Set as Home Page E-paper | Archive  | Subscribe to RSS feeds Follow us on facebook Follow us on Twitter Follow us on
Divya Bhaskar

તમે ક્યારેય આવા પાઇલટને મળો છો?Thursday, June 24, 2010 11:05 [IST]

poilot11

કાલે ઉઠીને હું માઉન્ટ એવરેસ્ટ સર કરી આવું, તો ગામમાં ઢંઢેરો પીટતી ફરું કે નહીં? પારકાં ઘરકામ કરીને ગુજરાન ચલાવતી સ્ત્રી માટે પ્લેનની મુસાફરી પણ એટલી જ મોટી વાત હતી.



મારે ત્યાં કામ કરતી બાઈ હમણાં બહુ ખુશ છે. ભત્રીજાના લગ્નમાં એ નાગપુર ગયેલી. એકની એક બહેન પર એના ચાર ભાઈઓને આ વખતે એટલું વહાલ આવી ગયું કે, એમણે વળતી મુસાફરી માટે બહેનને પ્લેનની ટિકિટ આપી.ચાલીસેક વરસની ઉંમરે...

 
 
Divya Bhaskar

ચાલો શોધવા, સુખ નામનો પ્રદેશThursday, June 24, 2010 11:05 [IST]

manoj-shukla-11

હરીન્દ્ર દવેની એક નવલકથાનું નામ ‘સુખ નામનો પ્રદેશ’ છે. આ નવલકથા વાંચી ત્યારે એવું સમજાયેલું કે સુખની શોધ પણ તમને દુ:ખી કરી શકે. આપણી તળપદી બહેનો પગે લાગનારને એવા આશીર્વાદ આપતી કે ‘તમે જેને સુખ માનતા હો એવું સુખ ઈશ્વર તમને આપે.’ સુખ અંગે અપાયેલા આ આશીર્વાદ કદાચ સૌથી સાચા અને સૌથી સારા આશીર્વાદ છે. કારણ કે સુખ આપણને શું મળે છે તેમાં નથી પણ આપણે શું પ્રાપ્ત કરવા ઇચ્છીએ છીએ...

 
 
danik bhaskar

બ્રહ્માંડ કેટલું વિશાળ?Wednesday, June 23, 2010 13:45 [IST]

સૌરજવાળાઓ અંગેની નાસાએ ડિસ્ટર્બન્સની ચેતવણી આપી છે. ત્યારે જાણીએ કે ભઇ, બ્રહ્નાંડ છે કેવડું?!

બ્રહ્માંડ અત્યંત વિશાળ છે, વિસ્તૃત અને વ્યાપક છે, આવું તો આપણે અવાર-નવાર સાંભળતા હોઇએ છીએ પણ અતિ વિશાળ એટલે ખરેખર કેટલું વિશાળ? આ વાતનો આપણને ઘણીવાર વિચારવા છતાંય સાચો અંદાજ આવતો નથી. અહીં એ પ્રશ્ન થાય કે બ્રહ્માંડ એટલે શું? આમ તો બ્રહ્નાંડ એટલે નજરે જોઇએ છીએ એ બધું તો ખરું જ. પૃથ્વી,...

pankaj-2111
 
 
danik bhaskar

ચાલ, વરસાદની મોસમ છેWednesday, June 23, 2010 11:49 [IST]

લગભગ તમામ ભારતીય કવિઓએ વર્ષાગીતો રચ્યાં છે, અને તેમાં પૂરેપૂરા ખીલ્યા પણ છે. કાલિદાસથી લઇને તત્કાલીન કવિઓએ પ્રેમીઓની તડપ સાથે વરસાદને જોડીને ઓવારણાં લીધાં છે.



મેઘ આયે બડે બન ઠન કે, સંવર કે પેડ ઝૂક ઝાંકને લગે ગરદન ઊંચકાયેઆંધી ચલી, ધૂલ ભાગી ઘાઘરા ઊઠાયેબાંકી ચિતવન ઊઠા નદી ઠીઠકી, ઘૂંઘટ સરકેબૂઢે પીપલને આગે બઢ કે જુહાર કી, ‘બરસ બાદ સુધ લિન્હીમેઘ આયે બડે બન ઠન કે, સંવર...

rain_111
 
 
danik bhaskar

પેટની ચરબી: સમૃદ્ધિનું પ્રતીક કે રોગનું ઘર?Monday, June 21, 2010 10:47 [IST]

સામાન્ય ઉક્તિ છે કે ‘જેટલા મોટા શેઠ, તેટલું મોટું પેટ.’ પેટ ઉપરની ચરબી કદાચ શ્રીમંતાઇનું પ્રતીક ચોક્કસ હશે. પરંતુ આ વધારે પડતી ચરબી અનેક બીમારીઓને નિમંત્રણ આપે છે. ડાયાબિટીસ, બ્લડપ્રેશર, કોલેસ્ટેરોલ અને હૃદયરોગની તકલીફો પેટ ઉપર રહેલી અતશિય ચરબી સાથે સંકળાયેલ છે.



નોર્મલ વ્યક્તિના શરીરમાં ચરબીનું પ્રમાણ ૨૫થી ૩૦ ટકા જેટલું હોય છે. આ ચરબી શરીરના જુદા જુદા ભાગોમાં...

teven-marvah-11
 
 
danik bhaskar

યુવાની અને હૃદયરોગMonday, June 21, 2010 10:48 [IST]

નાની ઉંમરના લોકોને હૃદયના હુમલા આવે તે સૌથી ચિંતાજનક બાબત છે. યુવાન દર્દીને મોતના મુખમાંથી ઉગારવો એટલે તેની પત્ની, બાળકોને એક લાંબી દુ:ખદાયક સફરમાંથી બચાવવા.એક ત્રીસ વર્ષના યુવાનને છાતીમાં દુખાવો શરૂ થયો અને તરત જ પડી ગયો. મારી હોસ્પિટલે પહોંચતાં પહેલાં રસ્તામાં જ તે મૃત્યુ પામ્યો. હોસ્પિટલે પહોંચ્યો ત્યારે તેને મૃત જાહેર કરાયો. મરનાર એની પાછળ યુવાન વિધવા અને નાના બાળકને...

keyur-11
 
 
danik bhaskar

રુખ સે પર્દા હટાSunday, June 20, 2010 11:13 [IST]

સન ૧૮૪૦માં અંગ્રેજોના લશ્કરે સિંધ જેર કર્યું, ત્યારે ત્યાં સતી પ્રથા પ્રચલિત હતી. જનરલ ચાલ્ર્સ નેપિયરે તત્કાળ તેની ઉપર પ્રતબિંધ મુકાવ્યો. હિંદુ વડવાઓ કહેવા ગયા કે અમારી રુઢિનો ભંગ ન કરો. જનરલે જણાવ્યું કે અમારી પણ એક રૂઢિ છે, કે કોઇને જીવતું બાળે તે માણસની ડોકે અમે દોરડું બાંધીને ફાંસી આપીએ છીએ. તમે તમારી રુઢિ ચાલુ રાખો તો અમે અમારી ચાલુ રાખીશું. આ દાખલો હાલ યુરોપમાં બુરખા ઉપર...

madhu-rai-11
 
 
danik bhaskar

હજારો વર્ષો પૂર્વેનું દર્શન કાર્બનની આંગળીએ...Sunday, June 20, 2010 11:14 [IST]

કચ્છના ધોળાવીરામાં હડપ્પન સંસ્કૃતિના અવશેષો મળ્યા છે. ધોળાવીરાથી થોડે જ દૂર કરોડો વર્ષ જૂના વૃક્ષના અશ્મિઓ મળ્યા છે. તો વળી બગોદરા પાસેના લોથલમાં ૪૭૦૦ વર્ષ પહેલાંના ચિનાઇ માટીના ટુકડા હાથ લાગ્યા છે. પુરાતત્વવિદોએ ખૂબ જ સાવચેતીપૂર્વક અને નરમાશથી આજુબાજુનાં ઠીકરાં ભેગાં કરી એક માટલાનો આકાર મેળવ્યો. આ સમયે પ્રશ્ન થાય કે વૈજ્ઞાનિકોને કઇ રીતે ખબર પડે કે મળેલું લાકડું કે ઇંટનો...

chintan-111
 
 
danik bhaskar

સ્મરણનો તીવ્ર હુમલોSunday, June 20, 2010 11:15 [IST]

વ્યથા

કાટ ખરડાયેલી તલવાર્યું જોઇને પાળિયાને એવું તો થાતુંહે ધિંગાણા વિહોણા પાદરને છોડીનેપથ્થર હું પાછો થઇ જાઉં.પાદરે ઊભેલ એક વડલાની વેદના તોસીમને કહેવી કે ગામલોકોને?તરવરતાં બાળકોયે ઝૂલતાં નથી તે હવેવડવાઇયું હાલી છે ભોંયમાં,ઘેઘૂર એકાંતમાં વેદનાના ટેટા જોઇવડલાને એવું તો થાતું કે ચાલ હવે જંગલમાં પાછો હું જાઉં.ઊભો મારગ મેલી કેડીએથી આવતાઘોડાથી ધૂળ કેમ ઊડે?ગાયું જ્યાં...
manoj-111
 
 
danik bhaskar

તમારું રિચ મૂવીSaturday, June 19, 2010 13:34 [IST]

વિઝ્યુલાઇઝેશન શું છે અને કેવી રીતે કામ કરે છે તે આપણે ગયા અંકમાં જોયું. ચાલો હવે જોઈએ કે સમૃદ્ધિનું વિઝ્યુલાઇઝેશન કેવી રીતે કરવું જોઈએ. વિઝ્યુલાઇઝેશન એટલે કલ્પના. જેવા સંજોગો જોઈએ છે તેવા જ સંજોગો ચાલી રહ્યા હોવાની કલ્પના. તમારે તમારું પોતાનું એક આખું કાલ્પનિક ચલચિત્ર તૈયાર કરવાનું છે. એટલે કે સમૃદ્ધિ માટે તમારે તમારું ‘રિચ મૂવી’ તૈયાર કરવાનું છે. અને પછી રોજ એ રિચ મૂવીને...

rajiv-bhalani-11
 
 
danik bhaskar

શાનદાર જીવનSaturday, June 19, 2010 13:29 [IST]

પ્રેરણાત્મક લખાણો અને વકતવ્ય માટે રોબિન શર્માનું નામ જાણીતું છે. ‘મંક હૂ સોલ્ડ હીઝ ફરારી’થી પ્રસિદ્ધ થયેલા આ લેખકનું બેસ્ટ સેલર પુસ્તક છે ‘મેગ લિવિંગ’. વિષય છે જીવનને કેવી રીતે શાનદાર બનાવવું. લેખકે અમુક ટીપ્સ આપી છે અને સફળતા માટે ત્રીસ દિવસની એક યોજના પણ મૂકી છે.



અમુક લોકો પોતે ઘટનાનું સર્જન કરે છે અને બાકીના ઘટનાના મૂક પ્રેક્ષક બની રહે છે. ઘટનાઓનું આપણે ધારીએ...

navi-najare111
 
 
danik bhaskar

અને હવે વિશ્વની ટોચની નવલકથા...Saturday, June 19, 2010 12:39 [IST]

જીવન કેટલું નિરર્થક-ખોખલું-નકામું-બકવાસ છે તથા ઇશ્વરે ભેટરૂપે આપેલી જિંદગી કેટલી સાર્થક-પવિત્ર-ઉમદા-મહાન છે એ બન્ને છેડાની વાતો એક જ લેખક લખે ત્યારે...



ગયા લેખમાં જેની વાત કરેલી એ ‘દિલ તો બચ્ચા હૈ જી...’ સાંભયું? મજા આવી? એ ગીતના શબ્દો તો સમજી શકાય તેવા છે, પણ એમાં સંગીતની જે મજા છે એ ઝટ સમજી કે સમજાવી શકાય તેવી નથી. સંગીત એક ‘ભેદી’ ચીજ છે. આમ તો એમાં સાત સૂરનું એક ગણિત કામ...

Classic-211
 
 
danik bhaskar

વેઇટરમાંથી બન્યા હોટેલિયર સુરિન્દર અરોરાFriday, June 18, 2010 17:39 [IST]

બ્રિટનમાં વસતા મૂળ ભારતીય ઉદ્યોગપતિ સુરિન્દર અરોરાએ નવો વ્યવસાય શોધ્યો અને તેઓ ઈંગ્લેન્ડના એવિએશન ઉદ્યોગના સૌથી મોટા હોટેલિયર બન્યા. ‘સન્ડે ટાઈમ્સે’ બ્રિટનમાં વસતા ૪૦૦ ટોપ એશિયન કુબેરોની યાદીમાં તેમનો સમાવેશ કર્યો.

