
એક યુવાને ઓચિંતા જ દોડી આવીને જાનુના પેટમાં છરો હુલાવી દીધો.
ગઇ રાત્રે અમરનાથના મોતીપુરા વિસ્તારમાં એક યુવાન નવોઢા જાનુનું ખૂન થઇ જવાથી સન્નાટો વ્યાપી ગયો હતો. શોકમગ્ન લોકોના ચહેરા પર ગમગીની છવાઇ ગઇ હતી. જાનુ ચીવટવાળી હતી. જાનુ એટલે જૂના મોતીપુરામાં રહેતા અને મીલમાં બદલીપાસનાં મુકાદમ નથુભાઇની દીકરી. જેને હજી તો ગયા મહિને જ બાજુના નવા મોતીપુરાના લાખાભાઇના નાના દીકરા...

‘રાણાભાઈ’ આ તો મોતનો માંડવો છે. તમારું અહીં કામ નથી. તમે ચારણનો વેશ પહેર્યો છે, પણ ચારણ જેવાં ત્રાગાં કરવાનું તમારું ગજું નથી.’
પ્રભાત ઘૂંટાઈને પાકા લીંબુ જેવું તડકાળું થઈ ગયું હતું. બાળ કિરણો કિશોર અવસ્થામાંથી તરુણાવસ્થામાં આવીને ખોંખારા મારતાં હતાં. પાલિતાણાની બજારમાં ધીમે ડાબલે વહેતી શાહી ઘોડાગાડી એક ડેલીબંધ મકાન પાસે આવીને ઊભી રહી. રાજવી સૂરસંગજી ઠાકોર,...

‘અચાનક મન થયું તમને સરપ્રાઇઝ આપવાનું એટલે ફટાફટ નીકળી ગયો...’ બોલતી વખતે અનંતની નજર સૂટકેસો ઉપર પડી અને એના ગળામાં શબ્દો અટકી ગયા.
સરપ્રાઇઝ આટલું મોંઘું પડશે એવી અનંત આચાર્યને કલ્પના નહોતી. અમેરિકામાં ત્રણ વર્ષ એકલાં રહીને મજૂરી કરી હતી. મહામુશ્કેલીએ બચાવેલી છ લાખ રૂપિયા જેવી રકમ નાની-સૂની નહોતી. અનંતને બાની ચિંતા નહોતી. પણ એની પત્ની આભા કકળાટ કરી મૂકશે એ દહેશતને લીધે...



‘દસ લાખના હીરાની ડિલિવરી લઇને એક પાર્ટી આવતી કાલે સાંજના છની બાંદ્રા એક્સપ્રેસમાં સૌરાષ્ટ્ર તરફ જઇ રહી છે.’
પબમાં પૂરા જોરશોરથી પાર્ટી જામી હતી. ડાન્સ ફ્લોર પર યંગ કપલ્સ મસ્તીથી ઝૂમી રહ્યા હતા. વેસ્ટર્ન ધૂનના અસહ્ય ઘોંઘાટથી દૂર જઇને જેકબ ગાર્ડનમાં અલાયદા ટેબલ પર બેઠો.જેકબ પોકેટમારની દુનિયાનો બાદશાહ હતો. એની આંગળીઓમાં એવો જાદૂઇ કસબ હતો કે ગમે તેવા ઉસ્તાદનું ખિસ્સુ...

જેવો હું બસમાંથી નીચે ઉતર્યો એવો જ એક માણસ મારી તરફ ધસી આવ્યો, ‘નવા ડોક્ટર સાહેબ તમે જ, સાહેબ?’મને આશ્ચર્ય થયું અને પછી થયેલું આશ્ચર્ય તરત જ ઓસરી ગયું. આશ્ચર્ય થયું તે એટલા માટે કે સાવ અજાણ્યું શહેર હતું ને સાવ અજાણ્યો હું હતો, તેમ છતાં આ માણસે મને ‘નવા ડોક્ટર સાહેબ’ તરીકે કેવી રીતે ઓળખી કાઢ્યો! અને આ સવાલની લગોલગ પાછળ પાછળ જ એનો જવાબ મને મળી ગયો, બસમાંથી ઉતરેલા તમામ...


આ દાગીના ઝવેર શેઠને ઘેર જઈને આપી આવો. ઝવેર શેઠ લાખ રૂપિયાનો માણસ છે. ઘરેણાં એની દીકરીનાં છે. અમારી ઈ દીકરાવહુ છે. મહા મહિનાની બીજના દિવસે અમે તેડવા જવાના છીએ...
ઘડીક ઓરડામાં તો ઘડીક ઓસરીમાં શૂન્ય નજરે તાકતા આધેડ ઉંમરનાં ધણી-ધણિયાણી મૂંઝવણભર્યા થઇને ઓરડો અને ઓસરી વચ્ચે આવજા કરે છે. આવનારી આફતની તોતિંગ શિલાઓ એના માથા પર તોળાઈ રહી છે..!ગીરવનના ખોળે બેઠેલું ખાંભા ગામ, ચારેય છેડે...

