

સોમવારના રોજ રાજનીતિની ટીમ લખનઉથી મુંબઈ પરત આવી રહી હતી. ત્યારે મનોજ વાજપેયીએ પોતાના કો સ્ટાર અજય દેવગણ, કેટરિના કૈફ અને દિગ્દર્શક પ્રકાશ ઝા માટે ગિફ્ટ ખરીદી હતી.
કેટરિનાએ મનોજ પાસેથી ઘડિયાળની માંગણી કરી હતી. મનોજે કેટરિનાની આ ઈચ્છા પૂર્ણ પણ કરી હતી. જ્યારે ફિલ્મના અન્ય કલાકારોને આની જાણ થઈ ત્યારે તેઓએ પણ પોતાના માટે ગિફ્ટ માંગી હતી. અંતે મનોજ બધા લોકો માટે ગિફ્ટ લાવ્યો...

બોલિવૂડ સ્ટાર અમિષા પટેલ ગુસ્સે થાય ત્યારે તે ગમે તે કરી નાંખે છે. શનિવારના રોજ જૂહુ જીમ આગળ અભિનેત્રી પોતાના 50 વર્ષ કરતાં પણ મોટી ઉંમરના ડ્રાઈવર સાથે ગુસ્સામાં વાત કરી હતી. ત્યાં હાજર રહેલા લોકોના જણાવ્યા પ્રમાણે અમિષા બહુ જ ખરાબ રીતે ડ્રાઈવરની સાથે રકઝક કરતી હતી.
અમિષાની નવી કાર જીમની બહાર પાર્ક કરવામાં આવી હતી. જ્યારે તે જીમમાંથી કસરત કરીને બહાર આવી ત્યારે તેની કારમાં...




બે વર્ષ કરતાં પણ વધારે સમયથી બ્લોગથી પોતાના પ્રશંસકો સાથે જોડાયેલા બોલિવૂડના શહેનશાહ અમિતાભ બચ્ચન હવે ટ્વિટર પર પણ જોડાઈ ગયા છે. જુનિયર બચ્ચને બિગ બીનું ટ્વિટર પર સ્વાગત કર્યુ છે.
અભિષેકે અમિતાભ ટ્વિટર પર જોડાયા તે વાતને સમર્થન આપતાં મંગળવારે ટ્વિટ કર્યુ હતું કે, 'પા'નું સ્વાગત છે. ત્યારબાદ દિગ્દર્શક કેન ઘોષે પણ બિગ બીનું સ્વાગત કર્યુ હતું.
* બિગ બીને ગુજરાતમાંથી હટી...

શિવસેનાએ રાજ્યસભાના સભ્ય અને ગીતકાર જાવેદ અખ્તરની તરફેણ કરી છે. જાવેદ અખ્તરે તાજેતરમાં જ મુસ્લિમ મહિલાઓના કામ કરવા પરના ફતવા અંગે ટિપ્પણી કરી હતી. જેને લઈને જાવેદ અખ્તરને મોતની ધમકી પણ મળી હતી.
શિવસેનાના મુખપત્ર સામનામાં અખ્તર અને તેમના એક સમયના સાથીદાર સલીમના વખાણ કરવામાં આવ્યા છે. 1970-80ના દાયકામાં જાવેદ-સલીમની જોડી પ્રખ્યાત હતી.
સામનાના એડિટોરિયલમાં હિઅર ઈઝ અ ટ્રુ...

તમિલ સુપરસ્ટાર વિક્રમ મણિરત્નમની ફિલ્મ રાવણથી બોલિવૂડમાં આવી રહ્યો છે. તેના મતે તેની કો સ્ટાર ઐશ્વર્યા રાય હિરો છે. કારણ કે ફિલ્મના શુટિંગ સમયે અનેક મુસીબતોનો સામનો ઐશ્વર્યા રાયે કર્યો છે. શુટિંગ દરમિયાન ઝેરી જીવજંતુઓ ઐશ્વર્યા રાયને કરડ્યા છે. જેને કારણે તેને ઘણી વાર તાવ પણ આવી જતો હતો. જંગલમાં શુટિંગ દરમિયાન ઐશ્વર્યા રાયને અનેક ઈજાઓ થઈ હતી. આથી જ ફિલ્મનો સાચો હિરો તો એશ જ છે....

શિલ્પા અને રાજ કુન્દ્રા એક મહિનો યુરોપમાં સાથે પસાર કરશે.
લગભગ લગ્નના છ મહિના પછી શિલ્પા અને રાજ તેમનું બીજુ હનિમૂન મનાવવા માટે યુરોપ જઈ રહ્યા છે. તેઓએ પહેલું હનિમૂન બહમાસમાં મનાવ્યું હતું. જુલાઈમાં શિલ્પા-રાજ યુરોપ પ્રવાસે જશે.
હાલમાં શિલ્પા એક શેમ્પુની જાહેરાત માટે કુઆલ્મપુરામાં છે. ત્યાં તેની સાથે રાજ પણ છે. ત્યારબાદ શિલ્પા પાછી મુંબઈ આવશે અને એક રિયાલિટી શોનું...

અભિનેત્રી કરિના કપૂર બોની કપૂરની ફિલ્મ મિલેંગે મિલેંગે પૂરી થાય તે માટે કંઈ પણ કરવા તૈયાર છે. જો કે આ વાત વાસ્તવિક્તાથી ઘણી જ દૂર છે.
કરિના કપૂર બોની કપૂરને ફિલ્મ માટે ઘણો જ ત્રાસ આપી રહી છે. કરિના ફિલ્મના પ્રમોશન વીડિયો માટે તારીખો પણ આપતી નથી. કરિનાએ પ્રમોશન વીડિયો માટે શરત મૂકી હતી કે, તે શાહિદ સાથે કામ કરશે નહિ. બોનીએ આ શરત મંજૂર પણ રાખી હતી તેમ છતાં કરિના તારીખો આપતી નથી. ....

કાન્સમાં ભારતીય વસ્ત્રોને બદલે વેસ્ટર્ન વેર પહેરવા બદલ ઘણીવાર ઐશ્વર્યા રાય બચ્ચનની ટીકા કરવામાં આવે છે. જો કે આ વખતે કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં પોતાની ફિલ્મ રાવણના પ્રમોશન સમયે એશ પરંપરાગત સાડીમાં જોવા મળી હતી.
ઐશ્વર્યા દર વર્ષે લોરિયલની ઈન્ટરનેશનલ ડ્રીમ ટીમની સભ્ય તરીકે કાન્સમાં જાય છે. જ્યાં તેણે લોરિયલના નિર્દેશો પ્રમાણે વેસ્ટર્ન વેર પહેરવાના હોય છે. જો કે આ વખતે...

હિન્દી ફિલ્મ ગરમ મસાલાથી પોતાની કરિયર શરૂ કરનાર નરગીસ બઘેરીની બીજી ફિલ્મ કુશ્તી તાજેતરમાં જ રીલિઝ થઈ છે. ઘોડા પ્રત્યે રાખવામાં આવતી ક્રૂરતાને લઈને નરગીસે પેટાના એક કેમ્પેઈન માટે પોતાના કપડાં ઉતાર્યા છે.
પેટા(પીપલ ફોર ધ એથિકલ ટ્રિટમેન્ટ ઓફ એનીમલ્સ)ની પંચ લાઈન છે કે ઘોડાસવારી કરશો નહિ, આ બાબત ઘણી જ ક્રૂર છે. નરગીસ એક નકલી ઘોડા પર બેઠી છે. તેણે પોતાના લાંબા અને સુંદર વાળથી...

