





અનુપમ ખેરને લઈને ‘આઈ લવ હિટલર’ ફિલ્મ બનાવાઈ રહી છે. જેમાં હિટલરના કહેવાતા ભારતપ્રેમને પણ પ્રકાશિત કરવામાં આવશે. જોકે હિટલરની આત્મકથા ‘મેઈન કેમ્ફ’માં ભારત માટે શરમજનક ટિપ્પણી કરવામાં આવી છે. આ બાબતનો ઉલ્લેખ સુભાષચંદ્ર બોઝે હિટલર સમક્ષ કર્યો હતો અને તેના અસ્પષ્ટ ઉદ્દેશોથી બોઝ ખિન્ન પણ થયા હતા, પરંતુ આશ્ચર્યની બાબત તો એ છે કે કેટલાક લોકો એવું માને છે કે ભારતને હિટલરના...

દિલ્હીના ટી. પી. અગ્રવાલ અને રાહુલ મહાજને સત્ય ઘટના પરથી પ્રેરિત અરુણા રાજેની પટકથા પરથી અનંત મહાદેવનના દિગ્દર્શનમાં ‘રેડ એલર્ટ-ધ વોર વિધિન’ નામની ફિલ્મ બનાવી છે, જેમાં નસીરુદ્દીન શાહ, વિનોદ ખન્ના, સીમા બિશ્વાસ, આયેશા ધારકર, સુનીલ શેટ્ટી, સમીરા રેડ્ડી અને ભાગ્યશ્રી જેવા કલાકારોએ અભિનય કર્યો છે.
આજે દેશને બહારના આતંકવાદીઓની સાથે અંદરના નક્સલવાદી અને માઓવાદી જેવા...

વોરેન એન્ડરસન સવારે નાસ્તા માટે ટેબલ પર બેઠા હતા ત્યારે તેમના સેવકે તાજાં અખબારોનો થોકડો તેમની સામે મૂક્યો. હેડલાઇન્સ પર નજર ફેરવીને તેમણે રાહતનો શ્વાસ લીધો કે ભારતીય અદાલતે તેમના ગુનાને એક ટ્રક અકસ્માતથી વધુ મહત્વ આપ્યું નથી.
આજે તેમને નાસ્તામાં વધુ મોજ પડી એટલે તેઓ આખી પ્લેટ સફાચટ કરી ગયા, પરંતુ થોડી વાર પછી નેવું વર્ષીય વોરેનના આંતરડામાં ગરબડ થતાં એ લથડતાં પગલે...

કરીના કપૂર અગાઉ કહી ચૂકી છે કે એ હીરાનીની ફિલ્મમાં માત્ર પ્રતિકાત્મક મહેનતાણા પર કામ કરવા તૈયાર છે. ઇમ્તિયાઝ અલીએ કરીનાને કારકિર્દીની શ્રેષ્ઠ ભૂમિકા ‘જબ વી મેટ’માં આપી. સફળ ફિલ્મનો લાભ નિર્માતાને મળે છે, પરંતુ સ્ટાર્સ સફળતાનો લાભ અન્ય રીતે લેતા હોય છે. જેમ કે કરીનાએ ‘જબ વી મેટ’નું ગીત વિવિધ મંચો પર રજુ કરીને કરોડો રૂપિયાની કમાણી કરી.
ફિલ્મ સફળ થતાં જ તેમાં કામ...











ઉત્તર પ્રદેશમાં અપહરણના કેસમાં પકડાયેલા બે ગુનેગારો પાસે ઇટાલિયન ડમી પિસ્તોલ હતી, જે તેમને બે વર્ષ પૂર્વે રાખી ગુલઝારના ઘરમાંથી ચોરી હતી. મુંબઈના ઘરમાં ચોરી થઈ ત્યારે રાખી ગુલઝાર તેમના પનવેલસ્થિત ફાર્મહાઉસમાં હતાં. રાખી અને સલીમ ખાનનાં ફાર્મહાઉસ સાવ નજીક છે અને બંનેનો એકબીજાને ત્યાં આવવા-જવાનો સંબંધ છે. સલીમ ખાને આ ડમી પિસ્તોલ રાખીને ભેટ તરીકે આપી હતી. આ અસલ જેવી દેખાતી...

અમેરિકા અને લંડનમાં યોગ ખૂબ લોકપ્રિય છે. અમેરિકામાં યોગઉદ્યોગ છ અબજ ડોલર સુધી પહોંચી ગયો છે અને ૧.૬૦ કરોડ અમેરિકનોએ યોગ-પ્રાણાયામ-ધ્યાન અપનાવ્યા છે ઠેરઠેર યોગ પ્રશિક્ષણ કેન્દ્રો છે, ડીવીડી છે અને ઢગલાબંધ કાર્યશાળાઓ યોજાય છે. વળી યોગાસનો માટેના વિશિષ્ટ પોશાકોનો ધંધો પણ ત્યાં જોરશોરથી ચાલી રહ્યો છે.
ઇંગ્લેન્ડમાં યોગ પ્રશિક્ષકોની સંખ્યા દર વર્ષે દસ ટકાના દરે વધી રહી છે....

