
તણાવમાં છો, દોસ્ત? કઇ વાતે દુ:ખી છો? પરીક્ષામાં ઓછા માકર્સ આવ્યા છે? ઓફિસમાં બોસ તમારાથી નારાજ છે? આર્થિક ભીંસ અનુભવો છો? સ્વજન ગુમાવ્યાનો અફસોસ થાય છે? ખોટું કામ થઇ ગયાનો પસ્તાવો થાય છે? કઇ વાતનો ડર છે? કે પછી પ્રેમમાં હતાશાની પીડા વેઠો છો? આ છે, તણાવનાં સંભવિત કારણો. કારણો અનેક હશે પણ તેની અસરો લગભગ સરખી છે. ઊંઘ નથી આવતી. ખાવાનું ભાવતું નથી. બેચેની લાગે છે. શરીર નબળું પડતું જાય છે....

જેઠ સુદ પૂનમના દિવસે જળયાત્રાથી વિધિવત્ રથયાત્રાની શરૂઆત થઇ જાય છે. જગન્નાથપુરીમાં આ દિવસે પ્રાત:કાળે વૈદિક મંત્રોચ્ચારની સાથે મંદિરના મહંતશ્રીની નિશ્રામાં ત્રણેય કાષ્ઠની મૂર્તિઓને મંદિરની બહાર લાવી સ્નાનવિધિ માટે વાજતે-ગાજતે લઇ જવામાં આવે છે. સાધુ-સંતો અને ભક્ત સમુદાયની હાજરીમાં જયકારા સાથે મૂર્તિઓને દૂધથી કેસરસ્નાન કરાવવામાં આવે છે. કેસરસ્નાન બાદ પવિત્ર નદીઓના ૧૦૮...

ગરીબ હોવું એ ખરાબ નથી, પરંતુ અસંતોષી હોવું તે જરૂર ખરાબ છે. ઘણી વખત કરોડો રૂપિયા આવવા છતાં માણસને સુખની અનુભૂતિ થતી નથી. આનું કારણ છે નકારાત્મક ઊર્જા. હકારાત્મક ઊર્જા મળે છે વાસ્તુશાસ્ત્ર થકી.આજે આપણે ચર્ચા કરીએ કશ્યપભાઇ નાયકના મકાનની. લંબચોરસ પ્લોટમાં દક્ષિણની દીવાલ કોમન છે અને ઉત્તરમાં વધારે જગ્યા છુટેલી છે જે માન-સન્માનની વધતી બાબતો આપે, પૂર્વ કરતાં પશ્ચિમમાં વધારે જગ્યા...

જેઠ સુદ દશમ(ગંગા દશહરા)નો દિવસ દર વર્ષે ગાયત્રી જયંતી તરીકે ઊજવાય છે. આ ગાયત્રી મહામંત્રના જાપ દ્વારા શ્રદ્ધાળુ ત્રિવિધ તાપમાંથી મુક્તિ મેળવી સદ્જ્ઞાન અને સદબુદ્ધિ દ્વારા જીવનને સન્માર્ગે વાળી શકે છે. ગાયત્રી મંત્રમાં અદ્ભુત શક્તિ રહેલી છે. તેની ઉપાસના ક્યારેય નિષ્ફળ જતી નથી. ચાર વેદ, ૧૦૮ ઉપનિષદ, ૨૦ સ્મૃતિ અને ૧૮ પુરાણનું ભાષ્ય રચનાર આચાર્ય પં.શ્રીરામ શર્માજીએ ગાયત્રી...

સમગ્ર પદયાત્રા દરમિયાન માત્ર છોટા ઉદેપુરના વનમાં વાંસળીનો સ્વર સાંભળવા મળ્યો હતો.
બોડેલીમાં રામાપીરની ઝૂંપડી બાંધીને રહેતા સદગૃહસ્થને ત્યાં રાત્રિવિશ્રામ કરીને બીજા દિવસે છોટાઉદેપુરના માર્ગે આગળ વધ્યો. અજાણ્યા રસ્તાઓ પર પૂછી પૂછીને જ અંતર કાપવાનું હતું. અત્યાર સુધી કરેલી પદયાત્રાનો અનુભવ કામે લાગવા માંડ્યો હતો. માર્ગમાં દેખાતાં વૃક્ષોનું કદ વધવા માંડે ત્યારે ગામ...

ગુજરાતનાં ગામડાઓની ડેલીએ ડેલીએ બેસીને સહજાનંદ સ્વામીએ નીતિ અને ધર્મમાં ધીંગાણાની વાતો કહી અને પ્રજામાં સંસ્કારનું સિંચન કર્યું. તેથી જ તેઓ ‘નૈતિકતાના ઘડવૈયા’ કહેવાયા. તે માટે દેરડી ગામના મેરામ માંજરિયાનો એક પ્રસંગ જ પૂરતો છે.આ મેરામ માંજરિયાના ખેતરે એક વખત સ્વામિનારાયણના સંતો પધાર્યા હતા. સંવત ૧૮૬૯માં ભયંકર દુષ્કાળ પડ્યો હતો ત્યારે સ્વામિનારાયણ ભગવાને તેમને ચેતવ્યા...

