
અખબારોમાં સમાચાર હતા કે અનિલ અંબાણીએ મોટાભાઇ સામેનો બદનક્ષીનો કેસ પાછો ખેંચી લીધો છે. અમારા ગીધુકાકાના મતે આ શુભચેષ્ટાથી અનિલ નાનોભાઇ મટીને રાતોરાત મોટોભાઇ બની ગયો છે.
‘આનાનો આ મોટો એ તો ખ્યાલ જગતનો ખોટો...’ કાવ્યપંક્તિ સાર્થક કરે એવી એક ઘટના તાજેતરમાં બની. મુકેશભાઇ અને અનિલભાઇ અંબાણી બંને માજણ્યા ભાઇ છે, સહોદર છે. સૌરાષ્ટ્રમાં આજેય ભાઇને ભય તરીકે ઓળખવામાં આવે છે, ભાઇ...

તમારા વાળ ઘણું બધું કહી જાય છે, પણ દીકરીઓના વાળ પ્રત્યે ગુજરાતણો સાવ ‘રેઢિયાળ’ કહીએ એટલી હદે બેદરકાર છે.છોકરીઓ અને તેની માતાઓ ખાનપાનમાં ધ્યાન રાખતી નથી. તેથી વધુ ને વધુ વાળ ખરતા થાય છે.
હૃદયના ભાવ, પાંખો કલ્પનાની લઈને આવ્યો છુંસિતારાઓ! સુણો કથની ધરાની લઈને આવ્યો છુંહજારો કોડ, ટૂંકી જિંદગાની લઈને આવ્યો છુંસમય થોડો અને લાંબી કહાની લઈને આવ્યો છુંઊડીને જેમ સાગર-નીર વર્ષા...
જેનો જવાબ મળે એવી પ્રાર્થના (પોલિશ)હે ઈશ્વર!મને ખૂબ સહન કરવા દોઅને પછી મરવા દોમને મૌનને પંથે ચાલવા દોઅને પાછળ કશુંય ન મૂકી જાઉં-ભય પણ નહીંસૃષ્ટિને ચાલવા દોઅને સમુદ્રને રેતીને ચૂમવા દો-પહેલાંની જેમ જઘાસને એવું ને એવું લીલુંછમ રાખજોજેથી દેડકાંઓ એમાં સંતાઈ શકેજેથી કોઈ પોતાનો ચહેરો એમાં દાટી શકેઅને ડૂસકે ડૂસકે પ્રેમને વહી જવા દોધવલ, ઉજ્જવલ દિવસને એવી રીતે ઊગવા દોજાણે કે ક્યાંક...

જેમને રાજકારણ, મીડિયા કે અધિકાર દ્વારા સત્તા છે મળી છે તેઓ સત્તાનો ઉપયોગ સ્વહિત માટે કરે છે કે રાષ્ટ્રહિત માટે તે જોવું જરૂરી છે.
ભારતમાં અને દક્ષિણ એશિયામાં કોમી હુલ્લડોનો યુગ પૂરો થતો જાય છે અને આતંકવાદનો યુગ શરૂ થતો જાય છે. ૨૦૦૨ પછી સામાન્ય છમકલાંઓને બાદ કરતાં ગુજરાતમાં કોમી દાવાનળ કહેવાય તેવી સ્થિતિ સર્જાઇ નથી. તેને બદલે કોઇ એક કોમી કે ધાર્મિક અંતિમવાદી વિચારધારા...

બંધારણ સભામાં સરદારે કરેલું પ્રદાન ઓછું જાણીતું છે. ગાંધી-સરદાર અને નહેરુની ત્રિમૂર્તિએ કોંગ્રેસના પક્ષીય આગ્રહની જગ્યાએ બંધારણના ઘડતરમાં દેશના ખ્યાતનામ કાયદાવિદોનો બંધારણ સભામાં સમાવેશ કર્યો હતો.
૧૯૪૯માં પણ પૂર્વ પાકિસ્તાન અને પશ્ચિમ પાકિસ્તાનમાંથી હિંદુઓની હિજરત ચાલુ રહી ત્યારે સરદાર અકળાઇ ઊઠ્યા. જરૂર પડ્યે વસ્તીની ફેરબદલી કરવા માટેનો વિકલ્પ પણ તપાસવો તેવો...