પોતાના શાનદાર અભિનય અને વજનદાર અવાજથી સમગ્ર ભારતનું દિલ જીતી લેનારા બોલિવૂડ મેગાસ્ટાર અમિતાભ બચ્ચન બાદ હવે બોલિવૂડના મુન્નાભાઈ સંજય દત્ત પણ ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીથી ઘણો જ પ્રભાવિત થયો છે.
એટલું જ નહીં સંજય દત્ત તો નરેન્દ્ર મોદીના વખાણ કરતા થાકતો નથી. સોમવારે સંજય દત્તે નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી અને ગુજરાતના વિકાસ માટે તેમણે કરેલા કાર્યોની ભરપૂર...

દીપિકા પદુકોણ અને રણબિર કપૂર એક સાથે ફિલ્મ હાઉસફૂલ જોવા ગયા હતા. જેને કારણે માનવામાં આવતું હતું કે, રણબિર અને દીપિકા ફરી પાછા ભેગા થઈ ગયા છે.
જો કે આ વાત તદ્દન ખોટી સાબિત થઈ છે. રણબિર અને દીપિકા એક થયા નથી. ખરી વાત તો એ છે કે રણબિર પોતાની રાજનીતિની કો સ્ટાર કેટરિના કૈફની વધુ નિકટ છે.
કેટરિનાની નિકટના મિત્રે ખુલાસો કરતાં કહ્યું હતું કે, મુંબઈના બ્રાંદ્રા પાલી નાકામાં...

જો તમે સ્વસ્થ રહેવા માંગો છો તો તમે આમિર ખાન સાથે જોડાઈ શકો છો. આમિરે આ માટે ફેસબુક પર એક સ્વાસ્થ્ય ગ્રુપ બનાવવાનું નક્કી કર્યુ છે. જેના પર આમિર આરોગ્ય અંગે વાતો કરનાર તમામ લોકોને એક સાથે લાવી શકે છે.
આમિરે પોતાના બ્લોગ પર લોકોને સલાહ આપી છે કે, આપણે સંતુલિત ભોજન લેવું, નિયમિત કસરત કરવી અને ઓછામાં ઓછી આઠ કલાકની ઉંઘ લેવી જરૂરી છે.
આમિરે વધુમાં લખ્યું છે કે, ચલો સાથે મળીને...

મલ્લિકા શેરાવત સારી રીતે જાણે છે કે લોકોને પોતાની તરફ કઈ રીતે આકર્ષિત કરવા. આ કારણોસર કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં તે એક સાપને લઈને આવી હતી.
* મલ્લિકાએ સાપને ચુંબન કરીને વિવાદ છેડ્યો
* સાપ સાથે સેક્સી મલ્લિકા...
આટલું જ નહિ તેણે સાપને ચુંબન કરતા ફોટા પડાવ્યા હતા. મલ્લિકાના આ અનોખા અંદાજ પર હોલિવૂડના લોકો ફિદા થઈ ગયા છે. જો કે બોલિવૂડની દીપિકા અને ઐશ્વર્યા રાયને મલ્લિકાની આ...

આમિર ખાનને સલમાન ખાન પ્રત્યે ઘણો જ લગાવ છે. આમિરના જ નક્શેકદમ પર ચાલતો તેનો ભાણિયો ઈમરાન ખાને પણ સ્વીકાર્યુ હતું કે, તે પણ ભાઈ પ્રત્યે ક્રેઝી છે. બ્રાન્દ્રા સ્ટુડિયોમાં ઈમરાને આઈ હેટ લવ સ્ટોરીઝ અંગે ઈન્ટરવ્યૂ આપ્યો હતો. આ સમયે ઈમરાને પોતાના સ્ટાફને કહી રાખ્યું હતું કે, જો સલમાન ત્યાં આવે તો તેને તરત જ જાણ કરવામાં આવે.
જે ક્ષણે ભાઈ(સલમાન)આવ્યો, તરત જ ઈમરાન ભાઈને હેલો કહેવા જતો...

કરિના કપૂર છોટે નવાબને છોડીને બીજાને પ્રેમ કરવા લાગી નથી. કરિના સૈફને ઘણો જ પ્રેમ કરે છે. કરિના કપૂરને પહેલા જૂતા ભેગા કરવાનો ઘણો જ શોખ હતો. તેની પાસે ઘણાં બધા જૂતા હતા.
* ‘બેટા, બેબો લગ્ન કરી લે’
હવે, કરિનાને વિવિધ પર્સ ભેગા કરવાનો શોખ છે. તેની પાસે અનેક પ્રકારના પર્સ છે. કરિના જ્યારે પણ વિદેશ જાય છે ત્યારે તે વિવિઝ ડિઝાઈનના અનેક પર્સ ખરીદે છે.
સૈફ કરિનાને પર્સની...

ઐશ્વર્યા રાય કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં જાય તેને થોડા સમય પહેલા જ તેને આંખમાં ઈન્ફેકેશન થયું હતું. ઐશ્વર્યાની આંખો એકદમ લાલ થઈ ગઈ હતી. આ માટે તેણે તાત્કાલિક સારવાર કરાવી હતી.
ગયા સોમવારે બપોરે એશ પોતાની માતા વૃંદા રાય સાથે લીલાવતી હોસ્પિટલ આવી હતી. સૂત્રોના જણાવ્યા પ્રમાણે એશે મોટા કાળા ચશ્મા પહેરી રાખ્યા હતા. એશની માતા તેની સાથે જ ચાલતી હતી. હોસ્પિટલમાં રહેલા લોકોએ તરત જ...


બોલિવૂડ સ્ટાર મલ્લિકા શેરાવતે ફ્રાંસમાં ચાલી રહેલા કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ દરમિયાન હંગામો મચાવી દીધો હતો. ત્યાં મલ્લિકા સાપ લઈને આવી હતી.
મલ્લિકાએ સાપને ચુંબન પણ કર્યુ હતુ અને ચુંબન કરતાં ફોટા પણ પડાવ્યા હતા. મલ્લિકા પોતાની ફિલ્મ હિસ્સના પ્રમોશન માટે આ બધુ કરી રહી છે.
આ પણ વાંચો:-
* સાપ સાથે સેક્સી મલ્લિકા...
* મલ્લિકા અજગર સાથે ડાન્સ કરશે!
આજકાલ મલ્લિકા પોતાની...



દીપિકા પદુકોણે કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં સાડી પહેરીને સૌ કોઈના મન મોહી લીધા છે. હાલમાં તો દીપિકાની જ ચર્ચા ચારે બાજુ થઈ રહી છે. રેડ કાર્પેટ પર પરંપરાગત ભારતીય પોષાકમાં સજ્જ એવી દીપિકા ખરેખર સુંદર લાગતી હતી.
દીપિકા તેની પહેલી હિન્દી ફિલ્મ ઓમ શાંતિ ઓમની શાંતિ જેવી જ લાગતી હતી. રેડ કાર્પેટ પર ઘણાં જ આત્મવિશ્વાસ સાથે દીપિકા ચાલતી હતી. દીપિકાએ ઐશ્વર્યા રાય બચ્ચનને ટક્કર આપવા...

રિતેશ દેશમુખ લારાને પોતાનો બોય ફ્રેન્ડ માને છે. રિતેશ ઘણો જ શરમાળ છે અને તે છોકરીઓ સાથે વાતચીત કરી શકતો નથી.
રિતેશે કહ્યું હતું કે, નાનપણથી તે પોતાના બે ભાઈઓ સાથે મોટો થયો છે. તેને કારણે તે છોકરીઓ સાથે વધુ સંબંધો રાખતો નહોતો.
રિતેશને આજે પણ યુવતીઓ સાથે અનકમ્ફર્ટેબલ લાગે છે. જો કે લારાની વાત સૌથી અલગ છે. રિતેશને લાગે છે કે જ્યારે પણ લારા તેની સાથે હોય છે ત્યારે તે પોતાને...