વર્તમાન સમયમાં ઝડપથી આગળ વધવા માનવી દોટ મૂકે છે. તેમાંથી કેટલાકને સફળતા મળે છે જ્યારે કેટલાક અથાગ પરિશ્રમ કર્યા પછી કશું જ મેળવી શકતા નથી. આવામાં જયોતિષ વિજ્ઞાન, હસ્તરેખા વિજ્ઞાન, વાસ્તુવિજ્ઞાન અંધારામાં દીવો પ્રગટાવવાનું કામ કરે છે. આપણી હથેળીને દસ પર્વતમાં વહેંચવામાં આવી છે. જે નવ ગ્રહો સંબંધિત હોય છે. જેના હાથમાં બધા જ પર્વતો વિકસિત હોય, એવી વ્યક્તિ સુખી-સંપન્ન જીવન વિતાવે...

વ્યવસાય અને નોકરી બાબતે જાણવા જન્મકુંડળીનો દસમ ભાગ અર્થાત્ દસમું કર્મસ્થાન ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે
વ્યવસાય અને નોકરીમાં સફળતા કે નિષ્ફળતાનો પ્રશ્ન આજના આબાલવૃદ્ધ સૌને મૂંઝવતો અને સળગતો પ્રશ્ન કહેવાય. વ્યવસાયની પસંદગીમાં જયોતિષની ભૂમિકા અતિ મહત્વની છે. સફળતા નામના રથને બે પૈડાં હોય છે. એક પ્રયત્ન અને બીજું ભાગ્ય. પુરુષાર્થ અને ભાગ્ય બંને પૈડાં જો માનવીને સાથ આપે તો તે...

અમો જંબુસર તાલુકામાં આવેલ સ્તંભેશ્વર તીર્થનાં દર્શન કરવા વડોદરાથી ગયા હતા. વડોદરાથી જંબુસર ૫૩ કિ.મી., જંબુસરથી કાવી ૨૩ કિ.મી. અને કાવીથી કંબોઇ (સ્તંભેશ્વર તીર્થ) ૩ કિ.મી.ના અંતરે આવેલ છે. જ્યાં દરિયામાં મહીસાગર સંગમસ્થાન (ગુપ્ત) અને દરિયાકિનારે આવેલ સ્તંભેશ્વરદાદાનાં દર્શન કરવા તે જીવનનો એક અદ્ભુત અને અલૌકિક લહાવો છે.સ્તંભેશ્વર મહાદેવની સ્થાપના શિવનંદન અને દેવોના સેનાપતિ...

નર્મદામાં જેટલા કંકર એટલા શંકર, આ પુરાણોક્ત લોકોક્તિ તો માતા નર્મદાને સર્વત્ર જગ્યાએ શિવમયી હોવાનું સિદ્ધ કરે છે.
પુરાણોમાં વર્ણિત રેવાજીના તટ પર ઓમકારેશ્વર, મમલેશ્વર, શુલપાણેશ્વર, ગરુડેશ્વર, હંસેશ્વર, વિમલેશ્વર, મહેશ્વર, મંડલેશ્વર, સિદ્ધનાથ, રિદ્ધનાથ, બદ્રિકાશ્રમ, વ્યાસ, અનસૂયા અને મહર્ષિ ભૃગુક્ષેત્ર આજે પણ સુપ્રસિદ્ધ છે. નર્મદામાં જેટલા કંકર એટલા શંકર આ પુરાણોકત...

‘રાહે રોશન’ ના નિયમિત વાચક રણુજના મહંત રાજેન્દ્રગીરીજીએ મને સૂફી સાહિત્યમાં વારંવાર વપરાતા બકા બિલ્લાહ ફના ફિલ્લાહ શબ્દોનો અર્થ પૂછ્યો. મેં તેમને કહ્યું, તક મળ્યે તે અંગે જરૂર લખીશ. આજે એ બન્ને શબ્દો મારા મનમાં રમી રહ્યા છે. સૂફી સાહિત્યમાં એ બંને અત્યંત પ્રચલિત છે. ખુદાને પામવાના માર્ગ તરીકે આ શબ્દોનો વારંવાર ઉપયોગ સૂફીઓ કરે છે. તેમાનો એક શબ્દ બકા બિલ્લાહ છે. બકા બિલ્લાહ...

અબ્દુલ્લા ને હરિલાલ બેઉનો અર્થ ‘ઈશ્વરનો સાચો ભક્ત’ થાય. એકને બદલે બીજું નામ લેવાથી જો તે નામ પ્રમાણે સાચો ઈશ્વરભક્ત બને, તો તે ગમે તે નામે ઓળખાય મને ચિંતા નથી.મારા મુસ્લિમ મિત્રોને ઉદ્દેશીને આ લખું છું કે, ઇસ્લામને હું મારા ધર્મ જેવો જ સત્ય માનું છું. હરિલાલનું ધમાઁતર આધ્યાત્મિક નથી તો તમે તેને સાફ સાફ કહેજો ને એનો અસ્વીકાર કરજો.
તા.૧૪-૫-૧૯૩૬ની આસપાસમાં ગાંધીજીના મોટા...

ભારતીય આધ્યાત્મિકતાની ખૂબી છે, તેનું સર્વાંગી અને સર્વ સમાવેશી જીવન દર્શન. યોગદર્શન પણ આ જ કૂળની વિદ્યા છે. સ્વસ્થ શરીર, શાંત મન અને ઉત્કર્ષલક્ષી બુદ્ધિ, એ ત્રણેયને સાધવાની માસ્ટર કી એટલે યોગદર્શન.આધુનિક યુગમાં માણસે મશીનો બનાવ્યાં. આ મશીનોથી કુદરતનાં તત્વો પર આછો-પાતળો અધિકાર પણ જમાવ્યો. થોડી સગવડતા વધી. સગવડોથી ટેવાયેલો માણસ આળસને સુખ સમજવા માંડ્યો. સહના વવતુનો નાદ ભૂલીને...