મેષ
૨૧ માર્ચથી ૨૦ એપ્રિલ
સર્જનાત્મકતા દર્શાવવાના અને લોકોની સાથે કામ પાર પાડવાના મુદ્દે તમારામાં અપાર ક્ષમતાઓ ભરેલી છે એ વાતની તમને અનુભૂતિ થાય. આ વાતને તમે કાર્યાન્વિત કરીને વધુ ને વધુ ફાયદો કેવી રીતે મળી શકે તે અંગે વિચારશો. તમારા બહોળા સ્રોતનો ઉપયોગ કરીને વધુ કમાવા અંગે પણ તમે વિચારશો. વ્યાવસાયિક ભાગીદારીની સંભાવનાઓ રહેલી છે. જોકે આ સપ્તાહે તમારે એકલાએ જ બધા...

સોની પર ‘કોમેડી સરકસ...’ એટલો વલ્ગર મસાલો પીરસે છે કે જોઈને શરમાવું પડે જ્યારે બીજી બાજુ, બે ગુજરાતી યંગસ્ટર્સ તેમના શોમાં એટલું સરસ પરફોર્મ કરી રહ્યા છે કે પોરસાવાનું મન થાય.
આભાયડાએ પોતાના કાળા કદરૂપા ચહેરા પર મેકઅપના લપેડા કર્યા છે. બકરીની જેમ બહાર આવી ગયેલા હોઠ પર લાલ લિપસ્ટિક ઘસી છે. બોબ્ડ હેર રાખ્યા છે અને સસ્તાં સલવાર-કમીઝ ધારણ કર્યાં છે. જમણા હાથની આંગળીને પોતાના...

આ જગતમાં સદીઓથી ચાર શબ્દો હાથમાં હાથ નાખીને ચાલતા રહ્યા છે : ન્યાય, અન્યાય, ગરીબી અને ગુનો. અન્યાયના ઉકરડા પર ન્યાયની ધજા ફરકે છે અને ગરીબીની કૂખેથી ગુનો જન્મ પામતો હોય છે.
ઝાંબિયામાં ચોમા નામનું એક ગામડું છે. આફ્રિકાના જંગલમાં ગામડું એટલે શું? વૃક્ષોની ભરચક વસ્તીમાં થોડાક મનુષ્યો જોવા મળે તેવી જગ્યાને ગામડું કહેવાય. મનુષ્યોની ભરચક વસ્તીમાં થોડાં થોડાં વૃક્ષો જોવા મળે...

ગડકરીની યોજના ભાજપને પુન: હિન્દુત્વ તરફ લઇ જવાની છે. મધ્યમવર્ગની મતબેંકને સાથે રાખવાની છે. ભાજપની છાપ મુસ્લિમવિરોધી ન બને એવી તકેદારી રાખવાની છે અને ભાજપ વિકાસને વરેલી છે એ વાત ઉપસાવવાની છે. મધ્યમવર્ગને રાજી રાખવા ગડકરીએ મોંઘવારી સામેનું આંદોલન આદર્યું છે.
બડે બે આબરૂ હોકર નીકલે થે તેરે કૂચે સે.. જશવંતસિંઘ અને ઉમા ભારતીની ભાજપમાંથી અપમાનજનક રીતે હકાલપટ્ટી કરાઇ હતી. શું આ...

વાર્તાસાહિત્યના શહેનશાહ ગણાતા ઓ’હેન્રીની ૧૦૦મી પુણ્યતિથિ (૫ જુન, ૨૦૧૦) હમણાં જ ગઈ. એ નિમિત્તે પરેશ પ્ર.વ્યાસ અનુવાદિત ઓ’હેન્રીની એક વાર્તાના અંશો અહીં રજુ કર્યા છે. આ વાર્તા પરથી ૨૦૦૨માં બનેલી ટૂંકી ફિલ્મ ઓસ્કર માટે નોમિનેટ થઈ હતી.
આએવી ઋતુ પણ નહોતી કે દિવસનો એવો સમય પણ નહોતો કે જ્યારે બગીચામાં ફરવાવાળાઓની ભીડભાડ હોય. બગીચાના રસ્તા ઉપર મૂકવામાં આવેલી ઘણી બેંચ પૈકી એક...