શાહરૂખ ખાન સુપરસ્ટાર છે. તેમ છતાં તેને મિત્રો માટે ઘણું જ માન છે. તે પોતાના મિત્રોના આરોગ્યને લઈને પણ ચિંતિત હોય છે. હાલમાં જ જૂહી ચાવલાના ભાઈ બોબી ચાવલાની તબિયત સારી નહોતી અને તેને કારણે કિંગ ખાન સતત ચિંતામાં હતો.
બોબી શાહરૂખની રેડ ચિલીઝ એન્ટરટેઈન્મેન્ટનો સીઈઓ પણ છે. બોબીને કોકીલાબેન ધીરૂભાઈ અંબાણી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. તેને બ્રેઈન હેમરેજ થયું છે....


સૈફ અલી ખાને ક્રિકેટ કરતા ફૂટબોલમાં વધુ રસ પડવા લાગ્યો છે સૈફના મતે ક્રિકેટનો અતિરેક થઈ રહ્યો છે, ૩૬૫ દિવસ ચાલતી ક્રિકેટની રમતથી સૈફ કંટાળી ગયો
બોલિવૂડનો અભિનેતા સૈફ અલી ખાન ભલે ક્રિકેટનો ખૂબ મોટો ચાહક હોય પરંતુ આ રમતનો અતિરેક થઈ રહ્યો હોવાનું તે માને છે અને આથી જ તેને ક્રિકેટના બદલે ફૂટબોલમાં રસ પડવા લાગ્યો છે.
સૈફ અલીને ક્રિકેટ પ્રેમ આમ તો વારસામાં મળે તે સ્વાભાવિક...

પૂર્વ ફેમિના મિસ ઈન્ડિયા અને બોલિવુડ એકટ્રેસ પૂજા ચોપડા આજે અમદાવાદની મહેમાન બની હતી. તેણે અહીં ફેસ ઓફ ફોરએવર કોન્ટેસ્ટની જાહેરાત સાથે કેટલાય કાર્યક્રમોમાં ભાગ લીધો હતો... ગોર્જિયસ પૂજા પૂનાની વતની છે અને ૨૦૦૯માં મિસ ઇન્ડિયા બની હતી.
તમામ તસવીરો... વિજય આચાર્ય
Related Articles:
* સ્વંયવર-3માં બોલિવુડ સ્ટાર
* કાજોલ ફેવરિટ બોલિવુડ વહુ

દર છ મહિને બોલિવૂડ એક્શન કિંગ અક્ષય કુમારની એક ફિલ્મ પ્રદર્શિત થતી હોય છે. જ્યારે શાહરૂખ ખાન અને આમિર ખાન તેનાથી અલગ રણનીતિ અપનાવે છે. તે લોકો વર્ષમાં ફક્ત એક જ ફિલ્મ કરે છે.
પરંતુ અક્ષય કુમાર આ મામલે થોડો અલગ છે અને તે પોતાની ભૂમિકાઓને લઈને બહુ ચિકણાવેડા નથી કરતો. તે તેનાથી બને તેટલી વધારે ફિલ્મો કરે છે.
જ્યારે તેને આમિર, શાહરૂખ અને રીતિક રોશનની રણનીતિ વિશે પૂછવામાં...

રીતિક રોશન આજકાલ બાર્બરા મોરી પર કંઇક વધુ પડતો જ મહેરબાન છે. ફિલ્મ 'કાઇટ્સ'માં બાર્બરા સાથે કામ કરી રીતિકનું મન હજી ભરાયું લાગતું નથી. એટલા માટે જ તેણે આ હોટ મેક્સિકન એક્ટ્રેસનું નામ વધુ એક ફિલ્મ માટે સુચવ્યું છે.
પહેલા એવા સમાચારો આવ્યા હતા કે જોયા અખ્તરની આગામી ફિલ્મ 'રર્નિંગ વિથ ધ બુલ્સ'માં રીતિક સાથે કેટરીનાની જોડી દેખાશે. પરંતુ હવે એવું સાંભળવામાં આવ્યું છે કે કેટરીના આ...

બોલિવૂડ અભિનેતા ઈમરાન ખાન અને અભિનેત્રી સોનમ કપૂર આઈ હેટ લવ સ્ટોરિઝ ફિલ્મમાં સાથે કામ કરી રહ્યા છે અને ન્યૂઝિલેન્ડ ખાતે ફિલ્મના શૂટિંગના અંતિમ દિવસે તમામ લોકો આનંદના મૂડમાં હતા. શૂટિંગ આટોપી લીધા બાદ તમામ સભ્યો પાર્ટી મનાવવા ઈચ્છતા હતા.
* ઈમરાને સોનમને ગાયના છાણમાં પાડી!
એક આઈપોડ પર ઉંચા અવાજે સંગીત વગાડીને ડિરેક્ટર પુનિત મલ્હોત્રા સહિત ઈમરાન, સોનમ અને અન્ય તમામ...

સુપ્રસિધ્ધ ગીતકાર જાવેદ અખ્તરને એક ધમકીભર્યો ઈ-મેઈલ મળ્યો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર જાવેદ અખ્તરને મળેલા આ ઈ-મેઈલમાં તેમને જાનથી મારી નાંખવાની ધમકી આપવામાં આવી છે. આ અંગે તેમણે પોલીસ ફરિયાદ પણ નોંધાવી છે. તથા આ મામલે તેઓ આજે બપોરે પોલીસ કમિશ્નરને પણ મળશે.
જાવેદ અખ્તરે જાતે જ જણાવ્યું હતું કે છેલ્લા કેટલાક દિવસોથી એક અજાણ્યો વ્યક્તિ તેમને ઈ-મેઈલ પર જાનથી મારી નાખવાની...

મહારાષ્ટ્રના રાજ્યપાલ કે. શંકરનારાયણને સંગીતકાર એ. આર. રહેમાન, ગીતકાર ગુલઝાર અને રાઉન્ડ ડિઝાઈનર રસૂલ પુકુટ્ટીને ભારતીય સિનેમાના ત્રિદેવ તરીકે ઓળખાવ્યા હતા. તેમણે ખુલ્લેઆમ જાહેર કરતાં કહ્યું હતું કે, ‘તેઓ ભારતીય સિનેમાના બહ્ના, વિષ્ણુ અને મહેશ છે.
રવિવારે મુંબઈમાં હોટેલ લીલી ખાતે ઓસ્કર વિજેતા સાઉન્ડ ડિઝાઈનર રસૂલ પુકુટ્ટીની મલયાલમ આત્મકથા ‘શબ્દઅથરપદમ’ની રજુઆતના...


બોલિવૂડ અભિનેતા સૈફ અલી ખાનના પિતા નવાબ મન્સૂર અલી ખાન ક્રિકેટર છે પરંતુ છોટે નવાબને ક્રિકેટ પસંદ નથી. જ્યારે ટી20 વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયાની હાર અંગે સૈફને પૂછવામાં આવ્યું ત્યારે તેણે કહ્યું હતું કે, તેને આ અંગે કંઈ પણ બોલવાનો હક નથી.
સૈફે ક્રિકેટે અંગે કોઈ પણ પ્રકારની ટિપ્પણી કરવાની સ્પષ્ટ મનાઈ ફરમાવી દીધી હતી. છોટે નવાબ હાલમાં પોતાની હોમ પ્રોડક્શન ફિલ્મ એજન્ટ વિનોદમાં...