નાથન નામના એક દરિયાઈ પક્ષીએ પરંપરાગત માન્યતાઓનું કોચલું તોડીને પોતાના ઝૂંડમાંનાં પક્ષીઓ કરતાં આકાશમાં વધુ ને વધુ ઊંચે ઊડવાનો નિર્ણય કર્યો. ત્યારે...

strategysuccess_288
 
 
danik bhaskar

સરખામણીનું દુ:ખFriday, June 18, 2010 11:21 [IST]

ફૂલ હોવાની ખુમારી બહુ મજાની છે મિત્રો, દિન ખુદા એવો ન લાવે કે હું પથ્થર લાગું.-‘ શૂન્ય પાલનપુરી



પતંગિયું ક્યારેય તેની પાંખોના રંગોની સરખામણી બીજા પતંગિયાના રંગો સાથે કરતું હશે? મેઘધનુષના સાતેય રંગોને એક-બીજાની ઇર્ષા થતી હશે? માછલીઓ તરણ સ્પર્ધા યોજીને કોણ વધુ ઝડપે તરી શકે છે એની સરખામણી કરતી હશે? આંબો ક્યારેય બાજુના આંબાને જોઈને એવું વિચારતો હશે કે એ આંબામાં કેરી કેમ વધુ...

chintan-ni-pade-11
 
 
danik bhaskar

એટિટ્યૂડ શર્ટ નથી કે પહેરી લીધો...Friday, June 18, 2010 11:03 [IST]

સ્થિતપ્રજ્ઞસ્ય કા ભાષા સમાધિસ્થસ્ય કેશવ સ્થિતધી: કિમ પ્રભાષેતકિમ આસીત વ્રજેત કિમ-ભગવદ્ ગીતા ર:૫૪



આજકાલ પોઝિટિવ એટિટ્યૂડની વાતો કરવી હોબી અને સાંભળવી ડેન્જરસ થઇ ગયું છે. ફ્રી એસએમએસના યુગમાં એવું લાગવા માંડે કે મોબાઇલના ઇનબોક્સમાં જેટલી પોઝિટિવિટી પડી છે એટલી બીજે ક્યાંય નથી! અને જેમના જીવનમાં જીવંતતા જેવું કાંઇ ખાસ બચ્યું નથી એવા નથ્થુરામો પોઝિટિવિટીનો હાઇએસ્ટ...

manoj-modi-11
 
 
danik bhaskar

આવો રાજા કોઇ દિ’ થ્યો નથી!Thursday, June 17, 2010 11:45 [IST]

એ દિવસ હતો ૯મી માર્ચ. ડાયરાની ભાષામાં કહીએ તો તે દિ’ ગોંડલની ધરતી પર જીવતા માણસો તો શું, ઝાડવાંય રોયાં હશે. એ દિવસે હુતાસણીનો તહેવાર હતો અને તૈયારી તો હોળી પ્રગટાવવાની હતી, પરંતુ પ્રગટી ચિતા. ગોંડલના રાજા, ગોંડલના ધણી, અરે, ગોંડલની ધરતી પર રહીને દેશનું ગૌરવ બનેલા, વિદેશમાં પણ રત્નનું સ્થાન પામેલા સર ભગવતસિંહજીનું એ દિવસે મૃત્યુ થયું હતું. એક એવું વ્યક્તિત્વ કે જેના માટે કોઇ પણ...

jwalant_288
 
 
danik bhaskar

કેવાં કેવાં લગ્ન ટકી જાય છે!Thursday, June 17, 2010 11:55 [IST]

અનેક યુગલો, પ્રેમ નહીં પણ આવા ડરના માર્યા એકમેકને વળગી રહે છે. ક્યારેક સમાજનો ડર છે, ક્યારેક સ્વાર્થ તો ક્યારેક મજબૂરી હોય છે.

અમેરિકાના ભૂતપૂર્વ પ્રેસિડેન્ટ બિલ ક્લિન્ટનના લફરાં જ્યારે દુનિયાભરમાં ચર્ચાના ચકડોળે ચઢેલા, ત્યારે ઘણાંએ ધારી લીધેલું કે બિલની ફાયરબ્રાન્ડ પત્ની હિલેરી નક્કી એને ડિવોર્સ આપી દેશે. એમની વચ્ચે થતાં ઝઘડાની સાચી-ખોટી વાતો રોજ છાપાંમાં છપાતી હતી. એ...

varsha_2881
 
 
danik bhaskar

ન્યાય: ધીમો ખરો પણ બારીક?Thursday, June 17, 2010 11:45 [IST]

ન્યાય તે સમાજની અને સરકારની કામયાબીનો પાયો છે તેવું શેરશાહ હંમેશાં કહેતો. આપણા પાયામાં લુણો લાગ્યો છે તેથી ગુનેગારો હરહંમેશ સુરક્ષિત છે.

ભોપાલકાંડ અંગેની જે ચર્ચા વર્ષો અગાઉ શરૂ થવી જોઇતી હતી તે મોડે મોડેથી અને ચુકાદો આવ્યા પછી શરૂ થઇ છે અને હવે આ ચર્ચાનો કશો અર્થ રહ્યો નથી. અબજો રૂપિયાનો ખેલ ખેલનારી આંતરરાષ્ટ્રીય પેઢીઓની વગ અને સત્તાનો આછોપાતળો ખ્યાલ આ ઘટના પરથી આવે છે....

nagin1_2881
 
 
danik bhaskar

25,000ના મોત, 25,000 દંડ અને 25 વર્ષ માણસના મોતની કિંમત એક રૂપિયો!Wednesday, June 16, 2010 11:05 [IST]

પચ્ચીસ વર્ષ પહેલાં ભોપાલની એક મહિલા ગર્ભવતી હતી ત્યારે તેના શ્વાસમાં ઝેરી ગેસ ગયો હતો. તેના પેટમાં ઉછરી રહેલું એ બાળક ગયા અઠવાડિયે ચુકાદો આવ્યો ત્યારે ૨૪ વર્ષની યુવતી બની ગયું છે. એ છોકરી હવે ઉંમરલાયક થઇ છે, પણ તે સંતાનને જન્મ આપવા સક્ષમ નથી એવું ડોક્ટરોનું કહેવું છે. કૂખની પીડાએ હજી તેનો પીછો નથી છોડ્યો. ગર્ભમાં વેઠેલી પીડાએ તેને વાંઝણી બનાવી છે. આવા અનેક લોકો ભોપાલ ગેસ...
LAST31
 
 
danik bhaskar

એક છત્રી છે ઇનફ, બે જણાંને મળવાં!Wednesday, June 16, 2010 10:28 [IST]

ટાઇટલ્સ અપના ઘર ભી મિલતા જુલતા હૈ, ગાલબિ કે ઘર સે, બસ દો ઘંટે બરસાત હો ઔર છ: ઘંટે છત બરસે! કહેવાય છે કે શાહજહાંએ ૨૨ વરસ સુધી ૨૦૦૦ કારીગરોને કામે લગાડીને તાજમહાલ બનાવ્યો અને એના મુખ્ય શિલ્પકારે વરસો સુધી એ અપ્રતિમ કૃતિને ઢાંકી રાખી કારણ કે એક દિવસ એ શહેનશાહની સામે પડદો ઊંચકીને એને પેશ કરવાનો હતો. વરસોની મહેનત પછી જ્યારે કામ પૂરું થયું ત્યારે શિલ્પકાર અને એના કારીગરોએ રાત્રે એક...
sanjay-1
 
 
danik bhaskar

દેશનું ધનોતપનોત કાઢનારાઓને રાજકારણીઓનું અભયવચન જા બેટા, પતલી ગલી સે નિકલ જા!Wednesday, June 16, 2010 10:25 [IST]

એક અમેરિકા ૯/૧૧ની ઘટના પછી આ કારસ્તાનના મુખ્ય આરોપી ઓસામા બિન લાદેનને શોધવા માટે અફઘાનિસ્તાન ધમરોળી નાખે છે. એક ઇઝરાયલ ૧૯૭૨ની ‘બ્લેક સપ્ટેમ્બર’ની ઘટનાનો બદલો લેવા દુનિયાભરમાંથી તેના આરોપીઓને વીણીવીણીને મારી નાખે છે. જ્યારે આપણે? આપણું નાક દબાવીને મસુદ અઝહરને ત્રાસવાદીઓ છોડાવી જાય છે. ઓટ્ટાવિયો ક્વાટ્રોચી રાજકીય ઓથ લઇને સરકી જાય છે. એ જ રીતે ભોપાલકાંડનો જવાબદાર યુનિયન...
LAST21
 
 
danik bhaskar

લગ્નજીવનમાં મુશ્કેલી થશે તો?Wednesday, June 16, 2010 10:03 [IST]

‘મારી ઇન્દ્રિયના ભાગે મસા છે. એક ડોક્ટરે કહેલું કે આ મસા નહીં મટે. મેં એચઆઇવી ટેસ્ટ પણ કરાવેલો. મારું લગ્નજીવન તૂટી તો નહીં જાય ને?’ સમસ્યા: મારી ઉંમર ૧૯ વર્ષની છે. મારી ઇન્દ્રિયના આગળના ભાગે સફેદ મસા છે. તે છેલ્લા ચાર વર્ષથી છે. મેં એક ડોક્ટરને બતાવેલું. તેમણે મને મસા નહીં મટે તેમ કહેલું. મેં બેવાર એચ.આઇ.વી. રિપોર્ટ પણ કરાવ્યો છે. બંને વખતે નેગેટિવ રિપોર્ટ આવ્યો હતો. મેં ગુદામૈથુનનો...
parash-1
 
 
danik bhaskar

સમૃદ્ધિનું મનોચિત્રણMonday, June 14, 2010 10:33 [IST]

કોઇ પણ મકાન વાસ્તવિકતાની ધરતી ઉપર આકાર લે તે પહેલાં એના માલિકના મનમાં આકાર લેતું હોય છે. જિંદગીમાં પણ આવું જ બને છે. તમારી અત્યારની આર્થિક સ્થિતિ તમારા માનસિક ચિત્રોનું પરિણામ છે. તમારી આર્થિક જિંદગી વિશે તમે તમારા મનમાં જાણ્યે અજાણ્યે જે કંઇ ખ્યાલો કે ચિત્રો ઊભા કર્યા છે, એવી જ આર્થિક પરિસ્થિતિમાં તમે જીવી રહ્યા છો. તમારે તમારી આર્થિક સ્થિતિ બદલવી હોય તો મનમાં રહેલાં ધન અને...

rich-life-11
 
 
danik bhaskar

બુદ્ધિ કોરાણે મૂકવી...Monday, June 14, 2010 10:31 [IST]

બુદ્ધિ જીવાડે છે, બુદ્ધિ બધાથી અલગ પાડે છે અને સાયન્સ કહે છે તમે આઈ.ક્યુ. ડેવલપ કરી શકતા નથી. આઈ.કયુ. ડેવલપ ન કરી શકાય, તો સેન્સ ઓફ હ્યુમર પણ ડેવલપ ન કરી શકાય?



એરિસ્ટોટલ કહી ગયો કે સેન્સ ઓફ હ્યુમરનું રહસ્ય આઘાત અથવા તો સરપ્રાઇઝ આપી શકવામાં સમાયેલું છે. પણ એરિસ્ટોટલ એ કહેવાનું ભૂલી ગયો કે સરપ્રાઇઝનું રહસ્ય શું છે. બ્રેઇનમાં એવું તો શું હોય છે કે અમુક માણસો રમૂજી અથવા તો સેન્સ ઓફ...

mukesh-modi-11
 
 
danik bhaskar

કમ્પલ્સિવ અસત્યવાદીMonday, June 14, 2010 10:32 [IST]

આજે તો ઋતુજાએ ચાણક્યને મોઢે જ કહી દીધું. ‘તારો લાઇ-ડિટેકશન ટેસ્ટ કરીએ તો જ ફેક્ટ બહાર આવે. ખબર તો પડે તારામાં હકીકતનો સામનો કરવાની કેટલી હિંમત છે? કંટાળી છું યાર, તારા આ રોજના અવનવા જુઠાણાંથી...’ બંને નવા-સવા પતિ-પત્નીએ મારી સામે જ વાક્યુદ્ધનો પ્રારંભ કર્યો. ચાણક્ય તરત જ ડિફેન્સમાં બોલ્યો, ‘એ તો સર, એવું જ હોય ને આ દુનિયા હવે સત્યવાદીઓની રહી નથી. આ વાત હું ઋતુજાને સમજાવીને થાકયો,...

prashant-11
 
 
danik bhaskar

સંઘર્ષનું સમાધાનSunday, June 13, 2010 14:26 [IST]

વિવાદના લીધે સંઘર્ષ અને તનાવ પેદા થાય છે. આ વિષાદને ટાળતા બહુ ઓછા લોકોને આવડતું હોય છે જેના લીધે આજના વ્યસ્ત જીવનમાં સ્ટ્રેસ સામાન્ય થઇ ગયો છે. જીવનમાંથી વિવાદને દૂર કરી શકાય તો મનની શાંતિ અનુભવાય છે. ‘આર્ટ ઓફ કોનિફ્લકટ ઓર હાઉ ટુ સ્ટે ઝેન’ પુસ્તકની લેખિકા બ્રિજીટ કેહરરને સંઘર્ષ નિવારણનો બહોળો અનુભવ હતો. એણે યુ.એન.ઓ. અને રેડક્રોસમાં સફળ મધ્યસ્થી તરીકે વિવાદોનું સમાધાન...

navi-nazare11
 
 
danik bhaskar

એપેરલ માર્કેટમાં અવ્વલ કુટોન્સ ઈન્ડિયાSunday, June 13, 2010 14:13 [IST]

રાષ્ટ્રીય સ્તરે શૂન્યમાંથી સર્જન કરીને દેવિંદરપાલસિંહ કોહલીની કંપની ‘કુટોન્સ’ આજે દેશભરની ખ્યાતનામ બ્રાન્ડને હંફાવી રહી છે.