સંગીતકાર નૌશાદની રૂપિયા ૪૩ કરોડની સંપત્તિ માટે તેમના ત્રણ પુત્રો ને છ પુત્રીઓ લડતાં લડતાં હાઇકોર્ટ સુધી પહોંચી ગયાં. પિતાનો સંગીતનો અમૂલ્ય વારસો મેળવવા આ નવમાંનું એક પણ ફરજંદ આગળ ન આવ્યું.
એક જુની કહેવત છે કે બ્લડ ઇસ થિકર ધેન વોટર-લોહી પાણી કરતાં વધારે ઘટ્ટ હોય છે, પરંતુ હવે તો રૂપી ઇસ થિકર ધેન બ્લડ. રૂપિયાની ઘટ્ટતા આગળ લોહીની પણ કોઇ વિસાત નથી. પૈસો લોહીને પણ કોર્ટમાં ઢસડી...

ડાળી વચ્ચે તડકો રમે છે. એ તડકાને કવિએ રૂપ અને સુગંધ આપ્યાં છે. બે ડાળી વચ્ચેનો તડકો ગુલાબ જેવો છે.
તારો વિચાર બારીના પડદે ઝૂલી ગયોદ્રશ્યોનો ભેદ એ પછી દરિયે ડૂબી ગયોબે ડાળી વચ્ચે જાણે કે તડકો ગુલાબ છેમોસમનો રંગ કેટલો મીઠ્ઠો બની ગયોપથ્થરની જેમ હાંફતા પીળા શહેરમાંમારા સમયના મોરનો ટહુકો તૂટી ગયોઆકાશ આમતેમ વખિરાઈ જાય પણએકાદ સૂર્ય ઊગવું આજે ભૂલી ગયોએકાંતનો પરિચય કૈં એ રીતે...

ઈમ્ફાલના એક ગામમાં એક ઝૂંપડીની બહાર ઊભેલા માણસે જનોઇ પહેરેલી. આ વસતી માછલી પકડે છે, પણ હિંદુ છે. દરેક ગામમાં એક મંદિર હોય જ, પણ નાનું સરખું. પાસે ખુલ્લી બાજુઓવાળો મંડપ હોય. ગાર-ઘાસનું છાપરું લાકડાના ઘણા પાતળા થાંભલા પર ટકેલું હોય. આ મંડપ ધાર્મિક ઉત્સવો માટે તેમજ સામાજિક પ્રસંગો માટે વપરાય. હવા-ઉજાસવાળી જગ્યા ઘણી કામની હતી ગ્રામજનો માટે. ઝૂંપડીઓ વાંસના માળખા પર ગાર-માટી થાપીને...

ઘણા લોકોને કારણ વિના ગંભીર જ રહેવાનો શાપ મળ્યો હોય છે. તેમને કશું જ પ્રસન્ન કરી શકતું નથી. તેની સામે નાની-નાની બાબતોમાંથી મોજ માણી શકતા લોકો હળવાફૂલ રહી શકે છે.
હૈદરાબાદના અમારા ઘરની સામે ગુલમહોરનું ઝાડ છે. ફૂલીફાલીને વિશાળ થઈ ગયું, છતાં તેમાં ફૂલો બેસતાં ન હતાં. બે-ત્રણ મોસમથી તો દર વરસે રાહ જોઈએ, પણ મોસમ ખાલી વીતી જતી હતી. તે વિસ્તારનાં બીજાં સમવયસ્ક ગુલમહોરો તો ક્યારનાં ફૂલ...


‘મારા દીકરાની પ્રવૃત્તિથી રાષ્ટ્રની આઝાદી જોખમાતી હશે તો તેને કચડી નાખવામાં હું ક્ષણનો પણ વિલંબ કરીશ નહીં.’ રાષ્ટ્રનિષ્ઠાનું જે પ્રતિબિંબ આ શબ્દો પાડે છે તેવો સંકલ્પ આજે ક્યાંય દેખાતો નથી.
કુશળ સંગઠનકાર અને કાર્યદક્ષ વહીવટકર્તા તરીકે જેમની શક્તિઓ સૌ સ્વીકારતા હતા તેવા સરદાર વિકાસની બાબતે વાસ્તવિક વલણ ધરાવતા હતા. આઝાદીના શરૂઆતનાં વર્ષોમાં યુવાનોને સમાજવાદનું...

