Set as Home Page E-paper | Archive  | Subscribe to RSS feeds Follow us on facebook Follow us on Twitter Follow us on
Divya Bhaskar

દોસ્તીનો દસ્તાવેજThursday, June 24, 2010 11:42 [IST]

fr1
ટેરવાં આપના હથેળીને પાવન કરી ગયા, નજરથી નજર મળીને દિલ આકાશ બની ગયું. વળી પાછી એમાં વદનથી નમણાશ ઉમેરાઇ, ચહેરાની ભાષા ચહેરાએ વાંચી લીધી. વર્ષોથી જે પ્રતીક્ષા હતી નયનોમાં, એ દિલોજાન દોસ્તની તસવીર ઝીલાઇ ગઇ હૈયું ખોલી શકાય એવી જગા મળી ગઇ મૂંગી વેદનાને વાચા મળી ગઇ રહી સહી જિંદગાનીને કાંધ મળી ગઇ ના સહી, ના સ્ટેમ્પ, તેમ છતાં ‘અણનમ દોસ્તી’ દોસ્તીનો દસ્તાવેજ બની ગઇ. દિલીપ રાવલ, ચરાડા
 
 
Divya Bhaskar

વીતેલા સમય પરWednesday, June 23, 2010 10:53 [IST]

kavita1
કોણ કદી વારી જાય! એવું બને ખરું કે સમરકંદ બુખારા અપવાદ હોય! છુટા પડ્યાને ભલે વર્ષો વીતી જાય! એવું બને ખરું કે યાદોનો ગુલમહોર મહોર્યો હોય! ભલેને કહે કોઈ સાથે નથી આપણે તો શું થાય! એવું બને ખરું કે મારી સાથે ચાલતાં પડછાયે તું હોય! ચાંદો અને સૂરજ કદાપિ એકી સાથે આંગણામાં ન હોય! એવું બને ખરું કે અભિમન્યુ-ઉત્તરા સમરાંગણે સાથે હોય! અજિતકુમાર કુરિયા, રાજકોટ
 
 
danik bhaskar

અંતરથી અંતરMonday, June 21, 2010 13:26 [IST]

kavita_61
અંતરથી અંતર ન રાખશો, આપણો સંબંધ જન્મજન્માંતરનો. તું છે પ્રાણ ને હું છું ખોળિયું.....(૨) અંતરથી અંતર ન રાખશો, આપણો સંબંધ જન્મજન્માંતરનો. તું છે હૃદય ને હું ધબકાર.........(૨) અંતરથી અંતર ન રાખશો, આપણો સંબંધ જન્મજન્માંતરનો. તું છે નયન ને હું છું જ્યોતિ......(૨) અંતરથી અંતર ન રાખશો, આપણો સંબંધ જન્મજન્માંતરનો. સેતા સરકાર, અમદાવાદ
 
 
danik bhaskar

લાગી છેSunday, June 20, 2010 13:35 [IST]

kavita_61
અંદર-બહાર અવિરત લાગી છે, કાયમ તારી જરૂરત લાગી છે. વહેરાયા છીએ અંગે-અંગથી, જિંદગી અમને કરવત લાગી છે. સલામતી છે માણસનો શત્રુ, વાત ફકીરોની ખૂબસૂરત લાગી છે. ચહેરાઓ ચૂંથાયા છે ચારેકોરથી, રંગરૂપ વિહોણી ચાહત લાગી છે. રાજીપાને રિચાર્જ ક્યાં કરવો? કમી તારી હર વખત લાગી છે. ધક્કામુક્કી કે છલાંગો મારી નથી, અહીં પહોંચતાં મહેનત લાગી છે. ખુશી છે, કોઈની મદદ મળી નથી, ખુશી થોડી મળી, અંગત લાગી...
 
 
danik bhaskar

અધવચ્ચેSaturday, June 19, 2010 11:11 [IST]

kavita_41
આથમી ગયો છે, સૂર્ય અધવચ્ચે, વધી રહી છે, વેદના અધવચ્ચે. વિષ ભેળવીને અમી તમે પાયું, તેથી સાથ છુટી ગયો અધવચ્ચે. લલાટે લેખ જ એવા હતા કે, રડવું પડ્યું અમારે અધવચ્ચે. પ્રાસ ન મળ્યો જીવન-ગઝલનો, અટકી ગયા છે શબ્દો અધવચ્ચે. પ્રાર્થના તો બહુ જ કરી તે, પ્રભુકૃપા અટકી ગઈ અધવચ્ચે. રાજેન્દ્ર શાહ, સુરત
 