પુરુષાર્થ સાથે ભાગ્યનો મેળ ખાય છે ખરો પરંતુ તેના માટે ભારે ધીરજ ધરવી પડે છે. સફળતાની રાહ જોવાના સમયગાળામાં જે વ્યક્તિ ધીરજ ગુમાવતી નથી તે સફળતાની ટોચે પહોંચે છે. એપેરલ્સ બ્રાન્ડ કુટોન્સના સર્જક દેવિંદરપાલસિંહ કોહલી આવા જ ધીરજવાન ઉદ્યોગપતિ...

apral11
 
 
danik bhaskar

મા-બાપની ખુમારી ક્યાં જતી રહે છે?Sunday, June 13, 2010 13:56 [IST]

ઓછા ટકા આવવા છતાં સંતાનને સારી કોલેજમાં એડમિશન અપાવવા દોડતા મા-બાપ માત્ર પ્રેમવશ જ આવું કરે છે?



બારમા ધોરણનું અને ત્યારબાદ દસમાનું પણ રિઝલ્ટ આવી ગયું. અત્યાર સુધી માથું ઊંચું રાખીને જીવેલા અનેક વડીલો પોતાના સિદ્ધાંત અહમ્ આત્મ સમ્માનને એક બાજુએ મૂકીને પારકાના પગે પડવા બહાર નીકળશે. ‘પ્લીઝ, અમારા દીકરા-દીકરીને ફલાણી કે ઢીકણી કોલેજમાં એડમિશન અપાવી દો, તમારો ઉપકાર જિંદગીભર...

varsha-pathak-11
 
 
danik bhaskar

સામા પ્રવાહે તરતા પહેલાં...Saturday, June 12, 2010 12:49 [IST]

સ્વામી સચ્ચિદાનંદજીનું એક પુસ્તક છે: ‘ચાલો અભિગમ બદલીએ’. તેમાં શીર્ષકને અનુરૂપ અનેક વાતો છે પણ આજે તો આપણે માત્ર એ શીર્ષકને સ્મરણમાં રાખીને જ અહીં કશુંક મૂકવું છે. આ અભિગમ બદલવો એટલે શું? જવાબ મળે કે સામા પ્રવાહે ચાલવું. ટોળા સાથે ચાલવાને બદલે અલગ ગતિ કરવી જોઇએ. પોતાની આગવી કેડી કંડારવી જોઇએ, જુદી દિશામાં નક્કર રીતે વિચારવું જોઇએ. આપણે ત્યાં પ્રવાહમાં ચાલવું તે પ્રણાલિકા છે,...

Manoj-Shukla11
 
 
danik bhaskar

લોકશાહી કે અમલદારશાહી?Saturday, June 12, 2010 10:37 [IST]

લોકશાહી લોકોનું રાજ કહેવાય છે પણ લોકો તો હંમેશાં ઠેબાં-ઠોકર ખાતા રહે છે અને સરકારી જમાઇ બની ગયેલા અમલદારોની જોહુકમી વેઠતા રહે છે.



‘હલકું લોહી હવાલદારનું’ તેવી કહેવત પ્રમાણે ભારત સરકાર પટાવાળા-સફાઇ કામદારોની ફરિયાદો લઇને અદાલતમાં પહોંચે છે પણ આઇપીએસ કે આઇએએસ કક્ષાના સર્વોચ્ચ અધિકારીઓને હાથ અડાડવાની હિંમત કરતી નથી તેવી ટીકા સર્વોચ્ચ અદાલતે કરી છે. આ ટીકા સાચી છે કારણ...

nagindias11
 
 
danik bhaskar

પુરાતત્વનાં તત્વોFriday, June 11, 2010 16:43 [IST]

અન્ય પ્રાણીઓથી માનવી જુદો પડે છે તેની યાદશક્તિને લીધે, ભૂતકાળના અનુભવોનો ઉપયોગ કરીને પોતાના ભૂતકાળને વાગોળતી માનવજાતે એક શાસ્ત્ર વિકસાવ્યું જેને ‘પુરાતત્વશાસ્ત્ર’ એવું નામ આપ્યું. માનવના ભૂતકાળનો અભ્યાસ કરતા આ શાસ્ત્રનું શરૂઆતનું ધ્યેય તો માનવીની સાંસ્કૃતિક પ્રવૃત્તિઓને સમયબદ્ધ કરવાનું હતું. ત્યારબાદ આ શાસ્ત્રને સહારે માનવીની પ્રાચીન જીવનશૈલીમાં આપણે ડોકિયું કરી...

chintan-b2111
 
 
danik bhaskar

હોહોહો દિલ કી હાલત શરાબી, શરાબીFriday, June 11, 2010 16:51 [IST]

ગગનવાલાના ખંભાળિયાના પ્રતિવેશી ટોપણદાસ સંપટ નળનું પાણી નહોતા પીતા. ચંદ્રકાન્ત બક્ષી ઇન્ટરનેટને હાંસીપાત્ર બદતમીજી ગણતા હતા. ચિનુ મોદી ઇમેઇલથી ભડકે છે, ને ગગનવાલા ફેસબુક, ટ્વિટર, વીડિયો ગેઇમ્સ તથા એસએમએસથી બ્હીવે છે. કોઇ પણ ‘નવી’ વસ્તુ પ્રત્યે ભયજનિત ધિક્કાર યાને ‘નિઓફોબિયા’ને ‘થેરપી’ થકી નિવારી શકાય છે, પણ ગગનવાલા થેરપીને પણ બલા ગણે છે. તેથી તે ડરને જીતવા, ને એસએમએસ...

madhu-ryi-11
 
 
danik bhaskar

‘બચ્ચનજી તો મલ્ટિટેલેન્ટેડ છે’Friday, June 11, 2010 12:42 [IST]

ભારતીય સિનેમામાં અત્યારે જે સ્થાન અમિતાભ બચ્ચનનું છે, એ જ સ્થાન ભારતીય એડવર્ટાઇઝિંગમાં પીયૂષ પાંડેનું છે. ફેવિકોલ, કેડબરી અને તાજેતરમાં વોડાફોનની ઝૂઝૂ જેવાં અનેક એડ કેમ્પેઇન્સના સર્જક પીયૂષ પાંડે અત્યારે ગુજરાતમાં અમિતાભ બચ્ચન સાથે એડ સિરિઝનું દિગ્દર્શન કરી રહ્યા છે.પેશ છે, એમની સાથેની વાતચીતના અંશો...

પીયૂષજી, તમને અને બચ્ચનજીને ગુજરાત કેવું લાગ્યું?

વેલ, ગુજરાત...

a_288
 
 
danik bhaskar

બાપુનું IPL કસુંબલ કાઠિયાવાડી ક્રિકેટ ક્લબ!Thursday, June 10, 2010 13:29 [IST]

ટાઇટલ્સ ગમ કરો નહીં કે વીતે છે જિંદગી લિજ્જત વિના, થાઓ ખુશ પીધાં વિના પણ જામ ખાલી થાય છે. (‘બેફામ’) ગયા બુધવારે તમે વાંચ્યું કે કાઠિયાવાડના ભગુભાબાપુએ પોતાના રહ્યાસહ્યા જુના રજવાડાના ખોરડા-ખેતરોને વેંચીને આઇ.પી.એલ. માં ક્રિકેટ ટીમ બનાવવાનું નક્કી કર્યું. હવે આગળ વાત: ખખડી ગયેલા ભગુભાબાપુએ ખોંખારો ખાઇને એમના ચમચા જગલાને કહ્યું, ‘જોજે છઢ્ઢીનું ધાવણ યાદ દેવડાવી દેસું ઇ સિલ્પાડી...
sanjay-chell1[1]1
 
 
danik bhaskar

દિલ સા કોઈ કમીના નહીં...Thursday, June 10, 2010 11:39 [IST]

દિલ તો દિલ છે. તે બચ્ચું-કચ્ચું પણ હોય અને પાજી-કમીનું પણ હોય. મોટી ઉંમરે કોઈ માણસ પ્રેમમાં પડે તો શું થાય? ઘણું બધું થાય. હોબાળો થાય. સમાજમાં બદનામી થાય. જેનું છી છી સાફ કર્યું હોય એવાં સંતાનો પણ શિખામણ આપવા બેસી જાય કે ‘અપને આપ કો સમ્હાલો, પિતાજી.’ બધી વાત સાચી. છતાં, સવાલ ઊભો જ રહે છે કે આધેડ ઉંમરે ઇશ્ક થાય તો એ માણસના દિલમાં શું શું થાય? આ સવાલનો જવાબ જૈફ છતાં જુવાન ગુલઝારે એક ગીતરૂપે...
Dipak-Soliya-11
 
 
danik bhaskar

વો કોમેડી કભી તો આયેગી!Thursday, June 10, 2010 10:30 [IST]

વિદેશોમાં બનતી રહેલી મોન્ટી પાયથોન, પિંક પેન્થર, યસ મિનિસ્ટર, ફ્રેન્ડ્સ, સ્મોલ વંડર જેવી સ્માર્ટ, શાર્પ કોમેડી આપણે ત્યાં ક્યારે બનશે? ગબીજા વિશ્વયુદ્ધના વખતની વાત છે. એક બ્રિટિશ ‘જોક્સ ઉત્પાદકે’ એવો જોક રચી નાખ્યો, જે વાંચતાની સાથે જ વાંચનાર હસી હસીને ત્યાંને ત્યાં જ હાર્ટ એટેકનો ભોગ બનતો! ખુદ એ જોકનો રચિયતા જ પોતાનો જોક વાંચીને ત્યાં જ હસી હસીને મરણને શરણ થાય છે. એની મમ્મીને...
Pink-Panther1
 
 
danik bhaskar

નસ નસમાં પેશન!Thursday, June 10, 2010 10:33 [IST]

સોકર વર્લ્ડ કપ એટલે પેશનની પરાકાષ્ઠા. પરંતુ આપણે પેશનને કેટલું પિછાણીએ છીએ?