પત્ની એક જ સારી. લક્ષ્ય પણ એક જ સારું. તો એક જ લક્ષ્ય રાખીએ: ઇશ્વરનિષ્ઠા.
ભિખારી બનવું કોને ગમે? છતાં, મોટે ભાગે આપણે ભગવાન સમક્ષ ભિખારીના વેશમાં હાજર થઈએ છીએ. આપણે ઇશ્વર પાસે સારી નોકરી-છોકરીથી માંડીને બીજી હજારો પ્રકારની માગણીઓ કરીએ છીએ, જેમાં સરવાળે ગણતરી લાભની જ હોય છે. લાભની ગણતરી વેપારમાં શોભે, પણ ભક્તિમાં પ્રોફિટ-લાભ ન જોવાનાં હોય. માટે, ભક્તિનું લક્ષ્ય પ્રાપ્તિ નહીં,...

અમેરિકામાં જો ભોપાલવાળી થઈ હોત તો યુનિયન કાર્બાઇડને દેવાળું ફૂંકવાની નોબત આવી હોત. એન્ડરસન જેલમાં હોત, જ્યારે ભારતમાં એન્ડરસનને જમાઈ જેવી સવલતો મળી. ભારતીય નેતાઓ ખુદ મલાઈ ખાઈ ગયા અને પીડિતોને મળવાપાત્ર વળતરની રકમ ઘટાડવા સંમતિ આપી દીધી...
શું આ દેશમાં ગરીબોના નસીબમાં ન્યાય પણ નથી ? શું કાયદો માત્ર અમીરોને બચાવવા માટે છે ? ગુનેગારોને જેલમાં પૂરવા પ્રજાએ અને મીડિયાએ આંદોલનો...

મારાડોના સાથે એક બીજી બાબત પણ સંકળાયેલી રહી છે જેનાથી પેલે દૂર રહ્યા છે અને તે છે વારંવારના વિવાદ. મેદાન અને મેદાનની બહારના વિવાદમાં મારાડોના કદાચ પેલેને પાછળ રાખી દે પણ મેદાન પરની રમતની વાત કરીએ તો બંનેને સાથે રાખવા પડે.
ક્રિકેટમાં ડોન બ્રેડમેન કે સચિન તેંડુલકર માટે રન નોંધાવવા કે હોકીમાં ધ્યાનચંદ માટે ગોલ નોંધાવવો જેટલી આસાન બાબત હતી તેટલી જ આસાન બાબત ફૂટબોલમાં આ...

આજકાલનાં યુવક-યુવતી પ્રેમમાં નાસીપાસ થતાં જલદી મોહભંગ થઈ જાય છે, પણ પ્રેમમાં પછડાટ ખાધા પછી બેઠા થઈ જવામાં જ બહાદુરી છે. વળી જીવન કાંઈ કોઈ એક ઘટનાથી કે એક પ્રેમસંબંધની નિષ્ફળતાથી સમાપ્ત થઈ જતું નથી.
હાથ સુમસામ બની મેજ પર પડેલા છેઅસંખ્ય ઝાંઝવાને સ્પર્શવાથી મેલા છેઅડે અડે ત્યાં ઉઝરડા પડે છે સપનાંનેહાથને ટેરવા સાથે જ નખ મળેલા છેએક તો હાથનું પોત જ છે સાવ તકલાદીને એમાં...

પ્રેમમંદિરમાં હજુર-મજુર, શેઠિયા-વેઠિયા, ઠાકર-ચાકર, તથા રાષ્ટ્રપતિ-હળપતિ વચ્ચેના બધા ભેદભાવ ખરી પડે છે. એ મંદિરના ગભારામાંથી વછુટતી ધૂપસુગંધ એ જ માનવતાને લીલી રાખનારી પ્રેમસુગંધ! સામેના મનુષ્યમાં સંતાયેલી ચેતના અને મારી ભીતર લપાયેલી ચેતનાનું કુળ એક જ છે. એ કુળ સેક્યુલર છે. આવી સમજણમાં બધી ધાર્મિક કટ્ટરતા ઓગળી જાય છે.
વેદ કહે છે કે પૃથ્વી આપણી માતા છે અને પ્રત્યેક માનવી...