 
danik bhaskar

‘રાહી’ નથી મળતાFriday, June 18, 2010 12:09 [IST]

kavita_61
ક્યાં હું કહું છું કે રસ્તા નથી મળતા, મળે છે, તો માત્ર ઈ સસ્તા નથી મળતા. સાગર તટના છીએ બધાય છીપલાને કાંકરા, એમાં ભળતા ઓલા મોતી નથી મળતા. પાનખર તો છે માત્ર આઝાદીનો ઇલ્ઝામ, ‘સુખ’નો છાંયો આપતાં કુલ નથી મળતા. દીવડો તો પ્રકાશી જાય મારા અંધારિયા મનને, ફકત આશાઓથી ઝળહળતા હવે સૂરજ નથી મળતા. ઇચ્છાઓના મિનારાઓ તો બાંધ્યા’તા મેં હજાર હાથે, પણ હકીકતના ચિત્રો હવે હકીકત થઇ નથી મળતા. હારીને...
 
 
danik bhaskar

તોય ઘણું છેThursday, June 17, 2010 10:47 [IST]

kavita_61
એક ગમતી ક્ષણ મળે તોય ઘણું છે. હિમાલયની જેમ અડગ એમની નફરત, સહેજ અમથી પીગળે તોય ઘણું છે. ક્યાં માગ્યો અમે કદી મહાસાગર, નાનું અમથું ઝરણું મળે તોય, ઘણું છે. કોણે કહ્યું રોજ વાત કરે મારી સાથે, ક્યાં કહું છું રોજ મળવાને આવે, પણ દૂરથી જતા તોય ઘણું છે. જેની પ્રીતમાં કર્યું છે જીવન અર્પણ એ થોડી પ્રેમની ભાષા સમજે તોય ઘણું છે. ધર્મેશ પટેલ, વ્યારા
 
 
danik bhaskar

વર્ષો પછીWednesday, June 16, 2010 10:07 [IST]

kavita_421
આજ અવઢવે ભોગળે વાસેલા, તલક પ્રકાશી બંધ બારણાં, વર્ષોથી પાળેલા અખંડ બ્રહ્નના, આજ હવે અહીં થશે પારણાં. કદીએ ના મહેસૂસ કરેલી, તનોત્તેજક કેવી માદક સુવાસ, એકલ, અંધારિયો શયનખંડ ને, સજની બેઠી મારી પાસ. ઇન્દ્રાસનથીય અધિકતમ ઊંચુ, લાલ મખમલી આસન મારું, સોળ કળાએ સજધજ સજની ને, સર્વ દિશાએ ઘોર અંધારું ચૌદિશાએ, દૂર ક્ષિતિજે, દિગાંતે એક જ વાત, ઝરણ તણુ અજગરી આલિંગન ને, થઈ ચાર હોઠની ભેગી...
 
 
danik bhaskar

સામું તો જોMonday, June 14, 2010 10:49 [IST]

kavita_41
હે પ્રભુ એકવાર અમારી સામું જો, આ અગ્નિરૂપી વરસતા તડકાનાં વરસાદમાં તડપતા અમને તું તો જો, કોને બતાવીએ લાગણી અમે મૂંગા પ્રાણી, નથી પીવા પૂરતુ પાણી કે નથી ખાવા જળનાં પાંદડાભરેલી ડાળી, ઝાડ કહે સાંભળ મારી વાત તું પ્રાણી, અમે સ્થિર પણ અમારામાં પણ છે જીવ, અમને કાપીને કરી છે બહું મોટી ભૂલ ભોગવો છો આજે તમે પણ એની ભૂલ મનુષ્યોએ માર્યા છે પ્રાણીઓને અને કર્યા છે વનસ્પતિનો વિનાશ, પોતાના પગ...
 
 
danik bhaskar

તું મળીSunday, June 13, 2010 12:04 [IST]

kavita_41
ઘુમવાને ગયો ચમનમા, અજનબી તું મળી, સુણી વાત દિલની, આપણી ચાર આંખો મળી. અંધકારમય હતું, મુજ જીવન નીરસ, જીવનમાં જાણે નવી રોશની મળી. અખૂટ જળ તણો હું ખારો સાગર હતો, મીઠા જળ તણી જાણે, તું સરિતા મળી. કંટકો હતા મુજ પંથમાં અનેકગણા, તું ફૂલોની સેજ બની, આવી મળી. વેરાન રણમાં અન્જાન મુસાફર હું હતો, તું હમસફર બની મારી મંઝિલ મળી. ગોવિંદસિંહ, આંબાપુરા-તા.જિ. પાટણ
 
 
danik bhaskar

નારી એક રૂપ અનેકSaturday, June 12, 2010 10:55 [IST]

kavita_411

વિશ્વના સર્જનહારનું અનોખું, સર્જન છે નારી!