શિવજીએ ગંગાજીને પોતાની જટામાં ઝીલી લીધાં અને ધરતી ઉપર તેમનું પદાર્પણ કર્યું. તે દિવસ એટલે જેઠ સુદ દસમને બુધવારે હસ્ત નક્ષત્રમાં ગંગાજી સ્વર્ગલોકમાંથી ભૂમિ પર આવિર્ભૂત થયાં. તે દિવસે તેમાં સ્નાન કરવાથી કે શ્રદ્ધાથી નિયમપૂર્વક ગંગાજીનું સેવન કરવાથી મનુષ્યનાં દશવિધ પાપ નાશ પામે છે. તેથી તે દશહરા નામથી પ્રસિદ્ધ છે. ભારતની ભૂમિને ફળદ્રુપ તથા લીલીછમ રાખનારી આ વિશાળ નદીને...

એક સમયે કાબુલમાં પોલિટિકલ એજન્ટ તરીકે ફરજ બજાવી ચૂકેલા મેજર સર્જન હેનરી વોલ્ટર બેલ્લેવે અફઘાનિસ્તાનમાં ગાળેલા દિવસોના આધારે પુસ્તક લખ્યું હતું ‘ ધ રેસિસ ઓફ અફઘાનિસ્તાન ’(૧૮૮૦). આ વિસ્તારના લોકો વિશ્વના કયા કયા પ્રદેશમાં હોવાની સંભાવના છે તે વિષે વાત કરતાં પુસ્તકમાં સ્પષ્ટ ઉલ્લેખ છે કે અફ્રિદી લોકો ખૂબ વિરોધ સાથે સૌથી છેલ્લે મુસ્લિમ બન્યા હતા. અફ્રિદી પોતાને લોગારી કે...

પિતા સૂર્યદેવ ખૂબ જ તેજસ્વી અને માતા છાયા પણ ખૂબ સુંદર હતાં, જ્યારે શનિદેવનું રૂપ શ્યામવર્ણી હતું. આથી સૂર્યદેવ પોતાની પત્ની પર ખૂબ ક્રોધિત થયા. તેમણે પત્ની પર આળ મૂક્યું કે, હું આટલો તેજસ્વી અને તું પણ સ્વરૂપવાન હોવા છતાં આપણો પુત્ર આવો શ્યામવર્ણી કેમ? આ મારો પુત્ર હોઇ જ ન શકે. પિતાના આવાં શંકાસ્પદ વાક્યો અને વર્તનથી શનિદેવને પોતાના પિતા (સૂર્યદેવ) પર શત્રુભાવ જાગ્યો અને...



લધિમા સિદ્ધિ પ્રાપ્ત થવાથી રૂ જેવા હલકા થઇ જઇ જળ, કાદવ-કીચડ, કંટકાદિ બાધાઓથી પર રહી આકાશગમન કરવાની શક્તિ પ્રદાન થાય છે.
આપણાં ધર્મશાસ્ત્રોમાં દેવ-દાનવોના વિશિષ્ટિકાર દેવર્ષિ નારદજીને મોટે ભાગે આકાશ માર્ગે વિચરણ કરતા વર્ણવામાં આવે છે. શક્તિ સ્ત્રોત સમા વીર હનુમાનજી મહારાજને ગદા-ડુંગર સહિત હવામાં સહજ રીતે ઊડતા નિરૂપવામાં આવેલા છે. આ દૈવીપાત્રો ચિરંજીવ છે. પાતંજલ...





યે મેરી ફર્જ કિ તૂઝે ઢૂંઢને નિકલું,યે તેરી ફર્જ કિ રાસ્તા બતાયે જા.
રામ એક ખોજ-૧૧
હા, કરજણ ખાતે શિવવાડી આશ્રમમાં રહેતા વૃદ્ધ મહાત્માજી કાવડ જોઇને મૂંઝાયા હતા. નર્મદાજીને ના ઓળંગવાના વિકલ્પે કયા રસ્તે આગળ વધવું તે માર્ગો તેઓ સૂચવવા લાગ્યા હતા. કદાચ મહાત્મા ગંગોત્રીથી રામેશ્વરમની પદયાત્રા કરી ચૂક્યા હતા. તેઓ કદાચ શાસ્ત્રોક્ત પથથી પરિચિત હતા, પણ હું મૂંઝાયો હતો ....







અરે તુમ યે રાસ્તે કૈસે આ ગયે? ગંગાજલ હૈ ના? રામેશ્વરમ જા રહે હો? નર્મદાજી કે જલ કો તુમ પાર નહીં કર સકતે.
રામ એક ખોજ-૧૦
વતનનાં દેવીદેવતાને સંતુષ્ટ કરીને અને વડીલોના આશીર્વાદ લઇને બચેલા એક ગંગાકળશ સાથે રામેશ્વરમ તરફ પ્રસ્થાન કર્યું હતું. યાત્રામાં વિવિધ સ્વરૂપમાં આસ્થાનાં દર્શન કર્યા હતાં. હરિયાણા સુધી કાવડયાત્રાનો મહિમા હતો. રાજસ્થાનમાં રામદેવરા સુધીની પદયાત્રાનો...