મેષ
૨૧ માર્ચથી ૨૦ એપ્રિલ
સફળતાથી આપ ઝળહળી ઊઠશો અને જીવનનાં તમામ ક્ષેત્રોને ઉત્કટતા અને જુસ્સા સાથે સંભાળશો. આપ સંપૂર્ણ સામર્થ્ય સાથે ધ્યેય નક્કી કરશો અને સમયમર્યાદા મુજબ ધ્યેય સિદ્ધ પણ કરશો. આ સુખનો સમય છે. વખાણ, પ્રોત્સાહન, મંજુરી આ બધું જ આપને ઉદાર હાથે મળશે. આપ જીવનના દરેક ક્ષેત્રે ઘણું સારું પ્રદર્શન કરી શકશો. આપે સખત પરિશ્રમ કર્યો છે તો સફળતા પાછળ કેવી રીતે રહી...







તંદુરસ્ત સેક્યુલરઝિમ વિના દેશ એક રહી ન શકે અને ગંદું ‘વોટબેંકીય’ સેક્યુલરઝિમ દેશના વધુ ભાગલા ટાળી ન શકે.
લોકતંત્રમાં બનતી સૌથી મધુર ઘટના એટલે ખુલ્લા મનની દ્વેષમુકત ચર્ચા. ‘દિવ્ય ભાસ્કર’ના એડિટર (ગુજરાત)નો ફોન આવ્યો ત્યારે એક પળના વિલંબ વિના જણાવ્યું: ‘અજયભાઇ, સુપ્રીમ કોર્ટનાં સિનિયર એડવોકેટ આદરણીય કામિની જયસ્વાલનો આખો પત્ર શબ્દશ: પ્રગટ કરવો જ જોઇએ.’...


























જો ગીરનાં જંગલમાંથી માલધારીઓને ખસેડી લઈશું તો ગીરનાં જંગલ અને સક્કર બાગ ઝૂ વચ્ચે કોઈ ફર્ક નહીં રહે. ટુરિઝમ વધશે, પણ ગીરની સંસ્કૃતિ નાશ પામશે.
એશિયન સિંહો હવે માત્ર ગુજરાતમાં જ બચ્યાં છે. દક્ષિણ સૌરાષ્ટ્રના ગીર રાષ્ટ્રીય ઉદ્યાન, ગિરનાર અભયારણ્ય, પોરબંદર, જૂનાગઢ, અમરેલીનો સમુદ્રતટ વિસ્તાર, પાણિયા, મિતિયાળા તથા નજીકના અન્ય વિસ્તારોમા થઈને ૯૭ સિંહ અને ૧૬૨ સિંહણ તથા બાકીનાં...



‘ન બોલવામાં નવ ગુણ’ની સામે ‘બોલવામાં બાવીસ’ એવી કહેવત પણ પ્રવર્તે છે, પરંતુ શું બોલવું ? કેટલું બોલવું? પણ મહત્વનું છે.
૨૦૦૮માં અમેરિકન પ્રમુખપદ માટે બરાક ઓબામા અને જહોન મેક્કેઇન વચ્ચે જબરજસ્ત સ્પર્ધા ચાલી રહી હતી. મેક્કેઇને પોતાના જમણા કાંડે કોર્પોરિયલ મેથ્યુ સ્ટેન્લેની સ્મૃતિમાં કાળું મેટલ બ્રેસલેટ પહેર્યું હતું. મેથ્યુ અમેરિકન મિલિટરીમેન હતો. ૨૦૦૬માં ઇરાકમાં...