સમાયા એકમાં અનેક ચહેરા, એ દર્પણ છે નારી!!



યુવા-વસંતે કામદેવનું, મોહક નર્તન છે નારી!



તો જરાની પાનખરે, દિલાસાનું દર્શન છે નારી!!



મા-બહેન-પત્ની-પુત્રી, પ્રિયતમાના રૂપમાં!ન જાણે કેટકેટલા સ્નેહના સગપણ છે નારી!!



સંસારભરના પાપોનું પવિત્ર, તર્પણ છે નારી!



અમૂલ્ય ભેટ ‘નર’ને ‘નારાયણ’ની,અર્પણ છે નારી!!



નટવર...

 
 
danik bhaskar

રમત નથીFriday, June 11, 2010 12:30 [IST]

kavita_511

વેદનાનો વલોપાત છે ગઝલ, શબ્દની ખાલી રમત નથી,



કોઈ છાનો આઘાત છે ગઝલ, શબ્દની ખાલી રંગત નથી.



રડી છે આંખ હંમેશાં અવરનું જ દર જોઈને,



મારી પોતીકી પીડા જોઈ આંસુઓને દડવાની આદત નથી.



ખુલ્લી કરી દીધી છે કિતાબ, જગત સામે જીવનની, છે જાહેર બધું,



કંઈ રહસ્ય નથી કે કશું અંગત નથી.ગમે છે કેદ રહેવું,



આમ વેદનાને વીંટળાઇનેચાહું ત્યારે ઊડી શકું છું,



પીંજરાની કોઈ લત નથી.મળે...

 
 
danik bhaskar

શું ચાલે છે?Thursday, June 10, 2010 17:12 [IST]

KAVITA_21
ફૂલોને પૂછ્યું કે શું ચાલે છે? ચમનને પૂછ્યું કે શું ચાલે છે? આમ તો લટાર અહીં બહુ મારો છો, છતાંય અમસ્તાં પૂછ્યું કે શું ચાલે છે? ખૂશ્બુ આવે કે તરત ચૂંટવા તત્પર થાવ, એના રંગોને પૂછ્યું કે શું ચાલે છે? ભરબપોરે આવીને અહીં સૂઈ જાવ છો, અધવચ્ચે ઊઠી પૂછ્યું કે શું ચાલે છે? મોગરો, ગુલાબ, જાસુદ અહીં છે ઘણાંય, આમાં એકાદને તો પૂછો કે શું ચાલે છે? જયંતિલાલ વઘેરા, જુનાગઢ
 
 
danik bhaskar

અખિયાં હરિ-દરસન કી પ્યાસી!Thursday, June 10, 2010 07:48 [IST]

eye_288_01

અખિયાં હરિ-દરસન કી પ્યાસી! (રાગ: ગૌરી-તીન તાલ)

અખિયાં હરિ-દરસન કી પ્યાસી!



દેખ્યો ચાહત કમલ નૈન કો, નિસદિન રહત ઉદાસી. અખિયાં.



આયે ઊભો ફિર ગયે આંગન, ડારિ ગયે ગલ ફાંસી. અખિયાં.



કેસરી - તિલક મોતીન કી માલા, વૃંદાવનકો વાસી. અખિયાં.



કાહૂકે મનકી કોઇ ન જાનત,લોગન કે મન હાંસી. અખિયાં.



સુરદાસ પ્રભુ! તુમ રે દરસન બિન,લૈ હો કરવત કાસી. અખિયાં.