દર સોમવારે આપની પ્રિય પૂર્તિ ‘ધર્મદર્શન’માં આપ આપણાં તહેવારો, તીર્થસ્થાનો, જ્યોતિષશાસ્ત્ર, વાસ્તુશાસ્ત્ર ઉપરાંત નિષ્ણાત ડૉક્ટરોની કલમે લખાયેલી આરોગ્ય વિષયક કોલમોનો આસ્વાદ મેળવો છો. શરીર અને આત્માના કલ્યાણનું આ જ ભાથું હવેથી આપણે વાંચીશું દર ગુરુવારે. તો આ ગુરુવારે ‘ધર્મદર્શન’ની કોપી અંકે કરી લેવાનું ચૂકશો નહીં!


બોર્ડની પરીક્ષામાં સખત પરિશ્રમ કર્યો પણ મુશ્કેલીઓમાં રક્ષણ માટે પ્રભુને પણ સાથે રાખ્યા
અમદાવાદના સાબરમતી વિસ્તારમાં શુક્રવારે રાત્રે સત્યનારાયણની કથા યોજાઇ હતી પરંતુ તે કોઇ વ્યક્તિગત શ્રદ્ધાળુની નહીં પરંતુ ધોરણ-૧૦ ૧૨માં ઉત્તીર્ણ થયેલા વિદ્યાર્થી-વિદ્યાર્થિનીઓ દ્વારા થઇ હતી. જેમાં તેઓએ બોર્ડની પરીક્ષામાં સારા ગુણ બદલ ભગવાનનો આભાર માનવા માટે આ કથાનું આયોજન કર્યું...


યજ્ઞથી દિવ્ય વ્યક્તિઓને જાગૃત કરનાર મનુષ્યની બધી રીતે ઉન્નતિ થવાને કારણે સમાજ-રાષ્ટ્ર અને વિશ્વમાં યશ, કીર્તિ પણ વધે છે
ઉત્તિષ્ઠ બ્રહ્મણસ્પતે - હે જ્ઞાનના સ્વામી ઊભો થા, દેવાન્ - દેવોને, શુભ ગુણોને, સંસ્કારોને યજ્ઞેન્- યજ્ઞથી, પુરુષાર્થ, તપસ્યા, સંકલ્પથી, બોધય- જગાડ અને, આયુ - લાંબા જીવનને, પ્રાણમ્- પ્રાણશક્તિ-બળને, પ્રજામ્- સુસંતાનોને, પશુન્- ગાય આદિ પશુઓને, કીર્તિમ્-...

અખિલ બ્રહ્માંડના માલિકને કોઇ મળવા માગે તો તેને મળવાની યોગ્યતા તો પ્રાપ્ત કરવી જ પડશે ને?
‘જીવન વ્યવહારમાં જેની આવશ્યકતા લાગતી નથી અને જે પ્રત્યક્ષ દેખાતા નથી તે ભગવાનને માનવાનું કારણ શું? જો નથી માનતા તો ખાધેલું પચતું નથી? ઊંઘ નથી આવતી? જીવનનો બધો જ વ્યવહાર તેને માન્યા વગર ચાલે છે તેથી ભગવાન વગેરે માનવે ઊભી કરેલી કેવળ કલ્પના માત્ર છે.’ - એમ કેટલાક લોકોનું માનવું છે અને...

જન્મનું નક્ષત્ર જીવન ઘડતરમાં ખૂબ જ મોટો ફાળો આપે છે. દક્ષિણમાં નક્ષત્રથી ભાગ્ય જોવાય છે. નક્ષત્ર ઉપરથી ફળકથન સચોટ આવે છે. નક્ષત્રના સ્વામીનો પ્રભાવ મનુષ્યના ચહેરા ઉપર તથા વ્યક્તિત્વ ઉપર જોવા મળે છે.
આગળ આપણે કેટલાંક નક્ષત્રોની ચર્ચા કરી હતી. જન્મનું નક્ષત્ર જીવન ઘડતરમાં ખૂબ જ મોટો ફાળો આપે છે. દિક્ષણમાં નક્ષત્રથી ભાગ્ય જોવાય છે. અમારા અનુભવ પ્રમાણે નક્ષત્ર ઉપરથી ફળકથન...




મહંમદ સાહેબ ખુદાના અત્યંત પ્યારા નબી હતા. છતાં હરપળ ખુદાની ઇબાદતમાં રત રહેતા.
સૂફી વિચારના મૂળમાં મહંમદ સાહેબનો ત્યાગ, સાદગી, ઇબાદત અને સરળતા પડ્યાં છે, એ વાતને અનુમોદન આપતા હજરત જુનેદ બગદાદી જેવા મહાન સૂફી કહે છે, ‘અમારું તમામ જ્ઞાન હજરત મહંમદ પયગમ્બરની હદીસોનો નિચોડ છે’. મહાન સૂફી હજરત મોયુનુદ્દીન ચિસ્તી સૂફી સંતોનાં ૧૪ લક્ષણો (મકામત) આપતા કહે છે.
૧. ઇબાદત (ભક્તિ)...

દરરોજ સવારે એક નાની પ્રાર્થના જરૂર કરો. કહો કે હે ભગવાન, મારા પગ અપંગના પગ બને, મારી આંખો આંધળાની આંખો બને, મારા હાથ બેસહારાનો સહારો બને, દુ:ખ અને શોકથી ઘેરાયેલા વ્યક્તિઓને આશ્વાસન આપવામાં મારી જીભ હંમેશાં કામ આવે, કોઇ ગરીબ કે રોગીની સેવામાં મારો પરસેવો વહે. કોઇ અતિથિ મારા દ્વારેથી ભૂખ્યો ન જાય. હે પ્રભુ, આપના આ બાળકને સદાય આના લાયક બનાવજે.
Related Articles:
* કડવાં પ્રવચનો :...