મલ્લિકા શેરાવત કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં પોતાની પહેલી હોમ પ્રોડક્શન ફિલ્મ હિસ્સનું પ્રમોશન કરવાની છે. આ ફિલ્મનો કો પ્રોડ્યુસર તેનો ભાઈ વિક્રમ લાંબા છે. મલ્લિકાએ આ ફિલ્મના પ્રમોશન માટે નવતર ઉપાય શોધી કાઢ્યો છે.
16 મેના રોજ હોટલ મેજેસ્ટીકમાં મલ્લિકા નાગપૂજા કરવાની છે. નાગપૂજા ડાન્સમાં તે 15 ફૂટ લાંબા અજગરની આસપાસ ડાન્સ કરશે.
અમેરિકાથી ખાસ 220 પાઉન્ડનો સાપ મંગાવવામાં...

થોડા દિવસો પહેલા જ જાહેર શૌચાલયમાં પ્રીતિ પર હુમલો કરવામાં આવ્યો હતો. તેણે ટ્વિટર પર પોતાના આ ભયાનક અનુભવ વિષે વાત કરી છે.
અભિનેતા-અભિનેત્રીઓના ચાહકો તેમને ગમે તે સમયે કેમેરામાં કેદ કરવા માંગતા હોય છે. જો તેમના મનગમતા કલાકારની એક ઝાંખી પણ તેમને જોવા મળી જાય તો તેઓ સ્થળ અને સમયનું ભાન ભૂલીને કેમેરો ક્લિક કરી દેતા હોય છે.
કેટલીક વાર તો જાહેર શૌચાલયમાં ચાહકો પોતાના...



રૂપેરી પડદાના યાદગાર પાત્ર મુન્નાભાઈની આગામી ફિલ્મ ‘મુન્નાભાઈ ચલે અમેરિકા’ની આતુરતાપૂર્વક રાહ જોતા સિનેરસિકો આ ફિલ્મ માટે હવે રાહ જોવી પડશે કારણ કે શાહરુખના કારણે તેનું નિર્માણ થઈ શક્યું નથી. વાસ્તવમાં શાહરુખખાન અભિનીત કરણ જોહરની ફિલ્મ ‘માય નેમ ઈઝ ખાન’ની સ્ટોરના કારણે મુન્નાભાઈની ફ્લાઈટ અમેરિકા જઈ શકી નથી.
બોલિવૂડના સૂત્રોએ જણાવ્યા અનુસાર ‘માય નેમ ઈઝ...


બોલિવૂડ સ્ટાર્સને નામ દામ અને પબ્લિસિટી મળે છે. જો કે આ તમામ વસ્તુ મેળવવા માટે તેઓ સખ્ત મહેનત કરતા હોય છે. થોડા સમય પહેલા જ બોલિવૂડ કિંગ ખાન ફિલ્મ રા.1ના શુટિંગ દરમિયાન 10-12 કલાક સુધી બાથરૂમ જઈ શકતો નહોતો. તેણે રબ્બરના કપડાં પહેર્યા હોવાથી તે બાથરૂમ પણ જઈ શકતો નહોતો.
તો હવે, હોટ ગર્લ મલ્લિકા શેરાવત પોતાની આગામી ફિલ્મ હિસ્સમાં નાગિનનું પાત્ર ભજવી રહી છે. નાગિનના કપડાં પહેર્યા...

શાહરૂખ ખાન ખરી રીતે બોલિવૂડનો કિંગ છે. તે જે માને છે તે જ કરે છે. કિંગ ખાનના ચાહકો હંમેશા તેની પડખે હોય છે. કોઈ પણ વિવાદ થાય ત્યારે કિંગ ખાનના ચાહકો તેની સાથે જ હોય છે.
શાહરૂખ ખાન વૈશ્વિક આઈકોન બની ગયો છે. તાજેતરમાં જ તેણે એક ઈન્ટરવ્યૂ આપ્યો હતો. આ ઈન્ટરવ્યૂમાં તેણે આમિર, ફરાહ ખાન અને પોતાના કટ્ટર દુશ્મન સલમાનની વાતો ખુલ્લા મને કરી હતી.
* કિંગ ખાન 12 કલાક સુધી બાથરૂમ ના જઈ...


ફિલ્મ લમ્હામાં બોલિવૂડની હોટ એન્ડ સેક્સી ગર્લ બિપાશા બાસુ કાશ્મીરી યુવતીનું પાત્ર ભજવી રહી છે. આ માટે તેણે પહેલીવાર બુરખો પહેર્યો છે અને આંખમાં લીલા રંગના લેન્સ પણ પહેર્યા છે.
બિપ્સ પહેલવહેલીવાર બુરખો પહેરશે અને પોતાની હેરસ્ટાઈલ પણ બદલશે અને પોતાની આંખોના રંગમાં પણ ફેરફાર કરશે.
આ ફિલ્મમાં બિપાશા અઝીઝા નામની યુવતીની ભૂમિકા ભજવી રહી છે. તે રાજકીય પક્ષની સક્રીય...

ભારતમાં હાલમાં વસ્તી ગણતરી ચાલી રહી છે. ત્યારે રાજકીય પક્ષો વચ્ચે જ્ઞાતિ આધારિત વસ્તી ગણતરી કરવામાં આવે તે અંગે મતભેદ થઈ રહ્યો છે. અમિતાભ બચ્ચને આ વિવાદમાં સ્પષ્ટ રીતે કહ્યું છે કે, જો વસ્તી ગણતરી પત્રકમાં જ્ઞાતિ આધારિત કોઈ કોલમ આવશે તો તે ભારતીય છે તેમ જ લખાવશે.
બચ્ચને પોતાના બ્લોગ પર લખ્યું છે કે, હાલમાં રાજકારણીઓ જે રીતે આ નાજુક મુદ્દે વિવાદ ઉભો કર્યો છે તે બિનજરૂરી છે....

હાલમાં ફિલ્મ રાજનીતિના પ્રમોશન સંદર્ભે કેટરિના કૈફ અને રણબિર કપૂર આખો દેશનો પ્રવાસ કરી રહ્યા છે. આ બાબતનો કોઈ વિરોધ પણ ઉઠાવી શકે તેમ નથી.
શુક્રવારના રોજ કેટ-રણબિર મુંબઈમાં હતા, તો સોમવારના રોજ તેઓ બેંગ્લોરમાં હતા. જ્યારે આ અઠવાડિયે તેઓ દિલ્હી અને ચંદીગઢ જવાના છે. કેટરિના અને રણબિર, પ્રકાશ ઝા તથા સ્ક્રીપ્ટ રાઈટર અન્જુમ રાજાબલ્લાઈ બેંગ્લોરથી મુંબઈ આવી રહ્યા હતા. મુંબઈમાં...



અરશદ વારસીએ જ્હોની લિવરને ચુંબનો કર્યા તે વાત સાંભળીને કોઈ પણ આશ્ચર્યમાં મુકાઈ જાય તે સ્વાભાવિક છે પરંતુ આ વાત સાચી છે.
કોમેડિયન જ્હોની લિવર અને અરશદ વારસીએ આગામી ફિલ્મમાં એકબીજાને ચુંબનો કર્યા છે.
અરશદે કહ્યું હતું કે, થોડા દિવસો પહેલા જ જ્હોની લિવરને ચુંબન કર્યુ હોય તે દ્રશ્ય શુટ કરવામાં આવ્યું છે. આ વાત તેણે પોતાના કૂતરાને કહી અને તેને લાગે છે કે આ ફિલ્મ...

બોલિવૂડ અભિનેતા શાઈની આહુજા બળાત્કારના આરોપમાં ફસાતા તેની સાથે કામ કરવા માટે કોઈ અભિનેત્રી તૈયાર નથી. આવતા મહિને શાઈની બળાત્કારના આરોપમાં ફસાયાને એક વર્ષ પૂર્ણ થશે. તાજેતરમાં જ ફિલ્મ શુન્યમાં વૈશાલી દેસાઈએ ફિલ્મમાં કામ કરવાનો ઈનકાર કર્યો છે. આ ફિલ્મમાં શાઈની આહુજા હોવાથી વૈશાલી ફિલ્મમાંથી નીકળી ગઈ છે.
વૈશાલી જેકી ભગનાનીની ફિલ્મ કલ કિસને દેખા હૈમાં આવી હતી. તે નથી...