 
 
danik bhaskar

કેમ આવું...Wednesday, June 09, 2010 13:36 [IST]

kavita_41
હોય છે કેટલીયે યાદો રંગમાં કેમ આવું બનતું હશે સંગમાં? મેઘ-ધનુષ્ય બનતું રહે છે આકાશમાં કેમ આવું બનતું હશે વરસાદમાં? સુંદર વળાંકો મુકાય છે હાથમાં કેમ આવું બનતું હશે મેંદીમાં? નેતાઓ રૂપિયા ખાય છે ખાનગીમાં કેમ આવું બનતું હશે રાજકારણમાં? અનેક મસાલા નખાય છે ભોજનમાં કેમ આવું બનતું હશે સ્વાદમાં? ધ્રુશાદિવ રેખા, (બ્રુધેલ)
 
 
danik bhaskar

ઇચ્છા નથીMonday, June 7, 2010 19:37 [IST]

KAVITA11

જીવનમાં હવે મને કોઇની ઇચ્છા નથી,હતી જેની ઇચ્છા, તે હવે મારા જીવનમાં નથી.



મને ફૂલોની ઇચ્છા નથી, કળીઓની ઇચ્છા નથી,પસંદ હતું જે ફૂલ, તે હવે ચમનમાં નથી.



મને ચંદ્રની ઇચ્છા નથી, તારલાંઓની ઇચ્છા નથી,પસંદ હતો જે તારલો, તે હવે ગગનમાં નથી.



મને છાંયડાની ઇચ્છા નથી, શીતળતાની ઇચ્છા નથી,પસંદ હતી જે ઠંડક, તે હવે પવનમાં નથી.



મને જોવાની ઇચ્છા નથી, તૃપ્તિની ઇચ્છા નથી, પસંદ હતી જે છબી,...

 
 
danik bhaskar

પિયુના નામનીSaturday, June 05, 2010 14:01 [IST]

KAVITA_21
અલગ, અલગારી ઓઢણી ઓઢી મેં પિયુના નામની, કોઇ કહે છે ‘મીરાં’ મુજને, કોઇ ‘રાધા’ શ્યામની, શ્યામ સુનાવે બંસી મુજને, હૃદય કેરા વાંસની, વ્યાકુળ હૃદય વાટ પકડે, પિયુ મિલનની આશથી, રોકે ના કોઇ બંધન મુજને, ના રોકે કોઇ લાજ, મુક્ત મનથી નાચી ઊઠું, માધવ-માધવ નામથી, છે મુજને આ રોગ કેવો, ના કોઇ ઇલાજ રી, સખીઓ, સાહેલીયો સંબોધે મુજને, બહાવરી ઉપનામથી, ના મુજને કોઇ મોહ હવે, સ્વર્ગ, વૈકુંઠના ધામ...
 
 
danik bhaskar

યાદમાં...Friday, June 04, 2010 10:52 [IST]

KAVITA1
ચાર સખીઓની સાથમાં, રાખી પુસ્તક કોમળ હાથમાં, વાંચો છો જ્યારે બેસી તમે બાગમાં, થયા છે વૃક્ષો પણ એકાગ્ર તમારી સંગાથમાં, છેડો છો સરગમ તમે રાગમાં, લહેરાય છે ફૂલો પણ આવી તાનમાં, બેઠાં છો હિંચકા પર ચાંદની રાતમાં, તારાઓ પણ લીન છે તમારી વાતમાં, એ બેખબર, હજી એક દિલ ઝૂરે છે તમારી યાદમાં. દિપાલ ચૂડગર, ખંભાત
 
 
danik bhaskar

રણોત્સવ...Thursday, June 03, 2010 11:20 [IST]

KAVITA_22
કચ્છનું શ્વેત રણ પૂનમે જાણે એવું, કે મકાન ખાલી કરી ગયેલાં દરિયાના ભાડૂઆત જેવું. દૂર ક્ષિતિજે ભીડાતી આકાશ-ધરતી હોઠ પાંદડી, ને નિશાન દરિયાના વર્તાય જાણે હિરાની રજમસ સુક્ષ્મ મીઠાની ગાંગડી! અરે! કોણે બિછાવી આ ડાયમન્ડઝની ચાદર? જનક વ્યાસ, વ્યારા
 
 
danik bhaskar

ચાલો...Tuesday, June 01, 2010 00:11 [IST]

KAVITA_21
ચાલો, આપણે ડગલું તો ભરીએ, ચાલવા લાગશું તો ક્યાંક પહોંચીશું. સફળતાની સીડી ચડવા, ક્યારેય પીછેહઠ નહીં કરીશું. હાર અને જીત તો છે, જીવનના લેખ, પણ તેના લેખ પર મેખ મારીશું. કરોળિયો તો છે એક જંતુ તો, માનવી થઇને કંઇક કરીશું. સફળતાની નાવ હંકારીએ, તરતાં રહેશું તો મહાસાગર તરીશું. આગળ વધવાની છે જીવન કેરી ડોર, તો એ ડોરને ક્યારેય ન છોડીશું. આવી છે ઘડી કંઇક કરી બતાવવાની, તો એ અમૂલ્ય તકને...
 