સંતાનોને કેવળ ગુલાબનો જ નહીં, કાંટાનો પરિચય પણ થવો જોઇએ. તેમને મોટરબાઇક ભલે મળે, પરંતુ દસ-પંદર કિલોમીટર ચાલી નાખવાની તૈયારી પણ જરૂરી છે. લાલનપાલન ભલે થાય, પરંતુ સમયપાલન, વચનપાલન અને નિયમપાલન જીવનમાં જરૂરી છે.
ક્યારેક છાણના પોદળા જેવાં અચંચળ, સ્થૂળ અને જાડાંભમ બાળકો નજરે પડે ત્યારે એમનાં માલદાર છતાંય મહામૂર્ખ માતાપિતાની દયા આવે છે. માતાપિતા તરફથી મળતાં લાડપ્યાર બાળકોને...





સુરેશ દલાલ
રાતરાણીમા જશે પૌરાણિક કથા-વાર્તા સાંભળવાપિતા જશે ઉપલે માળે છાપરાની છત તળેનાનો ભાઈ, બાળક, હાલરડાની પ્રથમ પંક્તિશરૂ થાય એ પહેલાં સૂઈ જશેદાદા સહેજ પંખો શરૂ કરો એટલે નિદ્રામાં સરી જશેઅને એમની સાથે આખું ઘર પણરાતેજ્યારે તમામ ફૂલો બિડાઈ જશેપછવાડે રાતરાણી મહેકશેઅને હળવે હળવે સુગંધમાં મહોરશેમા પાછી વળે ત્યાં સુધીહું એકલી ઉંબરે બેઠી છુંઆવી પૂર્ણચંદ્રની રાતેમારા...


મને બહુ ઓછી જવાબદારી આપ તેવું હું માગતો જ નથી પણ તમામ અવરોધોને પાર કરી જાઉ એવી શક્તિ આપ.
ResilienceI ask not for good healthBut for an alert and discerning mindI ask not that things go my wayBut that I have perseverenceResilience and courgeI ask not for less responsibilityBut for increased strengthMaster Cheng Yen Tzuchi
(ચીની ફિલસૂફ)
‘ખમ્મા મારા વીરને લઉ વારણાં રે લોલ’’ એ સૌરાષ્ટ્રનું જુનું લોકગીત છે. માતા તેના બાળકને કે દાદી તેના પૌત્રને ગામતરે વળાવે ત્યારે દુખણાં કે ઓવારણા લે છે. ઠેસ વાગે અને બાળક...



સાવ એકલા ફરવામાં અને જાતે જાતે રસ્તા શોધવામાં એક અજબની મજા જ નહીં, કંઇક એવી મોકળાશ હોય છે કે જે મનને ક્યાંનું ક્યાં પ્રસરવા દે છે.લાગોસ પાછા ફરીને ત્યાંના દરિયાકિનારે અને પછી ગામની ગલીઓમાં ચાલ્યા કરેલું. કિનારા પરની પીળી ભેખડોની ટોચે આછું ઘાસ ને પીળા જંગલી ફૂલો ઊગેલાં હતાં. નીચે રેત બહુ સુંવાળી નહોતી. ગુફા જેવી એક પાષાણ-કમાનમાં થઇને પેલી તરફ જતાં, સતત આવતા મોજાને લીધે રેત ભીની...

ગણેશજી કહે છે... ‘ સંજય દત્ત માટે સપ્ટેમ્બર ૨૦૧૦થી જબરદસ્ત સફળતાનો સમય આવી રહ્યો છે. ‘ રતન તાતા પોતાની આગવી ધંધાકીય બુદ્ધિથી વિશ્વમાં ભારતનો ડંકો વગાડશે. ‘ ૨૦૧૧, ૧૨ અને ૧૩ ભારતીય સિનેમા માટે ક્રાંતિકારી વર્ષો રહેશે. અદભૂત ફિલ્મો આવશે. ‘ બ્લ્યૂ, સોનેરી, લાલ કલર ૨૦૧૦માં મુખ્ય આકર્ષણ રહેશે.
મેષ
૨૧ માર્ચથી ૨૦ એપ્રિલ
તમારું ધ્યાન આર્થિક બાબતો તરફ કેન્દ્રિત થશે....























Sitemap | Investor | Advertise With Us | Contact Us | Feedback | Calender-2010 | Newsletter
Group Sites: IndiaInfo.com | Bhaskar.com | Corporate Intranet | DNA | Business Bhaskar | 3d Syndication | MyFM | Saurashtrasamachar
Copyright © 2010-11 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.