એક મેક્સિકન પરિવાર સિક્યોરિટીથી છુપાઇને ગેરકાયદેસર બોર્ડર ક્રોસ કરીને અમેરિકામાં ઘુસી રહ્યો છે. જીવના જોખમે પણ રોજીરોટીની શોધમાં આવું પગલું ભર્યા વિના છુટકો નથી. યુએસ બોર્ડર પોલીસથી બચીને ભાગવામાં પરિવારમાં રહેલા સાત-આઠ વર્ષના ટેણિયાના હાથમાંથી એને ઇનામમાં મળેલો ફૂટબોલ પડી જાય છે, પરંતુ લેવા...

six-sesth-11
 
 
danik bhaskar

સુખ-દુ:ખ માણસના હાથની વાત છે?Thursday, June 10, 2010 10:28 [IST]

આપણું બધું જ છીનવાઈ શકે, પણ કેવા સંજોગોમાં કેવો પ્રતિભાવ આપવો એ નક્કી કરવાની આપણી આઝાદી, સ્વતંત્રતા, અધિકાર કોઈ ન છીનવી શકે. વિક્ટર ફ્રેન્કલની લોગોથેરપી શીખવે છે કે પોતે દુ:ખી હોવા બદલ બીજાઓનો, સંજોગોનો વાંક કાઢશો નહીં. લાખ રૂપિયાનો સવાલ: સુખ-દુ:ખ આપણા હાથમાં છે કે નહીં? તમે શું કહો છો? મનોવિજ્ઞાની વિક્ટર ફ્રેન્કલ કહે છે: સુખ-દુ:ખ આપણા જ હાથમાં છે. હા, એ ખરું કે પરિસ્થિતિ આપણા હાથમાં...
deepak-s1
 
 
danik bhaskar

તમે કેટલાં લકી છો?Wednesday, June 09, 2010 11:54 [IST]

મૈં આજ સિર્ફ મુહબ્બત કે ગમ કરુંગા યાદ, યહ ઔર બાત હૈ તેરી યાદ ભી આ જાયે.-‘ ફિરાક ગોરખપુરી સંબંધો અને નસીબને કેટલો સંબંધ છે? નસીબદારની વ્યાખ્યામાં આપણે સંબંધોને કેટલા કાઉન્ટ કરીએ છીએ? સારા સંબંધોને સારા નસીબ કહેવા કે કેમ એ માણસ સંબંધોને કઈ નજરથી જુએ છે તેના પર આધાર રાખે છે. બધું જ હોય અને કોઈ ન હોય એ વ્યક્તિની વેદના બહુ જુદી હોય છે! હમણાં એક શિક્ષકને મળવાનું થયું. તેમને વસ્તીગણતરીનું...
chintan-11
 
 
danik bhaskar

ફૂટબોલનો મહાકુંભWednesday, June 9, 2010 11:47 [IST]

વિશ્વભરમાં રમતગમતક્ષેત્રે ઓલિમ્પિક્સ પછી સૌથી વધારે આકર્ષણ ધરાવતી કોઈ ઇવેન્ટ હોય તો તે છે ફૂટબોલ વર્લ્ડ કપ. ભારત જેવા ક્રિકેટતરફી પ્રેક્ષકો ધરાવતા દેશમાં પણ ફૂટબોલ વર્લ્ડ કપ આવે એટલે બધે તેની જ ચર્ચા થતી હોય છે. ૧૧મી જુન એટલે કે બે દિવસ પછી સાઉથ આફ્રિકામાં ફૂટબોલ વર્લ્ડ કપનો પ્રારંભ થશે.એક મહિના સુધી ૩૨ ટીમ વિશ્વમાં મોખરાના સ્થાન માટે આ વર્લ્ડ કપમાં ભાગ લેશે અને હવે તો મેદાન...

tushar-t-11
 
 
danik bhaskar

જશ્ન અને ઝનૂનની જોશીલી કિકWednesday, June 9, 2010 11:46 [IST]

ક્રમકતા, ઝનૂન, ઉત્સાહ, જુસ્સો, જોમ અને ઉશ્કેરાટની રમત છે ફૂટબોલ. ૯૦ મિનિટની આ રમતમાં પળેપળ પરિસ્થિતિ બદલાય છે. એક ખેલાડી અંદાજે ૧૧ થી ૧૮ કિલોમીટર જેટલું અંતર આ દોઢ કલાકમાં દોડે છે, અને ફૂટબોલ ચાહકો પાગલ થઇ ઊઠે છે. એક ગોલ થાય છે અને ગગન હર્ષનાદોથી ગાજી ઊઠે છે. ખેલાડીઓ એકબીજા સાથે માતેલા સાંઢની જેમ અથડાય છે. ક્યારેક, ઝેનેદિન ઝિદાન મેક્રો માતેરાઝીને સાચુકલા સાંઢની જેમ માથું માર્યું...

kana-batava11
 
 
danik bhaskar

કાનનું મૌનWednesday, June 09, 2010 10:24 [IST]

ખુદ અપને આપ સંવર જાઇએ તો બહેતર હૈ, યે મત સમજીયે કે દુનિયા સુધરનેવાલી હૈ.‘ મંજર ભોપાલી વધુ પડતું બોલવું જેટલું અયોગ્ય છે એટલું જ ગેરવાજબી નક્કામું સાંભળવું છે. જિંદગીનો થોડોક સમય ‘સાયલન્સ ઝોન’હોવો જોઈએ. જીવનના અમુક સમયે ઘડીયાળ સામે ‘નો નોઈસ પ્લીઝ’નું બોર્ડ મૂકી દેવું જોઈએ. સુરજ કોઈ અવાજ વગર ઉગે છે. હવા પણ જ્યાં સુધી એનો મગજ ન ફરે ત્યાં સુધી એની હાજરી ન વર્તાય એ રીતે વહેતી રહે છે....
chintan-ni-pade-1
 
 
danik bhaskar

આપણી આંતરિક શક્તિWednesday, June 09, 2010 10:24 [IST]

એન્થની રોબિન્સ દ્વારા ૧૯૯૧માં પ્રકાશિત પુસ્તક ‘અવેકન ધ જાયન્ટ વિધિન’આપણી આંતરિક શક્તિને ઓળખવા પર ભાર મૂકે છે. લેખકે પોતાના જીવનમાં ઉતાર-ચડાવ જોયા છે અને બધું ખોયા પછી ફરી પાછું મેળવ્યું છે. અમેરિકાના રાજનેતાઓ, ઉદ્યોગપતિઓ તથા રમતવીરોના સલાહકાર એન્થની રોબિન્સ માને છે કે એના પોતાના જીવનને સફળતાનું એક ઉદાહરણ ગણી શકાય. એક વાર તારાજ થઇ ગયા પછી ફરી ઉચ્ચ સ્થાન મેળવવું એ આપણા છુપાયેલા...
bakul-baxi1
 
 
danik bhaskar

મૂળિયાં મજબૂત બનાવી વૃક્ષને આપો નવું આકાશ!Wednesday, June 09, 2010 10:23 [IST]

દરેક વૃક્ષનું પોતીકું આકાશ છે જ અને નવા આકાશનો અવકાશ છે જ. હા, મૂળિયાં મજબૂત હશે તો જ. રમેશ, હાથતાળી દઇ ગયો ભીનો સાબુ, ને હાથ ઝાંઝવાને સ્પર્શવાથી મેલા છે. - રમેશ પારેખ એક ટેણિયો ક્રિકેટ ખાતો, ક્રિકેટ પીતો અને ક્રિકેટ શ્વસતો. લોકો જેને સચિન તેંડુલકરને નામે ઓળખે છે એ ટેણિયો સ્વપ્ન જોવામાં માહેર હતો પણ સ્વપ્ન ક્રિકેટનાં જોતો, નહીં કે પેપ્સીની જાહેરાતમાં કામ કરવા મળશે એના! એ મંડ્યો...
mukesh-modi-1
 
 
danik bhaskar

અમિતાભની આંખે ગુજરાતWednesday, June 09, 2010 07:00 [IST]

અમિતાભે ભૂજના જે પ્રાગ મહેલના સમારકામ કરવાની જરૂરિયાત વિશે પોતાના બ્લોગમાં લખ્યું, તે પ્રાગ મહેલ જો રાજસ્થાનમાં હોત તો જયપુર- ઉદેપુરના સિટી પેલેસની જેમ તેમાં પ્રવેશ કરવા માટે ૧૦૦ રૂપિયાની ટિકિટ હોત અને વિન્ડો પર લખ્યું હોત કેમેરા શુલ્ક: રૂ.૧૦૦. પ્રવાસન એટલે માત્ર લિસ્સાં બ્રોશર એવું જ નહીં. ફિલ્મનું લોકેશન પસંદ કરવા પ્રવાસે નીકળેલા ગુલઝારે હિમાચલ પ્રદેશનું કોઇ રમણીય સ્થળ...
amitabh311
 
 
danik bhaskar

‘આ પુષ્પ નહીં પણ અત્તર છે’Tuesday, June 08, 2010 00:16 [IST]

એક બળબળતી બપોરે ગગનવાલાના સત્તરમા માળના ફ્લેટના બારણે ટકોરી વાગે છે, બારણું ખૂલે છે: ને રા.રા. ચિનુલાલ મોદી ગગનબાલના પેટમાં બે હાથે બે ત્રણ મુક્કા મારે છે. તેમના ન્યુ યોર્કના યજમાન રોહિત પંડ્યા સાથે ફ્લેટમાં પ્રવેશે છે, સત્તરમા માળની મશ્કરી કરવા આદિલ મનસૂરીના અવાજની નકલ કરતાં શીઘ્ર ગઝલ રચે છે: ‘આ સોળ નહીં પણ સત્તરઅ છે, આ પુષ્પ નહીં પણ અત્તર છે.’ ખીકખીકખી. આ પૂર્વે ચિનુસાહેબ આ...
madhu--rai-1
 
 
danik bhaskar

હું અમીર છુંTuesday, June 08, 2010 00:16 [IST]

જો ધનવાન બનવું હોય તો આકર્ષણના સિદ્ધાંતને ધ્યાનમાં રાખીને ધનવાન હોવાનો મનમાં અહેસાસ જગાડવો પડે. અહીં પડકાર એ છે કે આર્થિક પરિસ્થિતિ સારી ન હોય તો ધનવાન હોવાનો અહેસાસ કેવી રીતે જગાડી શકાય? કપરી આર્થિક પરિસ્થિતિમાં ધનવાન હોવાની લાગણી જગાડવાનું કામ થોડું મુશ્કેલ જરૂર છે પરંતુ અસંભવ નથી. એના માટે હું તમને પાંચ સોનેરી સૂચનો કરીશ. આ સૂચનોનો ઉપયોગ અસંખ્ય લોકો કરી ચૂક્યા છે, કરી રહ્યા...
rich-life-1
 
 
danik bhaskar

મરતી વ્યક્તિ સાચું જ બોલે?Monday, June 07, 2010 00:25 [IST]

મરણ પથારીએ પડેલી વ્યક્તિ જૂઠું ન જ બોલે, એવું આપણે સદીઓથી દ્રઢતાપૂર્વક માનતા આવ્યાં છીએ. હિન્દી ફિલ્મોમાં આપણે અનેકવાર એવાં દ્રશ્યો જોયા છે જેમાં છેલ્લા શ્ચાસ ગણી રહેલી માતા કે પિતા પોતાના દીકરા કે દીકરીને, ડચકાં ખાતાં ખાતાં કહી દે કે, ‘તુમ મેરી ઔલાદ નહીં હો.’ ક્યારેક વળી મોતની સન્મુખ ઊભેલો વિલન પોતાના પાપની કબૂલાત કરી નાખે કે કોઇ વળી જીવનભર ગુપ્ત રાખેલી વાતનો ભાંડો મરતાં મરતાં...
varsha-1
 
 
danik bhaskar

મોપેડ માર્કેટના મહારથી વેણુ શ્રીનિવાસનMonday, June 07, 2010 00:17 [IST]

નાનપણથી જ સ્વાવલંબનના પાઠ શીખેલા વેણુ શ્રીનિવાસને નાની ઉંમરે કંપનીની જવાબદારી સંભાળી અને એને ટોપ પર પહોંચાડી! આપણી આસપાસ નજર દોડાવીએ તો નવો ચીલો ચાતરનારા કેટલાંક લોકો જોવા મળશે. કેટલાક લોકો જીવનમાં ઠોકર ખાઈને આગળ વધેલા જોવા મળશે. આવો લોકો ભૂલ કબૂલીને તેને ઝડપથી સુધારી લેતા હોય છે. ભૂલમાંથી ધડો લઈને તેઓ વધુ મજબૂત અને પરપિકવ બન્યા છે. આવા લોકોની યાદીમાં ટીવીએસ મોટર કંપનીના...
strategy-and-success1
 
 
danik bhaskar

મૃત્યુ વેળાની ઇચ્છાSaturday, June 05, 2010 09:56 [IST]

આર્થર રોડ જેલના સળિયા ભેદીને ફરી એક વાત બહાર આવી કે કસાબને હવે લગ્ન કરવાં છે! ‘૧૯૪૨-અ લવ સ્ટોરી’નાં બધા ગીતો આમ તો યાદ રહે તેવાં જ હતાં. એક ગીત જરા ઓછું લોકપ્રિય થયું હતું, ‘યે સફર બહોત હૈ કઠિન, મગર ન ઉદાસ હો મેરે હમસફર’. આ ગીતની આગળ બે શેર પણ છે, ‘દિલ નાઉમ્મીદ તો નહીં, નાકામ હી તો હૈ, લંબી હૈ ગમ કી શામ મગર શામ હી તો હૈ..’ આ શેર વિખ્યાત શાયર ફૈઝ અહમદ ફૈઝનો છે અને ‘ઝિન્દાનામા’નામના સંગ્રહમાં...
savad1
 
 
danik bhaskar

બ્લેક બોક્સ ખુલ જા સિમ સિમSaturday, June 05, 2010 09:54 [IST]

