિઘ્નરૂપ છે. આ બંને બાબતોમાં માનવી તક મળતાં જ પોતાની મર્યાદા ઓળંગી જાય છે. દુનિયાદારી માનવીના મનને વિચલિત કરી દેતી હોય છે. ભજન, પૂજા, સત્સંગ કરનારી વ્યક્તિઓ અને શાસ્ત્રોનું અધ્યયન કરનારા પણ આ નબળાઈઓથી છૂટી શકતા નથી. આંતરિક પવિત્રતા પરપિકવ અને સ્થાયી કેવી રીતે રહે...
 
 
danik bhaskar

સિદ્ધાંતનો અમલ સંજોગો પ્રમાણે કરવો જોઈએThursday, May 27, 2010 00:07 [IST]

Bhagvan-Buddha[1]11
ભગવાન ગૌતમ બુદ્ધ તેમના ગૃહનગર વૈશાલીમાં હતા. શહેરની જનતા તેમનો ઉપદેશ ઘ્યાનથી સાંભળતી અને અમલમાં પણ મૂકતી હતી. બુદ્ધના શિષ્યોની સંખ્યા પણ વિશાળ હતી. તે બધા તેમના બોધને વધુમાં વધુ લોકો સુધી પહોંચાડવાનો પ્રયાસ કરતા રહેતા હતા. એક દિવસ બુદ્ધના શિષ્યોનું એક જૂથ શહેરમાં ફરીને તેમના ઉપદેશોનો પ્રચાર કરતું હતું ત્યારે રસ્તામાં તેમને ભૂખથી તડફડિયાં મારતો એક ભિખારી દેખાયો. તેને જોઈને...
 
 
danik bhaskar

શ્રદ્ધા સાથે કરેલી પ્રાર્થના જ ઈશ્વર સમીપ લઈ જાયThursday, May 27, 2010 00:06 [IST]

ચોવીસ કલાકમાં એક વખત પ્રાર્થના અવશ્ય કરવી જોઈએ. શ્રદ્ધા અને ભાવના વગર કરવામાં આવેલી પ્રાર્થના ભીખ માગવા જેવી ક્રિયા બની જાય છે. તમે જેટલા શ્રદ્ધાળુ હશો, તમારા અંદર સકારાત્મકતા પણ તેટલી વધી જશે. શ્રદ્ધા નકારાત્મકતા દૂર કરે છે. પ્રાર્થના તબક્કાવાર કરવી જોઈએ. પ્રથમ તબક્કામાં આપણે પ્રાર્થના કરવાની સાથે જ ઈશ્વરના સ્વરૂપમાં રહેલી દિવ્ય શક્તિ સાથે જોડાવા લાગીએ છીએ, જે એક સિદ્ધિ છે....
 
 
danik bhaskar

જ્ઞાન અને સદગુણ એક સાથે કેવી રીતે રહી શકે ?Wednesday, May 26, 2010 00:51 [IST]

Hanuman1
જ્ઞાની લોકોએ દુર્ગુણોથી દૂર રહેવું જોઈએ. જ્ઞાન અને સદગુણ એક સાથે કેવી રીતે રહી શકે એની કલા હનુમાનજી જાણે છે. હનુમાન ચાલીસાની પહેલી ચોપાઈમાં એમને જ્ઞાન અને ગુણના સાગર ગણાવવામાં આવ્યા છે : ‘જય હનુમાન જ્ઞાન ગુણસાગર, જય કપીશ તિહું લોક ઉજાગર’. જ્ઞાન અને ગુણના સાગર હનુમાનજી તમારો જય હો. ત્રણ લોક (સ્વર્ગ, પૃથ્વી અને પાતાળ) આપના થકી ઝળહળતાં છે. આપ તો કપીશ એટલે કે વાનરોના રાજા છો. હનુમાનજીએ...
 
 
danik bhaskar

ખરાબ માણસોની સોબત જીવનનું પતન લાવે છેWednesday, May 26, 2010 00:50 [IST]

રોમમાં એક અત્યંત જાણીતો ચિત્રકાર હતો. સજીવ ચિત્રો બનાવવામાં એની ઘણી કુશળતા હતી. ચિત્રકલામાં અવારનવાર એ નવા પ્રયોગો કરતો રહેતો હતો. એના આવા પ્રયોગો કાયમ વખણાતા હતા. એક દિવસ એને વિચાર આવ્યો કે પોતે એવી વ્યક્તિનું ચિત્ર બનાવે, જેના ચહેરા પર ભોળપણ, નિષ્કપટતા, સરળતા અને દયાભાવ સ્પષ્ટ રીતે વરતાતા હોય. એ સમયથી જ એણે આવા નિષ્પાપ વ્યક્તિની શોધ શરૂ કરી દીધી. એ ઘણા શહેરોમાં ફર્યો,...
 
 
danik bhaskar

મહાપુરુષો ત્યાગમુક્ત મોહ ધરાવતા હોય છેTuesday, May 25, 2010 00:07 [IST]

અરબસ્તાનના એક ખલીફા પોતાનાં પ્રજાજનોની દરેક જરૂરિયાતોની દરકાર કરતા હતા. પ્રજાકલ્યાણનાં કામોમાં કાયમ વ્યસ્ત રહેતા. તેમાં પોતાની જરૂરિયાતોને તેમણે ઘણી મર્યાદિત કરી નાખી હતી. તેઓ ઘણી સાદગીથી રહેતા હતા. તેમનાં કુટુંબીજનો અને નજીકના લોકો પણ તેમના સિદ્ધાંતો મુજબ ચાલતા. એક વાર ખલીફા ખૂબ બીમાર પડ્યા. મોટા-મોટા હકીમો-વૈધ્યો પણ તેમનો ઇલાજ કરવામાં નિષ્ફળ થયા હતા. પોતાનું મૃત્યુ હવે...
 
 
danik bhaskar

ધાર્મિકતાને સમજી ગર્વથી કહો અમે ધાર્મિક છીએTuesday, May 25, 2010 00:07 [IST]

તમે ધાર્મિક વ્યક્તિ છો એનું ગૌરવ અનુભવો અને તેને યોગ્ય સમજો. ટેક્નોલોજીના હાલના સમયમાં ધાર્મિક હોવું કે કહેવડાવવું એ એક પછાતપણું કે દંભ ગણવામાં આવે છે. જુદા-જુદા ધર્મોના સંદર્ભો આવે છે ત્યારે જ ખરી ઝંઝટ શરૂ થતી હોય છે. હિન્દુ, મુસ્લિમ, શીખ, ખ્રિસ્તી વગેરે ધર્મોના ઉલ્લેખ સાથે ભેદભાવ સામેલ થઈ જાય છે. સમજણના અભાવને લીધે તેમાં સરખામણી થવા લાગે છે. સરખામણીના કારણો છેવટે ઈર્ષા,...
 