રણબિર કપૂર અને બિપાશા બાસુ વચ્ચે સારી મિત્રતા છે અને થોડા સમય પહેલા તેઓ એક સાથે એક રેસ્ટોરન્ટમાં જોવા મળ્યા હતા.
ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝમાં સાચી મિત્રતા ભાગ્યે જ કોઈની વચ્ચે જોવા મળતી હોય છે. જો કે તેમાં કેટલીકવાર અપવાદ પણ જોવા મળતા હોય છે. આવો જ એક અપવાદ બિપાશા-રણબિર વચ્ચેની મિત્રતા છે. આ બંનેએ બચના ઓ હસીનામાં સાથે કામ કર્યુ હતું. ત્યારથી જ તેઓની વચ્ચે મિત્રતા બંધાય છે, જે આજ સુધી...

રીતિક રોશનની આગામી ફિલ્મ કાઈટ્સની હિરોઈન બાર્બરા મોરી લગ્ન કરવા માંગતી નથી. તે માત્ર 19 વર્ષની ઉંમરે જ કુંવારી માતા બની ગઈ હતી. બાર્બરાને લગ્ન પ્રત્યે સખ્ત નફરત અને એલર્જી છે. જો કે તેની નજરમાં પ્રેમનું ઘણું જ મહત્વ છે અને તે જીવનમાં પ્રેમને મહત્વ આપે છે.
મેક્સિકન અભિનેત્રી બાર્બરા મોરીની આંખો ઘણી જ નિર્દોષ અને માસુમ છે. તેને જોઈને કોઈ પણ તેનો ચાહક બની જાય છે. થોડા સમય...

બોલિવૂડ અભિનેત્રી અમિષા પટેલ એનઆરઆઈ બિઝનેસમેન કાનવ પુરી સાથે લગ્ન કરીને ઠરીઠામ થઈ જશે પરંતુ બધાની આશ્ચર્યની વચ્ચે અમિષા અને કાનવનું બ્રેક અપ થઈ ગયુ છે. અમિષા અને કાનવ લગ્ન કરશે જ તેમ માનવામાં આવતું હતું. આ બંનેના માતા-પિતા પણ લગ્ન માટે તૈયાર હતા પરંતુ કદાચ તેઓના નસીબમાં કંઈક બીજુ જ લખાયું હશે.
અમીષા કાનવને ભૂલીને આગળ નીકળી ગઈ છે. થોડા સમય પહેલા જ અમિષા કોઈ રહસ્યમય યુવક સાથે...

અબ્બાસ ટાયરવાલા દિગ્દર્શક તરીકે પોતાની પ્રથમ ફિલ્મ કરી રહ્યા છે. આ ફિલ્મમાં તેમની પત્ની પાખી ટાયરવાલા મુખ્ય અભિનેત્રી છે. આ ફિલ્મમાં પાખી અને જ્હોન અબ્રાહમ વચ્ચે ચુંબન દ્રશ્યો છે અને આ દ્રશ્યો ટાયરવાલાએ શુટ કર્યા છે.
અબ્બાસ ટાયરવાલા પ્રથમ ભારતીય દિગ્દર્શક નથી કે જેમની પત્નીએ અન્ય અભિનેતાઓ સાથે કામ કર્યુ હોય. આ પહેલા વી શાંતારામે પોતાની બંને પત્નીઓ પાસેથી...

પત્રકાર પરિષદ દરેક લોકોને ગમતી હોતી નથી. ખાસ કરીને આપણાં બોલિવૂડ સ્ટાર્સને ક્યારેય પત્રકાર પરિષદ ગમતી હોતી નથી. જો કે નિર્માતા માટે પત્રકાર પરિષદ ઘણી જ મહત્વની હોય છે. ફિલ્મના પ્રમોશન માટે તેઓ દરેક શહેરમાં પત્રકાર પરિષદ યોજતા હોય છે પરંતુ ઘણાં ઓછા કલાકારો ફિલ્મના પ્રમોશનમાં રસ ધરાવતા હોય છે.
હાલમાં જ પ્રકાશ ઝા ફિલ્મ રાજનીતિનું પ્રમોશન કરી રહ્યા હતા અને તેને લઈને એક...


દીપિકા પદુકોણ અને નીલ નીતિન મુકેશ હાલમાં લંફેગે પરીંદે નામની ફિલ્મમાં કામ કરી રહ્યા છે. હવે આ ફિલ્મનું શુટિંગ પૂર્ણ થઈ ગયુ છે અને તેને કારણે બંને કલાકારો ઉદાસ થઈ ગયા છે કારણ કે હવે તેઓ ફિલ્મના યુનિટ અને અન્ય ક્રૂ મેમ્બરને મળી શકશે નહિ.
નીલે ઉદાસ સ્વરે જણાવ્યું હતું કે, હાલમાં તેને ઘણું જ દુ:ખની લાગણી થાય છે. આવું તેની સાથે દર વખતે થાય છે. તે જ્યારે પણ ફિલ્મ પૂરી કરે ત્યારે તે...


અક્ષય કુમાર અને ઐશ્વર્યા રાય ઘણાં જ ખુશ છે. એશ પોતાના સાસુ-સસરાની જોડી અને અક્કી પોતાની સાસુની જોડીને ફિલ્મી પરદે ફરી એકવાર લાવવાનો પ્રયાસ કરશે. હાલમાં તેઓ વિપુલ શાહની ફિલ્મ એક્શન રિપ્લેમાં કામ કરી રહ્યા છે. આ ફિલ્મનું એક ગીત રેટ્રો ટ્રેક પર છે. એટલે કે 60-70ના દાયકાની હિટ જોડીની નકલ કરવામાં આવશે.
આ ગીતમાં એશ-અક્કી 60-70ના દાયકાની હિટ જોડીની નકલ કરશે. તેઓ રાજ કપૂર-નરગીસ, રાજેશ...

અભિષેક અને ઐશ્વર્યા રાય વ્યક્તિગત જીવન કરતાં પ્રોફેશનલને જીવનને વધુ મહત્વ આપે છે. અભિ અને એશ મણીરત્નમની ફિલ્મ રાવણમાં સાથે કામ કરી રહ્યા છે.
હાલમાં ઐશ્વર્યા રાય પોતાના પતિ અભિ સાથે ગ્રીસના પ્રવાસે છે. જો કે તમિલ વર્ઝનમાં ફિલ્મ રાવણનું સંગીત 14મેના રોજ રીલિઝ થવાનું છે.
સૂત્રોના જણાવ્યા પ્રમાણે એશબેબી ગ્રીસમાં પોતાની રજાઓનો આનંદ પતિ સાથે માણી રહી હતી. અભિ ત્યાં ફિલ્મ...

રાજકારણી અમર સિંહે અપને, બોમ્બે મિટ્ટાઈ અને ચાર્જ શીટ જેવી ફિલ્મોમાં કામ કર્યુ છે. હવે અમર સિંહ પોતાની ફિલ્મ કરિયરને વધુ વેગ આપવા માંગે છે. હવે અમર સિંહ ભોજપુરી ફિલ્મ ધોખાના નિર્માતા બન્યા છે.
આ ફિલ્મમાં મનોજ તિવારી અને જયા પ્રદા જેવા કલાકારો કામ કરી રહ્યા છે. આ ફિલ્મ અમર સિંહના રાજકારણના અનુભવો પર આધારિત છે.
અમર સિંહે આ અંગે કોઈ ટિપ્પણી કરી નહોતી પરંતુ મનોજ તિવારી આ...