ધર્મપ્રચારને નામે બીજા ધર્મોની નિંદા કરવાની પ્રવૃત્તિ ચાલવા ન જ દઈ શકાય. કારણ, એનું પરિણામ એ જ આવે કે સહિષ્ણુતા માત્ર નાશ પામે
૧૯૩૫ની સાલમાં દક્ષિણ ભારતના એક ગામડામાં મોટાભાગની વસતી હરિજનોની હતી, તે આખા ગામનું ‘સામુદાયિક ધર્માંતર’ કરવામાં આવ્યું હતું- ખ્રિસ્તી ધર્મ અંગીકાર કરાવવામાં આવ્યો હતો.
ગાંધીજીએ ખ્રિસ્તી મિશનરીઓના આગેવાન પાદરીઓ સાથે ધર્માંતરની મોટે...

વૈરાગ્ય નામના મંત્રીમાં ત્યાગનું હોવું અનિવાર્ય છે. રાજામાં વિવેકનું હોવું ફરજિયાત છે અને વિવેક સત્સંગમાંથી મળે છે.
ગુજરાત રાજ્ય પોતાની સ્થાપનાનાં પચાસ વરસ પૂરા કરીને ઉપવનગમન કરતું હોય ત્યારે, ગુજરાત તથા ગુજરાતની બહાર વસેલાં તમામ ગુજરાતીઓ સ્વર્ણિમ ગુજરાતનાં મહોત્સવમાં મગ્ન હોય ત્યારે માનસનાં આધાર પર સુરાજ એટલે કે સારું રાજય કેવું હોય તેનાં લક્ષણોની ચર્ચા કરવી...


ધર્મથી યુક્ત ઉત્તમ વ્યવહારોને કરવાથી જ મનુષ્યનું જીવન ઊચે આવે છે, તે સાચી પ્રગતિ કરે છે અને અંતિમ લક્ષ્યને પ્રાપ્ત કરી લે છે.
અગ્ને - હે દયાળુ ઈશ્વર!, મા – મને, પરિ - બધી તરફથી હર પ્રકારની, દુશ્ચરિતાત્- બુરાઇઓથી, બાધસ્વ - રહિત કરી દો અને મા – મને, આસુચરિતે - બધી જાતનાં શ્રેષ્ઠ કાર્યો માટે ભજ - પ્રોત્સાહિત કરો, આયુષા - આ જન્મમાં, સ્વાયુષા - આ જીવનને ઉત્તમ બનાવી, ઉદસ્થાનમ્ - સફળતાને...

તાળા મેળવવામાં ભૂલ કરવી પોષાય તેમ નથી કારણ કે આ બે પ્રશ્નો વચ્ચે ક્યાંક રામ છુપાયો છે. . .?!
સરયુ નદીના તટે આવેલા અયોઘ્યા એક સમયે સાકેત તરીકે ઓળખાતું હતું. મોગલ સલ્તનતકાળમાં અયોઘ્યા તે અવધના સૂબાની રાજધાની હતી. તેમણે જ ફૈઝાબાદ વસાવ્યું. ઐતિહાસિક ભૂતકાળ પર દૂર દૂર સુધી નજર નખીએ તો અયોઘ્યા વિષે એક જ નક્કર હકીકત સામે આવે છે. નક્કર ઇતિહાસ કહે છે કે ક્લાઇવે અવધ નવાબને પાઠ ભણાવવા...


ત્રાટક સાધનાથી કુંડલિની જાગરણની પ્રક્રિયા સ્વયં શરૂ થાય છે. કુંડલિની આજ્ઞાચક્ર વીંધીને આગળ વધે છે ત્યારે સાધક ઊર્જાવાન બને છે.
બ્રિટિશ સરકાર દ્વારા ‘knight’ ના ખિતાબથી વિભૂષિત થયેલા અને હોંગકોંગમાં સ્થાયી થયેલા ડૉ. એલેક્ઝાન્ડર કેનન આત્મતત્ત્વના પ્રખર અભ્યાસુ હતા. તેમણે આંતરદ્રષ્ટિ તથા અદ્રશ્ય શક્તિના વિકાસ અર્થે ચીન અને તિબેટનો વારંવાર પ્રવાસ કર્યોહતો. એકવાર...




હું શાંતિનો સંદેશ લઇને નહીં પણ ક્રાંતિની તલવાર લઇને આવ્યો છું, કારણ કે દુનિયામાં ક્રાંતિ વગર શાંતિ સંભવ નથી. આ દેશમાં એક હરિત-લીલી ક્રાંતિની સખત જરૂરત છે. એવી ક્રાંતિ જે ઇન્સાનિયતની પ્રતિષ્ઠા અપાવે અને મરણાસન્ન માનવતામાં નવી ચેતના, નવો જાન ફૂંકી શકે. જો આજે આપણે આ ક્રાંતિ ચૂકી ગયા તો એ નક્કી છે કે કાલે આપણું અસ્તિત્વ જોખમમાં પડશે.