 
danik bhaskar

જ્ઞાનનો યોગ્ય ઉપયોગ જ એની સાચી પૂર્ણતા છેMonday, May 24, 2010 01:05 [IST]

આયુર્વેદના મહાન આચાર્ય નાગાર્જુન પાસે ઘણા વિદ્યાર્થીઓ શિક્ષણ લેતા હતા. તબીબી ચિકિત્સા આરોગ્યની બાબત હોઈ તેનું તલસ્પર્શી જ્ઞાન તેના વિદ્યાર્થીઓમાં હોવું જરૂરી છે. એટલે આચાર્ય નાગાર્જુન પોતાના વિદ્યાર્થીઓ-શિષ્યોને તેમાં તમામ રીતે નિપુણ બનાવવાના પ્રયાસ કરતા. તેમના વિદ્યાર્થીઓ પૈકીના બે જણા પરીક્ષા પૂરી થયા બાદ પોતાના વતન જઈ રહ્યા હતા પરંતુ તેમને અટકાવીને નાગાર્જુને કહ્યું...
 
 
danik bhaskar

સુસંસ્કૃત અને નીતિવાન બનવા ગુરુકૃપા જરૂરીMonday, May 24, 2010 01:01 [IST]

Narayana-Guru[1]1
ભણેલી-ગણેલી વ્યક્તિ પણ પોતાના અજ્ઞાન પ્રત્યે જાગરુક હોય એ કંઈ જરૂરી નથી. શિક્ષણ એને એ બાબતે જરૂર પ્રેરે છે કે ખુદના અજ્ઞાનને પણ જાણો. આમ છતાં ખૂબ ભણેલા લોકોને પણ પોતાના જીવનમાં યોગ્ય ગુરુ-માર્ગદર્શકની જરૂર પડતી હોય છે. પોતાના પ્રયાસો અને ગુરુની કૃપામાં શો ફરક હોય છે? સમર્થ ગુરુ પોતાના શિષ્યની અજ્ઞાનતા કરતાં વધુ એની નિર્દોષતાને શોધતા હોય છે. નિર્દોષતાની નાડી પર ગુરુનો હાથ પડતાં જ...
 
 
danik bhaskar

રસ્તા પર દોડતાં વાહનો જેવા વિચારો પર કાબૂ કરવો જરૂરીSaturday, May 22, 2010 00:57 [IST]

ફકીરોની વાતમાં છુપાયેલો સંદેશ શોધવો પડે છે. તેઓ સીધાસાદા વ્યક્તિ હોવાના કારણે તેમના શબ્દો પણ સરળ હોય છે, પરંતુ ક્યારેક તેમનાં સીધાં વેણ પણ આપણને બાણની જેમ ખૂંચતા હોય છે. કોઈને પગે ચાલીને રોડ પાર કરવો હોય અને ગાડીઓ સતત આવતી-જતી હોય તો તે એમ કહેશે કે જ્યારે વાહન આવતાં નહીં હોય ત્યારે રોડ પાર કરીશુ, પરંતુ ફકીર એમ કહેશે કે જ્યારે ખાલી જગ્યા મળશે ત્યારે સામે પાર જઈશું. વ્યવહારિક...
 
 
danik bhaskar

શ્રદ્ધાથી આપેલું દાન શ્રેષ્ઠ ગણાય છેSaturday, May 22, 2010 00:54 [IST]

budhha[1]1
મગધના પાટનગરમાં ભગવાન બુદ્ધનું પ્રવચન સાંભળવા માટે મોટી સંખ્યામાં લોકો એકઠા થતા અને તેમની અમૃતવાણીનો લાભ લેતા. થોડા દિવસ બાદ બુદ્ધે બીજા શહેરમાં જવાનો વિચાર કર્યો. બીજા દિવસે પ્રવચન આપ્યા બાદ બુદ્ધે ત્યાંથી જતા રહેવાની જાહેરાત કરી દીધી. આ સાંભળીને નગરજનો દુ:ખી થઈ ગયા અને તેમને થોડા દિવસ રોકાઈ જવા માટે આગ્રહ કરવા લાગ્યા. બુદ્ધે માફી માગવાની સાથે તેમના પ્રસ્તાવનો અસ્વીકાર કરી...
 
 
danik bhaskar

એકતામાં જે તાકાત છે તે વિવિધતામાં નથીFriday, May 21, 2010 01:40 [IST]

unity2[1]1
નેતાજી સુભાષચંદ્ર બોઝે બ્રિટિશ સેના સામે લડીને આઝાદી મેળવવાના ઉદ્દેશ્ય સાથે આઝાદ હિન્દ ફોજની રચના કરી હતી. સુભાષચંદ્ર બોઝ ધર્મ કે જાતિગત ભેદભાવને મહત્વ આપતા ન હતા આથી તેમણે આઝાદ હિન્દ ફોજના દરવાજા તમામ ધર્મોના લોકો માટે ખુલ્લા રાખ્યા હતા. આ કારણે જ તેમના સૈન્યમાં હિન્દુ, મુસ્લિમ અને શીખ ત્રણેય ધર્મોના સૈનિકો હતા. આમ તો બધા હળીમળીને રહેતા હતા, પરંતુ ત્રણેય પોતાનું ભોજન...
 
 
danik bhaskar

જીવનમાં નિયમિત રહેશો તો સફળ થશોFriday, May 21, 2010 01:37 [IST]

succsess1
સમયપાલનમાં નિયમિતતા પર વધુ ભાર મૂકવામાં આવે છે. જે નિયમિત છે તે સમયનો સદુપયોગ કરી રહ્યો છે અને જે નિયમિત નથી તે દુરુપયોગમાં લાગ્યો છે. ભારતીય સંસ્કૃતિએ સમયને કાળ નામ આપીને તેને વધુ ઊચે ઉઠાવી દીધો છે. હિન્દુ પરંપરા તો જીવનના ચોવીસ તત્વો ઉપરાંત પચીસમું તત્વ કાળને માને છે. પરમાત્માને તો કાળનું સ્વરૂપ બતાવાયું છે. સમયને ઈશ્વર સાથે જોડતાં જ એક નવો ભાવ આવે છે, પ્રતીતિ એટલે કે અહેસાસ થાય...
 
 
danik bhaskar

બિનજરૂરી વસ્તુનો ત્યાગ કરવો જરૂરી છેThursday, May 20, 2010 00:42 [IST]

111
કેટલીક બાબતોને બધા જ ધર્મોએ એક સરખી રીતે સ્વીકારી અને નકારી છે. અહંકારના જોખમ અંગે ઈસુ ખ્રિસ્ત, બુદ્ધ, મહાવીર, મોહમ્મદ એક સરખું જ બોલ્યા છે. પરમાત્માને મળવામાં અહંકાર એક મોટો અવરોધ છે, અહંકારનો મુદ્દો ચામડીના રોગ જેવો છે. ખંજવાળ શરૂઆતમાં સારી લાગે છે પણ પછી પાછળથી તકલીફ આપે છે. અહંકારની શરૂઆત ભલે સારી લાગે, પરંતુ ધીમે ધીમે તેનું પરિણામ ઊધું જ આવે છે. જેવી રીતે તબીબ ચામડીનો રોગ...
 
