
જાવ ચાહે દેશ કે પરદેશ, જો યાદ રાખશો આ સલાહ તો કરી શકશો એશ.
૧. એટલો જ સામાન પેક કરો, જેટલો જરૂરી છે. જેટલો વધારે સામાન હશે, પ્રવાસની મજા એટલી જ ઓછી આવશે.
૨. એક મહિના માટે જતા હોવ તો એક અઠવાડિયા જેટલાં જ કપડાં પેક કરો. દરેક જગ્યાએ ધોવાં-ઇસ્તરી કરાવવાની સગવડ હોય છે.
૩. ચાકુ, કાતર, ટોયગન, નેઇલ ક્લીનર, સ્ક્રુ ડ્રાઇવર જેવી વસ્તુઓ લઇ જવી જરૂરી હોય તો તેને ક્યારેય મોટી બેગમાં ન રાખો....

સમયની સાથે આપણે ઘણું બધું આઉટ-ગ્રો કરતા જઈએ છીએ, ઘણું બધું આપણી સિસ્ટમમાંથી બહાર થતું જાય છે અને નવું ઉમેરાતું જાય છે. ભલે. પણ જે પાછળ છૂટી ગયું છે તે આપણા જ વ્યક્તિત્વનો એક ભાગ હોય છે.
બાર-તેર વર્ષનો એક છોકરો વેકેશનમાં મમ્મી-પપ્પા સાથે કાકાના ઘરે આવ્યો છે. કાકાની છ-સાત વર્ષની દીકરી કાર્ટૂન ચેનલ્સ અને કોમિકસની અઠંગ બંધાણી છે. પેલા નવાનવા ટીનેજર બની રહેલા છોકરાને આ જોઈને બહુ...
જીવન-કિતાબ ટોમ ક્રુઝ
તો સંસાર છોડીને પાદરી બનવા ઇચ્છતો હતો, કારણ કે એ પરેશાન હતો. એ બહુ જલદી સમજી ગયો કે માણસ ઇચ્છે છે એવી જિંદગી એ ક્યારેય જીવી શકતો નથી. જોકે એ પાદરી ન બન્યો. જિંદગીએ એને માટે કંઇ જુદું જ વિચારી રાખેલું. સામાન્ય ઊંચાઈ ધરાવતા આ માણસે જ્યારે હોલીવુડનો સિતારો બનવાનું સપનું જોયું ત્યારે એની પાસે બધું જ સામાન્ય હતું. ન તો એની પાસે આર્નોલ્ડ શ્વાત્ર્ઝનેગર જેવું...

આકાંક્ષા પણ સેવવી અને દુ:ખી પણ ન થવું એ શક્ય છે?
નાનપણથી આપણને બે સલાહ અપાતી હોય છે. પહેલી: કર્મ કરો, ફળની ઇચ્છા ન રાખો. બીજી: નિશાનચૂક માફ, નહીં માફ નીચું નિશાન. આમ જુઓ તો બન્ને વિરોધાભાસી સલાહ છે. છતાં આપણે બન્ને સલાહ સ્વીકારી લઇએ છીએ. બારમા ધોરણની પરીક્ષા આપતી વખતે વધુમાં વધુ માકર્સનું ઊંચામાં ઊંચું નિશાન તાકવામાં આવે. અને પરીક્ષા આપી દીધા પછી ગીતાજી યાદ આવે: કર્મ કરી લીધું ને!...

ભારત દેશ જે દેખાય છે કે સમજાય છે તેનાથી પર છે?
રેન્ઝો રોસ્સો ઇટાલિયન છે. તેની ડાબી ઘૂંટી પર ‘ઓન્લી ધ બ્રેવ’ નામનું ટેટુ છે. તેણે તેની કંપનીનું નામ પણ ‘ઓન્લી ધ બ્રેવ’ રાખ્યું છે. આ કંપનીની કિંમત છે ૧.૩ બિલિયન યુરો, એટલે કે લગભગ ૭૬ અબજ રૂપિયા. એંસી દેશોમાં તેના પાંચ હજાર સેલ પોઇન્ટ અને પાંચસો બ્રાન્ડ સ્ટોર્સ છે, જે ડીઝલ વેચે છે. ડીઝલ તેના કપડાંનું બ્રાન્ડ નેમ છે. ભારત દેશ તેને...