ફિલ્મના શુટિંગ દરમિયાન ગંભીર ઇજાને કારણે બોલિવૂડ હાર્ટથ્રોબ હતાશામાં સરી પડ્યો હતો. બોલિવૂડ હાર્ટથ્રોબ રિતિક રોશને જણાવ્યું છે કે ‘જોધા-અકબર’ બાદ તે એકદમ હતાશામાં સરી પડ્યો હતો અને તેથી તેણે એક્ટિંગ છોડવાનું પણ વિચારી લીધું હતું.
આશુતોષ ગોવારિકરના મહત્વાકાંક્ષી પ્રોજેકટના નિર્માણ દરમિયાન ૩૬ વર્ષીય રિતિકને ગંભીર ઇજા થઇ હતી. પરિણામે તેણે વિચાર્યું હતું કે તે હવે વધુ...

ફિલ્મ થ્રી ઈડિયટ્સના નિર્માતા વિધુ વિનોદ ચોપડાએ આગામી ફિલ્મ ધ ફોર્થ ઈડિયટને કોપીરાઈટ એક્ટના ઉલ્લંઘન અંગે નોટિસ મોકલી છે.
ઉલ્લેખનીય છે કે બિસ્વરૂપ રોય ચોધરીએ થોડા દિવસો પહેલા ધ ફોર્થ ઈડિયટ નામની ફિલ્મ બનાવવાની ઘોષણો કરી હતી.
એક તરફ ફિલ્મમાં ઓલ વિઝ ઓલમાં આમિરે દિલની વાત સાંભળવાનું કહ્યું છે. વિધુ ચોપડાએ નોટિસમાં કહ્યું છે કે ધ ફોર્થ ઈડિયટ ફિલ્મ કોપીરાઈટ એક્ટનું...



શું તમે બોલિવૂડની હોટ એન્ડ સેક્સી કેટરિના કૈફને નાસાની વૈજ્ઞાનિક તરીકે કલ્પના કરી શકો છો? ઓકે, આ વાત કેટરિનાએ જ કહીં છે કે જીવનમાં એક સમયે તે નાસામાં જવાનું સપનું જોતી હતી.
પોતાના સપનાઓ વિશે વાત કરતા કેટરિનાએ જણાવ્યું હતું કે હું ઘણા સપના જોતી હતી. હું જીવનમાં કંઈક અલગ જ બનવા માંગતી હતી. કેટલાક સપનાઓ મને હજુ પણ યાદ છે જે સાંભળીને કદાચ મૂર્ખામીભરેલા લાગશે.
હું ફાયરફાઈટર...

બોલિવૂડ અભિનેત્રી દિયા મિર્ઝા પાકિસ્તાનના ઝડપી બોલર શોએબ અખ્તર સાથે લગ્નક કરવાની છે તેવી વાતોને ખોટી ગણાવવા ઉપરાંત દિયાએ કેટલીક ટીપ્પણીઓ પણ કરી હતી. જો કે હવે દિયાને ડર છે કે આ ટીપ્પણીઓથી શોએબ અખ્તર નારાજ ના થઈ જાય.
આ જ કારણને લઈને દિયા હવે શોએબની માફી માંગી રહી છે. તેણે ટ્વિટર પર લખ્યું છે કે આ ટીપ્પણીઓને વ્યક્તિગત રીતે લેવામાં ના આવે.
તેણે લખ્યુ હતું કે થોડા દિવસો...



દેશના સૌથી મોટા કોર્પોરેટ પરિવાર અંબાણીબંધુઓનો ઝઘડો કોર્ટમાં પહોંચ્યો છે. મુકેશ અંબાણી અને અનિલ અંબાણી વચ્ચે ગેસને લઈને વિવાદ થઈ રહ્યો છે. આ અંગે કિંગ ઓફ બોલિવૂડ શાહરૂખે ટ્વિટર પર લખ્યું છે.
એસઆરકેએ લખ્યું છે કે સુપ્રીમ કોર્ટે ચાર વર્ષ જૂના વિવાદને લઈને પોતાનો નિર્ણય જાહેર કર્યો હતો. કોર્ટે બંને ભાઈઓને દોઢ મહિનાનો વિચારવાનો સમય આપ્યો છે. મુકેશ અંબાણીની રિલાયન્સ...

કરિના કપૂર અને અભિષેક બચ્ચને પોતાની કરિયરની શરૂઆત જે પી દત્તાની ફિલ્મ રેફ્યુજીથી કરી હતી. કરિના કપૂર હવે અભિષેક સાથે બીજી ફિલ્મ કરવા માંગે છે.
વ્યક્તિગત કારણોસર બેબો અને અભિએ એકબીજા સાથે કામ કરવાનું બંધ કર્યુ હતુ્. બેબોની બહેન કરિશ્મા કપૂર અને અભિષેકે સગાઈ કરી હતી પંરતુ અગમ્ય કારણોસર તેઓએ સગાઈ તોડી નાંખતા કપૂર અને બચ્ચન પરિવાર વચ્ચેના સંબંધો વણસ્યા હતા.
જો કે હવે...

મેક્સિકન અભિનેત્રી બાર્બરા મોરીને ત્યારે આશ્ચર્ય થયું કે, તેની અને રીતિકની ફિલ્મમાં થોડા ચુંબન દ્રશ્યો અને ઉત્કટ પ્રણય દ્રશ્યોને કારણે બોલિવૂડમાં વિરોધ થયો છે.
હોલિવૂડ અને મેક્સિકોની ફિલ્મોમાં ભરપૂર પ્રમાણમાં કિસિંગ સીન હોય છે અને તમામ લોકો એકબીજાને ચુંબન કરતાં હોય છે પરંતુ બોલિવૂડમાં કિસિંગ સીન જ ના હોય તે ઘણું જ આશ્ચર્ય પમાડે છે, તેમ મોરીએ કહ્યું હતું....

લાગે છે કે લારા દત્તા અને મહેશ ભૂપથિ પોતાના સંબંધોને લઈને ઘણાં જ ગંભીર છે. તેઓ પોતાના સંબંધોને આગળ લઈ જવા માંગે છે. શનિવાર બપોરે લારા અને મહેશ મહાલક્ષ્મી મંદિરમાં દર્શન કરવા ગયા હતા.
લારાએ સફેદ રંગનો ડ્રેસ પહેર્યો હતો જ્યારે મહેશે ડેનિમ જીન્સ અને સફેદ રંગની ટી શર્ટ પહેરી હતી. આ બંને જણાં મંદિરમાં પ્રવેશ્યા ત્યાં સુધી વાતો કરતાં હતા.
દર્શન કર્યા પછી તેઓ 20 મિનિટ સાથે રહ્યા...

ઈરફાન ખાન પોતાના અભિનયને કારણે ઘણો જ જાણીતો છે પરંતુ તેના મનમાં રાઈ ભરાઈ ગઈ હોય તેમ લાગી રહ્યું છે. થોડા સમય પહેલા એક હાઈપ્રોફાઈલ પાર્ટીમાં ઈરફાનનું અણછાજતું વર્તન કેટલાંક લોકોને પસંદ આવ્યું નહોતું.
થોડા સમય પહેલા અનિલ અંબાણી અને ટીના અંબાણીએ બોલિવૂડ સ્ટાર્સને એક ફાઈવ સ્ટાર હોટલમાં પાર્ટી આપી હતી. આ પાર્ટીમાં ઈરફાને ખરાબ વ્યવહાર કર્યો હતો.
અંબાણીની પ્રોડક્શન...