હરસુખભાઈને ચૂડેલ અવરનવર હેરાન કર્યા કરે છે અને એટલે તેઓ આજે વિનંતી કરવા આવ્યા હતા. સ્વામીશ્રીએ ધ્યાનથી તેમની વાત સાંભળી. જમતાં જમતાં સ્વામીશ્રી કહે, મહારાજ દયા કરશે, ધંધા પણ સારા ચાલશે અને પેલું જે હોય એનો પણ મોક્ષ થઈ જાય.
તમારે સ્વામિનારાયણ... સ્વામિનારાયણ... કરવું અને પ્રાર્થના કરતાં કહેવું કે અમારા ગુરુએ આજ્ઞા કરી છે અને અમે પ્રાર્થના કરી છે કે તારો મોક્ષ થાય, સારી ગતિ થાય....


ખ્રિસ્તી ધર્મને ગાંધીજી સર્વોત્તમ ધર્મ તરીકે ન સ્વીકારી શક્યા. જોકે હિંદુધર્મની ત્રુટીઓય ગાંધીજીને સ્પષ્ટ દેખાતી હતી.
ગાંધીજી ‘મહાત્મા’ પદ પામ્યા તે પહેલાં એમણે ધર્મ વિશેનું ચિંતન ક્યારે, કેવું અને કેવી રીતે કર્યું હતું - એની કથા પણ રસપ્રદ છે. ૧૮૯૩ના મે માસમાં ગાંધીજી દ. આફ્રિકા પ્રથમવાર ગયા ત્યારે દાદા અબ્દુલ્લાના વકીલ મિ. એ. ડબ્લ્યુ. બેકર પાદરી પણ હતા. મિ. બેકરે...



સિંહ રાશિમાં મંગળ ૨૦ જુલાઈ સુધી રહેશે. મંગળના સિંહ રાશિના આ ભ્રમણ દરમિયાન કઈ રાશિના જાતકોને કેવું ફળ મળશે તેનું નિરુપણ કર્યું છે
સૂર્ય ગ્રહોનો રાજા છે અને મંગળ સેનાપતિ. બ્રહ્માંડનો આ રાતો ગ્રહ અતિ ઉગ્ર અને જુસ્સાવાળો છે. મંગળ એ શૌર્ય અને બહાદુરીનું પ્રતીક છે. મંગળ માટે કહેવાય છે કે તે રીઝે તો રાજ આપે અને રૂઠે તો ફાંસી આપે. લગ્નજીવનમાં મંગળનું મહત્વ અને પ્રાધાન્ય અનેરું છે....

જીવનમાં એક વાર વૃંદાવનની પરિક્રમા કરવાથી જીવન સફળ થઇ જાય છે. કેટલાક સાત કોશની કેટલાક નવ કોશની પરિક્રમા કરે છે. ગિરિરાજ શ્રીકૃષ્ણનું પૂર્ણ સ્વરૂપ છે.
વૃંદાવનના કણેકણમાં શ્રીકૃષ્ણ બિરાજે છે. તેમાંય ગિરિરાજ શ્રીકૃષ્ણનું પૂર્ણ સ્વરૂપ છે. ગોવર્ધન વિશે એવો ઉલ્લેખ મળે છે કે ભગવાન શ્રીકૃષ્ણ લીલા કરવા માટે ગોલોકની ભૂમિમાંથી ચોરાશી કોશનો ભૂમિનો ટુકડો ગરુડજીની પીઠ પર મૂકીને...


જો માત્ર દક્ષિણમાં જ રસ્તો મળતો હોય તો પૂર્વ અગ્નિ કે પશ્વિમ નૈઋત્યમાં દ્વાર મૂકી શકાય જેનાથી દક્ષિણનું દ્વાર ન મળે...
કુદરતનાં પાંચ તત્વોને આપણા આવાસ થકી આપણા દેહમાં પ્રાણ સ્વરૂપે કેન્દ્રિત કરવામાં મદદ કરે છે વાસ્તુ નિયમો.આજે રાહુલ પટેલના મકાનની ચર્ચા કરીએ. લંબચોરસ મકાનમાં પૂર્વ અગ્નિ અને દક્ષિણ અગ્નિના પ્રોજેક્શન છે. જેનાથી સ્ત્રીઓને તકલીફ, અણધાર્યા પ્રશ્નો આવે....

ગાંધીજીને લોકો કહેતા ‘આપ રાજકારણમાંથી જેટલા વહેલા નીકળી જશો તેટલું વધુ હિંદનું કલ્યાણ થશે.’ ટોચના રાજકારણીઓને એમની સલાહ-સૂચના દખલરૂપ લાગતી.
સ્વામી આનંદે મહાત્મા ગાંધીને કહ્યું હતું, ‘તમે ગીતાનો જે અર્થ કરો તે અર્થ ત્યારે જ સમજાય જ્યારે તમે એક વાર આખી ગીતાનો અનુવાદ કરી જાઓ અને તેની ઉપર ટીકા કરવી હોય તો કરો ને અમે તે આખું એક વાર વાંચી જોઈએ. છૂટાછવાયા શ્લોકમાંથી...