 
danik bhaskar

મરણકાળે આયખું નજર સમક્ષ તરે છેThursday, May 20, 2010 00:40 [IST]

મરણ એટલે જીવનનો ઉત્તર. જીવન શી રીતે જીવ્યા તે મરણકાળની સ્થિતિ સમજાવે છે. મરણ સમયની એક ક્ષણમાં માનવી જીવનનું બધું જ પ્રતિબિંબ પડે છે. અત્તરના એક ટીપામાં જેમ હજારો ફૂલોનો અર્ક સમાયો હોય છે, તેમ મરણકાળની એ એક ક્ષણમાં જીવનના આપણા અનંત આચારવિચારોનો, કાયિક, વાચિક અને માનસિક કૃત્યોનો સાર ભરેલો હોય છે. આપણે સહુ આ જગતમાં દુકાન માંડીને બેઠા છીએ. દુકાનદાર રોજ રાત્રે તે દિવસની સિલક મેળવી જુએ...
 
 
danik bhaskar

બીજાના કલ્યાણમાં જ સાચું સુખ છુપાયેલું છેWednesday, May 19, 2010 01:56 [IST]

happyness111

એક સંત હતા. તેઓ પરોપકારી અને પ્રેમાળ સ્વભાવના હતા. પોતાની નાનકડી ઝૂંપડીમાં ભજન કરતા અને લોકો માટે થઈ શકે તેટલું કરતા. આખું શહેર તેમને માન આપતું હતું. મોટા જ નહીં, પરંતુ બાળકોમાં પણ તેઓ લોકપ્રિય હતા. બાળકોમાં તેમને ભગવાનના દર્શન થતાં હતા.



દરરોજ સંધ્યાકાળે ઝૂંપડીની બહાર બેસી જતા અને બાળકોનું ટોળું તેમને ઘેરી વળતું. તેઓ તેમની બાળસહજ જિજ્ઞાસાઓનું સમાધાન પણ કરતા. એક દિવસ તેમણે...

 
 
danik bhaskar

જીવનમાં ત્રણ બાબતોનું સંતુલન જાળવવું જરૂરી છેWednesday, May 19, 2010 01:03 [IST]

three11
તમે ગમે તે ક્ષેત્રમાં કામ કરતા હો, યોગ્યતાના ત્રણ પ્રમાણ માનવામાં આવે છે- નિરંતરતા, વિશ્વસનીયતા અને સમર્પણ. કામ પ્રત્યેના પ્રયત્નોમાં જે નિરંતરતા હોય છે, તેનાથી આળસ દૂર થાય છે. આપણી કાર્યશૈલીથી કંટાળો દૂર થઈ જતો હોય છે. વર્તમાન સમયમાં તમારા માટે એ બાબત જ સૌથી મોટી સફળતા કહેવાશે કે તમે કોઈ બીજાની નજરમાં વિશ્વસનીય છો. સમર્પણ ઈમાનદારીનું પ્રગટ સ્વરૂપ છે. જે પણ કરો, મન લગાવીને કરો....
 
 
danik bhaskar

જીવનને ઉત્સવ માનો, જન્મ અને મૃત્યુ ઉત્સવ બનશેTuesday, May 18, 2010 00:41 [IST]

celebration-of-life11

દરેક મહાપુરુષે પોતાના જીવનના અંતિમ સમયમાં અદભૂત વાતો કહી છે. તેમાંથી કેટલાક લોકોએ મૃત્યુનો પણ સીધો સાક્ષાત્કાર કર્યો હતો અને આપણને પણ મૃત્યુનો પરિચય કરાવ્યો હતો, પરંતુ શ્રીકૃષ્ણ આ બધાથી આગળ નીકળી ગયા.



તેમણે પોતાના દેવલોકગમન દરમિયાન ફકત જન્મ અને મૃત્યુ પર જ ચર્ચા નથી કરી, પરંતુ એ વાત પર પણ ભાર મૂક્યો હતો કે આ બંને વચ્ચે પણ એક મહત્વની વસ્તુ જીવન છે, જેને જીવી જાણવું...

 
 
danik bhaskar

જાણવું એ જ્ઞાન છે અને અમલ કરવો એ આચરણ છેTuesday, May 18, 2010 00:13 [IST]

knowldege1
એક જિજ્ઞાસુ વ્યક્તિ હતો. તેના મનમાં અનેક પ્રકારના સવાલો પેદા થતા હતા. જેના સમાધાન માટે તે ક્યારેક સંત પાસે તો ક્યારેક કોઈ મહાત્મા પાસે જતો હતો. જોકે પોતે અત્યંત જ્ઞાની હતો, પરંતુ પોતાના સવાલોના જવાબ બીજા પાસેથી મેળવવા એ તેની પ્રવૃત્તિ હતી. એક દિવસ શહેરમાં એક મહાત્મા આવ્યા. તે જિજ્ઞાસુ વ્યક્તિને ખબર પડી કે તેઓ બહુ જ જ્ઞાની પુરુષ છે. બસ આટલું જાણ્યા બાદ તે મહાત્માની પાસે પહોંચી ગયો...
 
 
danik bhaskar

અંધશ્રદ્ધા અને વિવેક વચ્ચે સંતુલન સાધોMonday, May 17, 2010 01:15 [IST]

MahavirSwami[1
મૂર્તિપૂજા દરમિયાન અંધશ્રદ્ધા અને વિવેક વચ્ચે સંતુલન જાળવવું જરૂરી છે. દેવી-દેવતાઓની પ્રતિમાઓ સામે માથું ટેકવાથી માનતા પૂરી થઈ જશે એ માની લેવું અંધશ્રદ્ધા છે, પરંતુ તેમાં વિવેક જોડાતા જ વિશ્વાસ એક નવા સ્વરૂપમાં સામે આવશે. મૂર્તિમાં આપણે શું જોઈ રહ્યા છીએ અને તેની પાસેથી શું મેળવી રહ્યા છીએ તે મહત્વનું છે. હિન્દુઓએ મંદિરમાં મૂકવામાં આવતી મૂર્તિઓને પ્રાણપ્રતિષ્ઠા એટલા માટે જ...
 
 
danik bhaskar

ભૌતિક વસ્તુઓનું અભિમાન કરવું નિરર્થક છેMonday, May 17, 2010 01:10 [IST]