બોલિવૂડની પ્રથમ હરોળની અભિનેત્રી કેટરિના કૈફ હવે તેની ફિલ્મોમાં પોતાના પાત્રને વધુ જીવંત બનાવવા માટે અવનવા પ્રયોગો કરવા લાગી છે. હાલ તે ઝોયા અખ્તરની ફિલ્મ ‘રનિંગ વિથ ધ બુલ્સ’ માટે બાઈક ચલાવતા શીખી રહી છે.
કેટરિનાએ ઝોયાની આ ફિલ્મની પટકથા સાંભળ્યા બાદ તેને ખૂબ જ પસંદ પડતાં તેણે સાઈન કરી છે. ફાઈટિંગથી ભરપૂર આ ફિલ્મમાં કેટલાક સ્ટન્ટ જાતે કરવા માટે કેટરિના તાલીમ લઈ રહી છે....

રણબિર કપૂર શાહરૂખ ખાન સાથે કામ કરવા માંગતો નથી. આ વાત સાંભળીને સૌ કોઈને નવાઈ લાગે તેમ છે. તાજેતરમાં જ શાહરૂખ ખાન સાથેની એક ફિલ્મમાં કામ કરવાની રણબિરે ચોખ્ખી ના પાડી દીધી હતી.
આ અંગે રણબિરે કારણ બતાવ્યું હતું કે, શાહરૂખ ખાન આગળ તે ઢંકાઈ જશે અને કિંગ ખાન તેનાથી ઘણો જ મોટો સુપરસ્ટાર છે.
વિશ્વસનીય સૂત્રોના જણાવ્યા પ્રમાણે કરણ જોહર શાહરૂખ અને રણબિરને લઈને એક ફિલ્મ...

શાહરૂખ ખાન પોતાની બેનનું જીન્સ(ટાઈટ્સ) પહેરે તે જરા વિચિત્ર લાગે છે પરંતુ બાળપણમાં કિંગ ખાન પોતાની બેનનું ટાઈટ્સ પહેરતો હતો.
હાલમાં કિંગ ખાન રા.1નું શુટિંગ કરી રહ્યો છે. આ ફિલ્મમાં કિંગ ખાન સુપરહિરોનું પાત્ર ભજવી રહ્યો છે. કિંગ ખાન નાનપણમાં સુપરહિરો બનતો હતો. ત્યારે શાહરૂખ ખાન પોતાની બેનની મદદથી સુપરહિરોના કપડાં પહેરતો હતો.
બોલિવૂડના વધુ સમાચાર માટે અહીં ક્લિક કરો
....

વિદ્યા બાલન જેસિકા લાલ મર્ડર કેસ પર આધારિત ફિલ્મ નો વન કિલ્ડ જેસિકા નામની ફિલ્મ કરી રહી છે. આ ફિલ્મમાં વિદ્યા જેસિકાની બેન સબરીનાનું પાત્ર ભજવી રહી છે.
દિલ્હીમાં કોર્ટનું એક મહત્વનું શુટિંગ થઈ રહ્યું હતું. આ દરમિયાન વિદ્યા પોતાની લાગણીઓ પર કાબૂ રાખી શકી નહોતી અને એકદમ ભાવુક થઈ ઉઠી હતી.
સેટ પર વિદ્યાએ અફલાતૂન અભિનય કરતાં દિગ્દર્શક રાજકુમાર ગુપ્તા એકદમ ખુશ થઈ ગયા હતા....

ભારતીય સંસ્કૃતિમાં પાણી પીવડાવવાની બાબતને સૌથી વધુ પુણ્યશાળી માનવામાં આવે છે. બોલિવૂડ શહેનશાહ અમિતાભ બચ્ચન અને તેની પત્ની જયા પણ આજકાલ આવું જ પુણ્યનું કામ કરી રહ્યા છે.
અમિતાભે પોતાના બ્લોગ પર લખ્યું છે કે, જ્યા ઘરની બહાર માટલા મુકે છે. જેથી આવતા-જતા લોકો આ ભયંકર ગરમીમાં પાણી પીને રાહત મેળવી શકે.
વાંચો:- * અમિતાભ પછી હું જ સારો હોસ્ટ છું :રોહિત
અમિતાભે વધુમાં કહ્યું...

સલમાનના જીવનમાં અનેક પ્રેમિકાઓ આવે છે અને જાય છે પરંતુ સલ્લુનો લકી ચાર્મ ફેરોઝા બ્રેસલેટ હંમેશા તેની પાસે છે. જમણા હાથમાં સલમાન બ્રેસલેટ પહેરી રાખે છે. સલમાન થોડોક અંધશ્રદ્ધાળુ હોવાથી તે પોતાના બ્રેસલેટને લકી માને છે.
સૂત્રોના જણાવ્યા પ્રમાણે બોની કપૂર પોતાની ફિલ્મ વોન્ટેડમાં સલમાન બ્રેસલેટ ના પહેરે તેવી વિનંતી કરી હતી પરંતુ સલમાને બ્રેસલેટ કાઢવાની ચોખ્ખી ના પાડી દીધી...

અનુષ્કા શર્માએ પોતાની કરિયરની શરૂઆત રબને બના દી જોડીથી કરી હતી. આ ફિલ્મમાં અનુષ્કા નાના ગામડામાં રહેતી છોકરીની ભૂમિકા ભજવે છે. જો કે તેની બીજી ફિલ્મ બાદમાશ કંપનીમાં અનુષ્કા એકદમ હોટ એન્ડ સેક્સી અંદાજમાં જોવા મળશે. આ ફિલ્મમાં તેણે માત્ર અલ્ટ્રા મોર્ડન કપડાં જ નથી પહેર્યા પરંતુ શાહિદ કપૂર સાથે ચુંબન દ્રશ્યો આપ્યા છે.
જો કે અનુષ્કા હવે કહે છે કે સ્ક્રીપ્ટની માગ પ્રમાણે...

અક્ષય કુમારે શાહરૂખને વોટર થેરાપી કરવાની ભલામણ કરી છે.
શાહરૂખ અને અક્ષય કુમારે આરોગ્યને લઈને ચર્ચા કરી હતી. ગયા મહિને અક્ષય કુમારે બેક સર્જરી કરાવી હતી. તો શાહરૂખ ખાને પણ ખભાની સર્જરી કરાવી છે. હાલમાં કિંગ ખાન પોતાની ફિલ્મ રા.1નું શુટિંગ કરી રહ્યો છે પરંતુ તેની તબિયત બગડતાં શુટિંગ બંધ કરી દેવામાં આવ્યું છે.
અક્કીને પણ બેક પેઈન રહેવાને કારણે તે એક્શન ફિલ્મો કરી શકતો...

રાકેશ રોશનની મહત્વકાંક્ષી ફિલ્મ કાઈટ્સના પ્રોમો અમેરિકામાં રીલિઝ થવાના છે. જો કે જેને પણ અમેરિકામાં ફિલ્મના પ્રોમો જોયા તેઓને ફિલ્મ ઘણી જ પસંદ આવી છે.
અંગ્રેજી અને હિન્દી બંને ભાષાના પ્રોમોમાં ઘણો જ ફરક છે. અંગેજી વર્ઝનમાં બોલ્ડ દ્રશ્યો છે. આમાં બાર્બરા અને રીતિકના ઉત્કટ ચુંબન દ્રશ્યો છે. જો કે હિન્દીમાં આ પ્રકારની બાબતો નથી.
ભારતીય પ્રોમો ઘણાં જ સ્થાનિક છે. 21 મેના રોજ...