વિમાનમાં બે બ્લેક બોક્સ હોય છે,જેને ફ્લાઇટ ડેટા રેકોર્ડર અને કોકપિટ વોઇસ રેકોર્ડર કહેવાય છે. ૨૨મે, ૨૦૧૦ના દિવસે દુબઇથી આવી રહેલું વિમાન મેંગલોર ઊતરતી વખતે જ રન વે પરની દીવાલ તોડી ૨૦૦ ફૂટ ઊંડી ખાઇમાં ખાબકર્યું. અકસ્માત વખતની આગે કેટલાયને ભડથું કરી દીધા અને વિમાનના ટુકડે ટુકડા થઇ ગયા. અકસ્માતના ચાર દિવસ પછી વિમાનનું બ્લેક બોક્સ મળ્યું જેમાં સંગ્રહેલી માહિતીના પૃથક્કરણથી...
wevlegth-12
 
 
danik bhaskar

જુઓ શબ્દોનું નભોમંડળ!Saturday, June 05, 2010 09:53 [IST]

ટેગ ગેલેક્સી સાઇટ બિલકુલ નવી જ, રસપ્રદ રીતે ફ્લિકરના ફોટોગ્રાફ્સમાં ખાખાંખોળાં કરવાની તક આપે છે! હજી ગયા અઠવાડિયે આપણે અર્થઆલ્બમ સાઇટના તરાપે વર્લ્ડ ટુર માણી હતી. એ સાઇટ ફ્લિકર જેવા સમૃદ્ધ ફોટોસોર્સનો ઉપયોગ કરીને તેને ગૂગલ મેપ પર મેચ કરી આપતી સર્વિસ હતી, જેના પ્રતાપે આપણે નકશા પર ક્લિક કરીને જે તે પ્રદેશના વિવિધ ફોટોગ્રાફ માણી શકતા હતા. ટેક્નોલોજીની દુનિયામાં આ કરામતને...
Cyber-Safar-11
 
 
danik bhaskar

આ હડતાલ વાજબી નથીFriday, June 04, 2010 12:02 [IST]

ભારત સરકારની બંને વિમાન સેવાઓ-એર ઇન્ડિયા અને ઇન્ડિયન એરલાઇન્સના નામ છાપે ગવાયાં છે પણ ખોટા કારણસર અને ખરાબ રીતે ગવાયાં છે. મેંગલોર અકસ્માતની કારણ મીમાંસા હજુ થઇ નથી પણ અચાનક પાડેલી હડતાલથી હજારો મુસાફરોને વિનાકારણ હાલાકી વેઠવી પડી તેના લીધે વિમાનના કર્મચારીઓ બદનામ થયા છે. તેની લાજશરમ તેમને નથી. અદાલતે હડતાલને ગેરકાયદેસર ઠરાવી અને હડતાલિયા આગેવાનો સસ્પેન્ડ થયા. બે યુનિયનોની...
nagin-11
 
 
danik bhaskar

બાપુનું IPL કસુંબલ કાઠિયાવાડી ક્રિકેટ ક્લબ!Friday, June 04, 2010 11:48 [IST]

ટાઇટલ્સ સિકંદરને પોરસ સે કી થી લડાઇ, જો કી થી લડાઇ તો મૈં ક્યા કરું? (રાજા મહેંદી અલી ખાં) એક સુસ્ત બપોરે ભગુભાબાપુએ બગાસું ખાઇને ખખડધજ ખોરડા પર નજર ફેરવી. રજવાડા નામે બુઢ્ઢી ઘોડી પર ચીયરલીડર્સની જેમ નાચતી માખીઓ અને ભીંત પર ભારતના સંવિધાન જેવી કટાયેલ તલવાર દેખાણી. બાજુમાં એકનો એક ચમચો, જગલો. એવામાં ટીવી પર સમાચાર ચમક્યાં કે ‘શું મોદી આજે જવાબ આપશે?’ એ જોઇને બાપુ ભડક્યા, ‘જગલા, આ...
sanjay-chell1
 
 
danik bhaskar

સપ્તપદીના સૂત્ર સફળ લગ્નની ગાઇડFriday, June 04, 2010 10:58 [IST]

તાજેતરમાં અખાત્રીજના શુભ મુહૂર્ત નિમિત્તે અનેક લગ્નો યોજાયા. કહેવાય છે કે ગુજરાતમાં લગભગ ૧૦,૦૦૦ અને ભારતમાં ૧,૦૦,૦૦૦ લગ્નો એ દિવસે થયા. આ આંકડો આમ તો ભારતની અને ગુજરાતની વસ્તીની દ્રષ્ટિએ ખાસ આશ્ચર્યજનક નથી, પણ ચિંતા એ કરવાની છે કે દરેક લગ્નની વિધિ એક કર્મકાંડ બની રહે છે. ભારતીય લગ્નવિધિનું ગાંભીર્ય તેમાં કશેય જણાતું નથી. સ્વામી સચ્ચિદાનંદજીએ એક વાત બહુ સરસ કરી છે. તેમણે કહેલું કે...
manoj-shukla-1
 
 
danik bhaskar

જીવન એટલે શું?Thursday, June 03, 2010 17:44 [IST]

વિજ્ઞાની ક્રેગ વેન્ટર અને તેની ટીમે પંદર વર્ષની જહેમતને અંતે ડીએનએના નાના નાના ટુકડાઓની રચના કરી. તે ટુકડા જોડીને લાંબી ડીએનએની કૃત્રિમ લૂપ બનાવી, જે આજ સુધી આવી સહુથી લાંબી છે. મૂળ કોષના ડીએનએની જગાએ આ નવું ડીએનએ તેમણે મૂકી દીધું અને કોષે તે સ્વીકારી લીધું! સજીવ એટલે શું? અને નિર્જિવ એટલે શું? જડ પદાર્થ અને ચેતન વચ્ચે શું તફાવત છે? માણસનું મન અને ચેતના તે શું છે? મન, અંત:કરણ, અથવા...
141
 
 
danik bhaskar

એન્યુઅલ કોન્ફિડેન્શિયલ રિપોર્ટ હીરો - ઝીરોની પરખની ‘પારાશીશી’Thursday, June 3, 2010 17:40 [IST]

કારગિલના હીરો દેવિન્દરસિંહને બદલે પથ્થર જેવા જનરલની વાત સાંભળવામાં આવે ત્યારે કારગિલ જેવી ઘટના બને છે. આવી ભૂલો ઈતિહાસ લખવા મજબૂર કરે છે, પણ ત્યારે બહુ મોડું થઇ ગયું હોય છે.



માર્ચ મહિનો જાય પછી દરેક કર્મચારી કાગડોળે પોતાના કામના મૂલ્યાંકનની પારાશીશી એવા પગારવધારાની રાહ જોતો હોય છે. કારગિલ યુદ્ધના હીરો અને નિવૃત્ત બ્રિગેડિયર દેવિન્દરસિંહ છેલ્લા દસ વર્ષથી તેમના કામના...

Arial-view-111
 
 
danik bhaskar

કારગિલ યુદ્ધ યશની ચોરીThursday, June 03, 2010 17:30 [IST]

આર્મ્ડ ફોર્સિસ ટ્રિબ્યુનલે કારગિલનો ઈતિહાસ ફરીથી લખવાની સૂચના આપીને નવો વિવાદ સર્જ્યો છે. બ્રિગેડિયર દેવિન્દરસિંહની માહિતીને તેના ઉપરી લેફ. જન. કિશનપાલે માની લીધી હોત તો ભારતે કારગિલ યુદ્ધ ઓછા નુકસાને જીતી લીધું હોત. ઈતિહાસ હંમેશા વિવાદોને જન્મ આપે છે. લખનાર અને લખાવનારના દ્રષ્ટિકોણ તેમાં ઉમેરાય એટલે ઈતિહાસ પક્ષપાતી બને છે. વિશ્વમાં ક્યાંય સંપૂર્ણ નિષ્પક્ષ ઈતિહાસ લખાયો...
vihar-1
 
 
danik bhaskar

ચાર માસ થયા પછી પણ પિટિશનનો જવાબ નથીThursday, June 03, 2010 07:39 [IST]

સવાલ: હું M.Sc. (stat.) અને MCA (IGNOU)ની ડિગ્રી સાથે એક કોલેજમાં લેક્ચરર તરીકે ૧૫ વર્ષનો અનુભવ ધરાવું છું. હું અમેરિકાની કંપનીના સ્પોન્સરશીપ સિવાય એચ-૧બી મેળવી શકું? જો તેમ ના થઇ શકતું હોય તો મને ક્યા પ્રકારનો વિઝા મળે? કેનેડા, યુ.કે. અથવા ન્યુઝીલેન્ડ માટે ક્યા પ્રકારના વિઝા માટે એપ્લાય કરું? ‘કેયુર ગાંધી, અમદાવાદ જવાબ: એચ-૧બી વિઝા માટે અમેરિકાની કંપની તમને જોબ ઓફર લેટર આપે તો જ એપ્લાય કરાય....
immi-111
 
 
danik bhaskar

બાયપાસ ઓપરેશન વિશેThursday, June 03, 2010 05:58 [IST]

બાયપાસ ઓપરેશન એ પ્રચલિત શબ્દ છે અને કોરોનરી આર્ટરી બાયપાસ ગ્રાફ્ટ (સી.એ.બી.જી.)ની સારવાર માટે જરૂર પડે ત્યારે આ શસ્ત્રક્રિયા કરવી જ જોઇએ. આ શસ્ત્રક્રિયા કરવાથી હૃદયમાં લોહીનો પ્રવાહ સુધરે છે, છાતીમાં દુખાવો અને ગભરામણ દૂર થાય છે, થાક ઓછો થાય છે, દવાઓની જરૂરિયાત ઘટે છે, શારીરિક પ્રવૃત્તિ માટેની કાર્યક્ષમતા વધે છે અને તંદુરસ્તીની અનુભૂતિ પાછી આવે છે. સી.એ.બી.જી. શસ્ત્રક્રિયા કરવામાં...
heart-care11
 
 
danik bhaskar

જીવનનો બોધપાઠThursday, June 03, 2010 05:49 [IST]

લેસલી ગાર્નર લંડનના દૈનિક ડેઇલી ટેલિગ્રાફમાં વાચકોની સમસ્યાઓને લગતા પ્રશ્નોના જવાબ આપતી એક લોકપ્રિય કોલમ લખતી હતી. અનેક વાચકોને સલાહ આપ્યા બાદ એને લાગ્યું કે આ પ્રશ્નો દ્વારા રજુ કરાયેલી સમસ્યાઓમાં આજના જીવનની ઘણીખરી મુશ્કેલીઓનો સમાવેશ થઇ જાય છે. કોલમના આ સવાલ જવાબના આધાર પર એણે સંતુલિત જીવન વિશે પોતાના વિચારો દર્શાવતું એક પુસ્તક ‘લાઇફ લેસન્સ’ લખ્યું છે. આ પુસ્તકમાં ચર્ચિત...
 
 
danik bhaskar

પૈસો હાથનો મેલThursday, June 03, 2010 05:34 [IST]

જો વ્યક્તિએ બાળપણથી જ ઘરમાં અને આસપાસ આર્થિક સંઘર્ષો, આર્થિક મુશ્કેલીઓ અને આર્થિક અસંતોષ જોયા હોય તો તેમના મનમાં ધન અને ધનિકો વિશે નકારાત્મક માન્યતા બંધાવા લાગે છે. જેથી એને બિલકુલ એવા જ અનુભવો થવા લાગે છે અને ધનવાન બનવાની ઈચ્છા અને જરૂર હોવા છતાં, એ માણસ જિંદગીભર આર્થિક સંઘર્ષમાં ફસાયેલો રહે છે. એને એ વાતનો ખ્યાલ સુદ્ધાં નથી આવતો કે મારી તમામ તકલીફોનું મૂળ મારી માન્યતાઓ છે. આજે...
 
 
danik bhaskar

દરેક સફળ નેતા પાછળ એક પી.એ.હોય છેTuesday, June 01, 2010 00:11 [IST]

‘પાકિસ્તાન કોઇ આંદોલનને કારણે મળ્યું નથી. એ તો મેં અને મારા સ્ટેનો(પી.એ.)એ કરેલી મહેનતને કારણે મળ્યું છે.’- મહંમદઅલી ઝીણા ઉપરના વાક્યને કોઇ ઐતિહાસિક સમર્થન મળતું નથી, પણ આ વાક્ય અનેકવાર ટાંકવામાં આવ્યું છે. અલબત્ત, છે કિવદંતી પણ તેમાંથી જે પ્રાપ્ત થાય છે તેને (એટલે કે પીએને) વિષય બનાવીને આજે અહીં વિચારનું વલોણું ફેરવવું છે. પી.એ. એટલે પર્સનલ આસિસ્ટન્ટ ઉર્ફે અંગત મદદનીશ. કોઇક જગ્યાએ...
manoj-11
 
 
danik bhaskar

ધનવાન હોવાનો અહેસાસTuesday, June 01, 2010 00:10 [IST]