આંધ્રપ્રદેશમાંથી છૂટો થવા તરફડિયાં મારી રહેલો તેલંગણા પ્રદેશ કેવો છે? ઉત્તર આ ફર્સ્ટ-હેન્ડ રિપોર્ટમાં સમાયેલો છે.
‘ગેંગ કા આદમી હૂં’
તેલંગણાનું નામ કાને પડતાં જ સૌથી પહેલાં નક્સલવાદીઓ યાદ આવે. ભલેને નક્સલવાદીઓનું ઉદ્ગમસ્થાન પશ્વિમ બંગાળનું નક્સલબારી ગામ હોય! આરંભે અનેક નક્સલવાદી જૂથો અહીં સક્રિય હતાં, જેમાં અગ્રણી ગણાતું જૂથ હતું ‘પીપલ્સ વોર ગ્રુપ’. આ...


૧૯૮૯ સુધી આ માણસ ઘરે તાવડામાં બટાટાની વેફર તળીને તેને રાજકોટનાં સિનેમાઘરોમાં વહેંચતો હતો. આજે તેની કંપની જગતની મલ્ટીનેશનલ કંપનીઓને દાદ નથી આપતી. તેનું નામ છે ચંદુભાઇ વિરાણી. નામ કદાચ વાચકોને અજાણ્યું લાગશે, તેમની બ્રાન્ડ સાવ જાણીતી છે: બાલાજી વેફર્સ. બાલાજી આજે દરરોજ ૩૫,૦૦,૦૦૦ પેકેટ વેફર્સ, ચટાકા પટાકા, ચેવડો, દાળ વગેરે નાસ્તાનું ઉત્પાદન કરે છે. વેફર્સમાં બાલાજીનો દબદબો એવો છે...

માનસિક તાણથી આંખ ખેંચાય અને થાક લાગે એ વાત પર યોગની દરેક સ્કૂલ સહમત થાય છે, એટલે જે લોકોને આંખની તકલીફ છે તેમને પ્રાણાયામ અને ઘ્યાન કરવાની સલાહ અપાય છે. આપણી શારીરિક સમસ્યાઓનું મૂળ સંવેદનાઓમાં હોઇ શકે એ વાત ગળે ઉતારવી જરા મુશ્કેલ લાગે છે, પણ બિહાર સ્કૂલ ઓફ યોગા (બીએસવાય) અનુસાર, આંખોને લગતી કેટલીક તકલીફો સાઇકોસોમેટિકના રૂપમાં વર્ગીકૃત કરી શકાય છે. આનો અર્થ સારો અને ખરાબ બંને...

મારા પાપા આર્મીમાં છે. કારગિલ સમયે તેઓ મોરચા પર હતા. એ વખતે હું ટીવી પર બરખા દત્તને કારગિલના જવાનો સાથે વાતચીત કરતાં જોતી ત્યારે મને થતું કે મોટી થઈને હું પણ બરખા દત્ત બનીશ. આ રીતે મને પાપા પાસે રહેવાની તક મળશે. નવ-દસ વર્ષની વયે હું પત્રકાર બનવાની મહત્વાકાંક્ષા સેવતી હતી. આ વ્યવસાય માટે મને જબરજસ્ત આકર્ષણ હતું. થોડી મોટી થયા પછી મારી એમ્બિશન બદલાઇ ગઇ. મને થયું કે હું આઇએએસ અધિકારી...