 
danik bhaskar

ક્યાંથી લાવું?Monday, May 24, 2010 03:20 [IST]

KAVITA1
જોતી હતી ઝાંખી નજરે મુજ ઓર, એ દ્રષ્ટિ હવે ક્યાંથી લાવું? પગ મૂકતાં જ પડઘો પાડતી, એ અવાજ હવે ક્યાંથી લાવું? હેતથી હાથ ફેરવતી હળવે, એ હૂંફ હવે ક્યાંથી લાવું? હતી મીઠાશ કેવી એ મારામાં, એ ગળપણ હવે ક્યાંથી લાવું? છુટી ગયો સાથ કેવો પળભરમાં, એ સંગાથ હવે ક્યાંથી લાવું? હતી ખખડધજ તોય ટેકારૂપ, એ ઇમારત હવે ક્યાંથી લાવું? - ડો.પ્રણવ ઠાકર, વઢવાણ
 
 
danik bhaskar

આ પ્રેમ?Sunday, May 23, 2010 00:17 [IST]

KAVITA1
આ પ્રેમ નામનાં તત્વને પૂછીએ, શું કરવા જેવો છે પ્રેમ? આખરે શું છે બીજું કંઇ એમ? પ્રેમ કહે કે અમર છું હું... તો કોઇ કહે કે કેમ લાગે છે વહેમ? ‘ખરેખર કરો ના કોઇ પ્રેમ!’ કારણ, પ્રેમ છે એવું એક રૂપક, ‘આગળ કૂવો ને પાછળ ખાઇ!’ છતાં શું ન નભે આ જગત વિના પ્રેમ? નથી મુરાદ મેલી, હું છું પાવન, કહે છે એમ પ્રેમ? તો આ કળજુગે કેમ ડહોળાયો પ્રેમ? તારી પવિત્રતા ક્યાં ચાલી ગઇ, ઓ પ્રેમ? શું નથી કોઇ જવાબ, ઓ...
 
 
danik bhaskar

સમી સાંજનું શમણુંThursday, May 20, 2010 00:15 [IST]

KAVITA1
આજ મારી આ શ્ચાસઇન્દ્રિયને પ્રતીત નવું કંઇ થાય છે, જીવન કેરા હર એક શ્ચાસે માદકતા વરતાય છે. તિમિરાચ્છાદિત ચૌદિશાએ ઓજસ કેમ પથરાય છે? અરે, જુઓ, અહો! મનોહર કેવી સુંદર સુહાસિની કોઇ જાય છે. આજ મારી આ... હર્યોભર્યો શું રૂપ ખજાનો ને શું કેશ સેરો લહેરાય છે. છે સ્વર્ણવર્ણ એ કાચની મુરત ને ભીનેરું શરમાય છે. કાજળભર્યા એ નતનયનોથી ઘણુંબધું કહી જાય છે. માનું છું મનથી હું તો મારી, પણ એ ક્યાં મારી થાય...
 
 
danik bhaskar

પ્રેમરસTuesday, May 18, 2010 00:08 [IST]

KAVITA1
પ્રેમરસ ઢોળો મારા વહાલા, મારા જીવનમાં, તેનાથી તરબતર થઇ જાઉં, દિનરાત રે! પ્રેમરસ ઢોળો... સરખી સહિયરો કાનાફૂસી કરે, આપણા પ્રેમની જાહેરમાં, તેનાથી હું મૂઇ મૂંઝાઉ હર રાત રે! પ્રેમરસ ઢોળો... હું મારી સહિયરોને મારા વહાલા, ન બોલાવું, તેનાથી હું લાલ લાલ થઇ જાઉં રે! પ્રેમરસ ઢોળો... તમે અને હું મારા વહાલા, એકબીજામાં ખોવાઇ જઇએ, તેનાથી હું મારી જાતને ભૂલી જાઉં રે! પ્રેમરસ ઢોળો... -નવનીત શાહ,...
 
 
danik bhaskar

વચ્ચોવચ આપણે!Sunday, May 16, 2010 00:12 [IST]