હસ્તરેખા અને હથેળીમાં તલનાં વિવિધ સ્થાનો જોઈને નીચે પ્રમાણે ફળ કહેવું.
- શુક્રના પહાડ પર તલ હોય તો આકસ્મિક ધનલાભ થાય. શેર-સટ્ટાથી ફાયદો થાય. લગ્ન વહેલાં થાય.- આયુષ્યરેખા પરનો તલ ઝેરી જીવજંતુ કરડવાના ભયની નિશાની છે. તેમજ અસાઘ્ય રોગનું સૂચન પણ કરે છે.- યાત્રા-મુસાફરી દર્શાવતી રેખા પર તલ હોય તો તે દરમિયાન જાતકનું મૃત્યુ થાય છે.- ભાગ્યરેખા પર તલ હોય તો ધનસંપત્તિ તથા ભાગ્યનો નાશ...

વડીલો જો ખોટું કરતા હોય તો તેનો વિરોધ કરવાની શાસ્ત્રો અનુમતિ આપે છે. ખોટું કરનાર પિતાનો પ્રહ્લાદે વિરોધ કર્યો હતો. વડીલોની વાતો શિરોમાન્ય રાખીએ, પણ તેઓ ખોટું કહેતા હોય તો વિનય સહિત એનો વિરોધ કરવો જોઈએ. યુવાનો સમજે તો તેને ધન્યવા છે. એની યુવાની દીપી ઊઠશે. સૌને આનંદ આપે તે નંદ. જયાં જાઓ ત્યાં આનંદ થાય તે નંદ અને જયાંથી જે જાય પછી આનંદ થાય તે ‘નનંદ’. નનંદ એટલે નણંદ. નંદનાં બહેનનું...

સમાધિ શબ્દનો અર્થ ઘણો ગહન અને વિસ્તૃત છે. સમાધિ એટલે લક્ષ્ય અને સાધકનું એકરૂપ થવું. સમાધિ એ માત્ર આઘ્યાત્મિક ક્રિયા નથી. જીવનના દરેક ક્ષેત્રમાં તે પ્રસ્તુત છે.
વનવાસના શાપને રાષ્ટ્રની ભાવનાત્મક એકતાના યજ્ઞના અવસરમાં પલટાવનાર તપ-ત્યાગ અને સૌજન્યના પ્રતીક સમા શ્રીરામનું જીવનકવન પોતે જ એક બોધકથા બની રહે છે. ‘રામાયણ’ શબ્દનો અર્થ બહુ સૂચક છે, ‘રામ જે રસ્તે ચાલ્યા તે’....



સૂફી વિચારનાં મૂળમાં કુરાન-એ-શરીફ, મહંમદ સાહેબ અને ઇસ્લામના ખલીફાઓનાં આદર્શ જીવન પડેલાં જોવા મળે છે.
સૂફી વિચાર પ્રેમનો માર્ગ છે. જ્યાં પ્રેમ એ જ મજહબ છે, ઈબાદત છે. ‘ફરહંગે આનદરાજ’ નામક ફારસી શબ્દકોશમાં સૂફીની વ્યાખ્યા આપતાં લખ્યું છે, ‘પોતાના દિલને શૈતાનિક માર્ગોથી દૂર રાખી પયગમ્બરે ચીંધેલા માર્ગે અલ્લાહની ઈબાદત અને રિયાઝ કરે અને અલ્લાહના દરેક બંદાને પ્રેમ કરે તે...


સોમનાથનો સંદેશો એ છે કે, સંહારની શક્તિ કરતાં સર્જનની શક્તિ ચઢિયાતી હોય છે. તેને નેસ્તનાબૂદ કરનારી વિશ્વની કોઈ શક્તિ અસ્તિત્વ ધરાવતી નથી.
સૈકાઓથી સોમનાથ મંદિર ભકિત, શ્રદ્ધા અને સંસ્કૃતિનું પરમધામ રહ્યું છે. સોમનાથનું આકર્ષણ અને સંદેશો એ છે કે, સંહારની શક્તિ કરતાં સર્જનની શક્તિ હંમેશાં ચઢિયાતી હોય છે. સોમનાથનું આ મંદિર જગત સમક્ષ ડંકો બજાવીને કહે છે કે જેને માટે લોકદિલમાં...

શંકરાચાર્યે ધાર્મિક એકતાનું જે યુગકાર્ય કર્યું તેથી તેમના જીવનને ભગવાન આશુતોષનો અવતાર માનવામાં આવે છે.
આઘ્યાત્મિક સાધના માટે બે માર્ગો સૂચવ્યા છે. એક ઘરગૃહસ્થમાં રહીને, પ્રવૃત્તિ માર્ગ અપનાવીને સાધના કરવી. બીજો માર્ગ છે નિવૃત્તિ માર્ગ અર્થાત્ સંન્યાસ લેવાનો. શંકરાચાર્ય સંન્યાસને મોક્ષના સાધન તરીકે સ્વીકારે છે. ધાર્મિક-આઘ્યાત્મિકક ક્ષેત્રે શંકરાચાર્યનું પ્રદાન...

પશુપતિનાથના મંદિરમાં હજારો શ્રદ્ધાળુઓ દર્શન માટે આવે છે.
નેપાળના કાઠમંડુ શહેરમાં આવેલા પશુપતિનાથના મંદિરે જવા માટે મુખ્ય બે રસ્તે (બોર્ડર) થઈ જવાય છે. એક બિહારની રક્સોલ બોર્ડર પરથી અને બીજી સનોલી બોર્ડર યુ.પી. થઈને. જો બાય રોડ જવું હોય તો બિહારની બોર્ડર સારી પડે છે. પશુપતિનાથના મંદિરમાં હજારો શ્રદ્ધાળુઓ દર્શન માટે આવે છે. મંદિરમાં ભવ્ય શંકર ભગવાનની મૂર્તિ છે. જેનાં દર્શન...