યુનાનમાં આલ્ર્સ વાઇડિસ નામના ખૂબ જ સંપન્ન જમીનદાર રહેતા હતા. તેને પોતાની સંપત્તિ પર ઘણું અભિમાન હતું. એથેન્સમાં તે સમયે ફિલોસોફર સુકરાત ખૂબ જ પ્રખ્યાત હતા. લોકો તેમના જ્ઞાનથી પ્રભાવિત હતા. સુકરાતની લોકપ્રિયતા અંગે જાણીને આલ્ર્સ વાઈડિન પણ તેને મળવા દોડી આવ્યો. સુકરાતની સીધી-સરળ જીવનશૈલી જોઈને તેણે મોઢું મચકોડયું અને પોતાની સંપન્નતાની વાત જણાવા લાગ્યો. સુકરાત પણ ચૂપચાપ આ બધું...
 
 
danik bhaskar

કર્તવ્ય સાથે વ્યાપક હિત સંકળાયેલું હોય છેSaturday, May 15, 2010 00:22 [IST]

Jawaharlal_Nehru[1]1
તે સમયે પં. જવાહરલાલ નેહરુ અલ્હાબાદ નગર નિગમના અધ્યક્ષ હતા. એક દિવસ તેઓ કચેરીમાં બેઠા બેઠા ફાઈલો જોઈ રહ્યા હતા. તે જ સમયે ડો.. અબુલ ફઝલ ત્યાં આવ્યા જે પાણીવેરા વિભાગના અધિક્ષક હતા. પંડિતજી સાથે તેમણે થોડી વાતો કરી અને પછી સંકોચ સાથે બોલ્યા, હું એક ફાઈલ તરફ તમારું ધ્યાન દોરવા માગું છું, જે તેવી વ્યક્તિઓ સાથે સંબંધિત છે જેમણે પાણીવેરો ભર્યો નથી. નેહરુ બોલ્યા, તેમાં સંકોચની વાત ક્યાં...
 
 
danik bhaskar

જેટલું ઓછું બોલશો તેટલું વધુ સાંભળશોSaturday, May 15, 2010 00:18 [IST]

કહેવત છે કે તમે જેટલું ઓછું બોલશો તેટલું વધુ સાંભળશો. વાત જરા વિચિત્ર લાગે છે. જ્યારે આપણે બોલીશું જ નહીં તો પછી સંભળાશે કેવી રીતે ? આધ્યાત્મમાં તેને અનુભવના શબ્દો કહેવાયા છે. મૌનમાં પણ એક અનોખી તાકાત હોય છે.ઘણી વખત મૌન શબ્દોનું કામ કરતું હોય છે. જેમનો સંપર્ક સંત રવિશંકર મહારાજ રાવતપુરા સરકાર સાથે રહ્યો હશે, તેઓ તેને સરળતાથી સમજી લેશે. તેઓ ઘણું ઓછું બોલે છે, પરંતુ તેમને સાંભળવા માટે...
 
 
danik bhaskar

પરોપકારમાં ફળની અપેક્ષા ન રાખવીFriday, May 14, 2010 00:17 [IST]

benevolence1
જમશેદજી મહેતા કરાચીના પ્રખ્યાત શેઠ અને સમાજસેવક હતા. અખૂટ સંપત્તિની સાથે તેઓ વિશાળ હૃદયના પણ માલિક હતા. નિ:સહાય લોકો માટે ખુલ્લા હાથે દાન કરવું તે તેમનો સ્વભાવ હતો. દૂર-દૂરથી લોકો પોતાની સમસ્યાઓ લઈને તેમની પાસે આવતા. એક વખત કરાચીના સરકારી દવાખાનાના સભ્યો દાન લેવા મહેતાજી પાસે ગયા. મહેતાજીએ તેમને આવકાર્યા અને પૂછ્યું કે ફાળામાં કેટલી રકમ જોઈએ છે. સભ્યોએ જણાવ્યું કે, સમિતિએ...
 
 
danik bhaskar

શ્રદ્ધા એ પરમાત્માને પામવાની કડી છેFriday, May 14, 2010 00:16 [IST]

SHRADHHA1
સર્વસામાન્ય વાત એ છે કે જો ધરતી પર ઊભા રહેવા માગતા હોવ તો થોડીક જ જગ્યા જોઈએ અને જો ચાલવા માગતા હોવ તો રસ્તો. જીવનમાં પણ આ બંને બાબતો ઘટતી રહેતી હોય છે, તેના માટે આધ્યાત્મએ એક શબ્દ આપ્યો છે- શ્રદ્ધા. શ્રદ્ધા જીવનને ઉદ્દેશ્યહીન થતું બચાવે છે. બુદ્ધે એક જગ્યાએ જણાવ્યું હતું કે આપણી એક પ્રકૃતિ હરણની કલ્પના જેવી હોય છે. હરણને તરસના કારણે રણમાં જ્યાં જુએ ત્યાં પાણી જ દેખાતું હોય છે,...
 
 
danik bhaskar

દરેક જીવમાં ઈશ્વરનો વાસ રહેલો છેThursday, May 13, 2010 00:10 [IST]

સંત એકનાથ મહારાષ્ટ્રના પ્રખ્યાત સંત હતા. તેઓ સ્વભાવે અત્યંત સરળ અને પરોપકારી હતા. એક દિવસ તેમને પ્રયાગ જઈ ત્રિવેણી સંગમમાં સ્નાન કરી તેનું પવિત્ર રામેશ્વરમ તીર્થમાં ચઢાવાનો વિચાર આવ્યો. તેમણે બીજા સંતો સમક્ષ પોતાની ઇરચ્છા રજૂ કરી. બધાએ તેમના પ્રસ્તાવનો સહર્ષ સ્વીકાર કરી સામૂહિક યાત્રા કરવાનો નિર્ણય લીધો. બધા પ્રયાગ પહોંચ્યા અને ત્રિવેણીમાં સ્નાન કર્યું. પછી પોતપોતાના...
 
 
danik bhaskar

ગુરુ-શિષ્ય વચ્ચેનો સંબંધ અત્યંત નાજુક હોય છેThursday, May 13, 2010 00:10 [IST]

સાંસારિક જીવનમાં સફળતાની સાથે શાંતિ અને આઘ્યાત્મિક જીવનમાં ઉપલબ્ધિની સ્પષ્ટતા ગુરુ દ્વારા મળે છે. આ વિચારના કારણે જ લોકો સાધુ-સંતોની પાછળ પડેલા રહે છે. લોકો એવું માતા હોય છે કે જીવનમાં ગુરુ આવ્યા, સંતોને મળ્યા એટલે આપણું કામ થઈ ગયું સમજો. આ ઉતાવળ ગુરુ-શિષ્યના સંબંધો માટે નુકસાનકારક છે. ઉતાવળે આંબા ના પાકે. ગુરુ અને શિષ્ય વચ્ચેનો સંબંધ અત્યંત નાજુક હોય છે. ગુરુ એ પરમાત્માને...
 