KAVITA1
ચોતરફ વિસ્તરેલા રસ્તાની વચ્ચોવચ આપણે! સૂર્ય ડૂબવાની સમસ્યાની વચ્ચોવચ આપણે! ચીસોની ભેટ આપી ને મૌન થઇ ગઇ ક્ષણો, સમયની આ સ્વસ્થતાની વચ્ચોવચ આપણે! ચિહ્ન ક્યાં મળે છે કશાં, પણ અઘટિત ના હવે, છે શબ્દો પ્રવક્તા ને વચ્ચોવચ આપણે! જિંદગી ને ખંડેરમાં હવે ના કશોય ફર્ક છે, શ્ચાસ-ઘરની ભગ્નતા ને વચ્ચોવચ આપણે! હતાં આપણે શાપિત હાથ દમયંતી તણા, તરફડતી આ મત્સ્યતા ને વચ્ચોવચ આપણે! બિરુદ દરિયાનું...
 
 
danik bhaskar

તાપમાંWednesday, May 12, 2010 10:57 [IST]

KAVITA1
ભરબપોરે આ નગર નિર્જન થયું સંતાપમાં, સૂર્ય જો ગુસ્સે ભરાયો ધોમધખતા તાપમાં. હું તરસ છું ક્યાં સુધી તરસ્યે મરું? ઝાંઝવાના જળની પાછળ દોટ મૂકું તાપમાં, વૃક્ષછેદન, ગ્લોબલ વોર્મિંગને કોઇ રોકી શકો? છાંયડો રસ્તા ઉપર છું, શી અવદશા છે તાપમાં? આપ એસીમાં રહો કે કોલ્ડડ્રિંક્સમાં નાહી લો, પંખીઓની કંઇ ખબર છે? શી દશા છે તાપમાં? ‘રેમ્બો’ પર્યાવરણ આ તપ્ત છે બેહદ અહીં ક્યાં જશો કંઇ બહાર એ દાઝે...
 
 
danik bhaskar

ન મોકલTuesday, May 11, 2010 10:51 [IST]

KAVITA1
આંખને સરનામે તું આંસુ ન મોકલ, ઉરને સરનામે તું ક્યાંય કશુંક ન મોકલ. ઝાકળને સરનામે તું સૂરજ ન મોકલ, આ ટહુકાને સરનામે તું પંખી ન મોકલ. મારી ફૂંકને સરનામે તું બાંસુરી ન મોકલ, ચરણને સરનામે તું મારગ ન મોકલ. ને મૃગજળને સરનામે તું હરણ ન મોકલ, આ ટેરવાને સરનામે તું સ્પર્શ ન મોકલ. સંબંધને સરનામે તું લાગણી ન મોકલ, પ્રપંચને સરનામે તું પાસા ન મોકલ. ઘટનાને સરનામે તું કારણ ન મોકલ, અર્થોને...
 
 
danik bhaskar

સપનાઓ ભાંગી નાખો છો ?Monday, May 10, 2010 10:02 [IST]

KAVITA1
કાંકરા જેમ કાઢી નાખો છો! વાડની જેમ વાઢી નાખો છો અમેય એક દી ફૂલ થવાના સપનાંઓ ભાંગી નાખો છો ? કુમળા અમે છોડ નથી તે હૈયાંને બાળ્યા કરીએ જવાબમાં ય ઝાડી નાખો છો કવિતા કોઇ નથી ગરજુડી ઘડીયે ઘડી પગે પડે પત્તા બધાં ફાડી નાખો? ધર્મેન્દ્ર પડિયા, મુંબઇ
 
 
danik bhaskar

હૃદયમાં ઘર કરી ગઈ છે તુંSunday, May 09, 2010 09:51 [IST]

KAVITA1
પ્રેમનાં શબ્દો બોલી હૃદયમાં ઘર કરી ગઇ છે તું, દિલમાં રહી દિલથી દિલને મળી ગઇ તું. સદા રડતો ચહેરો મારો હસાવી ગઇ તું, અપ્સરા બની દિલમાં પ્રેમ ભરી ગઇ છે તું, જાણું છતાં મન તારા અહીં આવવાના સવાલ પૂછ્યા કરે, કાલે આવવાના બહાના કરી ગઇ છે તું. ક્યાંય દોરાયેલી નહતી હથેળીમાં મારી, પ્રેમની એ રેખા જાન દોરી ગઇ છે તું. અમિત સગાલીયા, જૂનાગઢ
 
 
danik bhaskar

એક જ તારણSaturday, May 08, 2010 10:28 [IST]