જીવતરની ઊબડ-ખાબડ યાત્રા, અને એ યાત્રાની યાતનાના ગાયક રામાવતાર ત્યાગી વિષે થોડીક વધુ વાત કરીએ. આ માણસને ‘સમય વર્તે સાવધાન’ થવાનું ન ફાવ્યું. ‘બહેતર’ જિંદગીની લાલસામાં ‘સમાધાન’ કરવાનું ક્યારેય માફક ન આવ્યું. સરવાળે જીવનના દરેક મોરચે (એકમાત્ર કવિતાને છોડીને!) બહુ ખરાબ રીતે નિષ્ફળ રહ્યો. જોકે બદનામી મેળવવાના મામલે ત્યાગીને જબરી કામયાબી મળતી રહી! પોતાની નિષ્ફળતા તથા...
![17[1]11](/2010/06/19/images/17[1]11_b.jpg)
અમેરિકામાં ટાલિયાઓની સંખ્યા વધીને ૩ કરોડની થઇ ગઇ છે, એટલે કે અમેરિકામાં ૧૨-૧૩ ટકા ટાલિયા છે. ભારતના લોકો પણ વાળ કે ટાલની બાબતમાં અમેરિકન ધોરણને આંબી રહ્યા છે. ખોટો પિત્તજન્ય આહાર, પર્યાવરણ, જંકફૂડ અને માવતર તરફથી મળેલાં જન્મજાત જિન્સ થકી વાળ ખરે છે કે સફેદ થવા માંડે છે.
નામદાર એલેકઝાન્ડર પોપે કહેલું કે કેટલાક સૌંદર્યપ્રેમી શૂરવીરો તલવારથી નમતા નથી પણ સ્ત્રીના કુદરતી કાળા...


હા ના કદાચ
૨૧થી ૩૦ વર્ષનો ગાળો એટલે કરીઅર અને જીવનસાથી વિશેના અત્યંત મહત્વના નિર્ણયો લેવાનાં વર્ષો. આ વર્ષોમાં ફેન્ટસી અને મહત્વાકાંક્ષા વચ્ચે જાડી ભેદરેખા અંકાઇ જવી જોઇએ. મહત્વાકાંક્ષાનાં અર્થ અને સ્વરૂપ ઉંમરની સાથે બદલાતાં જતાં હોય છે.
એક સીધોસાદો સવાલ: તમે કેવાક મહત્વાકાંક્ષી અથવા તો એમ્બિશિયસ છો? ખરેખર તો આનીય પહેલા...

જીવનમાં ઘણીવાર ખતરનાક મુસીબતો સુંદરતાનો નકાબ પહેરીને આવતી હોય છે... અને એ પરિસ્થિતિ વધુ જોખમી છે.
ઋતુઓની આવનજાવન અનિયમિત થઇ ગઇ છે. શિયાળો, ઉનાળો અને ચોમાસું - આ ત્રણેયમાં ઉનાળાએ ‘બે નંબર’ના ધંધો કરનારા ભ્રષ્ટ સંગ્રહાખોર વેપારીની જેમ ટૂંકા ગાળામાં જ ખૂબ કમાણી કરી લીધી છે. એક બાજુ શિયાળાની અને બીજી બાજુ ચોમાસાની સરહદમાં ઉનાળાએ ઘૂસણખોરી કરી લીધી છે. જૂન બેસતાં જ આઠમી જૂનને -...

આર. કે. બેનર માટે ફિલ્મનું દિગ્દર્શન કરવા માટે સૌથી પહેલાં અભિનેતા તરીકે મારી પકડ મજબૂત કરવી પડશે, જેથી લોકો મારા પર વિશ્વાસ કરે. હું જાણું છું કે એને માટે મને હજુ બીજાં બે-ત્રણ વર્ષ લાગશે, પણ આ મારું સપનું છે.મોમે અમને હંમેશાં શિસ્તમાં રાખ્યાં, મને તો ખાસ! ડેડ મોટે ભાગે શૂટિંગમાં વ્યસ્ત રહેતા, પણ મોમ અમારી પૂરી સંભાળ લેતી. અરે ફિલ્મોમાં આવ્યા પછી પણ હું પોકેટ મની મોમ પાસેથી...

મરવાને કોઇ રોકી શકે છે કે? મોતથી છુટકારો થાય એવું કયું શીર્ષાસન છે? છે કોઇ એવું આસન, છે કોઇ મંત્ર-તંત્ર-જંત્ર જે કરવાથી મોત અડકી જ ન શકે? આવું તો કંઇ છે જ નહીં. મેઘનાદે યજ્ઞ કરેલો, પણ ઊલટો પોતાના જ પ્રાણ ખોઇ બેઠો.
એક બાળકે પોતાની માને સવાલ પૂછ્યો: આપણે દિલ્હીમાં હતા ત્યારે ચાંદો ત્યાં હતો. આપણે મુંબઇ આવી ગયા તો એ અહીં પણ છે. આપણે તો ટ્રેનમાં બેસીને અહીં પહોંચ્યાં, પણ ચાંદો શેમાં...