આકર્ષણના સિદ્ધાંત મુજબ તમારા મનમાં જેવી લાગણીની અનુભૂતિ કે અહેસાસ ચાલુ હોય તેવા જ સંજોગો, ઘટનાઓ, લોકો અને વસ્તુઓ તમારા તરફ આકર્ષાય છે. આપણે મની મેગ્નેટ બનવું છે. એ તો જ બની શકાય જો આપણે સતત ધનવાન હોવાનો અહેસાસ કર્યા કરીએ. આ અહેસાસ સમૃદ્ધિના વાઇબ્રેશન ઉત્પન્ન કરે છે અને એને પ્રસારિત કરે છે, જે વળતા જવાબમાં સમૃદ્ધિને તમારા તરફ ખેંચી લાવે છે. ગરીબ કેમ વધુને વધુ ગરીબ બનતો જાય છે અને...
rich-life-1
 
 
danik bhaskar

ઊંઘ, સેક્સ અને ભૂખ વાત USB ડ્રાઇવની છેTuesday, June 01, 2010 00:10 [IST]

આજે આપણે તો ઘડિયાળના ટકોરે, કેલેન્ડરની તારીખે અને ઉત્તેજનાની પાંખે જમીએ છીએ, સેક્સીએ છીએ અને ઉંઘીએ છીએ. ત્યાં એવું ન ઠસાવશો કે આ વૃત્તિઓ સંપૂર્ણપણે કુદરતી જ છે. એ સોળ વરસની છોરી, સરવરિયેથી જળને ભરતી તોયે એની મટકી રહેતી કોરી. - પ્રિયકાન્ત મણિયાર ડ્રાઇવ કરવું એટલે વાહન હંકારવું એ સિવાય સાયકોલોજીકલ અર્થ પણ છે. ઉંઘ અને ભુખનો તીવ્ર હુમલો આવે છે એમ સેક્સના હુમલાને ડ્રાઇવ કહે છે....
mukesh-modi-1
 
 
danik bhaskar

મીડિયા મુઘલ અરુણ પુરીMonday, May 31, 2010 01:02 [IST]

ઇન્ડિયા ટુડે ગ્રૂપ, થોમસન પ્રેસ (ઇન્ડિયા) અને ટીવી ટુડે નેટવર્ક લિ.ના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર અરુણ પુરી આજે માહિતી અને મનોરંજન સમ્રાટ બન્યા છે. ડગલે ને પગલે હરીફાઈના જમાનામાં કોઈ ઉદ્યોગ-વ્યાપારને સ્થાપવા અને તેને નંબર વન સ્થાને પહોંચાડવાનું કામ ખરેખર પડકારજનક છે. વ્યાવસાયિક સ્પર્ધામાં ટકી રહેવા માટેની બેઝિક વ્યૂહનીતિ બચાવ કે આક્રમકતા છે. આક્રમક હોવાનો અર્થ ‘કરો યા...
prkash-biyani1
 
 
danik bhaskar

સર કરવા માટે ઘણાં શિખરો છે જિંદગીમાંSunday, May 30, 2010 00:11 [IST]

મે મહિનો એટલે બોર્ડનાં પરિણામ ને એવરેસ્ટને સર કરવાની મોસમ. દિલ્હીનો ૧૬ વર્ષનો અર્જુન અને અમેરિકાનો ૧૩ વર્ષનો જોર્ડન ગયા અઠવાડિયે માઉન્ટ એવરેસ્ટ સર કરી આવ્યા. ટીનેજરો અને મા-બાપે વિચારવાનું એ છે કે સિદ્ધિ એટલે માત્ર માર્કશીટના આંકડા નહિ! સદીઓથી હિમાલય વિશ્વભરના સાહસિકોને પડકાર ફેંકી રહ્યો છે. એમાંય દુનિયાનું સૌથી ઊંચું શિખર માઉન્ટ એવરેસ્ટ આ પડકારનું શિખર છે. દર વર્ષે મે...
everest-closeup1
 
 
danik bhaskar

...શક્ય છે આ માર્ગ પર ઇશ્વર મળે!Sunday, May 30, 2010 00:10 [IST]

બીજું વિશ્વયુધ્ધ જગતના મોટા-મોટા દેશો માટે, નેતાઓ માટે આખી પ્રજા માટે ઘટનાઓનો કાળખંડ હતો. પ્રત્યેક દિવસ, પ્રત્યેક માણસ એક જીવંત વાર્તા બનીને, વેદનાઓનો દસ્તાવેજ બનીને જીવતો હતો. એ યુદ્ધ સમાપ્ત થયું ત્યારપછી ૧૯૪૫માં એક પુસ્તક પ્રકાશિત થયું: ‘ધ ડાયરી ઓફ એની ફ્રેંક’. હોલેન્ડના આમસ્ટરડેમમાં એક ડચ છોકરી એક ઘરના ભંડકિયામાં રહેતી હતી. ભારે યાતનામાં ત્રણ વર્ષ ગયાં. જે કાંઇ પણ બનતું તેની...
jwalant-1
 
 
danik bhaskar

જો ચલા ગયા ઉસે ભૂલ જા...Friday, May 28, 2010 00:07 [IST]

દરિયો ક્યારેય એની ઓટ માટે વલવલતો નથી, એને ખબર છે કે ભરતી પાછી આવવાની છે. બગીચો ક્યારેય પાનખરને રડતો નથી, એને ખબર છે કે વસંત પાછી મહોરવાની જ છે. એક માણસ જ થોડુંક દુ:ખ આવે ત્યાં ખળભળી જાય છે, તેને જ ભરોસો નથી હોતો કે સુખ પાછું આવવાનું છે. માણસ જ્યાં સુધી નિરાશાને ન હટાવે ત્યાં સુધી આશા અવતરતી નથી. દરેક માણસના દિલમાં સુખનું એક કાલ્પનિક વિશ્વ રચાતું હોય છે. દરેક માણસ પાસે સુખની એક પોતાની...
Hand1
 
 
danik bhaskar

તમારો એન્ટિ વાઈરસ કોણ છે?Friday, May 28, 2010 00:07 [IST]

જ્યાં અને સૌથી મોટો ચમત્કાર તો એ છે કે ઘરે પાછા આવીને મેં કોઈ બીજાને નહીં,પોતાને જ પાછો આવેલો જોયો.- હિંદી કવિ કુંવર નારાયણ જ્યાં જશો, જેટલા પ્રકારના માણસોને મળશો, જેટલી એમની વાતો સાંભળશો એટલા વાઈરસોના શિકાર જાણે-અજાણે બનતા રહેશો. એટલે સુંદર સવાર આવા અસંખ્ય વાઈરસોને કારણે તપતપતી બપોર અને ચૂંથાઈ ગયેલી સાંજમાં રૂપાંતરિત થાય છે. ઉપરની કવિતામાં કુંવર નારાયણ કહે છે એમ જેવા ગયા હતા...
Anti-virus1
 
 
danik bhaskar

ઉતર્યો અમલદાર કોડીનો?Friday, May 28, 2010 00:06 [IST]

કેન્દ્ર સરકાર કે રાજ્ય સરકારના સર્વોચ્ચ અધિકારીઓને અમાપ સત્તાને આધારે અપરિમિત સગવડો ભોગવતા લોકોએ જોયા છે. ઘણીવાર તો મર્યાદા વટી જઇને પણ બધું જ મેળવી લેવાની લાલસા અમુક અધિકારીઓ છોડી શકતા નથી. આ બધા નિવૃત્ત થાય ત્યારે તેમની શું દશા થતી હશે? એ વિચાર આવ્યા પછી એવું પણ ચિંતન થયું કે આવા લોકો નિવૃત્તિ પછી જો ડાયરી લખે તો તે કેવી હોય? આવી કાલ્પનિક ડાયરીના થોડાક પાનાં ઉથલાવીએ. તા.૧...
manoj-shukla-1
 
 
danik bhaskar

લાલ એટલે જ સ્ટોપ કેમ?Thursday, May 27, 2010 00:14 [IST]

ર્જગતની અનુભૂતિ કરવા માટે કુદરતે આપણને પાંચ ઇન્દ્રિય ઓ આપી છે. આંખ અને જીભ આપણા કહ્યામાં રહી શકે છે જેમ કે કંઈ ન જોવું હોય તો આંખ બંધ કરી શકાય જ્યારે કાન અને નાક બંધ કરવા માટે ખાસ્સી મહેનત લેવી પડે છે. વળી નાકથી ગંધની અનુભૂતિ બંધ કરતાં કદાચ જીવ પણ જાય. ત્વચાથી થતો તાપમાનનો અનુભવ ઓછો કરી જીવન રક્ષણ થાય છે. આ બધી તો સર્વ-વિદિત વાત થઈ. વિજ્ઞાન અને ટેક્નોલોજીની દ્રષ્ટિએ આ આપણા કુદરતી...
Signal1
 
 
danik bhaskar

ફતવાની આફતThursday, May 27, 2010 00:13 [IST]

છાશવારે જાતભાતના બહાર પડાતા ફતવાઓને કારણે મુસ્લિમ સમાજમાં બે ભાગલા પડી ગયા છે. સવાલ એ છે કે આ ફતવાઓ આજના જમાનામાં રહેવા માટે કેટલા પ્રેક્ટિકલ છે? દેવબંદની પાઠશાળાએ ફરમાવેલા આ તમામ હુકમોનું પાલન કરવાનું શક્ય નથી. દાર-ઉલ-ઉલુમના આ ફતવાઓ સામે જો કે મુસ્લિમ સમાજમાં એકમત નથી. દેવબંદ (ઉત્તર પ્રદેશ)માં આવેલું ઇસ્લામી અભ્યાસ કેન્દ્ર દાર-ઉલ-ઉલુમ ભારતમાં અને પરદેશમાં પણ અતિશય પ્રસિï છે...
nagindash-1
 
 
danik bhaskar

મની મેગ્નેટThursday, May 27, 2010 00:13 [IST]

કેટલો ચુંબકીય શબ્દ છે આ! મનીમાં ચુંબકીય શક્તિ છે અને મેગ્નેટ તો ચુંબક છે જ. મેગ્નેટ એટલે ચુંબક. લોહચુંબકનું કામ લોખંડની વસ્તુઓને આકર્ષવાનું છે. એ જ રીતે મની મેગ્નેટનું કામ મનીને આકર્ષવાનું છે, સમૃદ્ધિને આકર્ષવાનું છે. લોખંડના ટુકડાએ જો લોહચુંબક બનવું હોય તો એણે ચાર્જ થવું પડે. એકવાર લોહચુંબક બની ગયા પછી એણે લોખંડની વસ્તુઓની પાછળ ભાગવું ન પડે, એ વસ્તુઓ આકર્ષાઈને એની પાછળ આવે. તમે...
KALASH_MONEY-MEGNET1
 
 
danik bhaskar

શ્રદ્ધા અને સફળતાThursday, May 27, 2010 00:11 [IST]

રીક વોરન નામના એક ખ્રિસ્તી પાદરીએ લખેલું પુસ્તક ‘ધ પર્પઝ ડ્રિવન લાઇફ’ ૨૦૦૨માં પ્રકાશિત થતાં જ બેસ્ટ સેલર બની ગયું. સેલ્ફ હેલ્પના પુસ્તકો કરતાં આ ઘણું જુદું પડે છે. આમાં પોતાના પ્રયત્નો માત્રથી જ સ્થિતિને બદલવા કરતાં ઈશ્વરમાં શ્રદ્ધા પર વધારે ભાર મુકાયો છે. પુરુષાર્થની સાથે ઈશ્વરની ઇચ્છા સમજવી પણ જરૂરી છે. આ પુસ્તકના થોડા વિચારો જોઇએ. ઈશ્વરે આપણને પૃથ્વી પર જરૂર કોઇ ધ્યેય સાથે...
1101
 
 
danik bhaskar

આવો પણ એક વૃદ્ધાશ્રમ હોય તો...Wednesday, May 26, 2010 00:12 [IST]

મને એક વાત સમજાઈ ગઈ છે કે વૃદ્ધોને પણ યંગ કંપની ગમે છે. બાળક સાથે બાળક થઈ જવામાં એમને મજા આવે છે. વિદેશમાં સક્સેસફુલ બિઝનેસમેન તરીકે ઠરીઠામ થઈ ગયેલા મિત્રએ હમણાં ફોન કરીને કહ્યું, ‘મારા મૂળ વતનમાં એક વૃદ્ધાશ્રમ બતાવવાનો પ્લાન વિચાર્યો છે.’ સાંભળીને મારા મોઢામાંથી ‘વાહ’ને બદલે ‘ઓહ’ નીકળી ગયું. મનને લાખ મનાવું તોયે વૃદ્ધાશ્રમનો વિચાર મને નથી ગમતો. અફકોર્સ, અનાથાશ્રમ અને...
KALASH_VRUDHHASHRAM1
 
 
danik bhaskar

જીવનસાથીને ‘હેન્ડલ’કરો છો કે તેની સાથે જીવો છો?Wednesday, May 26, 2010 00:11 [IST]

લગ્નજીવનમાં બે પ્રકારના લોકો છે. એક મેનેજ કરે છે અને એવું માને છે કે પ્રેમ કરે છે બીજા મેનેજ થાય છે અને એવું માને છે કે મેનેજ કરનાર પ્રેમ કરે છે... -બાબા રણછોડદાસ આજે જ એક મજેદાર એસ.એમ.એસ. મળ્યો. એક પત્નીએ એના પતિને ભાવાવેશમાં આવી જઇ પૂછ્યું, ‘શાહજહાંએ મુમતાઝની યાદમાં તાજમહાલ બંધાવ્યો... કહો, હું મરી જઉં તો તમે શું બંધાવશો?’ જમવાની રાહ જોતા પતિએ તરત જવાબ આપ્યો. ‘ગોરધન મહારાજનું ટિફિન!’...
KALASH_JIVAN-SATHI-NE-HENDA1
 
 
danik bhaskar

આ સાત વિષયમાં નાપાસ થવાની છુટ છેWednesday, May 26, 2010 16:22 [IST]

પરીક્ષામાં નાપાસ થયા પછી જિંદગી હારી જવાતી નથી. જીવનમાં એવા કેટલાય વિષય હોય છે, જેમાં નાપાસ થવાથી જિંદગીમાં પાસ થવાતું હોય છે.