ઈમરાન ખાન પુનીત મલ્હોત્રાની ફિલ્મ આઈ હેટ લવ સ્ટોરી કરી રહ્યો છે. આ ફિલ્મનું શુટિંગ ગોવામાં ચાલી રહ્યું છે. આ ફિલ્મમાં ઈમરાને નશામાં ધૂત થઈને છોકરીઓની આસપાસ ફરીને ડાન્સ કરવાનો હોય છે. ગોવાના એક બીચ પર સેક્સી યુવતીઓ સાથે ડાન્સ કરવાનો હોય છે.
પુનીતની ઈચ્છા હતી કે, તમામ યુવતીઓ પોતાની મોહક અદાઓથી ઈમરાન સાથે ફ્લર્ટ કરે પરંતુ ઈમરાન આ બાબતથી એકદમ શરમાઈ ગયો હતો. તેણે પુનીતને આ શોટ...

વાંચીને આશ્ચર્યમાં મુકાઈ જવાની જરૂર નથી. માસી કરિના કપૂર હાલમાં તો પોતાના બંને ભાણીયાઓને બગાડી રહી છે. આપણને ખ્યાલ જ છે કે કરિના કપૂર જીવનને ભરપૂર માણવા ઈચ્છે છે અને તે માટે કોઈ કસર છોડતી નથી.
કરિશ્માના બાળકો પણ જીવનને માણે એવા પ્રયાસો માસી કરિના કરી રહી છે. સમાયરા અને કિયાન વચ્ચે તોફાન થતું હોય છે. કિયાન નાનો હોવાથી તે પોતાની બેન સમાયરાની ભેટ તોડીફોડી નાંખે છે. કિયાન...

કરિના કપૂર હાલમાં રોહિત શેટ્ટીની ફિલ્મ ગોલમાલ 3માં કામ કરી રહી છે. આ ફિલ્મમાં અજય દેવગણ છે. અજય દેવગણે ફિલ્મ ઓલ ધ બેસ્ટના શુટિંગ દરમિયાન બિપાશા બાસુને ઘણી જ હેરાન કરી હતી. તેવી જ રીતે કરિના કપૂરને હેરાન કરવાનું શરૂ કર્યું.
ફિલ્મનું શુટિંગ ગોવામાં ચાલતુ હતું. તેઓએ એક પ્લાન વિચારીને રાખ્યો હતો. જ્યારે બેબો શુટિંગ કરી રહી હતી ત્યારે અજય અને રોહિત વાતો કરી રહ્યા હતા કે, તેઓ જે...

ફરાહ ખાને ફિલ્મ તીસ માર ખાનમાં અક્ષય કુમારને લેતા શાહરૂખ ઘણો જ રોષે ભરાયો છે. હજી સુધી કિંગ ખાન ફરાહ પર નારાજ છે. તાજેતરમાં જ સુપરસ્ટાર શાહરૂખે ફરહાની આગામી ફિલ્મમાં કામ કરવાની ના પાડી દીધી છે.
શાહરૂખ અને ફરાહ વચ્ચે ઘણી જ સારી મિત્રતા હતી. જો કે ફરાહે કિંગ ખાનને પડતો મૂકીને અક્કીને ફિલ્મમાં લેતા તેમની વચ્ચેના સંબંધોમાં ખટાશ આવી ગઈ હતી. ફરાહ ખાન 80ના દાયકાની સુપરહિટ ફિલ્મ...

સલમાન ખાન પોતાના દયાળુ સ્વભાવને કારણે જાણીતો છે. તે કેન્સર અને એઈડ્સના દર્દીઓ માટે ફંડ ભેગુ કરે છે.
જો કે તાજેતરમાં જ સલમાન દયાનો સાગર છે તે વાત જાણીને સૌ કોઈને આશ્ચર્ય થયુ છે. સલમાને બોનમેરો ડોનેટ કરીને સમાજમાં ઉદાહરણીય કામ કર્યુ છે. બોનમેરોને કારણે એક દર્દીને નવજીવન મળ્યું છે. લ્યુકેમિયા અને ટીબી સહિત કેટલાંક રોગોથી પીડાતા એક દર્દીને બોનમેરોની સખ્ત જરૂર હતી....



બોલિવૂડ સ્ટાર શાહરૂખ ખાને કહ્યું હતું કે, તેણે કુમાર ગૌરવ અને વિજેતાની ફિલ્મ લવ સ્ટોરી દિવસમાં ત્રણ વાર જોઈ હતી.
આ ફિલ્મ 1981માં રીલિઝ થઈ હતી અને કુમાર ગૌરવે અભિનેતા તરીકે પોતાની કરિયરની શરૂઆત કરી હતી. ફિલ્મના નિર્માતા કુમાર ગૌરવના પિતા રાજેન્દ્ર કુમાર અને દિગ્દર્શન રાહુલ રવૈલે કર્યુ હતું. આ ફિલ્મ તે સમયે સુપરડુપર હિટ સાબિત રહી હતી.
શાહરૂખે કહ્યું હતું કે, હાલમાં જ...

ફિલ્મ દામુલથી લઈને રાજનીતિ સુધી પ્રકાશ ઝા એક ગંભીર અને સંદેશાપ્રધાન ફિલ્મ આપી રહ્યા છે. ફિલ્મ રાજનીતિ રાજકારણ જેવા ગંભીર વિષયને લઈને બનાવવામાં આવી છે.
પ્રકાશ ઝાની આ ફિલ્મમાં આઈટમ ગર્લ તરીકે બરખા બિશ્ત છે. પ્રકાશ ઝાની ફિલ્મ દામુલમાં પણ આઈટમ સોન્ગ હતું. પ્રકાશ ઝાની તમામ ફિલ્મોમાં આઈટમ સોન્ગ જોવા મળે જ છે.
પ્રકાશ ઝાએ આ વિષે કહ્યું હતું કે, તેઓ મારી-મચડીને આઈટમ સોન્ગ...

બોલિવૂડ સ્ટાર દીપિકા પદુકોણ ઘણી જ સારી અભિનેત્રી છે. આમ તો તે અભિનયને બદલે રોમાન્સને કારણે ચર્ચામાં વધુ રહે છે. ભૂતપૂર્વ પ્રેમી રણબિર કપૂરને કારણે દીપિકા ખાસી એવી ચર્ચામાં આવી છે.
જો કે હાલમાં તો રણબિર અને દીપિકા વચ્ચે બ્રેક અપ થઈ ગયુ છે પરંતુ અનુરાગ બાસુએ દીપિકાને રણબિરની સાથે એક ફિલ્મમાં કામ કરવાની તક આપી છે. આ ફિલ્મમાં રણબિર અને પ્રિયંકા ચોપરા છે. દીપિકાએ પહેલા તો ફિલ્મ...

બોલિવૂડ ફિલ્મનું હોટ કપલ રીતિક રોશન અને બાર્બરા મોરીની હજી સુધી એક પણ ફિલ્મ રીલિઝ થઈ ના હોવા છતાં તેઓની ચર્ચા ચારેબાજુ જોવા મળે છે.
આ બંને હોટ કપલની કેમેસ્ટ્રી કમાલની છે. ફિલ્મ કાઈટ્સમાં આ બંનેના એકદમ ઉત્તજેક દ્રશ્યો પણ છે. હાલમાં જ આ બંને પ્રોવોગ કેમ્પેઈનના બ્રાન્ડ એમ્બેસેડર બન્યા છે.
* રીતિક સાચે જ કામદેવનો અવતાર :બારબરા
* એ સમયે બાર્બરા ટકલી હતી
માલદિવમાં આ...
Sitemap | Investor | Advertise With Us | Contact Us | Feedback | Calender-2010 | Newsletter
Group Sites: IndiaInfo.com | Bhaskar.com | Corporate Intranet | DNA | Business Bhaskar | 3d Syndication | MyFM | Saurashtrasamachar
Copyright © 2010-11 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.