તમારી વાત માની લઉં એટલો હું મૂર્ખ નથી. આ ચોળાયેલાં સલવાર-કમીઝ, અસ્ત-વ્યસ્ત વાળ, આ સૂઝેલા ગાલ અને હમણાં જ રડેલી હોય તેવી આ આંખો. શું હું જાણી શકું કે તમારી સાથે શું બન્યું છે?
લક્ષ્ય ચોંકી ગયો. ઘરેથી નીકળીને બાઇક ઉપર બેસીને તે કોલેજ તરફ જઇ રહ્યો હતો, ત્યાં અચાનક બાજુની ગલીમાંથી બહાર નીકળતી એક રૂપાળી યુવાન છોકરીને જોઇને એ થંભી ગયો. છોકરી એની જ કોલેજમાં ભણતી હતી. ભલે એ લક્ષ્યના...

જિંદગીભર સળગતી રહ્યા બાદ હવે બચાવવાનો પ્રયત્ન વ્યર્થ છે.
નિત્યાનો ફોન આવ્યો, ‘હું આજે બપોરની ફ્લાઇટમાં ઇન્ડિયા-અમદાવાદ જાઉં છું. મારે રહેવાની સગવડ તું ક્યાંક કરી શકીશ? મારે હોટલમાં નથી ઊતરવું.’ નિત્યાનો અવાજ સાંભળીને જ મને આંચકો લાગ્યો હતો. પ્રથમ ક્ષણે તો હું એનો અવાજ ઓળખી જ ન શકી. કાયમનો એનો સૌમ્ય, મધુર, પ્રેમાળ અવાજ આવો કેમ? અને એણે જે કહ્યું એ મારા મગજમાં બરાબર ઊતર્યું...

જે કેસર પાછળ જુવાની જેલમાં ઓગાળી નાખી, એ તો કોઇની સાથે ઠરીઠામ થઇ ગઇ હશે.
‘ટન...ટન...ટન...’ રાત્રિના બાર વગ્યે જેલના સંત્રીએ સમયસૂચક ઘંટના ટકોરા માર્યા. જેલની તોતિંગ કોટ સમી દીવાલોમાં એના પડઘા ગુંજી રહ્યા. થોડીવારે એ પડઘા શમી રહેતા જેલમાં શાંતિનું સામ્રાજ્ય યથાવત્ થઈ ગયું. જેલના તમામ કેદીઓ જંપી ગયા હતા.
પણ સાત નંબરની કોટડીમાં કેદી જગમાલની ઊંઘ ઊડી ગઈ હતી. આવતીકાલે એને...


ગીતા અને હરીશ એમના લાડકવાયાને લઇને ઘરે ગયા, પણ મારા માટે અપાર સુખ અને સંતોષ છોડી ગયા.
સાહેબ, આપની ફી?’ એણે પૂછ્યું. પૂછયા પછી એને લાગ્યું હશે કે પ્રશ્ન અધૂરો છે અને તોછડો પણ! એટલે એની એ જ વાત એણે બીજા શબ્દોમાં પૂછી લીધી, ‘આપને કેટલા રૂપિયા આપવાના થાય છે, સાહેબ?’એ આદમી એની પત્નીને લઇને ‘ચેકઅપ’ માટે મારી પાસે આવ્યો હતો. મેં મારી ફરજ પૂરી કરી દીધી હીત. હવે એ બંને જઇ રહ્યા હતા....





‘કાપડની ક્વોલિટી ગમી એટલું જ પૂરતું છે. બારે-બાર રંગના તાકામાંથી એક-એક પીસ ફાડી આપ!’
ડો.એસ.આર.શાહ. મારાથી બે વરસ જુનિયર. પણ સાથે એક જ વિભાગમાં કામ કરતાં હોવાથી મિત્રતા બંધાઈ ગઈ હતી. એક દિવસ અચાનક મને પૂછે, ‘આ પેન્ટ સુંદર છે, ક્યાંથી ખરીધ્યું?’‘હા, કાપડ સારું છે. જરાક મોંઘું છે, પણ સારા પ્રસંગે પહેરવા માટે આવાં બે - ત્રણ મોંઘાં કપડાં ખરીદી લેવામાં વાંધો ન હોવો જોઇએ.’ મેં...



‘ઓહોહો’, મારા ભગવાન? એક રાજબીજને ઉગારવાનું ભગીરથ કાર્ય તેં મારા જેવા નીચલાં વરણને સોંપ્યું? ક્યા ભવનાં મારાં પુણ્ય કે હું મારા અન્નદાતાનો જીવનદાતા બન્યો!
જૂનાગઢ ઉપર ધ્રાસકો તોળાઈ રહ્યો છે. પ્રજાના હૈયેહૈયામાં લોહીજાણ પ્રશ્ન ઊઠે છે કે રા’ ડિયાસ રણ સંગ્રામે પોઢી ગયા છે. જૂનાગઢની ગાદી સોલંકીઓના હાથમાં જાશે તો રા’ ડિયાસના બાળ કુંવર નવઘણનું શું થાશે? શત્રુઓ એને વધેરી...