 
danik bhaskar

અવિશ્વાસ શંકાને જન્મ આપે છેWednesday, May 12, 2010 00:07 [IST]

એક ડાકુ સાધુના વેશમાં રહેતો હતો. તે લૂંટેલું મોટા ભાગનું ધન ગરીબોમાં વહેંચી દેતો હતો. એક દિવસ વેપારીઓનું એક ટોળું ડાકુઓના ઠેકાણા પાસેથી પસાર થઈ રહ્યું હતું. બધા જ વેપારીઓને ડાકુઓએ ઘેરી લીધા. ડાકુઓની નજરમાંથી છટકીને એક વેપારી પોતાના નાણાંની થેલી લઈને એક તંબુમાં ઘૂસી ગયો. ત્યાં તેણે એક સાધુને માળાનો જાપ કરતા જોયો. તેણે નાણાંની થેલી સાધુને સંભાળવા માટે આપી દીધી. સાધુનો વેશ ધારણ...
 
 
danik bhaskar

શોર્ટકટ એ સફળતાનો સાચો માર્ગ નથીWednesday, May 12, 2010 00:07 [IST]

અત્યારે ફટાફટનો જમાનો છે. બધાને દરેક વસ્તુ તાત્કાલિક જોઈતી હોય છે. તેના માટે કેટલાક લોકો શોર્ટકટ અપનાવી લેતા હોય છે. સફળતાના મામલે શોર્ટકટ કેટલીક વખત ભ્રષ્ટાચાર અને ખોટા માર્ગની સુરંગમાંથી પણ પસાર કરી દેતો હોય છે. હનુમાનજી સફળતાનો પર્યાય છે. હનુમાનચાલીસામાં પ્રથમ પંક્તિમાં ગુરુના શરણની વાત લખવામાં આવી છે. આ શરણાગતિનો અર્થ છે કે મારા સંપૂર્ણ પુરુષાર્થ બાદ પણ કોઈ શક્તિ છે, જે...
 
 
danik bhaskar

સંતોને દુન્યવી ચીજોની લાલસા હોતી નથીTuesday, May 11, 2010 00:05 [IST]

એક વખત ભગવાન મહાવીર જંગલમાં તપસ્યા કરી રહ્યા હતા. તેઓ એકાગ્ર ચિત્તે ઘ્યાનમાં લીન હતા. તે જંગલમાં ગોવાળિયાઓ ગાય, ધેટાં-બકરાં ચરાવવા આવતા હતા. ગોવાળિયા અભણ અને અજ્ઞાની હોવાના કારણે તપસ્યાનું મહત્વ જાણતા ન હતા. તેઓ મહાવીરની તપસ્યામાં વિધ્નો નાખતા રહેતા હતા, પરંતુ મહાવીર જરા પણ વિચલિત થતા નહીં અને પોતાની તપસ્યામાં લીન રહેતા. આ વાત ધીમે ધીમે આજુબાજુના ગામોમાં પણ ફેલાઈ. આથી ગામના...
 
 
danik bhaskar

દુનિયાને મુઠ્ઠીમાં લેવા મન પર કાબૂ મેળવોTuesday, May 11, 2010 00:04 [IST]

શરીરની ચંચળતા અને સક્રિયતામાં ઘણું અંતર રહેલું છે. પહેલા સક્રિયતાને જાણી લઈએ. જો શરીર સક્રિય છે અને મન નિષ્ક્રિય નથી તો અશાંત થઈ જવાનું જોખમ રહેલું છે. જો શરીર ચંચળ છે તથા મન નિયંત્રણમાં નથી તો માનસિક વિકૃતિ આવી જવાનું સંકટ રહે છે. જીવનમાં જો સતત અશાંતિ જળવાઈ રહેશે તો તે વિકૃતિને આમંત્રણનું નિમિત્ત બની જશે. મન પરનું નિયંત્રણ તે શક્તિઓને સક્રિય થવાની તક આપે છે, જેનાથી...
 
 
danik bhaskar

ફરજપાલન કરવું એ સૌથી મોટો યજ્ઞ છેMonday, May 10, 2010 00:11 [IST]

એક વખત રાજા પુરંજયે રાજસૂય યજ્ઞનું આયોજન કર્યું હતું. તેમાં દૂર દૂરથી ઋષિમુનિ બોલાવાયા હતા. યજ્ઞ પ્રજાની સુખાકારી માટે કરવામાં આવી રહ્યો હતો. તેમના રાજ્યમાં જે પણ કામ કરવામાં આવતા હતા, તે પ્રજાના હિતોને ધ્યાનમાં રાખીને જ કરાતા હતા. બધા જ આમંત્રિત ઋષિમુનિઓનો રાજાએ યથોચિત્ સત્કાર કર્યો. ત્યાર બાદ યજ્ઞનો આરંભ થયો. રાજા પુરંજય પરિવાર સાથે બેઠા હતા અને યજ્ઞ પણ સારી રીતે આગળ વધી...
 
 
danik bhaskar

ક્યાં સુધી ધરતીનો કસ કાઢતા રહીશું?Monday, May 10, 2010 00:08 [IST]

આધરતી પાસેથી આપણે જેટલું પણ લઈ શકીએ છીએ, તેના કરતાં પણ વધુ આપવા તે તૈયાર છે. આપણી હસ્તી અને તેની ક્ષમતામાં ઇરાદો મહત્વનો છે. ધરતીમાતાનો આપવાનો ઇરાદો તદ્દન ચોખ્ખો છે, પરંતુ આપણે લેવાના ઇરાદામાં ઠેરઠેર ખોટના ખૂંટા નાખી દીધા છે. આ દરેક ખૂંટાએ ધરતીમાતાના હૃદયમાં છિદ્રો પાડ્યા છે. લેણ-દેણના વ્યવહારમાં આપણે જે હદ વટાવી છે, જળસંકટ તેનું જ પરિણામ છે. જો પાણીનું હદ બહાર શોષણ કરશું તો આપણે...
 
 
danik bhaskar

કોઈને પણ તિરસ્કારની નજરથી ન જુઓSaturday, May 08, 2010 00:34 [IST]

એક બગીચાના માળીએ બગીચામાં વિવિધ પ્રકારના ફૂલોના છોડ લગાવ્યા હતા. સમય જતાં બધા જ છોડમાં સુંદર અને સુગંધિત ફૂલો ખીલવા લાગ્યા. બગીચાની શોભા વધી ગઈ. એક દિવસ માળી ક્યાંકથી નવો છોડ લઈ આવ્યો. આ છોડનું ફૂલ અત્યંત મનમોહક ખીલતું હતું.માળી દરરોજ તેને પ્રેમથી પાણી પિવડાવતો. થોડા સમય પછી તે છોડ પર અત્યંત સુંદર ફૂલ ખીલ્યું. માળી તેને જોઈને ઘણો જ ખુશ થયો. તે ફૂલ સુંદર તો હતું, પરંતુ તેને પોતાની...
 