પરીક્ષા શબ્દની સાથે પાસ-નાપાસ શબ્દો જડબેસલાક જોડાઇ ગયા છે. પાસ થનાર સફળ અને નાપાસ થનાર નિષ્ફળ એવું સાદુંગણિત પણ સ્થાપિત થઇ ગયું છે. ઉત્તીર્ણ અને અનુત્તીર્ણ શબ્દોને બદલે પાસ અને ફેઇલ શબ્દો વધુ આકરા લાગે છે. ટીમ ઇન્ડિયાનો કપ્તાન મહેન્દ્રસિંહ ધોની...

kalasH11
 
 
danik bhaskar

સુખ મેરા લે લે, મૈં દુ:ખ તેરે લે લૂં...Monday, May 24, 2010 00:09 [IST]

તમારા જીવનમાં એવું શું છે જેના માટે તમે ભલભલા ત્રાસ છતાં જીવી શકો અને જરૂર પડે તો કદાચ મરવા માટે પણ તૈયાર થઈ શકો? પતિ મારે છે, સાસરિયાં ધિક્કારે છે, જિંદગી નરક જેવી છે. છતાં એક સ્ત્રી જીવતી રહે છે. શા માટે? કારણ છે સંતાનો. ‘હું જતી રહીશ તો મારાં સંતાનોનું કોણ?’ આ વિચારે માતા ટકી જાય છે. નોકરી ત્રાસજનક હોય અને બોસ ક્રૂર હોય તો પણ માણસ નોકરી છોડતો નથી. શા માટે? કારણ કે એ જાણે છે કે પોતે...
depak1
 
 
danik bhaskar

દુનિયામાં ડોકિયાં, લાઇવ!Sunday, May 23, 2010 00:21 [IST]

ફરી એકવાર અમેરિકાને ધ્રૂજાવી દેનારા ટાઇમ્સ સ્કવેર પર આ ક્ષણે કેવીક ચહલપહલ છે, એ જાણવું તો ઠીક, નજરોનજર જોવું છે? મે મહિનાના પહેલા જ દિવસે, અમેરિકામાં ફરી સખ્ખત ફફડાટ ફેલાયો. ‘ક્રોસરોડ્સ ઓફ ધ વર્લ્ડ’ ગણાતા, માત્ર અમેરિકા જ નહીં, દુનિયાઆખીના હાદe સમા ન્યૂયોર્કના ટાઇમ્સ સ્કવેરમાં એક કારમાંથી ધૂમાડો દેખાયો અને પોલીસને કારમાંથી બોમ્બ મળી આવતાં, ગણતરીની પળોમાં દુનિયાના આ કદાચ સૌથી...
cyber-safar-11
 
 
danik bhaskar

તરંગ ઊંચકે તરંગનેSunday, May 23, 2010 00:20 [IST]

આંગળીને વેઢે ગણી શકાય તેટલી સંખ્યાના દેશોએ ૧૭ મે ૧૮૬૫ના દિવસે ટેલિગ્રાફ નેટવર્કનું માળખું નક્કી કરવા આંતરરાષ્ટ્રીય દૂરસંચાર સંઘ- આઈ.ટી.યુ.ની સ્થાપના કરી. આગ, ધુમાડા વગેરે પ્રાચીન બિનતારીય સંચાર પïતિનો ઈ.સ. ૧૮૭૬માં ગ્રેહામ બેલે ટેલિફોન શોધી મૃત્યુઘંટ વગાડી દીધો. ત્યારબાદ થોડા જ વર્ષોમાં જગદીશચંદ્ર બોઝે વાયરલેસ કમ્યુનિકેશનનું પ્રદર્શન કર્યું, અને ફરી પાછા નવા માધ્યમ સાથે...
TARANG1
 
 
danik bhaskar

‘રામચંદ પાકિસ્તાની’Saturday, May 22, 2010 00:02 [IST]

ધારો કે આ વર્ષ છે ૨૦૦૨, ને બે દુશ્મન દેશો સામસામા તલવાર તાણીને થનગને છે. હવામાં જંગનાં ડાકલાં સંભળાય છે. ધારો કે કચ્છ પાસે ભારતની સરહદ ઉપરના પાકિસ્તાનના ઉજ્જડ રણમાં એક કસ્બો છે ને તે કસ્બામાં રહે છે એક અછુત પાકિસ્તાની પરિવાર, શંકર, ચમ્પા અને તેમનો દીકરો રામચંદ. એકવાર રમતિયાળ રામચંદ રમત રમતમાં રણમાંની નર્જિન બોર્ડર ક્રોસ કરી નાખે છે. ને તેનો તેનો બાપ શંકર તેને શોધતો આવે છે. તે બંને...
Pakistani1
 
 
danik bhaskar

ધો.૧૨ પછીના ઓનલાઇન એડમિશનનું A to ZSaturday, May 22, 2010 00:02 [IST]

ગયા વર્ષથી આપણા રાજ્યમાં ડિગ્રી અને ડિપ્લોમા એન્જિનિયરિંગ તેમજ ફાર્મસી અભ્યાસક્રમમાં પ્રવેશ માટે ઓનલાઇન એડમિશન સિસ્ટમનો અમલ કરાયો. આ વર્ષે પણ આ પદ્ધતિનો જ ઉપયોગ કરવાનો છે, ત્યારે ઓનલાઇન એડમિશન ની કાર્યપદ્ધતિ સમજી લેવી ખૂબજ જરૂરી છે. ઓનલાઇન એડમિશન: ઇન્ટરનેટથી એડમિશન કમિટીની વેબસાઇટ પર ફોર્મ ભરવાથી એડમિશન મેળવવા સુધીની કામગીરી. રિઝલ્ટ ન આવે ત્યાં સુધી ક્યાંય દોડાદોડી કરશો...
Students21
 
 
danik bhaskar

વિજ્ઞાન અને કાયદોFriday, May 21, 2010 00:05 [IST]

વૈજ્ઞાનિક સાધનો નહોતા ત્યારે ટોર્ચરથી આરોપી પાસે સાચી વાત કઢાવાતી. પરંતુ સુપ્રીમના નિર્ણયને પગલે હવે આધુનિક સગવડો પણ નકામી થઇ પડશે. ‘ભારતની અદાલતો ગુનેગારોનો ન્યાય તોળીને તેમને યોગ્ય સજા ફરમાવવાના બદલે ગુનેગારોના બચાવ માટેના આશ્રય સ્થાન બની ગઇ છે’, તેવી ટીકા કાયદા પ્રધાન ટી. શિવશંકરે કરી હતી. નિર્દોષ નાગરિકોને પોલીસની જોરજબરદસ્તીથી બચાવી લેવા તે ન્યાયાધીશોની ફરજ છે પણ...
KALASH_VIGYAN-ANE-KAYADO1
 
 
danik bhaskar

‘એ જમાનાના કાગલ, કવર અને કેરેક્ટરો કમાલનાં!’Thursday, May 20, 2010 18:51 [IST]

ટાઇટલ્સ

પરપોટાં જેવી આ પળપળની વેદના, તું એક ફૂંક મારે તો ગુલ! તારા આવવામાં પૈસા વસૂલ!

ગયા બે બુધવારે તમે વાંચ્યું કે બુઢ્ઢા પારસીબાવા સાયરસે એની ટીનએજર ભત્રીજી ડોલીને મહાનવલકથા ‘સરસ્વતી ચંદ્ર’ને પારસી સ્ટાઇલમાં કેવી રીતે સંભળાવી. કેવી રીતે કુમુદ-સરસ્વતી ચંદ્ર પ્રેમમાં પડ્યા, લગ્ન થતાં થતાં રહી ગયા, પછી કુમુદ પ્રમાદધન નામના ચાલુ પૈસાવાળાને કમને પરણી અને દરિયાઇ...

KALASH_sanjay-111
 
 
danik bhaskar

સિલેક્ટેડ રમતપ્રેમની ચાલ?Thursday, May 20, 2010 18:44 [IST]

એકબાજુ ટી-૨૦ વર્લ્ડકપમાંથી ફેંકાઇ જવાથી ધોનીની વગોવણી થાય છે. બીજી બાજુ ચાલીસ કલાકની હાડમારી વેઠીને સ્પર્ધામાં પહોંચીને ચોથી વાર વિશ્વ ચેમ્પિયન બનનારા વિશ્વનાથન આનંદને કોઇ બિરદાવતું નથી. આ કેવો રમતપ્રેમ? ભારતની ક્રિકેટ ટીમના પર્ફોર્મન્સ અને ફિટનેસ સંદર્ભે કોચ ગેરી કર્સ્ટને નિવેદન કર્યું અને એક વરવી વાસ્તવિકતા સામે આવી. ખેર, ભારતના ક્રિકેટરો બારમાં જાય તે ઘટના કંઇ નવી નથી....
plan-of-gamelovers1
 
 
danik bhaskar

સ્માર્ટ પ્રાઇમ મિનિસ્ટર, ઓવર સ્માર્ટ મિનિસ્ટર્સThursday, May 20, 2010 18:27 [IST]

યુપીએ સરકારની બીજી ટર્મનું પહેલું વર્ષ પૂર્ણ થઇ રહ્યું છે, ત્યારે ડૉ. મનમોહન સિંઘને સૌથી વધુ પરેશાન એમના જ મંત્રીઓએ કર્યા છે. આપણે ત્યાં કહેવત છે કે ચા કરતાં કીટલી ગરમ. ચીનના પ્રવાસે જઇને કેન્દ્રીય પર્યાવરણ મંત્રી જયરામ રમેશે જે બાફ્યું તેના કારણે વડાપ્રધાને મુશ્કેલીમાં મૂકાવું પડ્યું. તેમણે જયરામને ઠમઠોર્યા ખરા, પણ જે વિધાન ચીનનો રાજદૂત પણ ન કરે એવું વિધાન જયરામ રમેશે ચીનમાં...
over-smart-ministers1
 
 
danik bhaskar

સૂર્યની ઝાળથી માણસનું લોહી ‘ઊકળે’ ત્યારે...Thursday, May 20, 2010 18:16 [IST]

સૂર્યદેવતાએ પૃથ્વી પરના જીવોને અકળાવી દીધા છે. ગરમીનો પારો જે રીતે વધી રહ્યો છે એ જોતાં માણસના શરીરની કસોટીનો કાળ આવી ગયો હોય એવું લાગે છે. એક સંશોધન મુજબ ગ્લોબલ વોર્મિગની સાથે સાથે માનવ શરીરનું તાપમાન પણ વધી રહ્યું છે. આ પરિવર્તન સામે શરીર કેવી રીતે ટકશે એ સવાલ ઊભો છે... આકાશમાંથી આગ વરસી રહી છે. ઉનાળો વધુ પડતો ગરમ અનુભવાઇ રહ્યો છે. મહત્તમ તાપમાન જૂના રેકોર્ડ્ઝ તોડી રહ્યું છે....
human-blood-boils-due-to-su1
 
 
danik bhaskar

પુત્રવધૂના આગમનનાં ગીતો કેમ ગવાતાં નથી?Thursday, May 20, 2010 00:15 [IST]