![kites-movie[1]1 kites-movie[1]1](/2010/05/27/images/kites-movie[1]1_b.jpg)



![kites11[1]1 kites11[1]1](/2010/05/22/images/kites11[1]1_b.jpg)



રાકેશ રોશનની મહત્વાકાંક્ષી ફિલ્મ ‘કાઇટ્સ’ના દિગ્દર્શક અનુરાગ બાસુ,(ખામોશ)નામની ફિલ્મ રણબીર કપૂર અને કેટરિના કૈફ સાથે બનાવવા માગતા હતા. હવે કેટરિના રણબીરની સાથે કિશોરકુમારના જીવન પર આધારિત ફિલ્મ કરશે.
તેથી તેમણે અનુરાગ બસુની સાથે અન્ય કોઈ ફિલ્મ કરવાનું વચન આપ્યું છે. અનુરાગ અગાઉ મહેશ ભટ્ટ માટે બનાવાતી ફિલ્મ ‘સાયા’માં નવોદિતા કેટરિના કૈફને સાઇન કરવા માગતા હતા....

ફિલ્મસર્જક વિપુલ શાહ ઉપર અમેરિકાની રાઇટ્સ મેનેજમેન્ટ કંપનીએ ન્યૂ યોર્કની અદાલતમાં કેસ કર્યો છે. કંપનીએ ફિલ્મ ‘સિંઘ ઈઝ કિંગ’ હોલિવૂડની એક ફિલ્મની નકલ હોવાનો આક્ષેપ કર્યો છે.
તેમની નિર્માણાધીન ફિલ્મ ‘એક્શન રિપ્લે’ પર પણ આવો આક્ષેપ છે પણ કેસ કરાયો નથી. તેમની ‘લંડન ડ્રિમ્સ’ પણ કોઈ ફિલ્મ પરથી પ્રેરિત હતી અને અક્ષય-કેટરિના-ઋષિ કપૂર અભિનીત ‘નમસ્તે લંડન’ ફિલ્મ પણ...
![housefull-4e[1]1 housefull-4e[1]1](/2010/05/17/images/housefull-4e[1]1_b.jpg)



રણબીર કપૂર અને કરીના તેમના સંબંધને કારણે એક જ ફિલ્મમાં પરંપરાગત નાયક અને નાયિકા (હીરો-હીરોઇન)ની ભૂમિકા ભજવી ન શકે. દેવ આનંદની ફિલ્મ ‘હરે રામ, હરે કૃષ્ણ’ જેવી કથાની ગુંજાયશ જરૂર બને છે, ત્યાં ભાઈ, બહેનને શોધતો શોધતો નશાબાજ એટલે કે ચરસ-ગાંજા વગેરેના વ્યસનીઓના જુથમાં પહોંચે છે અને એ પોતાની બહેનને આ વ્યસનથી મુક્ત કરાવવા ઉત્સુક છે. આ ફિલ્મ દ્વારા દેવ આનંદે પહેલી વખત ઝીનત અમાનને રજુ...












ઇતિહાસ પર આધારિત ફિલ્મ ‘જોધા અકબર’ના સર્જક આશુતોષ ગોવારીકરે નિર્માતા ડો. ભૂપિંદર મોદી માટે મહાત્મા બુદ્ધના જીવન પર ભવ્ય ફિલ્મ બનાવવાની તૈયારી કરી છે. મુખ્ય ભૂમિકા માટે કલાકાર શોધવા માંડ્યા છે.
કારણ કે આશુતોષ આ ભૂમિકા કોઈ લોકપ્રિય અભિનેતાને આપવા ઇચ્છતા નથી. ત્રણ દાયકા પૂર્વે લાઇટ ઓફ એશિયા ફાઉન્ડેશન (કોલકાતા) અને બિયોન્ડ ડ્રીમ્સ નામની કંપનીના સહયોગમાં શ્યામ બેનેગલ...

કોઈ ફિલ્મકાર કથાની પસંદગી કેવી રીતે અને શા માટે કરે છે, એ જિજ્ઞાસાનો વિષય છે. સર્જનપ્રક્રિયાનો સૌથી જટિલ ભાગ વિષયવસ્તુની પસંદગી છે. કમાલ અમરોહી પોતાના મિજાજને અનુરૂપ ‘પાકિઝા’ પસંદ કરે અને કે. આસિફ ‘મુગલ એ આઝમ’, આમિર ખાન ‘તારે જમીન પર’ પસંદ કરે અને શાહરુખ ફરી વખત ‘ડોન’ કરવા માગે.
અર્જુન દેવ રશ્કે ‘જિસ દેશ મેં ગંગા બહતી હૈ’ની કથા દેવ આનંદને સંભળાવી ત્યારે...

વિરોધાભાસ અને વિસંગતિઓના ભંડાર એવા ભારતમાં જ હોસ્પિટલો અને શિક્ષણ સૌથી વધુ નફાકારક વ્યવસાય બની શકે. જયાં આરોગ્ય સેવાને સૌથી પવિત્ર અને શિક્ષણદાનને સૌથી મોટું પુણ્ય મનાય છે, એ ભૂમિ પર આવી હાલત છે.
સમગ્ર ભારતમાં અગણિત શિક્ષણ સંસ્થાનોમાં ૯૯ ટકા ધંધો ચાલે છે. આજે શિક્ષણને કારણે જ ભારતના પ્રગતિ થઈ રહી છે અને આપણને વિદેશોમાં પણ કામ મળી રહ્યું છે. તેથી જ તમામ પરિવારો તેમના...
Sitemap | Investor | Advertise With Us | Contact Us | Feedback | Calender-2010 | Newsletter
Group Sites: IndiaInfo.com | Bhaskar.com | Corporate Intranet | DNA | Business Bhaskar | 3d Syndication | MyFM | Saurashtrasamachar
Copyright © 2010-11 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.