 
danik bhaskar

સંબંધોના ભારને બોજારૂપ ના બનાવોSaturday, May 08, 2010 00:33 [IST]

સંબંધોના પ્રાણ લાગણીઓ સાથે સંકળાયેલા હોય છે, પરંતુ આજે સંબંધો પણ બોજારૂપ બની ગયા છે. દુનિયાભરનો ભાર ઉઠાવતા આપણે સંબંધોનો ભાર ઉઠાવવામાં થાકી જઈએ છીએ અને આ જીવન બોજારૂપ બની જાય છે. મુસ્લિમ ફકીર અબુલ હસન ખિરકાની જીવનમાં નાની નાની બાબતોને અલગ દ્રષ્ટિકોણથી જોતા હતા. તેમની વાતોને જો યોગ્ય રીતે સમજી લેવામાં આવે તો જીવન માટે તે એક ઘણો મોટો સંદેશ બની જશે. તેમની પત્ની તુંડમિજાજી હતી. એક...
 
 
danik bhaskar

બીજાની સેવા એ જ સાચો માનવધર્મFriday, May 07, 2010 00:10 [IST]

સ્વામી વિવેકાનંદ પાસે અનેક લોકો પોતાની સમસ્યાઓના સમાધાન માટે આવતા હતા. સ્વામીજી ઘ્યાનપૂર્વક સમસ્યાઓ સાંભળતા અને ઉચિત સમાધાન સૂચવતા. લોકો સ્વામીજી પાસેથી સંતુષ્ટ થઈને જતા હતા. એક દિવસ એક યુવાન વિવેકાનંદ પાસે આવ્યો અને ઉદાસ ચહેરા સાથે ચૂપચાપ એક ખૂણામાં બેસી ગયો. હાજર રહેલા બીજા લોકોને વિદાય કર્યા બાદ તે યુવાનને પ્રેમપૂર્વક પોતાની પાસે બોલાવ્યો અને તેની સમસ્યા પૂછી. તે બોલ્યો,...
 
 
danik bhaskar

પૂર્વગ્રહ છોડો, પરમાત્મા આપમેળે જ મળી જશેFriday, May 07, 2010 00:09 [IST]

દોરાનો ઉપયોગ જ એ છે કે તેને સોયમાં પરોવવામાં આવે અને તેમાં ખોટા સમયે ગાંઠ ના વળી જાય. સીવતા સમયે દોરા વગરની સોય ડંખવા સિવાય બીજું કશું જ નહીં કરે અને સોય વગરનો દોરો ગાંઠ વાળવા સિવાય બીજું શું કરી શકે છે. આ વાતનો સીધો સંબંધ મનુષ્ય અને પરમાત્મા સાથે છે. જીવનરૂપી દોરામાં લાગેલી ગાંઠને જ ઋષિઓએ ગ્રંથિ જણાવી છે. મનમાં વળેલી ગાંઠ ખૂલવાની સાથે જ પરમશક્તિનો સાક્ષાત્કાર થાય છે. આપણે તેનો એક...
 
 
danik bhaskar

તમારા જીવનના વસ્ત્રની ચોખ્ખાઈ કેટલી છે?Thursday, May 06, 2010 00:04 [IST]

મહાભારતમાં તુલાધાર વૈશ્યની એક વાર્તા છે. તેને નીજલિ નામનો એક વિદ્વાન બ્રાહ્મણ જ્ઞાન મેળવવા આવ્યો. તુલાધારે કહ્યું, ‘હું તો એક સામાન્ય વેપારી છું. મારી પાસે વળી જ્ઞાન કેવું હોય? પરંતુ જેમ આ ત્રાજવાની દાંડી સીધી હોય છે તે પ્રમાણે મારા મનને સીધું રાખતાં હું શીખ્યો છું. બધા સાથેના વ્યવહારમાં પછી તે પારકો હોય કે સ્વજન હોય, શત્રુ હોય કે મિત્ર- બધા સાથે સીધો સરળ પ્રામાણિક વ્યવહાર મેં...
 
 
danik bhaskar

ઈશ્વરની રહેમતમાં પહોંચીને ચિંતામુક્ત બનોThursday, May 06, 2010 00:03 [IST]

ભક્ત ભગવાનની પ્રાર્થના કરતો રહે છે તે એક સામાન્ય ઘટના છે, પરંતુ ભગવાન પણ ભક્તને આમંત્રણ આપતા રહેતા હોય છે કે,‘આવો, મારી પાસે આવો.’ આ આમંત્રણને ઘણું ઘ્યાનથી સાંભળવું પડે છે. બાઇબલમાં ઈસુ ખ્રિસ્તે એક જગ્યાએ જણાવ્યું છે કે,‘વધારે મહેનત કરવાના પરિણામે તમે વધુપડતા બોજા હેઠળ દબાઈ ગયા છો, આથી તમે બધા જ મારી પાસે આવો, હું તમને આરામ આપીશ.’ આરામનું આ આશ્વાસન, વિશ્રામ આપવાનો આ વિચાર ભગવાન...
 
 
danik bhaskar

શંકારહિત શુભારંભ કામને સફળ બનાવે છેWednesday, May 05, 2010 00:54 [IST]

કોઈ પણ નવું કામ ચાલુ કરતાં પહેલાં આપણે તેમાં નિષ્ફળ ના જઈએ તે અંગે ચિંતિત હોઈએ છીએ. આથી નવા કામનો શુભારંભ કરતાં પહેલાં ચાર કામ કરો- શુભ શબ્દોનું સ્મરણ, માતા-પિતાને પ્રણામ, પરમાત્માને વંદન અને ગુરુને નમન. તુલસીદાસજીએ શ્રીહનુમાન ચાલીસાનો આરંભ બે દોહાથી કર્યો છે - ‘શ્રી ગુરુ સરોજ રજ, નિજ મનુ મુકુરુ સુધારિ. બરનઉ રઘુવર બિમલ જસ, જો દાયકુ ફલ ચારિ’. જેનો સરળ અર્થ છે કે ગુરુની ચરણરજ (ધૂળ)થી...
 
 
danik bhaskar

વ્યક્તિદ્વેષ વિનાનો ચુકાદોWednesday, May 05, 2010 00:45 [IST]

ઇટાલીમાં એન્જેલો અને રફાએલ નામના બે ઉચ્ચ દરજ્જાના ચિત્રકાર રહેતા હતા. બંને એકબીજાની ઈર્ષા કરતા હતા. એક વખત ઇટાલીના એક ધનવાને રફાએલને ચર્ચની દીવાલો પર ચાર ભીંતચિત્ર બનાવવાનો કોન્ટ્રાક્ટ આપ્યો. મહેનતાણા સ્વરૂપે તેણે રફાએલને સો સિક્કા એડવાન્સ પેટે આપ્યા અને બાકીની ચુકવણી કામ પૂરું થયા બાદ આપવાનું નક્કી કર્યું. રફાએલે નક્કી કરેલી સમયમર્યાદામાં ચારેય ભીંતચિત્રો બનાવી નાખ્યા....
 