મહત્વાકાંક્ષાની લાગણી જેટલી દેખાય છે એટલી સીધી અને સરળ ન પણ હોય. બીજી કોઈ પણ માનવીય લાગણીઓ જેવી સંકુલતા કદાચ એમ્બિશનમાં પણ હોઈ શકે છે. મુંબઈ સ્થિત જાણીતા ફેમિનિસ્ટ અને લેખિકા સોનલ શુક્લને તો મહત્વાકાંક્ષા શબ્દ સામે જ જરા વિરોધ છે. ‘અંગત મહત્વાકાંક્ષાની વાત આવે ત્યારે એમાં ઘણીવાર સ્પર્ધા, સ્વાર્થ અને હિંસાના ભાવ ઉમેરાઈ જતા હોય છે,’ તેઓ કહે છે, ‘લોકો ક્યારેક પોતાની...

સ્કૂલમાંથી નીકળ્યા બાદ છૂટા પડી ગયેલા ચાર મિત્ર, લગભગ ત્રીસ વર્ષ બાદ ભેગા થયા. કલાકો વીતી ગયા. એમાંથી એક જણ ઊભો થઇને ટોઇલેટમાં ગયો.પાછળ રહેલા ત્રણ જણે પોતપોતાનાં બૈરીબચ્ચાંની વાત માંડી. પહેલાએ કહ્યું, મારો દીકરો નાનપણથી બહુ મહત્વાકાંક્ષી હતો. ટોપ યુનિવર્સિટીમાંથી બિઝનેસ મેનેજમેન્ટની ડીગ્રી લઇને એક કંપનીમાં માર્કેટિંગ એક્ઝિક્યુટિવ તરીકે જોડાયો. ટેલન્ટ અને મહેનતના જોરે...



સેબી, રેગ્યુલેશન, સેટ, ડાઇવર્સિફિકેશન, ડિસગોર્જમેન્ટ, કન્સેન્ટ ઓર્ડર... આ બધું સાંભળવામાં ભલે ભારે કે વિચિત્ર લાગે પણ આ શબ્દોના અર્થ હળવા અને ઈન્વેસ્ટરને રાહત આપનારા છે.
ડાઇવર્સિફિકેશન(વૈવિઘ્યકરણ): શેરબજાર જ નહીં, ઇન્વેસ્ટમેન્ટ જગતમાં આ શબ્દનું ખાસ્સું મહત્વ છે. બધાં ઇંડાં એક બાસ્કેટમાં ન રાખવાં એ કહેવત તમે જાણતા હશો. બધું જ રોકાણ એક - બે કંપનીના શેરમાં ન કરાય. બલકે જુદી -...

આદિવાસીઓ એકંદરે ઉદાર, આનંદી, સંતોષી, મળતાવડા, આકર્ષક, નફિકરા અને ખુલ્લા દિલના હોય છે. લોભ અને ટ્રેચરી જેવા શહેરી અવગુણો હજી સુધી આદિવાસી સમાજોમાં ઝમ્યા નથી.
લૂંટફાટ જ ચલાવી છે ભદ્ર લોકોએ. ભારતમાં જે આઝાદી આવી તેનો કશો જ લાભ આદિવાસીઓને મળ્યો નથી. સન્સ ઓફ ધ સોઇલની અને ધરતીનાં છોરુની ફિલોસોફી ડહોળનારાઓ ભારતના એબોરિજનલ્સને ભૂલી ગયા છે. વર્ગીકૃત કે અનુસૂચિત જાતિનું (શિડયુલ્ડ...

બાળપણથી જ મારો ઝોક ધર્મ અને અઘ્યાત્મ તરફ રહ્યો છે. કારણ એ હતું કે મારી મા મધર ટેરેસાની પરમ અનુયાયી હતી અને એની સાથે હું પણ બાળપણમાં ચર્ચમાં જતી. આ રીતે મધર સાથે મારો મનમેળ થયો. બાળપણમાં એકવાર મારી તબિયત ખૂબ બગડી ગઇ. કેટલાય ડોક્ટરોએ ઇલાજ કરી જોયો, પણ કોઇ સુધારો ન જણાયો. મધર ટેરેસાને ખબર પડી કે હું બીમાર છું. હું જલદી સાજી થઇ જાઉં એ માટે એમણે પ્રભુને વિશેષ પ્રાર્થના કરી.
એ મધરની...