બાપુજી ! આજે બેંકમાં મારો મૌખિક ઇન્ટરવ્યૂ છે..’
‘હા, એ વાત તેં ગઈકાલે મને કહી હતી. મને વિશ્વાસ છે કે તું લેખિતમાં પાસ થયો માટે મૌખિકમાં કોઈ તકલીફ નહીં પડે તું પાસ થઈ જવાનો.’
‘અત્યારે ખાલી પાસ થવાથી નિમણૂકો મળતી નથી, બાપુજી!’
‘એટલે તું શું કહેવા માગે છે વિશાલ ?’
‘વર્તમાન સમયમાં લાંચ, લાગવગ અને ભલામણોનો દોર ચાલે છે આપણે લાંચ તો ન આપી શકીએ પણ વગનો આધાર...

અસ્મિતાતાના સેંથામાં સિંદૂર પૂરવાનું બને તો અનુરૂપનું સદભાગ્ય લેખાય, પણ સવાલ છે અનુષ્કાનો. અનુષ્કા અનુરૂપની પ્રેયસી છે અને અનુરૂપ અનુષ્કાને દગો દેવા માગતો નથી.
ચહેરો એ મનનું દર્પણ છે. લાખ ઉપાય છતાંય મનોભાવો મોં પર પ્રગટ્યા વગર રહેતા નથી. અનુરૂપ ચહેરાનો શિકાર બન્યો છે. છેલ્લા થોડા દિવસોથી તે ખૂબ જ વ્યગ્ર છે. ન કહેવાય કે ન સહેવાય તેવી મૂંઝવણ અનુભવી રહ્યો છે.મેં પૂછ્યું તો કહે...



જબરો લોચાવાળો કેસ છે. ખૂન થયું છે પ્રમોદ નામના એક ડ્રાઇવરનું અને શકમંદની યાદીમાં અત્યારે મારી પાસે સાત નામ છે! પ્રમોદની હત્યા કરવાનો મોટિવ એ સાતે સાત પાસે હાજર હતો.
‘હરિઇચ્છા’ લખેલા બંગલાના ગેટથી દસેક ફૂટ દૂર એક માણસની લાશ પડેલી હતી. લાશ જોવા ઉમટેલા ટોળામાંથી એક સજ્જ્ને પોલીસને જાણ કરવા ખિસ્સામાંથી મોબાઇલ કાઢીને એકસો નંબર ડાયલ કર્યો. આઠ વાગ્યે તો આખું પોલીસ સ્ટેશન...



દરરોજ કોલેજ બાદ મિત્રો સાથે લાયબ્રેરીમાં બેસીને ગહન વાંચન કરવું અને કાયદાશાસ્ત્રના વિવિધ પુસ્તકોનો અભ્યાસ કરવો તે નિશાંત પટેલનો શોખ હતો. ભવિષ્યમાં એક સારા વકીલ બનવાની તમન્ના તેમને એક નાના ગામડામાંથી અમદાવાદ ખેંચી લાવી હતી. અહીં ગુજરાત યુનિવર્સિટીના સ્કૂલ ઓફ લો માં તે કાયદાશાસ્ત્રનો ઉચ્ચ અભ્યાસ કરી રહ્યો હતો.
એલએલએમનું પહેલું વર્ષ તો જોતજોતામાં વીતી ગયું પરંતુ હવે...



આખી હાઇસ્કૂલ સ્તબ્ધ હતી. વર્ગખંડો અને ચોક ડસ્ટર થરથરતાં હતાં. લાફો ખાનાર વિદ્યાર્થી પોપટભાના મામા એટલે અઢારસો પાદરના ધણી, મહારાજા ભાવસિંહજી! રાજયનું આખું કેળવણી ખાતું એમનું આશ્રિત અને ઓશિયાળું!
‘જીવણ!’ હાઇસ્કૂલના હેડમાસ્તરે લોબીમાં આવીને પટાવાળા જીવણને પૂછ્યું, ‘હમણાં પગ પછાડતો, ડારા દેતો ભાગી ગયો એ છોકરો કોણ હતો?’
‘પોપટભા!’ પટાવાળાએ મૂંઝાતા સાદે જવાબ દીધો.....




Sitemap | Investor | Advertise With Us | Contact Us | Feedback | Calender-2010 | Newsletter
Group Sites: IndiaInfo.com | Bhaskar.com | Corporate Intranet | DNA | Business Bhaskar | 3d Syndication | MyFM | Saurashtrasamachar
Copyright © 2010-11 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.