 
danik bhaskar

સૌને સાથે રાખીને ચાલવામાં જ સાર્થકતા છેTuesday, May 04, 2010 00:08 [IST]

yoga21
એક સાધુ હતો, જેને કોઈ જ પ્રકારની આસિકત ન હતી અને પ્રભુપ્રેમી હતો. જંગલમાં રહેતો હતો, જે મળે તે ખાઈ લેતો અને જયાં જગ્યા મળે ત્યાં ઊંઘી જતો. આ રીતે તેનું જીવન પસાર થઈ રહ્યું હતું. તેણે પોતાના માટે કોઈ પણ વસ્તુનો સંગ્રહ કર્યો ન હતો. પોતાનો નિત્યક્રમ પતાવીને બાકીનો સમય તે ભગવાનને યાદ કરતો અને ધ્યાન લગાવીને બેસી જતો. થોડા દિવસો બાદ જયારે વરસાદની ઋતુનો સમય આવ્યો ત્યારે સાધુએ વિચાર્યું કે...
 
 
danik bhaskar

મનને નિયંત્રણમાં રાખવાનો સચોટ ઉપાય - સત્સંગTuesday, May 04, 2010 00:07 [IST]

આપણે બહારથી ખુશ રહીએ છીએ, દેખાઈએ છીએ અને પાછા એમ પણ કહીએ છીએ કે આવું કરવું આપણી મજબૂરી છે. બહારની ખુશી એક ઔપચારિકતા જ બની ગઈ છે. સ્મિત રેલાવું એ સ્વભાવ નહીં, પરંતુ સૌજન્ય બની ગયું છે. આ રીતે ઓઢેલું આવરણ થોડા સમયમાં જ કોઈ ને કોઈ બીમારી આપીને જાય છે. આપણે ખુશીઓને કપડાની જેમ પહેરી લીધી છે, પહેરો, બદલો અને પછી ફેંકી દો. હકીકતમાં આ ખુશીઓ ચામડીની જેમ હોવી જોઈએ, હંમેશાં શરીરની સાથે. સ્થાયી ખુશી...
 
 
danik bhaskar

સ્વાર્થથી કરેલું દાન કદી ફળ આપતું નથીMonday, May 03, 2010 00:08 [IST]

એક નગરમાં અત્યંત સંપન્ન શેઠ રહેતો હતો. તેનો વેપાર દિવસ-રાત પ્રગતિ કરતો હતો. આટલો સમૃદ્ધ હોવા છતાં પણ શેઠનો લોભ ઓછો થતો ન હતો. તે વધુ ને વધુ નાણાં કમાવામાં લાગ્યો રહેતો અને કંજુસ એટલો કે કોઈ ભિખારીને એક પૈસો પણ આપતો નહીં. એક દિવસ તેના દરવાજે એક સાધુ આવ્યો અને કંઈક આપવા માટે અરજ કરવા લાગ્યો. તે દિવસે શેઠને જાણે શું થઈ ગયું કે તેણે સાધુની ઝોળીમાં એક પૈસો નાખી દીધો. સાધુ તેને ભગવાનનો...
 
 
danik bhaskar

વિચારો જીવનને ઘડવાનો નવો માર્ગ બતાવે છેMonday, May 03, 2010 00:07 [IST]

નવી પેઢીના લોકો જયારે પણ કોઈ નવા સ્થળેથી પસાર થાય છે ત્યારે નિતનવા સવાલ પણ કરે છે. આ તો વિજ્ઞાનનો યુગ છે. આથી ધાર્મિક ઘટનાઓને જયારે લોકો વૈજ્ઞાનિક ચશ્માંથી જુએ છે ત્યારે ગોથું ખાઈ જતા હોય છે. ભૌતિક જીવન માટે તો વિજ્ઞાન જ આશરો છે, પરંતુ કેટલાક લોકો ધર્મ અને વિજ્ઞાનને એટલી હદે જોડી દે છે કે બંનેનું સ્વરૂપ વિકૃત થઈ જાય છે. ઘણા લોકો બંનેને એકબીજાની વપિરીત દિશામાં બેસાડી દેતા હોય છે,...
 
 
danik bhaskar

મિલકતની નહીં પ્રાર્થનાની સરખામણી કરોFriday, April 30, 2010 00:15 [IST]

Untitled-521
એવું કહેવાય છે કે દુનિયામાં દરેક માણસ પોતે જે ઇચ્છતો હોય છે એ બધું જ નથી મળતું. કેટલાક લોકો એવા પણ હોય છે જેમને બધું જ મળી ગયા બાદ પણ તેઓ દુ:ખી હોય છે. બીજા કેટલાક લોકો એવા છે જેમને થોડું ઓછું મયું છે, પણ તેઓ સુખી નથી અને મોટા ભાગના એવા છે જેમને કશું મયું જ નથી, તેમણે તો હંમેશાં પરેશાન જ રહેવાનું છે. સંસારના સુખ-દુ:ખને સમજવાં પડે છે. જ્યારે આપણે તેને જાણી લઈએ છીએ, સમજી લઈએ છીએ ત્યાંથી જ...
 
 
danik bhaskar

કામ પ્રત્યેની નિષ્ઠા સફળતા અપાવે છેFriday, April 30, 2010 00:14 [IST]

Untitled-421
કામ પ્રત્યેની તમારી નિષ્ઠા અને લગન લક્ષ્યપ્રાપ્તિના માર્ગમાં આવનારાં વિઘ્નો દૂર કરે છે અને તમને લોકપ્રિયતા અપાવીને શાનદાર સફળતા પણ અપાવે છે. ફિલિપિન્સના રાષ્ટ્રપતિ રમન મેગ્સેસેની અત્યંત કર્તવ્યનિષ્ઠ અને ઈમાનદાર રાષ્ટ્રપતિઓમાં ગણતરી થતી હતી. તેમણે દેશમાં કેટલીય કલ્યાણકારી યોજનાઓ લાગુ કરી હતી અને બાંધકામો કરતા હતા. એક વખત ફિલિપિન્સમાં એક સ્થળે વિશાળકાય બંધનું નિમૉણ...
 
 
danik bhaskar

માતાની આજ્ઞાનું પાલન, સંતાનનું પરમ કર્તવ્યThursday, April 29, 2010 00:12 [IST]