વિશુદ્ધ સામર્થ્યનો નિયમ
જે જીવંત છે, તે ચેતનાસભર છે. જે ચેતનવંતું છે તેમાં ભરપૂર સામર્થ્યની એક પાતાળગંગા વહી રહી છે. આ પાતાળગંગા જ પ્રત્યેક સંભાવના અને સર્જનાત્મકતાની ગંગોત્રી છે. આપણો સ્વભાવ પણ આ સામર્થ્યનો જ એક ભાગ છે.
નિયમપાલન: - હું દરરોજ થોડો સમય મૌન રહીને આ સામર્થ્યને ખોળી કાઢવાનો પ્રયત્ન કરીશ. - હું દરરોજ પ્રકૃતિ સાથે સંબંધ પ્રસ્થાપિત કરીશ અને દરેક જીવની બૌદ્ધિક...

‘કોઇ એક જ વ્યક્તિ પર બધી જ જવાબદારીઓ ઢોળી દેવા કરતાં તેને અનુરૂપ કામ આપો. તમને તેનામાં વિશ્વાસ છે એવી પ્રતીતિ થવા દો! - બુકર ટી. વોશિંગ્ટન
એક સફળ ટીમ માટે વિશ્વાસ અતિઆવશ્યક છે. જ્યારે આ વિશ્વાસનો તાંતણો તૂટી જાય છે, ત્યારે સાથે કામ કરવું દુષ્કર થઇ થાય છે. આ સ્થિતિમાં ટીમના સભ્યો વચ્ચે નાનીનાની બાબતોમાં બોલાચાલી થાય છે. તંદુરસ્ત ચર્ચાઓ બંધ થઇ જાય છે. સૂચનાઓનું યોગ્ય અમલીકરણ...

ઉદ્યોગપતિઓમાં શું ખાસિયત હોય છે? શ્રીમંતો અને તેમના સ્તરે નહીં પહોંચી શકતા લોકો વચ્ચે શું ભેદ હોય છે?
આમઆદમી હોય કે ઉદ્યોગપતિ, તુંડે - તુંડે મતિભિન્નતા જોવા મળે. ઉદ્યોગપતિઓમાં પણ જુદા - જુદા પ્રકારના સ્વભાવવાળા લોકો હોય છે. કોઇ મિલનસાર હોય તો કોઇ એકાંતપ્રિય, કોઇ ઉડાઉગીર હોય તો કોઇ કંજૂસ, કોઇ મનમોહક હોય તો કોઇ મહાબોર પરંતુ આ બધામાંય એક વાતનું સામ્ય જોવા મળે છે જે ‘સાહેબ’...

આઠ - દસ સંતાનો સામાન્ય ગણાતાં હોય એવા વખતે ફોઇની મૌલિકતાની કેવી કસોટી થતી હશે! જો કે, એ વખતે ફોઇઓ પણ વિપુલ સંખ્યામાં હોવાથી આ સમસ્યા ગંભીર નહીં બની હોય. નામ પાડવાનો હક ભોગવવા સંબંધે ફોઇઓ વચ્ચે વિગ્રહ થયાના પણ દાખલા છે.
‘સારું થયું તમે મળી ગયા. તમારું જ કામ હતું.’ એક સ્નેહીએ અધરસ્તે આંતરીને કહ્યું, ‘મારા સાળાને ત્યાં બાબો આવ્યો છે.’‘હું નથી બાળકોનો ડોક્ટર કે નથી નજર...

ગાંધીજી, રુઝવેલ્ટ કે ચર્ચિલ- બધા જ સફળ નેતાઓમાં એક સ્પષ્ટ ભવિષ્યદ્રષ્ટિ હોય છે, જે હંમેશાં પરિસ્થિતિને બહેતર બનાવવા લોકોને પ્રેરિત કરતા રહે છે.
સફળતમ ઉદ્યોગપતિઓ હંમેશાં માનતા હોય છે કે સંપત્તિમાં નહીં, માણસોમાં રોકાણ કરો. જી.ઇ. કંપનીના સ્થાપક વેલ્શ કહેતા કે મારી કંપનીની સાચી શક્તિ જેટ એન્જિન કે ગેસ ટર્બાઇન નહીં પણ મારા કર્મચારીઓ છે. સર્વશ્રેષ્ઠ લીડરો શોધવા, તેમને તાલીમ...