સાસરિયાંઓએ પોતાની દીકરીને અપાતી છુટ જેવી જ છુટ વહુને પણ આપવી જ જોઇએ. વર્ષ ૨૦૦૨ના ડિસેમ્બર માસના છેલ્લા અઠવાડિયાના કોઇ એક દિવસે ગુજરાત રાજ્ય સાહિત્ય અકાદમીના તત્કાલીન મહામાત્ર વરદરાજ પંડિતના વિશેષ અને પ્રેમભર્યા સૌજન્યથી નંદીગ્રામ જવાનો અને કવિ મહર્ષિ સ્વ.મકરંદભાઇ દવેના દર્શનનો લાભ મળેલો. એ વખતે થયેલી વાતો હજુ આજે પણ સ્મરણના હીંચકે ઝૂલે છે. સાંઇ મકરંદ તો પ્રભુના માણસ પણ...
KALASH_LAGAN1
 
 
danik bhaskar

જર્સીમાં ગુજરાત દિન, ગુજરાત દિનWednesday, May 19, 2010 19:57 [IST]

‘આજે હું હિંદીમાં બોલું છું, પરંતુ આપ સૌ ગુજરાતીઓ જો મને ગુજરાતી શીખવશો તો આવતા વર્ષે હું આપ સૌને ગુજરાત દિનની શુભેચ્છા ગુજરાતીમાં આપીશ...’ આવાં મિષ્ટ વચન ન્યુ યોર્કના ભારતીય કોન્સલ જનરલ પ્રભુ દયાલજીએ આ માસની પહેલી તારીખે ન્યુ જર્સીના એડિસન નગરમાં ટીવી એશિયાના ચિક્કાર સભાગારમાં ઉચ્ચારીને શ્રોતાઓને ભોંયે પાડી દીધા હતા. આ અવસરે ન્યુ યોર્ક-ન્યુ જર્સીનાં મંડળોના અધપિતિઓએ એક...
GUJARAT11
 
 
danik bhaskar

આવા પતિને તમે પાછો સ્વીકારશો?Tuesday, May 18, 2010 00:10 [IST]

સ્રીઓની નફરતને તેનો પતિ કે પ્રેમી આસાનીથી જીતી લે છે. ઓમ પુરી ફર્સ્ટ રેટ એક્ટર છે એ કબૂલ પણ માણસ તરીકે, પતિ તરીકે એને કેવો રેટ આપવો એ તમે નક્કી કરજો. કહાણી સાંભળી હોય તોયે ટૂંકમાં રિકેપ વાંચી લો. ‘અંતાક્ષરી’ દ્વારા અત્યંત ફેમર્સ થઇ ગયેલા અનુકપૂરની બહેન સીમા અત્યંત સુંદર છે અને ફિલ્મ-સિરિયલોમાં એક્ટિંગ કરવા ઉપરાંત એ પ્રોડ્યુસર-ડિરેક્ટર તરીકે પોતાની ટેલેન્ટ પુરવાર કરી ચૂકી છે....
PATI1
 
 
danik bhaskar

વી વિલ વી વિલ રોક યુ...Friday, May 14, 2010 00:14 [IST]

જોઇએ છે, સોકર વર્લ્ડ કપના સ્પોર્ટસ એન્થમ જેવાં જોશીલા ગીતો... ગામના પાદરેથી ઉગાડી તલવારો અને બેજોટાળીઓ સાથે દુશ્મનોનું દળ-કટક ગામ પર ચડી આવે છે. એ જોઇને ગામનાં જુવાનિયાંવનું લોહી ધગી ઊઠે છે. મા-બાપના આશીર્વાદ લઇ, છોકરાંવને માથે હેતનો હાથ ફેરવી, ધણિયાણીને ‘આઘડી એ જમડાંવના ઢીમ ઢાળીને આવ્યો હોં, જોજે મૂંઝાતી, મરદ થઇને ખોરડું હાચવજે!’ કહી- હિઁમત બંધાવી નીકળી પડે છે. પણ પાંચ આંગળાં...
KALASH_Shakira-21
 
 
danik bhaskar

મોતની કાળીડિંબાગ રમૂજવૃત્તિFriday, May 14, 2010 00:13 [IST]

ક્યારેક એવું લાગી શકે કે મોતના દૂતને માણસ સાથે પકડદાવ રમવામાં બહુ મજા પડતી હશે. એક ચાકર એના શેઠ પાસે દોડતો આવ્યો અને હાંફતાં-હાંફતાં બોલ્યો: ‘માલિક, મોત મને મળવા આવ્યું છે. એ આપણા ઘરમાં છે. એણે મને સાંજે ઉઠાવી લેવાની ધમકી આપી છે. પ્લીઝ, તમે તમારો સૌથી તેજ ઘોડો મને આપી દો જેથી હું સાંજ સુધીમાં તહેરાન પહોંચી જાઉં.’ માલિકને દયા આવી ગઇ. એમણે ચાકરને ઘોડો આપ્યો. ચાકર તરત ભાગ્યો, તબડક તબડક....
KALASH_Dipak-Soliya1
 
 
danik bhaskar

તમને ભરોસો છે?Friday, May 14, 2010 00:13 [IST]

શક્ય છે બદલાય આખ્ખે આખ્ખું આ જીવતર પછી, મોકળું રાખીને મન ખુદને મળી તો જો જરી.- ‘ રાજેશ વ્યાસ ‘મિસ્કીન’ પંખીને પોતાની પાંખ ઉપર ભરોસો હોય છે કે હું પાંખ ફેલાવીશ એટલે હવામાં તરવા લાગીશ. નાવિકને તેનાં હલેસાં ઉપર શ્રદ્ધા હોય છે કે એ મને સામે કાંઠે પહોંચાડશે. વિદ્યાર્થીને ગુરુ ઉપર વિશ્વાસ હોય છે કે એ મને જે શીખવશે એ સાચું જ હશે. નાના હોઈએ ત્યારે ક્લાસમાં આપણાં શિક્ષક સામે આપણે ક્યારેય...
KALASH_chintan-ni-pade-1
 
 
danik bhaskar

‘કસાબ મને તેનો વકીલ બનાવવા માગતો હતો’Friday, May 14, 2010 00:12 [IST]

અજમલ કસાબ જેવા કેટલાંય ગુનાખારોને કડક સજા અપાવનારા ઉજ્જવલ નિકમ ‘કળશ’ સાથેની એક્સક્લૂસિવ વાતચીતમાં કહે છે કે... અજમલ કસાબને સઝા-એ-મૌત અપાવીને બાહોશ વકીલ ઉજ્જવલ નિકમ જ્યારે કોર્ટથી હોટલ પર ગયા તો પંદર મિનિટનો એ રસ્તો કાપતાં તેમને પોણી કલાક થઇ! કેમ કે રસ્તામાં લોકો એમને ફટાકડા, હારતોરાથી સન્માનતા હતા. બાહોશ વકીલ ઉજ્જવલ નિકમે પોતાની લાઇફ અને પ્રોફેશન અંગે ‘કળશ’ સાથે નિરાંતે વાત...
KALASH_KASAB1
 
 
danik bhaskar

ગ્રેટ માર્કેટિયર: બાબા રામદેવWednesday, May 12, 2010 09:02 [IST]

મહાત્મા ગાંધી હોય કે બાબા રામદેવ, બંનેનો માર્કેટિંગમંત્ર એક જ છે- વિચારને વેચો પણ તેના પહેલા તમે ખુદ તમારું લક્ષ્ય હોય એવા બનો કે દેખાવ. બ્રાન્ડ લોકલ હોય કે ગ્લોબલ- સામાન્ય રીતે તેની સફળતાનો આધાર ઉત્પાદનની ગુણવત્તા પર રહેલો છે. તેમાંય જો તેની સાથે પ્રતિષ્ઠિત બ્રાન્ડનેમ જોડાયેલું હોય તો ગ્રાહકો ગુણવત્તા ચકાસ્યા વગર આંખ મીંચીને ઉત્પાદનો ખરીદે છે. પ્રખર યોગી બાબા રામદેવની દિવ્ય...
KALASH_RAMDEV11
 
 
danik bhaskar

‘..અને જોયું તો મારા પગ પાસે જ એક કદાવર સિંહણ..’Wednesday, May 12, 2010 08:56 [IST]

ગુજરાતમાં સિંહની વસતી ગણતરી સંપન્ન થઇ ગઇ અને ૪૧૧ સિંહ હોવાનું ગૌરવભેર જાહેર પણ કરાયું. સિંહની વસતીગણતરી વખતે સતત સાથે રહેલા ભારતના ખ્યાતનામ વાઇલ્ડલાઇફ ફોટોગ્રાફર સનત શોધનને થયેલા રોમાંચક અનુભવોની વાત, એમના જ શબ્દોમાં... આજથી દસ વર્ષ પહેલાં સરિસ્કાના જંગલમાં વાઘની ગણતરી વખતે પૂનમની રાત્રે વાઘ સાથે એક રોમાંચક અનુભવ થયેલો. દસ વર્ષ પછી ક્યારેય ભૂલાય નહીં અને ફરી ક્યારેય થાય નહીં...
KALASH_SIHAN-PAGAMA1
 
 
danik bhaskar

અજમલ અને ફૈસલ બે અંતિમWednesday, May 12, 2010 08:52 [IST]

કેવો વિરોધાભાસ? એક તરફ બ્રિલિયન્ટ કાશ્મીરી યુવક ફૈસલ શાહ છે અને બીજી તરફ ત્રાસવાદી અજમલ કસાબ. મુસ્લિમ સમાજના બે અંતિમ અને પ્રતિનિધિરૂપ બે યુવાનો. એકની યુવતા પોઝિટિવ છે, બીજાની નેગેટિવ. એકે ખૌફને હથિયાર બનાવ્યું, બીજાએ ખમીરને ઝળકાવ્યું. કાશ્મીરનો એક યુવક દુનિયાની સૌથી મોટી લોકશાહીમાં પ્રતિષ્ઠિત પદ મેળવવા જઇ રહ્યો છે અને મુસ્લિમ સમાજનો જ બીજો યુવક ભારત સામે યુદ્ધ છેડવાના આરોપસર...
KALASH_MANISH-MAHETA1
 
 
danik bhaskar

‘ફાઇમોસિસ’નો ઇલાજ શું?Tuesday, May 11, 2010 15:26 [IST]

સમસ્યા:મારી ઉંમર ૨૦ વર્ષની છે. હસ્તમૈથુનની આદત છે, પરંતુ મારા શિશ્નનો આગળનો ભાગ પૂરતો ખૂલતો નથી. એટલે કે ચામડી ઊતરતી નથી. ઢીલી અવસ્થામાં આસાનીથી ઊતરી જાય છે. બે વર્ષ પછી મારા લગ્ન છે. માટે શું કરવું? ઉકેલ:મેડિકલ ભાષામાં આપની તકલીફને ‘ફાઇમોસિસ’ કહેવામાં આવે છે. જેમાં શિશ્નની અગ્રત્વચાનો ભાગ સરકીને નીચે આવી શકતો નથી. જેથી અગ્રભાગ ખૂલી શકતો નથી. આપની તકલીફ ગ્રેડ-I ની છે. એટલે માત્ર...
parash-12
 
 
danik bhaskar

વડ અને લીમડોTuesday, May 11, 2010 15:13 [IST]

ભારતભરની પાંચ પવિત્ર નદીઓમાંની એક અને ગુજરાતની જીવાદોરી સમાન પવિત્ર નર્મદા નદીના કાંઠે આવેલ ચાણોદ ગામની નજીક ગંગનાથ મહાદેવના પવિત્ર સ્થાનકના ચોગાનમાં વિશાળ વડનું વૃક્ષ છે. સવારના સૂર્યોદયના સમયે આ ભરઉનાળે પણ મંદ મંદ ઠંડો પવન લહેરાઈ રહ્યો છે. મહાદેવના મંદિરે આરતી હમણાં જ પતી છે અને આવા કુદરતી સાનિધ્યમાં પક્ષીઓના કલરવ અને નર્મદા મૈયાના ખળખળ અવાજને માણતા વૈદ્યમિત્ર વડના ઝાડ...
VAD1
 
 

shopping

danik bhaskar
E Phones
danik bhaskar
Pro 71
danik bhaskar
Smart Phone
danik bhaskar
Aiptek DV T220
danik bhaskar
Aiptek Pocket T9
danik bhaskar
Wespro DV 532
danik bhaskar
Spy Pen 4 GB