KAVITA1
તે મને બહુ જ ગમે છે, કારણ? એનું નથી, મારી પાસે કોઇ નિવારણ કર્જદાર હું છું એના પ્રેમનો, ગમે છે અને એ કર્જનું ભારણ. શ્યામલ, સલોની સુંદર સાદાઇને કરે હંમેશાં ધારણ સુંદરતા એની એવી છે ગરવી, વર્ણન કરવા લલચાય તારણ. આંખો એની તેજ કટારી જેલ. ચોટ એની નજરની છે કાતિલ થઇ ના શકે કદી એનું વારણ. ગુણોથી એ ભરપૂર છલકતી, અવગુણને ના સ્પર્શે અકારણ પ્રેમથી છલકતું એનું પ્રેમાળ હૈયું, પ્રેમનું આપે મજબૂત...
 
 
danik bhaskar

તું ક્યાં છે?Friday, May 07, 2010 13:19 [IST]

KAVITA1
મારા હૃદયમાં.... નથી નીકળતી વેદના, ઊર્મિ આવેશમાં પલકની એક ઝલક નજરે ચડતી નથી, તું ક્યાં છે? મારાં હૃદયમાં.... તારી ગેરહાજરીમાં ડંખે છે દિલના તાર, તારી હાજરીમાં નથી મળતા તાલ-બેતાલ. તું ક્યાં છે? મારાં હૃદયમાં... ગમગીની ઘણી છે તારી દાસ્તાની કથનીમાં, મહોબ્બત-પ્રેમ છે તારી ઝૂલ્ફી દાસ્તાનમાં. તું ક્યાં છે? મારાં હૃદયમાં... પથ છે ઉબડખાબડ જીવન નિભાવવાનો જીવન માત્ર નથી નહીં કે...
 
 
danik bhaskar

આંખમાં ઊગતું ભીનું આકાશThursday, May 06, 2010 14:17 [IST]

kavita1
દીકરીને સાસરે વળાવ્યા પછી આંખમાં વસાવ્યો ટપાલી ને કાનમાં જાણે ટેલિફોન! દિવસો સુધી ટપાલ મળે ન મળે, કે ન રણકે ટેલિફોન, ત્યારે - સવારે આંખમાં ઊગતું ભીનું આકાશ ! ડો. જનક વ્યાસ, વ્યારા
 
 
danik bhaskar

આંસુ બની રહી ગઇWednesday, May 05, 2010 10:51 [IST]

kavita1
વહેતાં હતાં આંસુ ને આંખ જોતી રહી ગઇ, દર્દ દિલનું છુપાવી એ રડતી થઇ ગઇ. ઘણું સમજાવ્યું હતું આ દિલને, તો ય એ દર્દ દઇ ગઇ. રડતાં આ દિલને આંસુ આપી ગઇ, નથી માનતું તો ય મનાવું છું આ દિલને, રડતી આ આંખોમાં આંસુ બનીને રહી ગઇ. ગોવિંદભાઇ મુંધવા, અમદાવાદ
 
 
danik bhaskar

ચાલ્યા ગયાMonday, May 03, 2010 09:57 [IST]

kavita1[1]1
આમ ‘વિરહ’માં જ હતું ઝુરવાનું, તો મને કેમ મળ્યા? ‘પથ’ નહોતા એક... છતાં, ‘રાહ’માં સાથે કેમ થયાં? હું આકુળ-વ્યાકુળ રહું છું હરદમ, આમ અચાનક અબોલા કેમ થયાં? જીવન જીવવાની છે જિજ્ઞાસા, ‘જીવ’ ભેગા થઈ જુદા કેમ થયા? આહટ તમારા પગરવથી, ભરનિદ્રામાંથી જાગી જાઉ છું! પણ...! અફસોસ એક વાતનો, આમ વાત કર્યા વગર ચાલ્યાં ગયાં? - એ.પી. મકવાણા, નડિયાદ
 
 
danik bhaskar

વ્યથાSunday, May 02, 2010 12:07 [IST]