Untitled-21
માતા પોતાના બાળકોને ગર્ભકાળથી માંડીને જન્મ અને પછી લાલન-પાલન સુધી જે ત્યાગ આપે છે અને મુશ્કેલીઓ સહન કરે છે તે આ ધરતી પર બીજું કરી શકે નહીં. કોલકાતા યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર અને હાઈકોટર્ના જજ આશુતોષ મુખર્જી બહુમુખી પ્રતિભા ધરાવતા હતા. આ કારણે જ વિદેશ જવા માટે તેમને ઘણી તકો મળી અને તેઓ તૈયાર પણ હતા, પરંતુ માતાની મંજુરી ન મળવાના કારણે તેઓ ક્યારે ય જઈ શક્યા નહીં. તેમની માતા જૂના...
 
 
danik bhaskar

અસહમતી પણ શાલીનતાપૂર્વક વ્યક્ત કરો`Thursday, April 29, 2010 00:12 [IST]

Untitled-31
એક બીજા સાથે અસહમત થવું એમાં કોઈ મુશ્કેલી જેવું નથી. વિચારોની પરિપક્વતા, ભૌતિક હરીફાઈ અને વ્યક્તિગત વિકાસમાં અસહમતીનો ભાવ મદદગાર બનશે. સાંસારિક વ્યવસ્થામાં અસહમતી ક્યારેક યોગ્યતા બનીને સામે આવે છે. આ લાંબા સમયની અસહમતી જ્યારે સ્વભાવના સ્વરૂપમાં જીવનમાં ટકી જાય તો આ વૃત્તિ તમને વિચલિત અને કેટલીક હદ સુધી વિકટ પણ બનાવી શકે છે. અસહમતીથી વિરોધનો જન્મ થાય છે જે ખોટું નથી. જોખમ તો...
 
 
danik bhaskar

સમસ્યાઓથી ડરો નહીં, તેનો ઉકેલ લાવોWednesday, April 28, 2010 00:13 [IST]

431
માણસના જીવનમાં સમસ્યા આવવાના પાંચ રસ્તા છે- શરીરથી, મનથી, ધનથી, પરિવારથી અને સંસારથી. કેટલાંય ક્ષેત્રોમાં ‘મંજૂરી વગર પ્રવેશ નિષેધ’ ની વ્યવસ્થા હોય છે, પરંતુ મનુષ્ય પોતાના જીવનમાં આવી વ્યવસ્થા કરવામાં ચૂકી જાય છે. આ સમસ્યાઓનો તે ઉકેલ શોધે પણ છે તો તે અસ્થાયી હોય છે. તેનું સ્થાયી નિદાન ફક્ત આઘ્યાત્મ પાસે છે. શરીરની સૌથી મોટી સમસ્યા રોગ છે. પ્રાણી અને માણસ વચ્ચેના અંતરને સમજી લો....
 
 
danik bhaskar

દરેકની માતૃભાષાનું સન્માન કરવું જોઈએWednesday, April 28, 2010 00:13 [IST]

Untitled-221
ભાષા વિચારોની અભિવ્યક્તિનું સશક્ત માઘ્યમ છે. જ્ઞાનના પ્રસાર સ્વરૂપે દરેક ભાષાનું સન્માન કરવું જોઈએ. પોતાની ભાષા સાથે બીજાની માતૃભાષાનો પણ એટલો જ આદર કરવો જોઈએ. મહાત્મા ગાંધી તેમના વર્ધા ખાતેના આશ્રમમાં હતા. તેમને મળવા માગતા લોકોની દરેક જગ્યાએ ભીડ લાગેલી રહેતી હતી. ગાંધીજીએ પોતાની દિનચર્યા અંતર્ગત બ્રહ્મમુહૂર્તમાં ઊઠયા અને બધાં જ જરૂરી કામ પૂરાં કર્યા. થોડા ઘણા પત્રો લખીને...
 
 
danik bhaskar

પવિત્રતાથી ભેદભાવનો અંત આવે છેTuesday, April 27, 2010 00:24 [IST]

Untitled-21
પરમાત્માને પામવા માટે સાધના કરવી પડે છે. કેટલાક લોકો અહીં જ ભ્રમમાં પડી જાય છે. સવાલ એ છે કે અંતે સાધના છે શું? દરેક ધર્મમાં તેનું સ્વરૂપ બદલાઈ જવાને કારણે લોકો વધુ પરેશાન થઈ જાય છે. સાધનાને બાહ્ય દ્રષ્ટિકોણથી જોશો તો ઈશ્વર અને તેની સાધનાના કેટલાંય સ્વરૂપ જોવા મળશે, પરંતુ અંદર ઊડા ઉતરશો તો જાણશો કે સાધનાનો એક જ અર્થ છે આત્મશોધ. ધર્મ કોઈ પણ હોય અંદરની ક્રિયા એક જ હશે. આપણે અંદરથી...
 
 
danik bhaskar

ઈશ્વરને સમર્પિત સંગીત દિવ્ય હોય છેTuesday, April 27, 2010 00:23 [IST]

Untitled-11
અકબરને તાનસેનની ગાયકી ખૂબ પસંદ હતી. અકબરે વિચાર્યું કે તેના ગુરુનું ગળું તો વધુ સુરીલું હશે. તાનસેને તેમની ઇચ્છા પૂરી કરી અને જણાવ્યું કે ગુરુ તો પરમેશ્વર માટે ગાય છે. બાદશાહ અકબરના દરબારમાં વિવિધ ક્ષેત્રોના નવ વિદ્વાન હતા, જે નવરત્નના નામે ઓળખાતા હતા. તાનસેન આમાંનો એક હતા, જે અકબરના સૌથી વધુ પ્રિય હતા. તાનસેનનું ગીત અકબરને મંત્રમુગ્ધ કરી દેતું હતું. એક દિવસ અકબરને વિચાર આવ્યો...
 
 
danik bhaskar

માણસ કર્મો વડે જ પોતાનું નસીબ ઘડે છેSaturday, April 24, 2010 00:18 [IST]

શિવમંદિરમાં એક ચોર અને એક પંડિત દરરોજ આવતા હતા. પંડિત પૂરા ભક્તિભાવ સાથે શિવલિંગ પર ફળ-ફૂલ અને દૂધ ચઢાવીને પૂજા કરતા હતા. ત્યાં બેસીને શિવસ્ત્રોતનો પાઠ કરતા અને કલાકો સુધી શિવનું ઘ્યાન ધરતા હતા. તે જ શિવમંદિરમાં એક ચોર પણ દરરોજ આવતો હતો. આવતાની સાથે જ તે શિવલિંગ પર ડંડા મારવાનું ચાલુ કરી દેતો . પોતાની આ સ્થિતિનો દોષનો ટોપલો તે ભગવાન શિવના માથે નાખી દેતો અને તેમને અન્યાયી તથા...
 
 

shopping

D& G Mens rugby Watch
D& G Mens rugby Watch
Reebok Combo
Reebok Combo
Passport Case
Passport Case