વાયવ્યમાં બેડરૂમ અને પશ્વિમ તરફ માથું રાખીને સૂવાની વ્યવસ્થા ખોટા વિચારો સાથે જીદ આપે.
ક્યારેક માણસની એક અલગ જ સ્વપ્નની દુનિયા હોય છે. વાસ્તવિક જીવન તેના માટે ખૂબ આકરું બને છે. આવું બને છે નકારાત્મક ઊર્જા થકી. જીવન જીવવા માટે હકારાત્મક વિચારો આપે છે વાસ્તુશાસ્ત્ર.
આજે આપણે અભ્યાસ કરીએ મુકેશભાઇ મહેતાના ખૂબ જ ખાંચાખૂંચીવાળા મકાનનો. પૂર્વ મઘ્યમથી પૂર્વ અગ્નિવાળો ભાગ...


સૂફીસંતો ખુદાની ઇબાદત અપેક્ષા વગર, ખુદાને પ્રિયતમા સમજી પાગલની જેમ કરે છે.
સલાત એટલે નમાજ. નમાજ એટલે પ્રાર્થના, ઇબાદત. દરેક ધર્મમાં ઇબાદત (ભક્તિ) માટેની ખાસ પદ્ધતિ નક્કી કરવામાં આવી છે. ઇસ્લામમાં પણ નમાજ, ઇબાદત માટે ખાસ ક્રિયા નક્કી કરવામાં આવી છે. જોકે નમાજમાં એકાગ્રતાનું મહત્વ છે અને એટલે જ સૂફીઓ ઇબાદત માટે ક્રિયા કરતાં એકાગ્રતાને વિશેષ મહત્વ આપે છે, એવું સામાન્ય રીતે...






માનવી મનનું પણ તેવું જ છે. મનને સમર્થ બનાવવું હોય તો કાળજીપૂર્વક તે પુષ્ટ થાય તેવો ખોરાક આપવો જોઇએ.
જીવનના બે સ્પષ્ટ રાહ છે. એક ઊર્ધ્વગતિનો અને બીજો અધોગતિનો. પહેલો રાહ જીવનમાં સુખ-શાંતિ અને સમાધાન લાવનારો છે. બીજો રાહ કલહ અને અશાંતિ આપનારો છે, વિનાશ તરફ જનારો છે. માનવીએ પોતે જ નક્કી કરવાનું છે કે તેણે કયો રાહ લેવાનો છે.
ગીતામાં પણ ભગવાને કહ્યું છે, ‘આ લોકમાં જીવનના બે જ...






‘સૂફીમત’ પુસ્તકનાં કુલ ૧૫ પ્રકરણોમાં સૂફીમતનો સંક્ષિપ્ત ઇતિહાસ, સૂફી સાહિત્યનાં ખાસ અંગો, ફારસી સાહિત્યમાં સૂફીમત, સૂફી સિલસિલાઓ, સૂફીમતના વિકાસમાં અન્યનો ફાળો અને ભારતમાં સૂફીમત જેવાં સંશોધનાત્મક પ્રકરણો સૂફીમતના અભ્યાસુઓ માટે રસપ્રદ શૈલીમાં લખાયેલાં છે.
મારા મિત્ર ડો. મુગટલાલ બાવીસીએ મને ફારસી ભાષાના પ્રસિદ્ધ વિદ્વાન સદ્ગત ડો. છોટુભાઇ નાયક (૧૯૧૩-૧૯૭૬)નું...


મીઠા મધુ ને મીઠા મોરલા રે લોલ, એથી મીઠી તે મોરી માત રે, જનનીની જોડ સખી નહીં જડે રે લોલ...૯ મેના રોજ માતૃદિન આવે છે. આ પુણ્યભૂમિ પર એવા કેટલાંય સંત-મહાત્મા થઈ ગયા છે, જેમની માતૃભક્તિ અનન્ય છે. અહીં પ્રસ્તુત છે માતૃઋણનો આદર કરી માતાનો મહિમા વધારનાર માતૃભક્ત સંતોની માતૃવંદનાની વાતો.
ભારતની ભૂમિ બહુરત્ના વસુંધરા છે. આ ભૂમિનાં સંતાનોએ દેશ-વિદેશોમાં ભારતીય સંસ્કૃતિને જીવંત રાખી છે....


તમારાં સંતાનોની નાની-મોટી ભૂલોને માફ કરતા શીખો. ધાકધમકી આપવાને બદલે પ્રેમથી સમજાવશો તો શક્ય છે કે આવતીકાલે તમારા સંતાનમાં પણ સંતપણું પ્રગટે.
અહિંસા વિશે બુદ્ધ અને મહાવીર જેવા ઇશ્વરીય અવતારોએ જેટલું અને જેવું ચિંતન કર્યું હતું તેવું અને તેટલું ચિંતન આપણા કાળમાં મહાત્મા ગાંધીએ કર્યું છે. મહાત્માજીએ સ્વીકારેલી જીવનશૈલી જ એવી હતી કે સત્ય, અહિંસા અને પ્રેમ સિવાય એ એક ડગલુંય...



Sitemap | Investor | Advertise With Us | Contact Us | Feedback | Calender-2010 | Newsletter
Group Sites: IndiaInfo.com | Bhaskar.com | Corporate Intranet | DNA | Business Bhaskar | 3d Syndication | MyFM | Saurashtrasamachar
Copyright © 2010-11 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.