kavita1
સ્નેહી મળ્યા અમને સહુ સ્વાર્થનાં, ઘરનાં રહ્યાં કે ન રહ્યાં અમે ઘાટનાં. લાગણી અમારી સમજી શકયા ન કોઈ, લૂંટાઈ ગયા અમે વિશ્વાસમાં ને વિશ્વાસમાં. અરે! ફૂલો સમજીને જેને વીણ્યાં’તા અમે, કાંટા બની ડંખ દીધા અંગેઅંગમાં. જિંદગીભર અમારે બસ નમવું જ પડ્યું, અણગમતું કરતાં રહ્યા અમે સિદ્ધાંતમાં. આ જિંદગી આપણી પાનખર છે ‘ઈસુ’, રડતાં અમે રોજ એકાંતમાં ને એકાંતમાં. ઈશ્વર ધમલ, અમદાવાદ
 
 
danik bhaskar

તું આવThursday, April 29, 2010 20:22 [IST]

kavita11
તું આવ તારી હું વાટ જોઉં છું,
કે આંખમાં કૂવો ભરી સારી રાત રોઉં છું.
શ્વાસો હાથમાં લઈને,
સહસ્ત્ર એષણાઓ હૈયામાં ઘરબીને,
ઓ સેજલ, તું આવ હું વાટ જોઉં છું,
ઘોર રજનીમાં દિવસ મનાવીને,
દિનમાં તુજ બિન અંધારી રાત ગુજારું છું.
ઓ સેજલ, તું આવ તારી હું વાટ જોઉં છું,
કે ઉરમાં ને ઉરમાં દરિયા-શા આંસુએ રોઉં છું.
દુનિયાના ચંચુપાતો વેઠીને,
પ્રીતના પુષ્પોની ઘાત ખમીને,
તું જ વિરહની...
 
 
danik bhaskar

...તો શાયદ આધા કફન મુઝે મિલ જાયે...!Thursday, April 29, 2010 17:49 [IST]

man1
આવો મળીએ, પીડાની હાટ સજાવી, ગીત-ગઝલમાં વેદનાને નિચોવી નાખનાર કવિ રામાવતાર ત્યાગીને. નિત્શે’એ કહ્યું છે: Life is good, because it is painful... દુ:ખ, દર્દ કે પીડા માણસના માંહ્યલાને માંજે છે. ઓફ્ફ કોર્સ, આ માટે તમારા બ્લડમાં માણસના વાઇરસ હોવા જરૂરી છે! આજે આવા એક કવિની વાત કરવી છે. નામ છે રામાવતાર ત્યાગી. એ પોતાની વાત કરતાં કહે છે: મૈં ના જનમ લેતા તો શાયદ વિપદાએં રહ જાતી કંવારી મુઝકો યાદ નહિ હૈ મૈંને સોકર...
 
 
danik bhaskar

ચમનમાં તસવીરWednesday, April 28, 2010 21:16 [IST]

kavita1
અધૂરા અરમાનોની મંઝિલ હતી,
કિનારે લાંગરેલી એવી નાવ હતી.
મંઝિલ તો હતી બહુ કરીબ પરંતુ,
વગર ખલાસી જેવી નાવ હતી.
સપનાની ડાળીને હાથથી ઝુલાવી હતી,
અરમાનોના ફૂલોથી એ પાંગરેલી હતી.
સીંચીને આંસુઓની કયારી મેં બનાવી હતી,
બસ આવી જ સરસ મારી જિંદગી હતી,
ચમનમાં તસવીર તમારી મેં નીહાળી હતી,
પાનખરમાં પણ ડાળીઓ બધી રૂપાળી હતી,
અર્થ ખોટો ના કરશો મારી વેદનાનો,
‘ખામોશ’ દુનિયાને...
 
 
danik bhaskar

અગિયારમી દિશાનું કાવ્યWednesday, April 21, 2010 19:44 [IST]

Hayati_new1
પ્રાર્થના
ઓમ્કાર જેવડો અકલ્પ્ય પર્વત:
તે પણ હાથ જોડીને ઊભો છે,
પૃથુલ વાદળની સુંવાળપભરી પાંખો નીચે...
લાલ લાડકા રંગ...
પોતાની નાનકડી ચાંચ ખોસીને...
બુઝાયા છે, તળેટીની પાસે
એકલું અતડું તાડ ડોળા પ્હોળાવીને
ખાડીની રેતી પરથી
નારિયેળી-વૃંદને જોયા કરે છે...
તે પણ યાત્રાએ નીકળવાનું છે...
આજે પક્ષી આકાશના છે, અને
આંબાના કોમળ પોપટપલ્લવ પણ
આકાશમાં ઊડવા માટે તડપે છે......
 
 

shopping

D& G Mens rugby Watch
D& G Mens rugby Watch
Reebok Combo
Reebok Combo
Passport Case
Passport Case