A- Affirm : દ્રઢતાથી કહો, ‘હું સફળ થવા સક્ષમ છું.’
B- Believe : તમે ગમે તેટલું ઊંચું લક્ષ્ય પ્રાપ્ત કરી શકો છો તેવો વિશ્વાસ લાવો.
C- Commit: સપનું સાકાર કરવાનો સંકલ્પ કરો.
D-Dare: જોખમ લેવાનું સાહસ કરો.
E- Educate: સ્વયંને શિક્ષિત બનાવો. જ્ઞાન એ જ શક્તિ છે, તેનો ઉપયોગ કરો.
F- Find: પ્રતિભા, સંભાવના, ધન, સમય, પદ્ધતિ શોધતા રહો.
G- Give: વહેંચતા રહો. કંઇક મેળવતાં પહેલાં કંઇક આપવું પડશે.
H- Hope:...



સીધા-સાદા લોકો ક્યારેય કોઇનું ખરાબ નથી ઇચ્છતા હોતા છતાં સફળતાની રેસમાં પાછા પડે છે. તેઓ બહુ ભાવુક અને સંવેદનશીલ હોય છે. વ્યવહારુ ગણતરીઓ પણ લાગણીની સ્લેટ પર જ કરે છે.
આપણી આસપાસ વસતા હજારો લોકોમાં ઘણા એવા પણ નજરે ચડશે, જે સ્વભાવે એકદમ ભોળા અને વ્યવહારમાં સાવ સરળ હોય છે. આવી વ્યક્તિઓને ઘણી વખત ‘ભગવાનના માણસ’નું લેબલ લગાવાતું હોય છે પરંતુ એવું પણ બનતું હોય છે કે સફળતા આવા...








![anand08[1]1](/2010/06/05/images/anand08[1]1_b.jpg)

રોટલીનો જોગ કરવામાં ભૃગુસંહિતાનું એ જ સ્થાન છે, જે ફેક્ટરીનું ટર્નઓવર વધારવામાં ધર્મશાળાના દાનનું.
વાસ્તુશાસ્ત્ર એનું થાય, જેની પાસે વાસ્તુ હોય. સલામતીનો ડર એને હોય, જેની તિજોરી છલોછલ ભરેલી હોય. દીવો એ પ્રગટાવે છે, જેને ઘીની ફેક્ટરીમાં નુકસાન જવાની આશંકા હોય. એન. ટી. રામારાવને જ્યોતિષીઓએ સૂચવ્યું એટલે વિધાનસભા સચિવાલયનો દરવાજો બદલાવી નાખેલો. જયાં નવું ઘર બનાવવામાં...









![AHI-JARUR_las-vegas[1]1](/2010/05/14/images/AHI-JARUR_las-vegas[1]1_b.jpg)










કુટુંબના સભ્યોની જરૂરિયાતો પર તમે સૌથી પહેલાં ઘ્યાન આપો છો કે તમે તમારી દુનિયામાં જ મસ્ત હો છો? આ ક્વિઝ દ્વારા જાણો કે તમે કેટલા કુટુંબવત્સલ છો.
૧. લાંબી રજા સાથે ગાળવા સગાંસંબધી તમને આમંત્રિત કરે છે. તમે —
અ. તરત સહમત થઇ જાઓ છો.બ. ન જવા માટેનું બહાનું વિચારો છો.ક. અંદરથી ચીડાવ છો, છતાંય જવા માટેની તૈયારી શરૂ કરો છો. પ્રોગ્રામ સફળ થાય એનો પ્રયત્ન પણ કરો છો.
૨. તમારી...
























Sitemap | Investor | Advertise With Us | Contact Us | Feedback | Calender-2010 | Newsletter
Group Sites: IndiaInfo.com | Bhaskar.com | Corporate Intranet | DNA | Business Bhaskar | 3d Syndication | MyFM | Saurashtrasamachar
Copyright © 2010-11 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.




