દાંડીની વાત નીકળે ત્યારે રાજકારણીઓ મોટા-મોટા દાવા કરે છે. બીજા દિવસે છાપાઓમાં છપાય છે કે દાંડીમાં ગાંધી રિસર્ચ સેન્ટર બનશે, હાઈટેક એક્ઝિબિશન સેન્ટર બનશે. દાંડીમાં આ થશે અને દાંડીમાં તે થશે. બીજા દિવસે છાપું પસ્તી થઈ જાય છે અને દાંડીના વિકાસ માટે થયેલા દાવા પણ ભુલાઈ જાય છે.
દાંડી આને કા તો પહેલે બીચ પે નહીં જાનેકા, ગાંધી સ્થલ પે જાને કા. ગાંધીને યહાં બડા સત્યાગ્રહ કિયેલા. ઈસ સ્થલ કી...